Connect with us

રાજ્ય

વેક્સિનેશન સમયે જ દ્વારકાના આરોગ્ય કર્મીઓ હડતાલ પર

રાજ્યવ્યાપી આંદોલનમાં જિલ્લાના 350 કર્મચારીઓ જોડાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મહામારી બની ગયેલા કોરોનાવાયરસની વેક્સિન આગામી દિવસોમાં સર્વત્ર આવી રહી છે, ત્યારે આ વેક્સિન હાલ ફ્રન્ટલાઈન વોરિયર્સને આપવાની શરૂ થનારી કામગીરી પૂર્વેજ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેઓની પડતર માંગણીઓના અનુસંધાને આપવામાં આવેલા આંદોલનમાં ગઈકાલે સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાયા છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ- ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આદેશ અન્વયે તેઓને પે – ગ્રેડ સહિતની વિવિધ પડતર માંગણીઓની અવારનવાર કરવામાં આવેલી લેખિત તથા મૌખિક રજૂઆતોનું ખાસ કંઈ પરિણામ ન આવતા આખરે ગઈકાલે મંગળવારે સમગ્ર રાજ્યમાં સામુહિક હડતાલના એલાનના પગલે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ આ હડતાલ આંદોલનમાં જોડાયા છે.
જિલ્લાના 350 જેટલા લેબ ટેકનીશ્યન, ફાર્માસિસ્ટ, મેલ- ફિમેલ સુપરવાઈઝર, વર્કર વિગેરે કર્મચારીઓ તેમની કામગીરીથી અલિપ્ત રહ્યા હતા. આટલું જ નહીં, આગામી દિવસોમાં જિલ્લામાં કોરોનાની વેક્સિન આવ્યે તેઓ પોતે આ વેક્સિન લેશે નહીં અને અન્યને આપશે નહીં એમ પણ વધુમાં જણાવ્યું હતું.
આ અંગે કર્મચારી નેતાઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, આસિસ્ટન્ટ કલેકટર, જિલ્લા પોલીસ વડા, વિગેરેને એક લેખિત આવેદનપત્ર આપી આ મુદ્દે માહિતગાર કર્યા હતા.
આમ, કોરોના કામગીરી સમયે જ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેઓની પડતર માંગણીઓના મુદ્દે હડતાલનું શસ્ત્ર ઉગામી, તંત્રના નાક દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જામનગર

છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ

સંતો-મહંતો અને શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મંદિર ખાતે કાર્યક્રમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી ફેબ્રુઆરીથી રામમંદિર નિર્માણનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કામગીરી 3 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે. અને મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનનું સમગ્ર દેશનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ મહાનિર્માણના કામમાં કરોડો દેશવાસીઓને જોડવામાં આવ્યા છે. જામનગર સહિત સમગ્ર દેશમાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધિ(ફંડ) એકત્રીકરણ કાર્યક્રમ વ્યાપક સ્તરે ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ મહાનિર્માણ માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું એકત્રિકરણ થઇ ચૂકયું છે. ફેબ્રુઆરી માસ દરમ્યાન પણ સમગ્ર દેશમાં નિધિ એકત્રિકરણ કામગીરી કરવામાં આવશે.

છોટીકાશી જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણંદાબાવા સેવા સંસ્થા તથા મોટી હવેલી સંપ્રદાય દ્વારા આ નિધિ એકત્રિકરણમાં પ્રત્યેક સંપ્રદાય દ્વારા રૂા.5,55,555ના ચેક તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજે શનિવારે સાંજે જામનગરમાં તળાવની પાળે આવેલાં વિશ્વ પ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે નિધિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શાસ્ત્રી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ તથા ખિજડા મંદિરના શ્રી લક્ષ્મણદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડો.કિશોર દવે તથા સિનિયર ટ્રસ્ટી વિનુભાઇ તન્ના દ્વારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલીયાને બાલા હનુમાન મંદિર દ્વારા રૂા.5,55,555નો ચેક નિધિ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, અગ્રણી બિઝનેસમેન કનુભાઇ કોટક, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રેસિડેન્ટ લાખાભાઇ કેશવાલા તથા વેપારી અગ્રણી અરવિંદભાઇ પાબારી સહિતના શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોને વંદન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં.

વધુ વાંચો

રાજ્ય

દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લાની 26મી જાન્યુઆરી-2021, પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળીયા ખાતે કરવામાં આવશે. આજે ઉજવણીના આયોજન અંગે કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.

બેઠકમાં કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ બેઠક વ્યવસ્થા, પ્રવેશ તથા બહાર જવાના રસ્તાની બાબતો, વાહન પાર્કિગની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇટ, મંડપ સાઉન્ડ, પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા વગેરે બાબતો વિશે ચર્ચા કરી લગત વિભાગ/કચેરીઓને જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સુનીલ જોષી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, અધિક નિવાસી કલેકટર કે.એમ.જાની, પ્રાંત અધિકારી ગુરવ, ખંભાળીયા મામલતદાર લુકકા સહિત સંકલન સમિતિના અધિકારીઓ /પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

વધુ વાંચો

રાજ્ય

મદદનીશ ટીડીઓને વાહનની ઠોકર: ઇજાઓ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હડિયાણા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકની ઠોકરે બાઇકસવારનું અકસ્માત થતાં 108 મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ અંગે મળતી માહિતી અનુસાર જામનગરથી કંડલા તરફ જતાં હડિયાણા ગામ પાસે જોડિયા તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઇ ટિલાવત બાઇક લઇને પસાર થતાં હોય, અજાણ્યા વાહને ઠોકર મારતાં પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને 108 મારફત તાત્કાલિક ધોરણે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

ઘટનાની જાણ થતાં જોડિયાના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી જયંતિભાઇ સોરઠીયા અને જયસુખભાઇ, હડિયાણાના સરપંચ તથા તાલુકા પંચાયત સ્ટાફ દોડી ગયા હતાં.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ