Connect with us

શહેર

શું આપ કોરોના પોઝિટીવ આવ્યા..? આપ હોમ આઇસોલેશન લેવા માગો છો ?

તો જાણો… હોમ આઇસોલેશન ની સંપૂર્ણ ગાઇડલાઇન…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શું આપનો ટેસ્ટ રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે? શું આપ હોસ્પિટલને બદલે ઘરે જ હોમ આઇસોલેશન થવા માંગો છો? તો આપના માટે આરોગ્યતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સંપૂર્ણ ગાઇડલાઇન અત્રે પ્રસ્તુત કરી છે. જો આ ગાઇડલાઇન આપ ફૂલફીલ કરો છો તો આપ હોમ આઇસોલેશન લઇ શકો છો. આ માટે સંપૂર્ણ ગાઇડલાઇન ધ્યાન પૂર્વક વાંચવી જરૂરી છે.

ક્યાં લક્ષણો ધરાવતા વ્યક્તિએ હોમ બેઝડ કોવિડ કેર લેવું જોઇએ:-

-જેને 100 ડીગ્રી ફેરનહીટ કે તે કરતાં ઓછો તાવ હોય.
-જેને ગળામાં ખારાશ હોય, થાક લાગતો હોય અને માથું દુખતું હોય.
-રૂમ એર લેવલે શ્ર્વાસ લેવામાં કોઇ તફલીફ પડતી ન હોય, રેસ્પીરેટરી રેટ 24 પ્રતિ મિનીટથી વધારે ન હોય અને SPO2 લેવલ 95% કરતા વધારે હોય.
-અન્ય કોઇ બિમારી જેવી કે શ્ર્વાસની તકલીફ, કીડનીની તકલીફ, હૃદયની બીમારી ન હોય.
-બ્લડપ્રેશર નોમલ હોય.

– હોમ બેઝડ કોવિડ કેર માટેની પાત્રતા:-

-દર્દીમાં કોવિડના સંક્રમણનું પ્રમાણ ખુબ જ ઓછું કે ઓછું હોય.
-આવી દરેક વ્યક્તિ (દર્દી) પાસે પોતાના ઘરમાં પોતાને આઇસોલેટ (રૂમ આઇસોલેશન) કરવાની તથા ઘરના અન્ય સભ્યોને કવોરેનટાઇન કરવાની સુવિધા હોય.
-ઘરમાં આઇસોલેશન થાય ત્યારે દર્દીની સંભાળ લેનાર વ્યક્તિ સતત 24*7 મળી રહે તે જરૂરી છે. વળી આ સંભાળ રાખનાર વ્યક્તિ સર્વેલન્સ મેડિકલ ઓફિસર / ટીમ સાથે આઇસોલેશનના પુરા સમય દરમ્યાન સતત સંપર્કમાં રહી શકે તેની વ્યવસ્થા હોવી જરૂરી છે.
-આરોગ્ય સેતુ એપ્લીકેશન મોબાઇલ ફોન પર ડાઉનલોડ કરી તે બ્લુટુથ અને GPS બંને બધાજ સમયે ચાલું હાલતમાં રાખી શકતા હોય.
-દર્દીએ પોતાની આરોગ્યની દેખભાળ રાખવાની સહમતી સાથે નિયમિત રીતે પોતાના આરોગ્યની જાણકારી સર્વેલન્સ ટીમ અને જોલ્લા સર્વેલન્સ અધિકારીને આપવાની રહેશે.
-દર્દી આ અંગે સ્વેચ્છાએ આઇસોલેશન અંગેનું બાંહેઘરી પત્રક ભરશે અને ઘરની અંદરના કવોરેન્ટાઇનની માર્ગદર્શિકાનું પાલન કરશે. આવા લોકો ઘરે આઇસોલેશન માટે યોગ્ય ગણાશે.

– દર્દી માટે સૂચનાઓ:-

-દર્દીએ પોતાના ચહેરા, નાક અથવા મોંને સ્પર્શ કરવાનું ટાળવું.
-દદીએ હંમેશા ટ્રીપલ લેયર મેડીકલ માસ્કનો ઉપયોગ કરવો. માસ્કના ઉપયોગના 8 કલાક બાદ અથવા માસ્ક ભીનું અથવા સ્ત્રાવ સાથે ગંદુ થાય તો તે તાત્કાલીક બદલી નાખવું. માસ્કના ઉપયોગ બાદ તેનો નિકાલ કરવો અને માસ્કના નિકાલ બાદ હાથને સ્વચ્છ કરવા.
-માસ્કને 1% સોડીયમ હાઇપો-ક્લોરાઇડ સોલ્યુશનનો ઉપયોગ કરી જીવાણુનાશક (ડીસઇન્ફેક્ટ) કર્યા પછી જ નિકાલ કરવો.
-હાથ ધોવા માટે ઓછામાં ઓછી 40 સેક્ધડ માટે સાબુ અને પાણીનો ઉપયોગ કરવો. જો હાથ દેખીતી રીતે ખરાબ ન હોય તો આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો ઉપયોગ કરી શકો છો.
-સાબુ અને પાણીનો ઉપયોગ કર્યા પછી હાથ સુકવવા માટે ટીસ્યુ પેપરનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે. જો ટીસ્યુ પેપર ઉપલબ્ધ ન હોય તો અલગ સ્વચ્છ કાપડના ટુવાલનો ઉપયોગ કરવો અને જ્યારે તે ભીના થાય ત્યારે બદલી નાખવા.
– દર્દીએ ઘરમાં અલગ રૂમમાં જ એકલું રહેવું અને ઘરના અન્ય લોકો ખાસ કરીને વડીલો તેમજ અને જેઓને બીપી, હૃદયરોગ, મધુમેહ (ડાયાબીટીસ), કીડનીની બીમારી વગેરે હોય તેવા લોકોથી દુર રહેવું જેથી તેઓ કોવિડ-19 થી સંકમિત થાય નહીં.
-દર્દીએ સંપુર્ણ આરામ કરવો અને આઇસોલેશન આ સમય દરમ્યાન ખુબ જ પાણી પીવું જેથી ડીહાઇડ્રેશન જેવી સ્થિતિ સર્જાય નહીં. પર્યાપ્ત માત્રામાં હાઇફેશન જાળવી રાખવા માટે વધારે પ્રમાણમાં પ્રવાહો પીવું.
-દર્દીએ તબીબી અધિકારી દ્વારા તેઓને આપવામાં આવેલ તમામ સુચનાઓનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે અને તેમના દ્વારા આપવામાં આવેલ દવાઓ નિયત સમયે નિયમ અનુસાર લેવાની રહેશે.
-દર્દીએ નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા પ્રમાણેના ડાયેટ પ્લાન મુજબ ખોરાક લેવો.
-દર્દીએ તમામ સમયે કફ એટીક્યુટસ (ઉધરસ આવે ત્યારે રૂમાલનો ઉપયોગ કરવો અથવા હાથના ઉપરના બાવડાનો ઉપયોગ ) કરવો. ગમે ત્યાં થુંકવું નહી.
-દર્દીએ પોતાની વ્યક્તિગત વસ્તુઓ અન્ય કોઇ વ્યક્તિઓને ઉપયોગ કરવા દેવો નહીં.
– દર્દી પોતાના રૂમમાં જ્યાં તેણે જે સપાટી સ્પર્સ કરેલ હોય તેવી દરેક સપાટી (સરફેસ) જેવી કે ટેબલ ટોપ, દરવાજાના હેન્ડલ, દરવાજાના લોક વગેરેને 1% સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનથી સાફ કરવું.
-દર્દીએ ડોક્ટરની સુચનાઓ અને દવાઓની સલાહનું ચુસ્તપણે પાલન કરવું. 4 મોબાઇલ પર આરોગ્ય સેતુ એપ્લિકેશન (https://www.mygov.in/aarogya-setuapp) ડાઉનલોડ કરો અને દરેક સમયે બ્લુટુથ અને GPS સક્રિય રાખવું.
-આરોગ્ય ટીમ દ્વારા દિવસમાં બે વાર મુલાકાત લઇને થર્મલ ગનથી તાપમાન તેમજ પલ્સ ઓક્સીમીટર મશીનથી SPO2 માપવામાં આવશે. જો SPO2 સતત 95% થી ઓછું આવે તો હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવશે.
-દર્દી દ્રારા દિવસમાં બે વાર થર્મોમીટરથી તાપમાન માપવાનું રહેશે. થર્મોમીટર 2 મીનીટ માટે બગલમાં રાખી તાપમાન માપવું. તેમજ પલ્સ ઓક્સીમીટર મશીનથી SPO2(શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ) માપવાનું રહેશે અને ચાર્ટમાં તેની નોંધ કરવાની રહેશે. જો SPO2 સતત 95% થી ઓછું આવતું હોય તો તાત્કાલીક આરોગ્ય કર્મચારીનો કોન્ટેક્ટ કરીને હોસ્પીટલમાં દાખલ થવું પડશે.
-દર્દીએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન પોતે રાખવાનું રહેશે. દર્દીએ રોજ દિવસમાં બે વાર પોતાના આરોગ્યનું જાતે નિરીક્ષણ કરશે અને જો નીચે મુજબના કોઇપણ લક્ષણો જણાય તો તાત્કાલીક
આરોગ્ય કર્મચારીનો કોન્ટેક્ટ કરવાનો રહેશે.
1. શ્ર્વાસ લેવામાં તકલીફ થાય કે મુશ્કેલી લાગે.
2. છાતીમાં સતત દુ:ખાવો થવો કે દબાણ થતુ લાગે.
3. માનસિક મૂંઝવણ અથવા જાગૃત ન થઇ શકાય તેવું ઘેન.
4. ચહેરો અને હોઠ ભુરા (વાદળી) થવા લાગે.
5. તાવ, કફ (શરદી), ઉધરસ, ગળામાં બળતરા, ઝાડા વગેરે.
6. અથવા સારવાર આપનાર તબીબી સ્પષ્ટ સલાહ આપે કે હવે તબીબી સારવારની તરત જરૂર છે.
-હાઇપોક્લોરાઇડ સોલ્યુશન બનાવવા બ્લિચીંગ પાવડરની 1 કિલોની બેગ આપવામાં આવેલ છે. 1% સોડીયમ હાઇપોક્લોરાઇડ દ્રાવણ બનાવવા માટે 10 લીટર પાણીમાં 7 ચમચી પાવડર મિક્સ કરીને દ્વાવણ બનાવવું.

– દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિ માટેની સૂચનાઓ:-

-પોતાના ચહેરા, નાક અથવા મોંને સ્પર્શ કરવાનું ટાળવું.
-દર્દીના શરીરના પ્રવાહી, ખાસ કરીને થુક, મુખ અથવા શ્ર્વસન સ્ત્રાવ સાથે સીધો સંપર્ક ટાળવો. દર્દીની દેખભાળ વખતે ગ્લોવ્સ અને માસ્કનો ઉપયોગ કરો. ગ્લોવ્સ પહેર્યા પહેલા અને કાઢયા બાદ હાથની સ્વચ્છતાનું પાલન કરો.
-દર્દીની સંભાળ રાખનાર જ્યારે બીમાર વ્યક્તિ પાસે રૂમમાં જાય ત્યારે ટ્રીપલ લેયર મેડીકલ માસ્ક સાવચેતીપુર્વક પહેરવું. માસ્ક પહેર્યા બાદ માસ્કના આગળના ભાગને સ્પર્શ કરવો નહીં. માસ્ક ભીનું અથવા સ્ત્રાવ સાથે ગંદા થાય તો તે તાત્કાલીક બદલી નાખવું. માસ્કના ઉપયોગ બાદ તેનો નિકાલ કરવો અને માસ્કના નિકાલ બાદ હાથને સ્વચ્છ કરવા.
-બિમાર વ્યક્તિ અથવા તેના નજીકના વિસ્તાર સાથે સંપર્કમાં આવ્યા બાદ હાથની સ્વચ્છતાની ખાત્રી કરવી.
-દર્દીને તેના રૂમમાં જ ખોરાક આપવો.
-ખોરાક બનાવતા પહેલા અને ખોરાક બનાવ્યા પછી, જમ્યા પહેલા, ખવડાવતા પહેલા, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તેમજ જ્યારે પણ હાથ ગંદા લાગે ત્યારે દરેક વખતે સાબુ અને પાણીથી લગભગ 40 સેક્ધડ માટે હાથ ધોવા અથવા આલ્કોહોલ બેઝ હેન્ડ રબનો ઉપયોગ કરવો.
-હાથ ધોવા માટે ઓછામાં ઓછી 40 સેક્ડ માટે સાબુ અને પાણીનો ઉપયોગ કરવો. જો હાથ દેખીતી રીતે ખરાબ ન હોય તો આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો ઉપયોગ કરી શકાય છે.
-સાબુ અને પાણીથી હાથ સાફ કર્યા પછી હાથ સુકવવા માટે ટીસ્યુ પેપર કે ડીસ્પોઝેબલ પેપર ટોવેલનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે. જો ટીસ્યુ પેપર ઉપલબ્ધ ન હોય તો અલગ સ્વચ્છ કાપડના ટુવાલનો ઉપયોગ કરવો અને જ્યારે તે ભીના થાય ત્યારે બદલી નાખવા અને દરેક વખતે સ્વચ્છ કોરા કપડાનો ઉપયોગ કરવો.
-દર્દીના નજીકના વાતાવરણમાં સંભવિત દૂપિત ચીજોના સંપર્કમાં આવવાનું ટાળો. દા.ત. એક બીજા સાથે સિંગારેટની વહેંચણી, વાસણો, ડીશ, પીણાં, વપરાયેલા ટુવાલ અથવા બેડશીટનો ઉપયોગ ટાળવો.
-સંભવિત રીતે સંક્રમીત થયેલ વસ્તુઓનો સંપર્ક ટાળવો જેવી કે ખાવા પીવાના વાસણો, ખાદ્ય પદાર્થો, ચાદર, ટુવાલ વગેરે.
-દર્દી દ્વારા ઉપયોગમાં લેવાયેલ વાસણો અને ડીશો ગ્લોવ્સ પહેર્યા બાદ સાબુ / ડિટર્જન્ટ અને પાણીથી સાફ કરવા. વાસણો અને ડીશો ફરીથી ઉપયોગમાં લઇ શકાશે. ગ્લોવ્સ ઉતાર્યા પછી અથવા વપરાયેલી વસ્તુઓના હેન્ડલ કર્યા બાદ હાથ સાફ કરવા જોઇએ.
-દર્દીના રૂમમાં સફાઇ કરતી વેળાએ, સપાટીની સફાઇ અથવા દર્દીના સંભાળ વખતે, દર્દી દ્વારા ઉપયોગમાં લેવાયેલ કપડાં અથવા ચાદરની જાળવણી વખતે અથવા દર્દીની કોઇપણ જાતની વસ્તુઓને અડકતી વખતે ટ્રીપલ લેયર મેડીકલ માસ્ક અને ગ્લોવ્સનો ઉપયોગ કરવો જોઇએ. ગ્લોવ્સ પહેર્યા પહેલા અને કાઢયા બાદ હાથની સ્વચ્છતાનું પાલન કરવું.
-સંભાળ રાખનાર વ્યક્તિએ દર્દી નિયમિત દવાઓ લઇ છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે.
-દર્દીનું ધ્યાન રાખનાર અને ઘરના અન્ય સર્વે વ્યક્તિઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન પોતે જાતે રાખવાનું રહેશે અને તેઓ પોતાની જાતે તેઓના શરીરનું તાપમાન માપશે. સંભાળ રાખનાર તેમજ દર્દીના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓએ દૈનિક તાપમાન, શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સાથે પોતાના આરોગ્યનું જાતે નિરીક્ષણ કરવાનું રહેશે. જો તેઓમાં કોવિડ-19 ના કોઇ લક્ષણો-તાવ / ઉધરસ / શ્ર્વાસ લેવામાં તકલીફ દેખાય તો તાત્કાલીક આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવાનો રહેશે.

કોવિડ-19ના દર્દીઓ માટેનો ડાયેટ પ્લાન :-

સ્ત્રોત-આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર

શહેર

ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સની ધરપકડ કરાઇ

અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુકત ઓપરેશન પાર પડાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના ચકચારી એવા ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સ બલવિરસિંહ ઉર્ફે બલ્લુની એમ.પી.માંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડી બલવિરસિંહને ઝડપી લીધો છે. જેમાં પુછપરછ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતમાં 100 થી વધુ હથિયારો વેંચ્યા હોવાની કબુલાત આરોપીએ આપી હતી.

જામનગરમાં સને- ૨૦૧૯માં જયેશ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલે રાજાણી પ્રોફેસર પાસેથી ૧ કરોડની ખંડણી વસુલ કરવા તેના ઉપર ફાયરીંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયકને સુચના આપી હતી. જેથી ઇકબાલે બલવિરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી એક પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ મંગાવેલ હતા અને આ બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ જયેશ પટેલની ગેંગનો મુખ્ય હથીયાર સપ્લાયર હોય અને હાલ એમ.પી ,ધાર ખાતે હોવાની એ.ટી.એસ. ના અધિકારીઓને બાતમી મળતા એ.ટી.એસ. તથા જામનગર એસ.ઓ.જી ની સયુંક્ત ટીમ બનાવી બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ અશોકસિંહ કતરસિંગ ,પટવા રહે. ગામ સીંધાના વીસ ખોલી ગાયત્રી મંદિરવાળી શેરની બાજુમાં તા. મનાવર જી.ધાર મધ્યપ્રદેશનાઓની એમ.પી ,ધાર ખાતેથી ધરપકડ કરી એ.ટી.એસ. ઓફીસ લાવી પુછપરછ કરતા તેણે અત્યાર સુધીમાં કુલ ૧૦૦ થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબુલાત આપી હતી. મજકુર વિરૂધ્ધ અમદાવાદ શહેર,રાજકોટ શહેર તથા મોરબી જીલ્લામાં હથિયાર સપ્લાય કરવાના ગુનાઓ નોંધાયેલ છે.

વધુ વાંચો

શહેર

પૈસા નહીં આપતા યુવાનના પિતાને પતાવી દેવાની ધમકી

ઉછીના આપેલા શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ ગયો : ટાટીયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી: પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઈ અપશબ્દો બોલી ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા રમેશ કિશોરભાઈ કનોજીયા નામના મજૂરીકામ કરતા પ્રૌઢના પુત્ર વિજયએ રાજભા નામના શખ્સ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે વિજય મળતો ન હોય તેથી રાજભાએ મંગળવારે સાંજના સમયે વિજયના પિતા રમેશભાઈને ઘરેથી બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઇ અપશબ્દો બોલી રૂપિયા પાછા નહીં આપો તો ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ એ.આઈ.મુળિયાણા તથા સ્ટાફે રાજભા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

શહેર

જામનગર VAT વિભાગનો એક્સ-રે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તા. 31-3-20ની સ્થિતિએ જામનગરની વેટ કચેરીમાં ગુજરાત એસટી નાં. 337 કેસ, સેન્ટ્રલ એસટીના 843 કેસ તથા વેટના 1445 કેસ મળી કુલ 2625 કેસ પેન્ડીંગ છે. ગુજરાત સેલ્સટેક્સની રૂા. 107.09 કરોડની, સેન્ટ્રલ સેલ્સટેકસની રૂા. 323.81 કરોડની તથા વેટની રૂા. 1810.55 કરોડની રિકવરી 31 માર્ચની સ્થિતિએ બાકી છે. બાકી રિકવરીનો કુલ આંકડો રૂા. 2241.45 કરોડ છે.
આ રિકવરી પૈકી 77 કેસ (રૂા. 1388.41 કરોડ) એવાં છે જેમાં ટ્રિબ્યુનલ-હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટે સ્ટે આપેલાં છે. 144 કેસ (રૂા. 111.50 કરોડ) એવાં છે જેમાં ડેપ્યુટી અથવા જોઇન્ટ કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવ્યા હોય, 890 કેસ (રૂા. 469.45 કરોડ) એવા છે જેમાં ક્યારેય રિકવરી થઇ શકે એમ જ નથી. 2020ના માર્ચ મહિનામાં જામનગરના VAT વિભાગે એકપણ રૂપિયાની, એક પણ કેસમાં રિકવરી કરી નથી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ