Connect with us

રાષ્ટ્રીય

ચાઇનીઝ સૈન્યને ભરી પિવા, ગલવાન ખીણમાં ‘ભિષ્મ’ની એન્ટ્રી…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણનો વિવાદ શરૂ થયા પછી દિવસે-દિવસે વધુ જટિલ બન્યો છે. બન્ને દેશો વચ્ચેની કમાન્ડર કક્ષાની બે બેઠકો દરમ્યાન કોઇ નિવેડો લાવી શકાયો નથી. આજે બન્ને દેશો વચ્ચે આ પ્રકારની ત્રીજી બેઠક છે. દરમ્યાન ભારત અને અમેરિકાના રક્ષામંત્રી પણ આજે એકમેક સાથે ટેલિફોનિક વાતચીત કરશે એવું રક્ષામંત્રાલયે સવારે જાહેર કર્યુ હતું.

આ બધી પરિસ્થિતિ વચ્ચે ચીનની આગામી અને સંભવિત ચાલને પહોંચી વળવા માટે ભારત સરકારના માર્ગદર્શન મુજબ સૈન્યએ એક મોટો નિર્ણય લીધો છે. ગલવાન ઘાટીમાં ભારત પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તરફ આગળ વધી રહયું છે. લડાખ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીનની કોઇપણ પ્રકારની હવે પછીની ચાલને નિષ્ફળ બનાવવા માટે ભારતે ટી-90 શ્રેણીની છ નંગ ‘ભિષ્મ’ ટેન્ક ગોઠવવાનો નિર્ણય થયો છે. આ ટેન્ક શકિતશાળી યુધ્ધ સાધન છે. આ ટેન્કની મદદથી મિશાઇલ દાગી શકાય છે. આ ઉપરાંત ટોપ-ઓફ-ધ-લાઇન શોલ્ડર ફાયર ટેન્ક વિરોધી મિશાઇલ સિસ્ટમ પણ ગલવાન ધાટીમાં તૈનાત કરવામાં આવી છે.
દરમ્યાન, બન્ન્ો દેશ વચ્ચેના વિવાદનો ઉપાય શોધવા માટે તથા સરહદી તણાવ ખતમ કરવા માટે બન્ન્ો દેશોમાં કમાન્ડર કક્ષાના અધિકારીઓની ત્રીજી બેઠક આજે મંગળવારે ભારતીય ક્ષેત્ર ચુસુલમાં યોજવામાં આવી છે. આ બેઠક બોર્ડર પર્સનલ મિટિંગ પોઇન્ટ પર ગોઠવવામાં આવી છે. આ બેઠકમાં ભારત તરફથી 14મી કોર્પ્સ કમાન્ડર લેફટનન્ટ જનરલ હરીંદ્રરસિંગ તથા ચીનના દક્ષિણ જિનજિયાગ સૈન્ય જિલ્લાના પ્રમુખ મેજર જનરલ લીયુ લીન વાતચીત ચલાવી રહ્યા છે. આ અગાઉની બે બેઠક ચીનના ક્ષેત્રમાં યોજવામાં આવી હતી.

ચાઇનીઝ સૈન્યએ પોતાના ક્ષેત્રમાં સ્થિતિ મજબુત બનાવવા માટે બખ્તર ધારી સેનીકો ગોઠવ્યા પછી ભારતીય સૈન્યએ આ ભિષ્મ ટેન્ક ગોઠવવાનો નિર્ણય લીધો છે. ભારત અત્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક વિવિધ પહાડીઓ પર ગોઠવાય રહ્યું છે. આ અગાઉ હોવિત્ઝર તોપ પણ ભારતીય સૈન્ય ગોઠવી ચુકયો છે. ચાઇનીઝ સૈન્ય આ ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છે છે. પરંતુ ભારત પોતાની એક ઇંચ જમીન આ વિસ્તારમાં છોડવા ઇચ્છતું નથી. આ ખુબજ ઠંડો વિસ્તાર છે જયા સામાન્ય રીતે તાપમાન શૂન્ય ડિગ્રીની નીચે રહેતું હોય છે.

રાષ્ટ્રીય

239 વૈજ્ઞાનિકોએ WHO ને પત્ર લખ્યો

WHO કોરોનાની ગાઇડલાઇન બદલી શકે છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વાયરસને લઇને દુનિયાભરનાં 239 સાયન્ટિસ્ટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પત્ર લખીને ચેતવણી આપી છે. 32 દેશોનાં આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસ હવામાં રહે છે. વૈજ્ઞાનિકો આ પત્ર સાથે જોડાયેલી વાતોને આવનારા સમયમાં જર્નલમાં પ્રકાશિત કરવા ઇચ્છતા હતા, પરંતુ આ પહેલા જ મીડિયામાં આ લીક થઈ ગયું. વૈજ્ઞાનિકોએ WHOને ગાઇડલાઇન્સ બદલવાની માંગ કરી છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સનાં રિપોર્ટ પ્રમાણે, WHOને લખેલા પત્રમાં સાયન્ટિસ્ટે કહ્યું છે કે હવામાં રહેલા સામાન્ય કણથી પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકોને લાગે છે કે કોરોના વાયરસ હવામાં લાંબા સમય સુધી રહી શકે છે અને અનેક મીટરની સફર કરીને આસપાસનાં લોકોને સંક્રમિત કરી શકે છે. જો વૈજ્ઞાનિકોની આ વાત સત્ય છે તો બંધ રૂમમાં અથવા એવી જગ્યાઓ પર સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હશે.

આવામાં સ્કૂલ, દુકાન અને આવી અન્ય જગ્યાઓ પર કામ કરનારા લોકોએ વધારે સાવધાની રાખવી જોઇએ. બસમાં યાત્રા કરવી પણ ખતરાનક થઈ શકે છે, કેમકે લગભગ 2 મીટર દૂર બેસવા પર પણ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. પત્ર લખનારા વૈજ્ઞાનિકોની ટીમમાં સામેલ ઑસ્ટ્રેલિયાની ક્વીંસલેન્ડ યૂનિવર્સિટી ઑફ ટેક્નોલોજીની પ્રોફેસર લિડીયા મોરાવસ્કાએ કહ્યું કે, ‘અમે આ વાતને લઇને 100 ટકા આશ્વસ્ત છીએ.’

વૈજ્ઞાનિકોનાં નવા દાવાને જોતા WHOએ પોતાની ગાઇડલાઇન્સ બદલવી પડી શકે છે. જે જગ્યાઓ પર વેન્ટિલેશન નથી ત્યાં લોકોને દૂર બેસવા ઉપરાંત અનિવાર્ય રીતે માસ્ક પહેરવા પડી શકે છે. WHO અત્યાર સુધી કહેતુ રહ્યું છે કે મુખ્ય રીતે કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિનાં કફ અથવા છીંક દરમિયાન Large Respiratory Dropletsથી જ ફેલાય છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

મોદીનગરમાં મીણબતીની ફેકટરીમાં ભીષણ આગથી આઠના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગાઝિયાબાદ જિલ્લાનાં મોદીનગર વિસ્તારમાં આવેલી મીણબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ દર્દનાક ઘટનામાં 8 જેટલા લોકોનાં મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો આ ઘટનાથી આખા જનપથમાં હડકંપ મચી ગયો છે. ફાયર બ્રિગેડનાં અધિકારીઓ અને પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જે ફેક્ટરીમાં આગ લાગી છે તેમાં મીણબત્તી બનાવવાનું કામ થતુ હતુ. જે સમયે આગ લાગી તે સમયે ફેક્ટરીમાં કેટલા લોકો હાજર હતા તે સ્પષ્ટ થઈ શક્યું નથી. તો ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી યોગીએ ડીએમ અને એસએસપીને તાત્કાલિક ઘાયલોને રાહત પહોંચાડવાનાં આદેશ આપ્યા છે. સાથે જ તપાસ રિપોર્ટ સાંજ સુધી રજૂ કરવા કહ્યું છે. આ પહેલા ગાઝિયાબાદનાં ટ્રોનિક સિટી વિસ્તારમાં એપ્રિલમાં એક જીન્સ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જો કે આ દરમિયાન કોઈ ઘાયલ થયું નહોતુ, પરંતુ ફેક્ટરીમાં રાખવામાં આવેલો લાખોનો માલ બળીને ખાક થઈ ગયો હતો.

વધુ વાંચો

રાષ્ટ્રીય

10 હજાર બેડવાળું દુનિયાના સૌથી મોટા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

રાજનાથસિંહ અને અમિત શાહ દ્વારા DRDO ના 1000 બેડવાળા સેન્ટરનું ઉદ્દઘાટન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વનું સૌથી મોટી કોવિડ કેર સેન્ટર આજથી રાજધાની દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. કેંટોનમેન્ટમાં બનેલા આ હંગામી સેન્ટરનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ -19 હોસ્પિટલ રાખવામાં આવ્યું છે. ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમાં 250 ICU બેડ સહિત 10 હજાર બેડ છે.

આ કોવિડ કેર સેન્ટર 11 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેની મુલાકાત લીધી હતી. DRDOના અધ્યક્ષ જી સતીષ રેડ્ડી અને આઇટીબીપી ચીફ એસ.એસ. દેસ્વાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજનાથે કહ્યું હતું કે આ હોસ્પિટલને DRDO, ગૃહ મંત્રાલય અને ટાટા સન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત ઘણા સંગઠનોએ સાથે મળીને તૈયારી કરી છે.  તેને સંમગ્ર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ધારા-ધોરણો પ્રમાણે તૈયાર કરાઈ છે. અહીં અમે કોરોના દર્દીઓને સારી સારવાર આપીશું અને તેને બીમાર લોકોની સુરક્ષા માટે તૈયાર કરાઈ છે. બીજી તરફ સેના દુશ્મનોથી આપણી સુરક્ષા કરી રહી છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ