Connect with us

રાજ્ય

કાલાવડ તાલુકાના કાલમેઘડામાં ભાઈ-બહેન સહિત ત્રણ બાળકોના મોતથી અરેરાટી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં આજે અરેરાટીઓભર્યો કિસ્સો બન્યો હતો જેમાં ત્રણ માસૂમ બાળકોના પાણીના ખાડામાં પડી જવાના કારણે ડૂબી જતાં કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. બળદો ભડકતાં ત્રણેય બાળકો જીવ બચાવવા ભાગવા જવાથી ખાડામાં પડી ગયા હતા અને કોઇ બચાવે તે પહેલાં જ ત્રણેયે જીવ ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મૂળ પાટણ જિલ્લાના વતની અને હાલ કાલમેઘડા ગામમાં દિલીપભાઇ જયંતીભાઇ ઠાકોર અને તેના બનેવી શૈલેષભાઇ ઠાકોર બન્ને સાથે રહીને ખેત મજૂરી કામ કરે છે. દિલીપભાઇના 10 વર્ષનો પુત્ર રાહુલ અને પાંચ વર્ષની પુત્રી કિરણ તેમજ શૈલેષભાઇ ઠાકોરની પાંચ વર્ષની પુત્રી રિયા, કે જેઓ આજે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ખેતરથી થોડે દુર રમી રહ્યા હતા. જે દરમિયાન એકાએક બળદો ભડકતાં ત્રણેય બાળકો ભાગવા લાગ્યા હતા, અને નજીકમાં જ આવેલા પાણીના ખાડામાં પડી ગયા હતા. જે ખાડામાં ઉંડુ પાણી હોવાથી ત્રણે માસૂમ ડૂબી ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં ભારે દોડધામ થઇ હતી. શ્રમિક પરિવારના સભ્યો ઉપરાંત સ્થાનિક અગ્રણી વગેરે દોડી આવ્યા હતા અને બાળકોને પાણીમાંથી બહાર કાઢી ઇકો કારમાં બેસાડીને તાત્કાલિક ગોંડલની હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં બાર વાગ્યા આસપાસ પહોંચતા ફરજ પરના તબીબે ત્રણેય બાળકોના મૃત્યુ નીપજ્યાં હોવાનું જાહેર કર્યું હતું. જેથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ કરૂણાજનક ઘટનાની પોલીસને જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સ્ટાફ બનાવના સ્થળે તેમજ ગોંડલ દોડી ગયો હતો, અને બાળકોના પોસ્ટમોર્ટમ કર્યા પછી ત્રણેય મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દીધા હતા. પોલીસે દિલીપભાઇ ઠાકોરનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

રાજ્ય

આવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ

કલ્યાણપુરમાં આવેદનપત્ર પાઠવ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.
કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
અધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ? તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે.
આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

દ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત

દ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ. મહેશભાઈ શુકલના પત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. 84) ને ગત્ તા. 2 સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.
આથી તેમને સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડાયાબીટીસ, બ્લડપ્રેશર, ઓક્સિજન કમી વિગેરેની તેમને  22 દિવસની વિવિધ પ્રકારની સારવાર ખુબજ કાળજીપૂર્વક કરવામાં આવતા કોરાનાને મહાત આપી, સ્વસ્થ થતા શારદાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવતા મંગળવારે ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગા- સંબંધીઓ, લતાવાસીઓ દ્વારા તેમના પર પુષ્પવૃષ્ટિ કરી, તાળી અને થાળી વગાડીને શારદાબેનની હિંમતને વધાવી હતી.
શારદાબેન શુક્લએ તેમના પ્રતિભાવમાં ખંભાળિયા અને જામનગર સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને ભગવાન સ્વરૂપ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી

ખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વતની એવા હસમુખભાઈ મનજીભાઈ પરમાર નામના 43 વર્ષીય યુવાન ગત તારીખ 24 થી 27 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રસંગ અર્થે તેમના વતન ગયા હતા, અને પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી અને મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.
આ મકાનના રૂમની અંદર રહેલા કબાટની તિજોરી તોડી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા દસ હજાર રોકડા તથા રૂપિયા પંદર હજારની કિંમતના ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે હસમુખભાઈ પરમારની ફરિયાદ પરથી ધોરણસર ગુનો નોંધી પી.એસ.આઇ. અનિરુદ્ધસિંહ ઝાલાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ