Connect with us

શહેર

જામનગર શહેરમાં આઠ નવા કન્ટેઇનમેન્ટ વિસ્તાર

જામનગર શહેરમાં આઠ નવા કન્ટેઇનમેન્ટ વિસ્તાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં વધતા જતાં કોરોના કેસને પગલે વધુ આઠ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. નવા જાહેર કરાયેલા વિસ્તારોની યાદી નીચે મુજબ છે.

૧) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષ માર્કેટ પાસે આવેલ ભોઈવાડા વિસ્તારમાં ભોઈ સમાજની વાડીની બાજુમાં ચોકમાં આવેલ ભરતભાઈ જેઠવાનું રહેણાંક મકાન, કરૂણાબેન અમૃતલાલ મહેતાનું ગ્રાઉન્ડ ૩નું રહેણાંક મકાન તથા શાંતારામ મકાન મળી ફુલ ૩ રહેણાંક મકાનનો વિસ્તાર.

ર) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનબાઈ શાળા રોડ પર વહેવારીયા મદ્રેસા પાછળ ઘાંચીની ખડકીમાં આવેલ કોહીનુર મંઝીલની અંદર આવેલ ૧૪ રહેણાંક મકાન તથા હલીમાં મંઝીલ થઈ કુલ ૧૫ રહેણાંક મકાનોનો વિસ્તાર.

3) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોકમાં આવેલ મોદીવાડો વિસ્તારમાં શિવદયા મકાનના છેડેથી શિવમ બંગલોની અંદરના ૯ (નવ) રહેણાંક મકાન થઈ શેરીની બંને બાજુના થઈ કુલ ૧૩ રહણાંક મકાનોનો વિસ્તાર.

4) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્ય સમાજ રોડ પર જુના કુંભારવાડામાં આશાપુરા ડેરી ફાર્મ પાસે આવેલ કેતન બંગલો, રાજ રાજલ બંગલોથી શરૂ કરી જય આશાપુરા કૃપા મકાન સુધીનો સમાવિષ્ટ થતો ૧૬ મકાનોનો વિસ્તાર.

5) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ પર આવેલ ન્યુ સાધના કોલોનીમાં સ્વર્ણિમનગરના ગેઈટ સામે આવેલ મોહનભાઈની વાડી તરીકે ઓળખાતા કમ્પાઉન્ડ વોલ સાથેના ફાર્મ હાઉસનો વિસ્તાર.

6) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન્યુ સાધના કોલોનીમાં આવેલ પટેલ પાણી પ્લાન્ટવાળી શેરીમાં દિવ્ય બ્રાસ કાસ્ટીંગ અને પ્રકાશ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝનામના બે કારખાના (કામનુ સ્થળ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી ૪૮ કલાક બંધ રાખી ત્યારબાદ કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની Covid-19 સબંધેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો ચુસ્તપણે પાલન કરવાની શરતે ખોલી શકાશે.)

7) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હીરજી મીસ્ત્રી રોડ પર આવેલ જે.કે.ટાવર એપાર્ટમેન્ટ કે જે એફીલ, ટાવરની બાજુમાં આવેલ છે તેના ૧ થી ૭ માળના કુલ ૧૯ ફ્લેટનો વિસ્તાર.

8) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપેશ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ, કે-૧/ર૪૪, જી.આઈ.ડી.સી., શંકર ટેકરી, ઉદ્યોગનગર, જામનગર (કામનુ સ્થળ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી ૪૮ કલાક બંધ રાખી ત્યારબાદ કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની Covid-19 સબંધેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો ચુસ્તપણે પાલન કરવાની શરતે ખોલી શકાશે.)

શહેર

ડેન્ટલ કોલેજની 27 જુલાઇથી વિદ્યાર્થીઓની મુશ્કેલી વચ્ચે પરીક્ષાનો પ્રારંભ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વૈશ્ર્વિક મહામારી એ સમગ્ર વિશ્ર્વને સંકજામાં લીધું છે. અને ભારત પણ આ સંકજામાં આવી ગયું છે. ભારતમાં આજ દિવસ સુધીમાં અંદાજે 6.74 લાખ પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીમાં 19 હજારથી વધુ લોકોનો ભોગ લેવાય ગયો છે. ત્યારે આ મહામારીના કારણે ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા હાલના સંજોગોમાં મોકૂફ રાખવામાં આવી છે. જો કે પેરા મેડિકલને પરીક્ષા મોકૂફનો નિર્ણય લાગુ પડતો નથી. જેથી જામનગરમાં આવેલી ડેન્ટલ કોલેજની પરીક્ષાઓ 27 જુલાઇથી શરૂ થવાની છે. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ કોરોનાના કારણે ડેન્ટલ કોલેજના 4 વર્ષના વિદ્યાર્થીઓ પૈકી બે-બે વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા સંપૂર્ણ પણે સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે લેવામાં આવશે. તેમજ આ પરીક્ષા માટે અગાઉ એક રૂમમાં 3 વિદ્યાર્થીઓ રહેતા હતાં. જ્યારે હાલના સમયે એક રૂમમાં એક જ વિદ્યાર્થીને રાખવામાં આવશે. તેમજ 14 દિવસનો કવોરન્ટાઇન પિરિયડનો અમલ કરવામાં આવશે. એક વર્ષના આશરે 75 જેટલા વિદ્યાર્થીઓ છે. જેથી 4 વર્ષના મળી કુલ અંદાજે 300 વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે પરીક્ષા આપશે તેમ જાણવા મળ્યું હતું.

જો કે 27 જુલાઇથી શરૂ થનારી ડેન્ટલ કોલેજની પરીક્ષાના વિદ્યાર્થીઓની લાગણી કાંઇક જુદી જ છે. ડેન્ટલ કોલેજની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકીના મોટાભાગના વિદ્યાર્થીઓ અમદાવાદ સુરત જેવા શહેરોમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ આવતાં હોય છે. જેથી હાલનાં કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને પરીક્ષાને લઇને ચિંતાની લાગણી તથા રોષ જોવા મળ્યો હતો. ઉપરાંત પરીક્ષા પૂર્વે 14 દિવસ વિદ્યાર્થીને કવોરન્ટાઇન કરવાના નિર્ણય સંદર્ભે અનેક તર્કવિર્તકો થઇ રહ્યા છે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેરમાં વધુ 6 કોરોના પોઝિટીવ, આંકડો 200ને પાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે. જેમાં બે સપ્તાહથી વધી રહેલા કોરોના પોઝિટીવ કેસોને કારણે જિલ્લામાં કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા સતત વધતી જાય છે. શનિવારે રાત્રીના લેવાયેલા સેમ્પલો પૈકીના 6 વ્યકિતઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આ 6 કેસોમાં જામનગર શહેરના રણજીત સાગર રોડ પરના નાનકપુરી વિસ્તારમાં રહેતા 54 વર્ષના પ્રૌઢ, હર્ષદમીલની ચાલી પાસેના પટેલનગરમાં રહેતા 28 વર્ષના યુવાન, પવનચક્કી પાસે કુંવરબાઇની ધર્મશાળા પાસેના ગરબી ચોક રામકુટીરમાં રહેતા 64 વર્ષના વૃધ્ધા તથા પટેલ કોલોની શેરી નં.8 અને રોડ નં.1માં રહેતા 58 વર્ષના પ્રૌઢ તેમજ ખોજાનાકા પાસે શેખપીરની દરગાહની બાજુમાં રહેતા 93 વર્ષના વૃધ્ધ અને ગુલાબનગરમાં રામવાડી શેરી નં.1માં રહેતા 70 વર્ષના વૃધ્ધ સહિત 6 વ્યકિતઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં શહેરમાં કોરોના પોઝિટીવની સંખ્યા 202 થઇ ગઇ છે.

વધુ વાંચો

શહેર

ગભરાશો નહી જેટલા નવા કેસ આવે છે એટલા સાજા પણ થાય છે ,

જામનગર શહેર કોરોના અપડેટ (04 -07—2020)

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરેન્ટાઇન વ્યક્તિઓની માહિતી

હાલમાં કોરેન્ટાઇન કરેલા વ્યક્તિઓ 518
ઇન્સ્ટીટયુનલ કોરેન્ટાઇન 65
હોટેલ કોરેન્ટાઇન 126

કોરોના સેમ્પલ અંગેની માહિતી

અત્યાર સુધીમાં લેવાયેલ સેમ્પલ

(03/07/2020 સાંજના 5.૦૦ વાગ્યા સુધી)

4757
કુલ પોઝીટીવ મળેલ સેમ્પલ 196
નેગેટીવ સેમ્પલ 3961
આજે લીધેલ સેમ્પલ

(તારીખ:-03/07/2020 થી 04/07/2020 સાંજના ૫.૦૦ વાગ્યા સુધી)

70

પોઝીટીવ કેસની માહિતી

આજની તારીખે શહેર વિસ્તારમાં મળેલકુલ પોઝીટીવ કેસ
(તારીખ:-03/07/2020 થી 04/07/2020 સાંજના ૫.૦૦ વાગ્યા સુધી)
01
આજની તારીખે હોસ્પીટલમાંથી રજા આપેલ દર્દીઓ (સાજા થયેલ) ની સંખ્યા 13
આજ સુધી હોસ્પીટલમાંથી રજા આપેલ દર્દીઓ (સાજા થયેલ) ની સંખ્યા 114
અત્યાર સુધી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 05
આજની તારીખે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 0

કન્ટેઈનમેન્ટ ઝોનની માહિતી

આજ દિન સુધી જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 134
આજ દિન સુધી સક્રિય રહેલ કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 97
આજના દિવસમાં જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા06 01
આજ રોજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં સર્વે થયેલા ઘર તથા વસ્તીની સંખ્યા :-ઘર 1681
આજ રોજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં સર્વે થયેલા ઘર તથા વસ્તીની સંખ્યા :- વસ્તી 6540

હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી

ગઈ કાલ સુધી સ્ક્રીનીંગ થયેલ કુલ વસ્તીની સંખ્યા 2141864
ગઈ કાલ સુધી સર્વે થયેલ કુલ ઘરની સંખ્યા 505759
ગઈકાલે સ્ક્રીનીંગ થયેલ વસ્તીની સંખ્યા 56142
ગઈકાલે સર્વે થયેલ ઘરની સંખ્યા 22095

ઉકાળાહોમિયોપેથી દવાઓનું વિતરણ

ઉકાળા વિતરણ કરવામાં આવેલ કુલ વ્યક્તિની સંખ્યા 110357
હોમિયોપેથી દવાનું વિતરણ સંખ્યા 92097

 

વધુ વાંચો

ટ્રેન્ડીંગ