Connect with us

રાજ્ય

ગરીબોની સાથે પશુઓ જેવો વ્યવહાર ન કરો: હાઇકોર્ટ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડીંડક : ગુજરાત સરકારને પણ વડી અદાલતનો ઠપકો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર અંગે અખબારોમાં પ્રકાશિત અહેવાલોને સુઓમોટો લેતા હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરતા જણાવ્યું છે કે કોવિડ-19 દર્દીઓ સાથે પશુઓ જેવું વર્તન ન થવું જોઈએ. સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબો દર્દીઓને જોવા પણ આવતા નથી. હાઇકોર્ટે ઉમેર્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે તેમની સાથે માનવતાભર્યુ વર્તન થવુ જોઇએ. સમાચારપત્રોના અહેવાલોના આધારે જસ્ટીસ જે.બી.પારડીવાલાએ સુઓમોટો જાહેરહીતની અરજી પર સુનાવણી કરી હતી. હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. સિવિલ હોસ્પિટલમા કોરોનાના દર્દીઓની દયાજનક સ્થિતિ અંગે સમાચાર આવે છે આ સ્થિતિ સુધારવા સરકાર કેમ કોઇ પગલા લેતી નથી? દર્દીઓની સારવાર યોગ્ય રીતે થતી નથી. સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ ખાતરી આપી હતી કે, એક સપ્તાહમાં આ સમસ્યાનો ઉકેલ અમે લાવીશુ. આ તરફ રાજ્યનું સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પટિલમાં કોવિડ-19ની સારવાર ઇન્ટર્ન અને રેસિડન્ટ અને પેરામેડિકલ ડોકટરોના ભરોસે થાય છે, સિનિયર ડોકટરોએ હાથ ઉંચા કરી દીધા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભભ્ય ગ્યાસુદ્દિન શેખે કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, કોરોના દર્દીઓને કેન્સર, હાર્ટ અને કીડની જેવી ગંભીર બિમારી હોય તો તેની સારવાર અપાતી ન હોવાથી મૃત્યુઆંક વધારે છે. સરકારે ખાનગી હોસ્પિટલની ઘટાડેલી ફી અંગે કોર્ટમાં જવાબ રજુ કર્યો હતો. કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, ઘટાડેલી ફી સામાન્ય માણસને પરવડે તેવી નથી.તેથી ફરીથી ફી ઘટાડીને કોર્ટમાં રજુ કરો. સામાન્ય માણસ પાસેથી આટલી બધી ફી વસુલી શકાય નહી. કોરોના મુદ્દે હાઇકોર્ટમાં વિવિધ અરજી થઈ છે. રાજેન્દ્રસિહ શેખાવત તરફથી એડવોકેટ ખેમચંદ કોષ્ઠીએ કરેલી અરજીમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, દર્દીઓને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટ કરવામાં આવતા નથી. જ્યાં સુધી ટેસ્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી રજા આપી શકાય નહી. સરકારે ડિસ્ચાર્જ અંગે નીતિ ઘડવી જોઈએ. હાઈકોર્ટ મુજબ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઇએ. દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છે. સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવા પૂરતા પ્રયાસની ખાતરી આપી છે. આ નોંધનીય છેકે, અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોક્ટર્સને પડી રહેલી તકલીફો, લોકોને મળતું હલકી ગુણવત્તાયુક્ત જમવાનું આવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે સરકારને ટકોર કરી છેકે, સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરરિયાતમંદ લોકો સારવાર માટે આવે છે. આ દર્દીઓ હોસ્પિટલમાંથી સાજો થઇને ઘરે જાય ત્યારે તેને સંતોષકારક ટ્રીટમેન્ટ મળી હોય તેવું લાગવું જોઇએ. દરરોજ સિવિલ હોસ્પિટલની ખરાબ હાલત અને વાતાવરણ અંગે સમચાર પેપરમાં સમાચાર આવે છે, જે ચિંતાજનક છે. આ સ્થિતિમાં સુધારો આવવો જોઇએ. હાઇકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડ્વોકેટ જનરલએ ખાતરી આપી છેકે, એક સપ્તાહમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા પૂરતા પ્રયાસ કરવામાં આવશે.

રાજ્ય

દ્વારકા જિલ્લામાં આખા ચોમાસાનો દોઢ ગણો વરસાદ વરસી ગયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી શરૂ થયેલી મેઘસવારી ગઈકાલે મંગળવાર સુધી અવિરત રીતે વરસી હતી. જો કે ગઈકાલે સાંજથી ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જ્યારે દ્વારકા સહિતના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રીના નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ગઈકાલ સુધી કુલ 54 ઈંચ સાથે 1309 મિલીમીટર વરસાદ પડ્યો છે. જે મોસમનો કુલ 184 ટકા સુધી પહોંચી ગયો છે. મંગળવારે બપોર સુધી અવિરત રીતે ચાલુ રહેલા ભારે ઝાપટા સાથેના વરસાદે આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક માં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ છેલ્લા ત્રણ દિવસના સમયગાળામાં 41 ઈંચ (1021 મીમી) પાણી વરસી જતાં તાલુકામાં થોડા ઘણા અંશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મંગળવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીના 5 કલાકના સમયગાળા દરમિયાન પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ પછી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જોકે આજે પણ દિવસ દરમિયાન મેઘાવી માહોલ વચ્ચે માત્ર હળવા અમીછાંટણા થયા હતા અને થોડો સમય ઉઘાડ જેવું વાતાવરણ પણ આજે સવારે જોવા મળ્યું હતું. હાલની પરિસ્થિતિમાં વરસાદી બ્રેક સાથે ઉઘાડ અનિવાર્ય ગણાય છે. ત્યારે લોકો તથા ધરતીપુત્રો હવે થોડો સમય મેઘરાજાના વિરામની આશા રાખે છે.

જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: દ્વારકામાં રાત્રે છ ઇંચ વરસાદ વરસ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં પણ ગઈકાલે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દ્વારકા તાલુકામાં ગઈકાલે સાંજે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ધોધમાર આઠ ઈંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળેલ. છે આ સાથે ગઈકાલે ૨૪ કલાક દરમિયાન 9 ઈંચ (229 મીમી)  વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં 24 કલાક દરમિયાન 11.5 ઈંચ ( 285 મીમી) તથા ભાણવડમાં સવા આઠ ઈંચ (208 મીમી) વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલ છે.

જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના સચરાચર અને ભારે વરસાદના પગલે નાના-મોટા તમામ ચેકડેમો સાથે વિશાળ જળાશયો પણ સંપૂર્ણપણે ભરાઈ જતા ઓવરફ્લો થઈ ગયા છે. જેમાં ખંભાળિયાના મહત્વના ઘી ડેમ, સિંહણ ડેમ, મહાદેવીયા, ઉપરાંત વર્તુ-1,  સોનમતી, મિણસાર (વાનાવડ), વેરાડી -1, વેરાડી-2, સિંધણી, શેઢા ભાડથરી, કબરકા, ગઢકી, કંડોરણા, વર્તુ-2 નામના ડેમનો સમાવેશ થાય છે.  આમ સમગ્ર જિલ્લામાં પીવાના પાણીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ ગયો છે.

જિલ્લામાં વરસાદની ટકાવારી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી આજે બુધવારે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં 41 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 29 ઈંચ, દ્વારકા તાલુકામાં 21.5 ઈંચ, અને ભાણવડમાં 19.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે ટકાવારીમાં જોઈએ તો ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ 183.33 ટકા, કલ્યાણપુર તાલુકામાં 138 ટકા, દ્વારકા તાલુકામાં 147.52 ટકા અને ભાણવડ તાલુકામાં 108.72 ટકા જેટલો ભારે વરસાદ વરસી ગયો છે.

આમ, હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક દિવસોમાં 108 ટકાથી 188 ટકા સુધી ભારે વરસાદ વરસી જતા અતિવૃષ્ટિ તથા નુકસાની તેવી પરિસ્થિતિ સર્જાય તે પહેલા મેઘરાજા હવે થોડા દિવસ લ્યે અને જનજીવન થાળે પડે તેમ સૌ ઇચ્છી રહ્યા છે.

વધુ વાંચો

રાજ્ય

સિક્કામાં ફાટક વચ્ચે માલગાડી રોકાય જતાં માર્ગો બંધ થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લાનાં સિક્કા ગામે પંચવટી ફાટક પાસે રેલ્વે પાટા ઉખડી જતા રેલગાડી ફાટક વચ્ચે ઉભી રહી જતાં માર્ગ બંધ થઇ જવા પામ્યો છે.

જામનગર જિલ્લાના સિક્કા ગામે આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સિક્કા ગામમાં આવેલ થર્મલ પાવર સ્ટેશનમાં માલગાડી દ્વારા કોલસા માંગાવવામાં આવતાં હોય છે. આજે રાબેતા મુજબ આ માલગાડી સિક્કા પંચવટી ફાટક ક્રોસ કરી રહી હતી. એ દરમિયાન રેલના પાટા ઉખડી જતાં રેલગાડી ફાટકમાં વચ્ચે ઉભી રહી ગઇ હતી. જેના પરિણામે ફાટક બંધ હોય પંચવટી ભગવતી ટીપીએસ મુંગણી ગામ જવાના રસ્તા બંધ થઇ ગયા હતા. એક બાજુ મુશળધાર વરસાદ ચાલું હોય રસ્તાબંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

કોરોના ભાણવડ તાલુકાના વાનાવડ ગામના પ્રૌઢને ભરખી ગયો

દ્વારકા જિલ્લામાં કોરોનાથી કુલ 3ના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગે આજ સુધી કુલ 29 નોંધાયા છે. તે પૈકી અગાઉ બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા બાદ આજે ત્રીજું મૃત્યુ નિપજયું છે.

ભાણવડ તાલુકાના વાનાવડ ગામે ગત તારીખ 28 મી જૂનના રોજ સુરતથી જયંતીભાઈ ઝીણાભાઈ રાઠોડ નામના 55 વર્ષના પ્રૌઢ આવ્યા હતા. જેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. આ પછી ઉપરોક્ત પ્રૌઢના 90 વર્ષનાં માતા પણ કોરોના પોઝિટિવ થતા તેમને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

ડાયાબિટીસની બીમારી ધરાવતા ઉપરોક્ત પ્રૌઢ જેન્તીભાઇ રાઠોડનું આજરોજ સવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક ત્રણ થયો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ