Connect with us

રાષ્ટ્રીય

કોરોના કાળમાં પશ્ચિમ રેલવે ભંગાર વેચી 45 કરોડ ઉભા કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાવાયરસ રોગચાળાને કારણે જાહેર થયેલા લોકડાઉનથી બધુ ઠપ થઈ ગયું હતું અને ટ્રેનો નું પરિચાલન બંધ હોવાને કારણે રેલવે ની આવક પ્રભાવિત થઈ હતી પણ હમેશા શ્રેષ્ઠતા ની દિશામાં માં પ્રયાસરત પશ્ચિમ રેલ્વેની ગતિ ધીમી થવાને બદલે સતત આગડ વધતી રહી. આ જ ક્રમમાં પશ્ચિમી રેલ્વે દ્વારા નવી સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે, જે અંતર્ગત કોરોના વાયરસ રોગચાળાના સંકટ સમયે વેસ્ટર્ન રેલ્વેના મટિરીયલ્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રેલ્વેની વિવિધ પ્રવૃત્તિઓમાંથી અનુઉપયોગી  સામગ્રી (સ્ક્રેપ) વેચીને રેલવેની આવક થઈ છે.  પશ્ચિમ રેલ્વે દ્વારા લોકડાઉન દરમિયાન કુલ 45 કરોડ ના સ્ક્રેપ નું વેચાણ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ અને વેસ્ટર્ન રેલ્વેના પ્રમુખ મુખ્ય મટિરીયલ મેનેજર જે.પી. પાંડેના ઉર્જાવાન નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ રેલવેના તમામ ઝોનમાંથી સૌથી વધુ સ્ક્રેપ વેચવામાં આવ્યું છે. મહાપ્રબંધક કંસલે પ્રમુખ મુખ્ય મટીરીયલ મેનેજર જે.પી.પાંડે અને તેમના સમર્પિત યોદ્ધાઓની આખી ટીમને આ પ્રશંસનીય કાર્ય માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરેલી અખબારી યાદી મુજબ, એપ્રિલ અને મે, 2020 માં તમામ મંડળો પર ફેક્ટરીઓ અને રેલ્વે ટ્રેકની બાજુમાં પડેલા તમામ સ્ક્રેપ્સના પશ્ચિમ રેલ્વેના મટિરીયલ મેનેજમેન્ટ વિભાગની સૂચના અનુસાર દ્વારા ઓળખ કરવામાં આવી. સ્ક્રેપનું વેચાણ જૂન, 2020 ના મહિનામાં શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયા નું વેચાણ થયું છે.  વિભાગે દર મહિને મહાલક્ષ્મી, સાબરમતી, પ્રતાપ નગર ડેપો અને મુંબઇ, વડોદરા, રતલામ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર મંડળો દ્વારા ઇ-નીલામી  કરી હતી.  આ નીલામી શત પ્રતિશત પારદર્શકતા સાથે ઓનલાઇન કરવામાં આવી હતી, જેમાં દેશના દરેક ખૂણામાંથી કોઈપણ ભાગ લઈ શકે છે.  આ ઇ-હરાજી દ્વારા બિન-ઉપયોગી રેલ્લો, સ્લીપર્સ, અનુ ઉપયોગી લોકોમોટિવ્સ, કોચ, વેગન, ટ્રેક સંબંધિત સામગ્રી, અને વિવિધ શેડ અને ફેક્ટરીઓમાંથી અનસર્વિસેબલ ફેરસ  અને નોન ફેરસ સામગ્રી વેચવામાં આવી હતી.

મહાપ્રબંધક કંસલ અને પ્રમુખ મુખ્ય મટિરીયલ મેનેજર પાંડેના નિર્દેશો હેઠળ પશ્ચિમ રેલ્વેને સંપૂર્ણ રીતે સ્ક્રેપ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.  પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધી ઝીરો સ્ક્રેપ સ્ટેટ્સ હેતુ કારખાનાઓમાં 100%, સ્ટેશનો પર 65%, શેડ / ડેપોમાંથી 50% અને રેલવે સેક્શનો માં 30% પ્રતિશત પ્રાપ્ત કર્યા છે.  ઉલ્લેખનીય છે કે, તમામ ઝોનલ રેલ્વેમાંથી પશ્ચિમ રેલ્વે એ  બે વિત્તીય વર્ષો થી ક્રમશ:  537 કરોડ  અને  533 કરોડના સ્ક્રેપ વેચાણ દ્વારા સતત બે વર્ષ થી ટોચ પર છે.  પશ્ચિમ રેલ્વે દ્વારા વર્તમાન વર્ષના અંત સુધીમાં તેના તમામ કાર્યસ્થળો માટે 100 પ્રતિશત સ્ક્રેપ ફ્રી સ્ટેટ્સ મેળવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

રાષ્ટ્રીય

બાંગ્લાદેશ માટે પહેલી પાર્સલ ટ્રેન ગુજરાતથી જશે

આ ટ્રેનથી રેલવેને 31 લાખ રૂપિયાની આવક થશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ર્ચિમ રેલ્વેએ ગુજરાતના અમદાવાદ મંડળથી બાંગ્લાદેશ માટેની પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરીને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ટ્રેનનું લોડિંગ 8 ઓગસ્ટ 2020 ના રોજ પશ્ર્ચિમ રેલ્વે અંતર્ગત અમદાવાદ મંડળના કાંકરિયા યાર્ડ ખાતે શરૂ થયું છે અને લોડિંગ પૂર્ણ થયા પછી રવાના થવાની સંભાવના છે. પશ્ર્ચિમ રેલ્વેના મહાપ્રબંધક આલોક કંસલ અને પ્રમુખ મુખ્ય પરિચાલન પ્રબંધક શૈલેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મંડળની નવગઠિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની આ અનોખી ઉપલબ્ધી ભારતીય રેલ્વે પર પાર્સલ કારોબારના ક્ષેત્રમાં એક સીમા ચિહનરૂપ સાબિત થશે.

બાંગ્લાદેશના બેનોપોલ સ્ટેશન માટે અમદાવાદ પાર્સલ કાર્યાલયમાં વીપીયુ રેક માટે 20 વીપીયુ અને 1 એસએલઆરનું ઇન્ડેન્ટ હાલમાં જ જારી કરવામાં આવ્યું છે. આ રેકમાં ભરવામાં આવનાર આવશ્યક સામગ્રી એકત્રિત કરવાની મંજૂરી 8 ઓગસ્ટ, 2020 સુધી આપવામાં આવી છે.આ રેકમાં ભરવાની વસ્તુઓમાં 15 વીપીયુમાં ડેનિમ કાપડ અને 5 વીપીયુમાં રંગવા માટે ઉપયોગમાં આવતી સામગ્રી લોડ કરવામાં આવશે.આવો ટ્રાફિક અમદાવાદ મંડળમાં પહેલીવાર સુનિશ્ર્ચિત કરવામાં આવ્યો છે અને તેનાથી લગભગ 31 લાખ રૂપિયાનું રાજસ્વ પ્રાપ્ત થશે. બાંગ્લાદેશ માટે અમદાવાદ મંડળની આ પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન છે, જે બાંગ્લાદેશના બેનાપોલ સુધી પહોંચવા માટે 2110 કિલોમીટરનું અંતર કાપશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

બાબા રામદેવની પતંજલિને મદ્રાસ હાઇકોર્ટે ફટકાર્યો રૂા.10 લાખનો દંડ

કોરોનીલ દવાના ટ્રેડમાર્કના ઉપયોગ ઉપર પણ રોક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મદ્રાસ હાઈકોર્ટે બાબા રામદેવની પતંજલિ આર્યુવેદ અને દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે આ દંડ patanjiali ayurvedના એ દાવા પર લગાવ્યો છે કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે એનું આર્યુવેદિક સુત્રીકરણ coronilકોરોના વાયરસને ઠીક કરી શકે છે. આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે કોરોનાની સારવાર માટે બહાર પાડવામાં આવેલી coronil દવાના ટ્રેડમાર્કના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી.

દંડ ફટકારવાની સાથે સાથે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, તે રોગચાળાથી ડરી ગયેલા લોકોનો ફાયદો લઇને કોરોના ઉપચારના નામે શરદી, ખાંસી અને તાવ માટે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર વેચીને પૈસા કમાવવાનો ધંધો કરવા માગતા હતા. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ આપદા સમયે આવી ઘણી સંસ્થાઓ છે જે લોકોને નિસ્વાર્થ મદદ કરી રહી છે.

આવા કિસ્સામાં પ્રતિવાદીએ તે સંસ્થાઓને દંડની રકમ આપવી જોઈએ. રામદેવે બુધવારે દાવો કર્યો હતો કે, પતંજલિ આયુર્વેદ કોરોનિલની માંગને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. હમણાં સુધી તે દરરોજ માત્ર 1 લાખ પેકેટો સપ્લાય કરી શકે છે. તેમણે કહ્યું કે આજે કોરોનિલના 10 લાખ પેકેટની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ અમે ફક્ત એક જ લાખ પેકેટો પહોંચાડી શકીએ છીએ. બાબએ એવું પણ કહ્યું હતું કે અમે કોરોનિલના એક પેકેટની કિંમત માત્ર 500 રૂપિયા જ રાખી હતી, જો 5000 રાખતા તો અત્યારે 5 હજાર કરોડ કમાઈ શકતા હતા. પરંતુ અમે એવું ન કર્યું.

વધુ વાંચો

રાષ્ટ્રીય

CA એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ વિદ્યાર્થીઓ ઘરે બેઠાં આપી શકશે

સ્માર્ટફોન કે ટેબલેટ માં પરિક્ષ નહી આપી શકાય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં હાલની પરિસ્થિતિ જોઈને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા(ICSI)એ નવી રીતે પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ICSI CA એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ 29 ઓગસ્ટે લેવાની હતી, પરંતુ કોરોના મહામારીને લીધે હવે વિદ્યાર્થીઓ ઘરે બેસીને પણ પરીક્ષા આપી શકશે. ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે.

આ વર્ષે પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાની હતી, પરંતુ કોરોનાને લીધે પરીક્ષા મોકૂફ રાખી હતી. ઓનલાઈન પરીક્ષા માટે ICSI એ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. આ નોટિફિકેશન પ્રમાણે વિદ્યાર્થીઓ ઘરે કે અન્ય કોઈ સુવિધાવાળી જગ્યા પર લેપટોપ કે ડેસ્કટોપમાં પરીક્ષા આપી શકશે. જો કે, આ પરીક્ષા સ્માર્ટફોન કે ટેબલેટથી નહિ આપી શકાય.

CSEET ઓનલાઈન ટેસ્ટમાં મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન(MCQ)પૂછવામાં આવશે. પરીક્ષામાં 50-50 માર્ક્સના કુલ 4 પેપર હશે. તેમાં કરંટ અફેર્સ, પ્રેઝન્ટેશન, રિઝનિંગ અને કમ્યુનિકેશન સ્કિલ્સના સેક્શન સામેલ હશે. દરેક 4 પેપરમાં સવાલોની સંખ્યા 140 હશે. તેમાં બિઝનેસ કમ્યુનિકેશનના 35 પ્રશ્નો, લીગલ એપ્ટીટ્યૂડ એન્ડ લોજિકલ રિઝનિંગના 35 પ્રશ્નો, ઇકોનોમિક એન્ડ બિઝનેસ એન્વાયરમેન્ટમાંથી 35 પ્રશ્નો અને કરંટ અફેર્સના 15 પ્રશ્નો તથા પ્રેઝન્ટેશન એન્ડ કમ્યુનિકેશન સ્કિલમાંથી 20 પ્રશ્નો હશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ