Connect with us

જામનગર

વકીલાત ચાલતી ન હોવાથી ધ્રોલના યુવાને જિંદગી ટૂંકાવી

આઠ માસથી આર્થિક સંકળામણ અનુભવતા એડવોકેટે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી : પરિવારમાં શોકનું મોજું : જામનગરમાં હૃદયરોગના હુમલાથી વૃધ્ધનું મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ ગામમાં ત્રિકમવાસ વિસ્તારમાં રહેતા એડવોકેટે આઠ માસથી વકીલાતનો વ્યવસાય ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, છેલ્લાં 10 માસથી જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીનો અજગરી ભરડો ફેલાયેલો છે. આ મહામારીને ડામવા માટે દેશભરમાં બે માસ લોકડાઉન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદથી સમયાંતરે અનલોક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ, દેશમાં અનેક વ્યવસાયોમાં હાલ મંદીનો માહોલ રહેલો છે. આ મંદીના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ત્યારે જામનગર જિલ્લામાં અનેક વ્યવસાયોમાં મંદી હોવાથી વ્યવસાયિકોની પરિસ્થિતિ વણસી છે. તેવા સમયમાં જામનગર જિલ્લાના ધ્રોલ ગામમાં આવેલા ત્રિકમવાસ વિસ્તારમાં રહેતા અને એડવોકેટનો વ્યવસાય કરતા પ્રકાશ લાલજીભાઈ ખીમસુરિયા (ઉ.વ.32) નામના યુવાનનો વ્યવસાય છેલ્લાં આઠ માસથી કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉન અને ત્યારબાદના સમયમાં વકીલાત ચાલતી ન હોવાથી આર્થિક સંક્રામણ અનુભવતા યુવાને મંગળવારે બપોરના સમયે તેના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ અંગેની મૃતકના ભાઈ મુળજીભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.પી.મોરી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના સાધના કોલોની એલ 31 રૂમ નં.3275 મા રહેતા ગોરધનભાઈ નરશીભાઈ નકુમ (ઉ.વ.62) નામના વૃધ્ધ મંગળવારે સાંજના સમયે મોરકંડા ગામમાં આવેલા તેના ખેતરે ખેતીકામ કરતા હતાં ત્યારે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા તેના પુત્ર પ્રભુલાલને જાણ કરી બોલાવ્યો હતો. વૃધ્ધની તબિયત વધુ લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની જાણના આધારે પીએસઆઈ એમ.વી.વસાવા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર

જામનગરમાં શરાબના જથ્થા સાથે બિનવારસુ ઝડપાયેલી કાર કોની છે?

જામનગરમાં શરાબના જથ્થા સાથે બિનવારસુ ઝડપાયેલી કાર કોની છે?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના ખીજડીયા બાયપાસ નજીક બે દિવસ પહેલાં એક આઇ ટવેન્ટી કાર ઝડપાઇ ગઇ હતી. આ કારમાંથી શરાબની 393 બોટલ પેરોલ ફર્લો સ્કવોડે શોધી કાઢી હતી. શરાબનો આ જથ્થો બિનવારસુ મળ્યો હોવાનું જે-તે સમયે જાહેર કરવામાં આવ્યું હતું.
કચ્છના જિલ્લામથક ભુજથી મળતો રિપોર્ટ જણાવે છે કે, જીજે-12-ડીએમ-9776 નંબરની આ આઇ ટવેન્ટી કાર કચ્છના નટુભા સુલતાનસિંહ ગોહિલના નામે નોંધાયેલી છે. જોકે, કારનો ચાલક પોલીસના હાથમાં આવ્યો ન હતો. જામનગર પોલીસ આ કારના ચાલકને શોધી રહી છે. અને શરાબનો આ જથ્થો જામનગરમાં ડિલેવરી આપવાની હતી કે કેમ? વગેરે દિશામાં તપાસ ચલાવી રહી છે.

વધુ વાંચો

જામનગર

ઘાસચારો લેવા લીધેલું બોલેરો વાન રાજસ્થાનમાં ગીરવે મૂકી આવ્યા !

ગોકુલનગરના યુવાન સાથે બે શખ્સોએ આચરી છેતરપિંડી : સાચોરમાં ગીરવી મૂકી દીધાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાનનું બોલેરો વાહન ઘાંસચારો ભરવાના બહાને લઇ જઈ રાજસ્થાનમાં ગીરવે મુકી છેતરપિંડી આચર્યાની બે શખ્સો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ મારૂતિનગર સોસાયટી શેરી નં.5 મા રહેતા અને નોકરી કરતા ગીરીશ માધાભાઈ સીંગરખીયા નામના યુવાનનું માલિકીનું રૂા.3 લાખની કિંમતનું જીજે-10-ટીએકસ-2339 નંબરની બોલેરો પીકઅપ વાન ગોકુલનગરમાં રડાર રોડ પર રહેતા રમેશ આલા ચાવડા અને જગદીશ માલદે આંબલિયા નામના બે શખ્સો લીલુ ઘાસ ભરવાના બહાને વિશ્ર્વાસમાં લઇ વાહન લઇ ગયા હતાં. ત્યારબાદ આ બન્ને શખ્સોએ ત્રણ લાખનું બોલેરો વાન રાજસ્થાનના સાચોર ગામમાં ગીરવે મૂકી યુવાન સાથે વિશ્ર્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગેની જાણ થતા ગીરીશએ બે શખ્સો વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે બન્ને શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

જામનગર

જામનગર જિલ્લામાં વધુ 19 દર્દીઓ કોરોના પોઝિટિવ

24 કલાક દરમિયાન કોવિડથી વધુ એક દર્દીનું મોત : શહેરમાં 10 અને ગ્રામ્ય વિસ્તારમાં 9 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના મૃત્યુના દરમાં એકાએક વધારો આવ્યા પછી તેમાં હવે ઘટાડો નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં માત્ર એક દર્દીનું મૃત્યુ નિપજયું છે. જોકે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, અને દર્દીઓનો આંકડો ફરીથી સિંગલ ડિજિટમાં આવી ગયો હતો તે હવે ફરી ડબલ ડીઝીટમાં આવ્યો છે.

જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું મૃત્યુ નિપજયું છે. જેથી જામનગર જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો આંકડો 1,019 નો થયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અને દર્દીઓની સંખ્યાનો આંકડો ફરીથી ડબલ ડિજિટમાં આવી ગયો છે. જામનગર શહેરના મંગળવારે 10 પોઝેટીવ કેસ અને ગ્રામ્ય વિસ્તારના 09 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જામનગર શહેરના 11 અને ગ્રામ્યના 03 દર્દીઓને રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો પાંચ આંકડાએ પહોંચ્યો છે. અને દસ હજારથી વધુ દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7744 નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારનો આંકડો 2,321 નો થયો છે અને સમગ્ર જિલ્લામાં કુલ 10,076 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ