Connect with us

રાજ્ય

દ્વારકા જિલ્લામાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન વેચવી : કલેક્ટર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોના અનુસંધાને લોકો મેડિકલ સ્ટોરમાંથી તાવ, શરદી જેવી દવાઓ ઓવર ધ કાઉન્ટર લઈને ઈલાજ કરતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યા ના મુદ્દે તંત્ર દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ પ્રકારની દવા વેચવા ઉપર મનાઈ કરવામાં કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક લોકોને કોરોનાના પ્રાથમિક લક્ષણો એવા શરદી, ઉધરસ, તાવ, શરીરના દુખાવા, જેવી ફરિયાદો હોવાથી આવા લોકો સ્વૈચ્છિક રીતે સ્થાનિક મેડિકલ સ્ટોરમાં જઈ અને આ અંગેની દવા લઈ લેતા હોય છે. જેના કારણે સમયાંતરે કોરોનાના વધુ ગંભીર કેસો સામે આવી રહ્યા હોવાની બાબત તંત્રના ધ્યાનમાં આવી છે.
આના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે બુધવારે એક જાહેરનામું બહાર પાડી, જિલ્લામાં આવેલા તમામ મેડીકલ સ્ટોરના સંચાલકોએ તેઓના સ્ટોરમાંથી શરદી, ઉધરસ, તાવ, શરીરનો દુખાવો જેવી કોરોનાના લક્ષણોની સામ્યતા ધરાવતી વ્યક્તિઓને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઓવર ધ કાઉન્ટર દવા આપવાની રહેશે નહીં. તેમજ મેડીકલ સ્ટોર ખાતે શરદી, ઉધરસ, તાવ, શરીરના દુખાવાની દવા લેવા આવતી વ્યક્તિઓનું નામ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો મેળવીને આરોગ્યતંત્ર દ્વારા આપેલી ગુગલ શીટમાં દરરોજની વિગતો જે- તે તાલુકા ઓફિસર તથા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને મોકલવાની રહેશે તેમ આ જાહેરનામામાં જણાવાયું છે.

રાજ્ય

આવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ

કલ્યાણપુરમાં આવેદનપત્ર પાઠવ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.
કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
અધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ? તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે.
આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

દ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત

દ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ. મહેશભાઈ શુકલના પત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. 84) ને ગત્ તા. 2 સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.
આથી તેમને સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડાયાબીટીસ, બ્લડપ્રેશર, ઓક્સિજન કમી વિગેરેની તેમને  22 દિવસની વિવિધ પ્રકારની સારવાર ખુબજ કાળજીપૂર્વક કરવામાં આવતા કોરાનાને મહાત આપી, સ્વસ્થ થતા શારદાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવતા મંગળવારે ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગા- સંબંધીઓ, લતાવાસીઓ દ્વારા તેમના પર પુષ્પવૃષ્ટિ કરી, તાળી અને થાળી વગાડીને શારદાબેનની હિંમતને વધાવી હતી.
શારદાબેન શુક્લએ તેમના પ્રતિભાવમાં ખંભાળિયા અને જામનગર સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને ભગવાન સ્વરૂપ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી

ખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વતની એવા હસમુખભાઈ મનજીભાઈ પરમાર નામના 43 વર્ષીય યુવાન ગત તારીખ 24 થી 27 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રસંગ અર્થે તેમના વતન ગયા હતા, અને પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી અને મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.
આ મકાનના રૂમની અંદર રહેલા કબાટની તિજોરી તોડી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા દસ હજાર રોકડા તથા રૂપિયા પંદર હજારની કિંમતના ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે હસમુખભાઈ પરમારની ફરિયાદ પરથી ધોરણસર ગુનો નોંધી પી.એસ.આઇ. અનિરુદ્ધસિંહ ઝાલાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ