Connect with us

સ્પોર્ટ્સ

આઇપીએલ માંથી નિવૃતિની અટકળો ફગાવતો ધોની

આઇપીએલ માંથી નિવૃતિની અટકળો ફગાવતો ધોની

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આ વખતે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનુ પ્રદર્શન કંગાળ રહ્યુ છે.ચેન્નાઈના કેપ્ટન ધોનીનુ પોતાનુ બેટિંગ ફોર્મ પણ કથળેલુ નજરે પડ્યુ છે.

આઈપીએલમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, ધોનીની ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી.જેના પગલે એવી અટકળો પણ શરુ થઈ છે કે, ધોની આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લઈ લેશે.જોકે ધોનીએ પોતે જ હવે આ બાબતે સ્પષ્ટતા કરી દીધી છે.

ચેન્નાઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં ટોસ ઉછાળવા માટે મેદાન પર પહોંચેલા ધોનીને કોમેન્ટેટર ડેની મોરિસને પૂછ્યુ હતુ કે, શું આ ચેન્નાઈ માટે પીળી જર્સીમાં આખરી મેચ છે ત્યારે ધોનીએ કહ્યુ હતુ કે, ના બિલકુલ નહી.આ મારી આખરી મેચ નથી.આમ ધોનીએ પોતાની રિટાયરમેન્ટની અટકળોને ફગાવી દીધી છે.

સ્પોર્ટ્સ

પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 66 રને પરાજય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમનો 66 પરાજય થયો છે. ઑસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પહેલી વનડેમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલી બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ 50 ઑવરમાં 374 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. આ વિશાળ સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઑવરમાં 8 વિકેટે 308 રન જ બનાવી શકી હતી.

ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા કેપ્ટન એરોન ફિંચ 114, સ્ટીવ સ્મિથ 105, વૉર્નર 69 અને મેક્સવેલના 45 રનની મદદથી 50 ઑવરમાં 6 વિકેટે 374 રન બનાવી લીધા હતા. ઑસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 156 રને પડી હતી. ભારતીય બૉલરોની ઑસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ જબરદસ્ત ધોલાઈ હતી કરી. ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે 10 ઑવરમાં 59 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બુમરાહ, સૈની અને ચહલને 1-1 વિકેટ મળી હતી.

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ધમાકેદાર બેટિંગ કરતા 76 બૉલમાં 90 અને શિખર ધવને 86 બૉલમાં 74 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ 22, કોહલી 21 અને જાડેજાએ 25 રનનું યોગદાન આપ્યું હતુ. તો અંતિમ ઑવરમાં નવદીપ સૈની અને મોહમ્મદ શમીએ શાનદાર બેટિંગ કરતા ભારતનો સ્કોર 300ની પાર કરવામાં મદદ કરી હતી. જોકે ભારત ઑસ્ટ્રેલિયાને હરાવી શક્યું નહીં અને અંતે તેનો 66 રને પરાજય થયો. ઑસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 3 અને એડમ ઝમ્પાએ 4 વિકેટ ઝડપી હતી.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી પાકિસ્તાન ક્રિકેટટીમ ના 6 ખેલાડીઓને કોરોના

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પાકિસ્તાનની ટીમ T-20 અને ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. પાકિસ્તાનની ટીમ કીવીની ધરતી પર પહોંચ્યા બાદ પ્રોટોકોલ મુજબ કોરોના ટેસ્ટ કરાવ્યા અને આ વચ્ચે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડ પહોંચી પાકિસ્તાની ટીમના એક જ સાથે 6 સભ્યો કોરોના પોઝિટિવ આવતા સનસનાટી મચી જવા પામી છે. ખુદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ વાતની જાણકારી આપી હતી.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18મી ડિસેમ્બરથી સિરીઝનો પ્રારંભ થનારો છે પરંતુ હાલમાં પાકિસ્તાની ટીમ કોરોનાના પ્રોટોકોલ હેઠળ ક્રાઇસ્ટચર્ચમાં કોરેન્ટાઈન છે. આઇસોલેશન ના પહેલા જ દિવસે ખેલાડીઓએ નિયમોનો ભંગ કર્યો હતો. આ ખેલાડીઓમાં શાહિદ અસ્લમ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ તથા અન્ય બે ખેલાડીનો સમાવેશ થાય છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક યાદીમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના 6 ખેલાડીઓનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ખેલાડીને હવે આઇસોલેશનની સવલતમાંથી કોરોન્ટાઈન કરવાના રહેશે. આ સાથે જ પાકિસ્તાની ટીમ પર કેટલાક નિયંત્રણ આવી ગયા છે. અગાઉ આઇસોલેશન દરમિયાન પાકિસ્તાની ટીમને ટ્રેનિંગની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે તે સ્થગિત કરી દેવામાં આવી છે અને આ મામલે તપાસ હાથ ધરાશે. તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી પ્રવાસી ટીમને પ્રેક્ટિસ કરવા દેવામાં આવશે નહીં.

પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ માટે રવાના થઈ તે અગાઉ લાહોરમાં તમામ ખેલાડીના કુલ મળીને ચાર ટેસ્ટ કરાવાયા હતા અને એ તમામમાં નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડી ન્યૂઝીલેન્ડ માટે રવાના કરવામાં આવ્યા હતા. કોરોના લોકડાઉન બાદ પાકિસ્તાની ટીમ બીજો પ્રવાસ ખેડી રહી છે. અગાઉ તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા. હાલમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ન્યૂઝીલેન્ડમાં છે અને શુક્રવારથી તેની ઇન્ટરનેશનલ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

IPL દરમિયાન ગાંગુલીએ 22 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે ખુલાસો કર્યો છે કે તેઓએ 22 વખત કોરોના ટેસ્ટ કરાવ્યા છે. ગાંગુલીએ કહ્યું કે કોરોના મહામારી વચ્ચે છેલ્લા સાડા ચાર મહિનામાં, તેમણે પ્રતિબદ્ધતાઓને પરિપૂર્ણ કરવા માટે લગભગ 22 કોવિડ -19 ટેસ્ટ કરાવ્યા હતા.

આઈપીએલની 13 મી સીઝનને કારણે બીસીસીઆઈના પ્રમુખ ગાંગુલી 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઈમાં હતા. વર્ચ્યુઅલ મીડિયા કોન્ફરન્સ ‘લિવિંગાર્ડ એજી’ ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમણે કહ્યું કે 22 વાર કોરોના તપાસ કર્યા પછી પણ તેઓ પોઝિટીવ નથી આવ્યા.

જ્યારે તેની આસપાસના લોકો પોઝિટીવ જોવા મળ્યા હતા. આ કારણોસર, કદાચ તેમને કોવિડ -19 તપાસ પણ કરવી પડી હતી.બીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે તે તેમના વૃદ્ધ માતા-પિતા સાથે રહે છે. તે દુબઈ પણ ગયો હતો. શરૂઆતમાં, તે પોતાના માટે, પણ બાકીના લોકો માટે ખૂબ જ ચિંતિત હતો

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યુ હતુ કે મને સતત ચિંતા એ સતાવતી રહી કે ક્યાંક મારા કારણે તેમને ચેપ ન લાગે. હાલ સમય એવો આવી રહ્યો છે કે લોકોએ ખુબજ સંભાળીને રહેવુ જોઇએ.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ