Connect with us

રાજ્ય

પર્યાવરણપ્રેમીઓ દ્વારા જન્મદિવસે થતું ચકલીના માળાનું વિતરણ

પર્યાવરણપ્રેમીઓ દ્વારા જન્મદિવસે થતું ચકલીના માળાનું વિતરણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે લોકો વૃક્ષો વાવતા હોય છે. ત્યારે પોરબંદરના રાણાવાવમાં રહેતા નીમિષાબેન જોષી તથા રાજપરા કિશોરભાઇ માટે મહિનાના ત્રિસેય દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ છે. પરિવારમાં પ્રસંગ હોય કે કોઇના જન્મ દિવસની ઉજવણી હોય ત્યારે નીમિષાબેન પર્યાવરણ પ્રેમીઓને ચકલીના માળા તથા પતરાના ડબ્બામાંથી બનાવેલા બર્ડ ફીડર વિતરણ કરીને જન્મદિવસ કે પ્રસંગની ઉજવણી કરે છે.
વૃક્ષો ધરતીનું આભૂષણ છે. દરેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવી પર્યાવરણનું જતન કરવુ જોઇએ. માણસ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે. આપણે ત્યા વર્ષોથી વૃક્ષોની, પશુ પક્ષીઓની પુજા અર્ચના કરવામાં આવતી હોવાનું જોવા મળતુ હોય છે. વૃક્ષો અને પક્ષીઓનું જતન થાય તે માટે રાજ્ય સરકાર પણ હંમેશા પ્રયત્નશીલ રહે છે. જુદી જુદી સંસ્થાઓ પણ પર્યાવરણલક્ષી કામગીરી કરતી હોય છે. રાણાવાવ કોર્ટમાં નોકરી કરતા પર્યાવરણ પ્રેમી નીમિષાબેન જોષીએ કહ્યુ કે, પાચ વર્ષ પહેલા ફેસબુકમાં મે વન પર્યાવરણ તથા પ્રકૃતિ માટે કામ કરતા ગૃપ જોયા અને પર્યાવરણ માટે કઇક કરવાની મને પ્રેરણા મળી.
 છેલ્લા પાંચ વર્ષથી અમારા ઘરમાં કોઇનો જન્મદિવસ હોય, કોઇ પ્રસંગ હોય તો હું લોકોને ચકલીના માળા વિતરણ કરૂ છું. વૃક્ષોના છોડ આપુ છું તથા જાતે પણ વાવીને તેની માવજત કરૂ છું. હું લોકોને પણ અપીલ કરૂ છું કે, વૃક્ષો વાવીને તેનુ જતન કરવુ જોઇએ. ૭૯ વર્ષિય રાજપરા કિશોરભાઇએ કહ્યુ કે, માણસે નિવૃતિ પછી પણ કાર્યશીલ રહેવુ જોઇએ. મારે ઘરે ટેરેસ ગાર્ડનમાં ૧૭૫ જેટલા જુદા જુદા પ્લાન્ટ્સ છે. તેની હું દરરોજ માવજત કરવાની સાથે લોકોને પણ પ્રેરણા આપુ છુ કે, વૃક્ષો વાવવા જોઇએ અને તેનું જતન કરવુ જોઇએ. અગાસી પર પાણીના કુંડા મુકી પક્ષીઓને મદદરૂપ થવુ જોઇએ. ચકલીના માળા મુકવા જોઇએ. પર્યાવરણ આપણા જીવન સાથે જોડાયેલું છે. તેની સંભાળ રાખવી એ આપણી નૈતિક જવાબદારી છે.

રાજ્ય

જાહેરમાં થૂંકવાનો દંડ હવે જીએસટી સાથે!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાની મહામારીને કારણે જાહેરમાં થૂંકવું માત્ર જોખમી જ નહીં પરંતુ મોંઘુ પણ બની ગયું છે. જ્યાં-ત્યાં જાહેરમાં થૂંકતા લોકો કે જેઓ અન્ય લોકોના આરોગ્ય પર જોખમ સર્જી રહ્યા છે. તેમને તંત્ર દ્વારા રૂા.200 નો દંડ ફટકારવામાં આવે છે. તંત્ર દ્વારા દંડની આ રકમમાં હવે જીએસટી પણ સામેલ કરી દેવામાં આવ્યું છે. 200 રૂપિયાના દંડમાં 36 રૂપિયા જીએસટી તરીકે વસૂલવામાં આવે છે. એક તરફ મોંઘવારી માજા મૂકી રહી છે ત્યારે જાહેરમાં થૂંકવાની આદત પણ મોંઘવારીને વધુ ભડકાવી શકે છે. અત્રે રાજકોટમાં નવા બસ સ્ટેશન પર એસટી તંત્ર દ્વારા જાહેરમાં થૂંકવા અંગે એક મહિલાને આપવામાં આવેલા રૂા.200 ના દંડના મેમામાં 164 રૂપિયા દંડ અને તેના પર 36 રૂપિયા જીએસટી ઉમેરીને રૂા.200 ની પહોંચ આપવામાં આવી છે. આમ, જાહેરમાં થૂંકવાની બાબતને પણ જીએસટી હેઠળ આવરી લેવામાં આવી છે.

વધુ વાંચો

રાજ્ય

રોપાઓનું વાવેતર (વૃક્ષારોપણ) નુકસાન કરે ?! નવો અભ્યાસ શું કહે છે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર-ગુજરાત સહિત દેશભરમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ ઘણાં લોકો અને પર્યાવરણ અંગે કામ કરતી એન.જી.ઓ. લાખો રોપાઓનું વાવેતર કરતી હોય છે. આપણે સૌ એવું દ્રઢપણે માનીએ છીએ કે, આ રીતે વૃક્ષારોપણ કરવાથી ધરતી લીલીછમ રહે છે, વરસાદને ખેંચી લાવે છે, પૃથ્વીના તાપમાનમાં  સંતુલન જળવાઈ છે અને વધુ વૃક્ષો વાવવાથી આપણું પર્યાવરણ વધુને વધુ શુધ્ધ બને છે. આ પ્રકારની જનસામાન્યની માન્યતાઓથી તદ્ન વિપરીત એવો એક નવો અભ્યાસ વૈજ્ઞાનિકોએ કર્યો છે. આ અભ્યાસમાં તારણો જાણવા જેવા છે.

એક નવો અભ્યાસ એમ કહે છે કે, વૃક્ષારોપણની ખરાબ અને કમજોર નીતિઓને કારણે લોકોના ટેકસના પૈસા બરબાદ થઈ રહ્યા છે. એક સરખા રોપાઓનું વાવેતર કરવાથી વૃક્ષોની ઘણી પ્રજાતિઓ ખતમ થઈ રહી છે અને સાથે સાથે પર્યાવરણમાં વધુ પ્રમાણમાં કાર્બન રિલીઝ થઈ રહ્યો છે.

આ અભ્યાસ સાયન્સ મેગેઝિન નેચર સસ્ટેનેબીલીટીમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ એમ જણાવે છે કે, કુદરતી જંગલોની સરખામણીમાં વૃક્ષારોપણ અભિયાનમાં લગવવામાં આવેલા રોપાઓને કારણે પર્યાવરણને વધુ નુકસાન પહોંચી રહ્યું છે અને જૈવિક વિવિધતા ખતમ થઈ રહી છે. ઈન્ડિયાસ્પેન્ડ નામના મેગેઝિનમાં છપાયેલા લેખમાં જણાવ્યું છે કે, જંગલો પોતાની મેેળે બને છે ત્યારે  કાર્બનડાયોકસાઈડ જેવા ગ્રીનહાઉસ વાયુઓને ખતમ કરે છે. જે કલાઈમેટ ચેંજને રોકે છે અને તેથી દુનિયામાં કાર્બનનું પ્રમાણ ઓછું થાય છે પરંતુ, વૃક્ષારોપણથી  આ પ્રક્રિયાથી અવળી પ્રક્રિયા થાય છે એમ આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

વર્લ્ડ ઈકોનોમી ફોરમની યોજના એવી છે કે, આખી દુનિયામાં જ્યાં પણ જંગલનો વિસ્તાર ઘટયો હોય ત્યાં ઓછામાં ઓછામાં એક લાખ કરોડ રોપાઓનું વાવેતર કરવામાં આવે. આ સાથે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ વૃક્ષારોપણની પ્રવૃત્તિને વેગ આપવામાં આવે છે. આગામી 10 વર્ષ દરમિયાન વિશ્ર્વની 350 મિલીયન હેકટર જમીન પર વૃક્ષારોપણ કરવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા જંગલોને બચાવવાને બદલે આ પ્રકારના વૃક્ષારોપણ અભિયાનથી વનસ્પતિનું મોનો કલ્ચર વધે છે. મોનો કલ્ચર એટલે એક જ પ્રકારની પ્રજાતિના વૃક્ષોનું વાવેતર. વૃક્ષારોપણની પ્રવૃત્તિને કારણે જંગલ,  ઘાસના મેદાન અને પર્યાવરણિય ઈકો સિસ્ટમ બદલી રહી છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારના તારણો ભારતમાં હાલ જે સ્થિતિ છે  તેની સાથે બંધ બેસતા છે. વૃક્ષારોપણના આ અભિયાનને કારણે લોકોના ટેકસના પૈસા બરબાદ થઈ રહ્યા છે એમ પણ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. ભારતમાં  કેટલાંક વર્ષોથી કુદરતી જંગલોની બહાર આ રીતે નવા જંગલો બન્યા છે. ભારતમાં  2022 સુધીમાં દેશની કુલ જમીન પૈકી 33% જમીન પર જંગલો બનાવવા માટેની યોજના છે. હાલમાં દેશની 24% જમીન પર જંગલો છે. ભારતમાં ગુજરાત, તામિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા કેટલાંક રાજ્યો એવા છે જે વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને સાથે-સાથે સબસિડી પણ આપે છે. ભારત સરકારની નીતિ પ્રમાણે રાજ્ય સરકારોે ઉદ્યોગો પાસેથી પૈસા લઇને આ પૈસાનો ખર્ચ વૃક્ષારોપણ પાછળ કરે છે એમ પણ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. આ માટે સીએએમપીએ નામની ફંડ પ્લાનિંગ ઓથોરિટી ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય હસ્તક બનાવવામાં આવી છે.

2020 ના જાન્યુઆરીમાં કોલંબિયા યુનિવર્સિટી તથા અમેરિકાની ધ નેચર ક્ધઝર્વેન્સી એ કર્ણાટકના મૈસુરના નેચર ક્ધઝર્વેશન ફાઉન્ડેશન સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, અગાઉના વર્ષોમાં 1974 ની સાલથી 2012 ની સાલ સુધી ચીલી નામના દેશમાં સતત 38 વર્ષ સુધી વૃક્ષારોપણનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન માટે દેશવાસીઓએ પણ નાણાં આપ્યા હતાં. પરંતુ ચીલીના અભિયાનની વિશેષતા એ હતી કે, ચીલીમાં આ અભિયાન હેઠળ તમામ પ્રકારની પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા કોરોના પોઝિટિવ

– કાર્યકરોમાં ચિંતાની લાગણી –

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને આ પંથકના આહીર અગ્રણી મેરામણભાઈ ગોરીયાને ગઈકાલે કોરોના હોવાનો પોઝિટિવ રિપોર્ટ સાંપડતા ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચિંતાની લાગણી પ્રસરી છે.
ખંભાળિયા તાલુકાને કર્મભૂમિ ધરાવતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામના વતની મેરામણભાઈ મારખીભાઈ ગોરીયા છેલ્લા ઘણા દાયકાઓથી સુરત ખાતે સ્થાયી થયા છે. મુખ્યત્વે અહીંના દેશી ઘી ઉપરાંત બાંધકામ ક્ષેત્રે ઊંચું નામ ધરાવતા અને અગ્રણી વેપારી તથા બિલ્ડર મેરામણભાઈ ગોરીયા ખંભાળિયા- ભાણવડ પંથકના કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે.
હાલ સુરત ખાતે સ્થાયી થયેલા મેરામણભાઈ છેલ્લા દિવસોમાં તેમની ઓફિસે કેટલા કોરોના પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવી ગયા બાદ તેમને કોરોનાના લક્ષણો જણાતા સુરતની ખાનગી હોસ્પિટલ કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના અંગેનો રિપોર્ટ કરાતા ગઈકાલે તેમને કોરોના હોવાનું જાહેર થયું હતું. આ રિપોર્ટ પછી મેરામણભાઈના ધર્મપત્ની તથા પુત્રો વિગેરેના પણ કોરોના અંગેના સૅમ્પલો લેવામાં આવ્યા હતા. જોકે તમામને પરિસ્થિતિ સંપૂર્ણપણે ભયમુક્ત છે.
ખંભાળિયા પંથકના અગ્રણી અને માજી મંત્રી જેસાભાઈ ગોરીયાના લઘુબંધુ મેરામણભાઈને કોરોના હોવાની વાત વાયુવેગે આ પંથકના પ્રસરી જતા તેમના શુભેચ્છકો- સંબંધીઓને દ્વારા ફોન ઉપર પૃચ્છા કરી, તેઓ ઝડપથી સાજા થઈ જાય તે માટેની શુભકામના પાઠવવામાં આવી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ