ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર નિવેદનમાં સતત ચર્ચામાં રહે છે. રવિવારે સરીગામના ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં પાટકરે જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓ જેમ વિકાસના કામમાં ફંડ આપો છો એવી રીતે હવે રામ મંદિર અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ફંડ આપવો પડશે. જેને લઈ મંત્રી ફરી લઇ ચર્ચામાં આવ્યા છે.
સરીગામ જીઆઇડીસીના આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે રામ મંદિરના નિર્માણ સમર્પણ નિધિ અંગેની બેઠકનું આયોજન થયું હતું. જેમાં અનેક નેતાઓની હાજર હતી. આ કાર્યક્રમમાં મંત્રી રમણલાલે જણાવ્યું હતું કે, રામ મંદિર માટે સરકારે તમામ પ્રધાનો, ધારાસભ્યો અને સાંસદોને આ નિધિ માટે ફંડ આપવા સૂચના આપી છે. જે અંતર્ગત મે એક લાખ રૂપિયાની નિધિ જમા કરાવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જયાં ઉદ્યોગો હોય ત્યાં આસપાસના વિસ્તારમાં નુકસાન પણ થાય છે. જે સરકારે સીએસઆર ફંડ હેઠળ ઉદ્યોગો ફંડ વાપરે છે તેવી રીતે ઉદ્યોગકારો ચૂંટણીમાં પણ આવી રકમ આપી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ મંત્રીએ ચૂંટણી ફંડ અંગે વિવાદી નિવેદન આપ્યું હતું. મંત્રીના નિવેદન બાદ આ અંગે લોકોમાં ભારે ચર્ચા ચાલી હતી.