Connect with us

મનોરંજન

દીપિકા પાદુકોણે બોયફ્રેન્ડનું નામ લીધા વગર કહી પોતાના દર્દની વાત

દીપિકા પાદુકોણે બોયફ્રેન્ડનું નામ લીધા વગર કહી પોતાના દર્દની વાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના એક સમયના બોયફ્રેન્ડ વિષે વાત કહી છે. એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને આ વાત કહી હતી. આ ઇન્ટરવ્યૂમાં તેમણે દિલ ખોલીને એમની સાથેના ખાટામીઠા પ્રસંગો યાદ કર્યા હતા. દીપિકાએ કહ્યું કે, મારા માટે સેક્સએ કોઈ શારીરિક સબંધ નથી પણ એમાં પણ એક ઈમોશન હોય છે. મેં ક્યારેય કોઈને પ્રેમમાં દગો નથી આપ્યો। કોઈની સાથે દગો થયા બાદ પણ દુઃખ ઉપાડીને જીવવું પડે એના કરતા તો હું સિંગલ રહું એ જ સારું છે. પણ કોઈ મારી વિચારધારાની જેમ નથી વિચારતું એ મુશ્કેલી છે. કદાચ એટલે જ મારે પેહલી રિલેશનશિપમાં હર્ટ થવું પડ્યું હશે એવું હું માનુ છું. એક એવો પણ સમય હતો કે એને મારી પાસે ભીખ માંગી અને અનેક વિનંતી પણ કરી હતી. મેં એને માફ પણ કરી દીધો પણ એ મારી મુર્ખામી હતી.

મારી નજીક રહેલા લોકોએ મને સમજાવ્યું પણ મને એ સમય એ વાત ગળે ઉતારી ન હતી. જયારે મારી સામે સત્ય આવ્યું ત્યારે એ ચીટિંગ કરતો રંગે હાથો ઝડપાયો હતો. આ બધું મારા માટે ખુબ શોકિંગ હતો. એ સમયમાંથી બહાર આવતા મને ઘણો સમય લાગ્યો હતો. એ રિલેશનશિપની નૈયા તો ડૂબી ગઈ હતી પણ ફરી એ સમયમાં કોઈ મને પરત લઇ જઈ શકે એમ નથી. મેં મારી એ રિલેશનશિપમાં ઘણુ બધું આપ્યું છે, પણ મને કશું પરત નથી મળ્યું। જયારે પ્રથમ વખત ચીટિંગ કર્યું ત્યારે એવું લાગ્યું કે, આ રિલેશનશિપમાં કોઈ મુશ્કેલી ઉભી થઇ હશે અથવા મરાઠી કોઈ ભૂલ થઇ હશે. પણ મને સમજાય ગયું કે જયારે કોઈને દગો આપવાની આદત પડી જાય છે ત્યારે તે એવું વારે વારે કરે છે. દગો કોઈ પણ સબંધને ભાગી નાખે છે. દગો થઇ ત્યારે વિશ્વાસ અને સન્માન બધું જતું રહે છે. વિશ્વાસ દરેક સબંધનો પાયો છે. એ તૂટે એટલે કોઈ સબંધ જળવાતો નથી. પેહલી રિલેશનશિપમાં કોઈ દિવસ ભુલાઈ નહિ એવું દુઃખ માંડ્યું છે પણ અત્યારે રણવીરસિંહ સાથે ખુબ ખુશ છું. એ ખુબ જ પ્રેમ કરનારો પતિ છે. એમને આ વાત બોયફ્રેન્ડ રણબીર કપૂરને લઈને કહી છે એવું માનવામાં આવે છે. 2009 બાદ બંને એકબીજાથી અલગ થયા હતા. બે વર્ષ સુધી એમની વચ્ચે ડેટિંગ ચાલતી હતી. દીપિકાએ એક ટેટુ પણ કરાવ્યું હતું.

મનોરંજન

એક્ટર કિરણ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

તેમની અંદર કોઈ પ્રકારના લક્ષણો જોવા મળ્યાં નહોતાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બોલિવૂડ તથા ગુજરાતી એક્ટર કિરણ કુમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ ઘરે જ ક્વૉરન્ટીન છે. 10 દિવસ પહેલાં તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે, તેઓ બીજો ટેસ્ટ 25 કે 26 મેએ કરાવશે.

કિરણ કુમારે કહ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં એક નાનકડી તપાસ કરવા માટે ગયા હતાં. ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને કેટલાંક પ્રારંભિક ટેસ્ટ કરાવવા પડ્યાં હતાં. તેમને લાગે છે કે સાવચેતી દાખવીને તેમણે શરૂઆતમાં જ કોવિડ 19નો ટેસ્ટ કરાવી લીધો. આ જ કારણથી તેમને પોઝિટિવ હોવાની જાણ થઈ.

વધુમાં કિરણ કુમારે કહ્યું હતું કે તેમની અંદર કોઈ પ્રકારના લક્ષણો જોવા મળ્યાં નહોતાં. ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડી નહોતી. તેઓ પૂરી રીતે ઠીક છે. લક્ષણો ના હોવાથી તેમને પહેલાં તપાસ કરાવવાની જરૂર લાગી નહીં.

 

વધુ વાંચો

મનોરંજન

લોકડાઉનના સમયમાં જાણો શું કરે છે ‘દયાભાભી’, કહી આ વાત

લોકડાઉનના સમયમાં જાણો શું કરે છે ‘દયાભાભી’, કહી આ વાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ટીવી ધારાવાહિક તારક મ્હેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય પાત્ર અદા કરતા દિશા વાકાણી છેલ્લા કેટલાક વખતી સ્ક્રિન પર આવ્યા નથી. પરંતુ, સમયાંતરે શૉને લઈને કેટલીક ચર્ચાઓ પણ થઈ રહી છે. કોરોના વાયરસના લોકડાઉન પીરીયડ વચ્ચે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આ સાથે તે લોકડાઉનના સમયમાં કેવી રીતે સમય પસાર કરે છે એ વાત પણ શેર કરી હતી. એક સ્પોટબોય સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અનુસરું છું. ઘરની બહાર ક્યાંય જતી નથી.
અમે ઘરમાં બધા ગરમ પાણી પી રહ્યા છીએ અને એકદમ પાકેલું જમવાનું જમી રહ્યા છીએ. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ જાણવી રહ્યા છીએ. ઘરના તમામ કામ પરિવારના સભ્યો સાથે મળીને કરી રહ્યા છીએ. ઘણા લોકો ઘરે રહીને બોર થઈ રહ્યા છે એવી ફરિયાદ પણ કરે છે પણ મને એવું કંઈ લાગતું નથી. હાલમાં ચૈત્રી નોરતા ચાલી રહ્યા છે ત્યારે લોકોએ મંત્ર જાપ કરીને સમય પસાર કરવો જોઈએ. જેથી ઘરમાં એક પોઝિટિવ વાતાવરણ બની રહે. આ નેગેટિવિટીથી લડવા માટે એક ઊર્જા આપે છે. હાલમાં એમની પુત્રી ખૂબ નાની છે એની સારસંભાળ તેઓ કરી રહ્યા છે. તે પણ બહાર જવા માટેની માગ કરે છે.
પણ એક જવાબદાર વાલી તરીકે તેઓ એનું માઈન્ડ ડાઈવર્ટ કરી રહ્યા છે. હાલમાં તેઓ ઘણી સારી બાબતો પણ શીખી રહ્યા છે. મને એવું લાગે છે કે, ધાર્મિક માહોલ હોવાને કારણે લોકોનું મન સ્વસ્થ અને સ્વાસ્થ્ય સારું રહે છે. માતાજી પર ભરસો રાખવો જોઈએ. આજે જે માહોલ છે તે પણ વ્યવસ્થિત અને સારો થઈ જશે. મને પૂરો વિશ્વાસ છે કે, આ કપરો સમય પણ સારી રીતે પૂર્ણ થઈ જશે. સારું વિચારશો તો કાયમ સારું જ થશે.

વધુ વાંચો

મનોરંજન

બોલીવૂડની આ સીંગરનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ, જાણો કોણ છે આ

બોલીવૂડની આ સીંગરનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ, જાણો કોણ છે આ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સમગ્ર વિશ્વમાં કોરોનાની દેહશતનો માહોલ છે. સિને જગતના અનેક મોટા પ્રોજેક્ટ પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. મુંબઈમાં ફિલ્મ સિટીમાં તમામ કામ ઠપ થઈ ચૂક્યું છે. કોરોના વાયરસને પગલે સરકારે પણ તકેદારીના પગલા ભરવા માટે સૂચન કર્યું છે. ત્યારે બોલિવુડની જાણીતી સીંગર કનિકા કપૂરનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉત્તર પ્રદેશના લખનઉમાંથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લખનઉની એક હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે.
કનિકા કપૂર લંડનથી ઈન્ડિયા પરત આવી હતી. કોરોના અંગે જ્યારે એમના ટેસ્ટ થયા ત્યારે તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તા.15મી માર્ચે તે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ આવી હતી. જ્યાં તેણે 100થી વધારે લોકો સાથે એક પાર્ટીમાં ભાગ પણ લીધો હતો. આ સિવાય અહીં તેમણે ઉત્તર પ્રદેશના મોટા નેતાઓ અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ રિપોર્ટ સામે આવતા સમગ્ર બોલિવુડ સીંગર ગ્રૂપમાં હડકંપ મચી ગયો છે. કનિકા કપૂર મૂળ લખનઉની રહેવાસી છે. પણ તાજેતરમાં તે લંડન શિફ્ટ થઈ હતી. તે પોતાના પતિથી અલગ રહે છે અને ત્રણ બાળકોની માતા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ