Connect with us

જામનગર

જામ્યુકોમાં ઈજનેરોની ખાલી જગ્યા પર કાયમી નિમણૂંક આપવા માંગણી

કોર્પોરેટર રચના નંદાણિયાએ કમિશનરને રજૂઆત કરવા લોકોને કરી અપીલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં વિકાસ કામો તેમજ રોજબરોજના મેન્ટેનન્સના કામોમાં ગતિ લાવવા માટે ઈજનેરોની ખાલી જગ્યા પર કાયમી નિમણૂંક આપવા વોર્ડ નં.4ના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ચોમાસા બાદ હાલ શહેરમાં તમામ વોર્ડમાં કામનો સિલસિલો શરૂ થયો છે. પરંતુ અપૂરતા એન્જીનિયરોને કારણે ચાલતા કામ પર સુપરવિઝન થઈ શકતું નથી. સાઈટ પર માત્ર કોન્ટ્રાટકરો જ કામ કરતા નજરે પડે છે. પરિણામે કોન્ટ્રાકટરો પોતાના હિતમાં ‘લોટ પાણી ને લાકડા’ જેવું કામ કરી રહ્યા છે. બીજી તરફ કોર્પોરેશનમાં એન્જીનિયરોની અનેક જગ્યાઓ ખાલી છે. અપૂરતા સ્ટાફને કારણે કામની ગુણવતા જળવાતી ન હોય, ખાલી રહેલી જગ્યાઓ પર તાકીદે કાયમી નિમણૂંક આપવા માગણી કરવામાં આવી છે. તેમણે લોકોને પણ આ અંગે જાગૃત્તિ દર્શાવી કમિશનરને પત્ર લખવા માટે અપીલ કરી છે.

જામનગર

જામનગર શહેરમાંથી દારૂની 75 બોટલ સાથે શખ્સ ઝડપાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં આયુર્વેદિક સ્ટાફ કોલોનીમાં પોલીસે રેઈડ દરમિયાન રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 75 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરમાં આવેલા આયુર્વેદ સ્ટાફ કોલોનીમાં બ્લોક નં.સી-8 મા ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની હે.કો. શોભરાજસિંહ જાડેજા અને પો.કો. યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગાધે તથા હે.કો. શોભરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ તથા પો.કો. કિશોરભાઈ પરમાર, ફૈજલભાઇ ચાવડા, યુવરાજસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ સહિતના સ્ટાફ રેઇડ દરમિયાન અનિરૂધ્ધસિંહ બચુભા સોઢા નામના શખ્સના મકાનમાંથી રૂા.39,750 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 75 બોટલ મળી આવતા દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

24 કલાક દરમિયાન 35 પોઝિટિવ : ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના આઠ નવા દર્દી ઉમેરાયા : 24 કલાક દરમિયાન એક પણ મૃત્યુ નહીં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લામાં ઘણા દિવસો પછી રાહતના સમાચાર મળ્યા છે, અને કોરોનાના દર્દીઓના મૃત્યુના મામલે આજે શનિવારનો દિવસ શુભ શનિવાર તરીકે સાબિત થયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જોકે જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જાય છે. શુક્રવારે જામનગર શહેરના 35 અને ગ્રામ્યના 8 સહિત જિલ્લાના કુલ 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત એક્ટિવ કેસમાં પણ વધારો થતો જાય છે. સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 130 દર્દીઓ સારવાર હેઠળ છે.

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયા પછી 3 દિવસ થી ફરી ઉછાળો આવ્યો છે. શુક્રવારે જામનગર શહેરના 35 કેસ નોંધાયા હોવાથી શહેરનો કુલ આંકડો 6,993 નો થયો છે. જ્યારે ગ્રામ્યના 8 પોઝિટિવ કેસ નોંધાતા ગ્રામ્યનો કુલ આંક 1,919 નો થયો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ 8,908 લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં જામનગર શહેરના 75 જ્યારે ગ્રામ્યના 65 મળી 130 પોઝિટિવ એક્ટિવ કેસ છે. જામનગર શહેરના 17 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. જ્યારે ગ્રામ્ય 14 મળી કુલ 31 દર્દીઓને રજા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જી.જી.હોસ્પિટલમાં આજે એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હોવાથી ગઈકાલ સુધીનો જામનગર જિલ્લામાં કુલ મૃત્યુનો આંકડો 911 નો થયો છે.

જામનગર જિલ્લામાં કુલ 2,39,431 લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેરના 1,14,055 તેમજ ગ્રામ્યના 1,25,376 લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા છે.

વધુ વાંચો

જામનગર

સ્વચ્છતા મામલે 5(ફાઇવ) સ્ટાર રેટીંગ મેળવવા જામ્યુકોનો દાવો

હાલ 3(થ્રી) સ્ટાર રેટીંગ ધરાવી રહ્યું છે જામનગર શહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જામનગર શહેરનું રેટીંગ વધારવા જામ્યુકોએ કવાયત હાથ ધરી છે. હાલ 3(થ્રી) સ્ટાર રેટીંગ ધરાવતા શહેરને 5(ફાઇવ) સ્ટાર રેટીંગ અપાવવા માટે તેમજ શહેરને વોટર પ્લસ જાહેર કરવા દાવેદારી કરવામાં આવી છે. ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા દર વર્ષે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશના જુદા-જુદા શહેરોને રેટીંગ્સ આપવામાં આવે છે. જે મુજબ સ્વચ્છતાની બાબતમાં જામનગર શહેર હાલ 3(થ્રી) સ્ટાર રેટીંગ ધરાવી રહ્યું છે. હવે સરકારના રેટીંગ પ્રોટોકોલ અંતર્ગત 5(ફાઇવ) સ્ટાર રેટીંગ મેળવવા માટે જામ્યુકો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. આ માટે શહેરને ગાર્બેજ ફ્રી સીટી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ શહેરને વોટર પ્લસ ડીકલેર કરવા એટલે કે શહેરમાં આવેલા તમામ શૌચાલયોમાં પાણીની સુવિધા ઉપરાંત શૌચાલયમાંથી નીકળતા વેસ્ટનું ભૂગર્ભ ગટર સાથે જોડાણ તેમજ ભૂગર્ભ ગટરનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાણ કરવું આવશ્યક હોય છે. જામ્યુકોના અધિકારી અશોક જોશીના જણાવ્યા અનુસાર શહેરના તમામ શૌચાલયોમાં આ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેને લઇને વોટર પ્લસ માટેની દાવેદારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રેટીંગ મામલે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં ગમે ત્યારે સર્વે કરવામાં આવશે. જેના આધારે શહેરનુ રેટીંગ્સ જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ