Saturday, February 27, 2021
Saturday, February 27, 2021
Home રાજ્ય જામનગર સાંસદ પૂનમબેન માડમના હસ્તે જામનગર રેલવે સ્ટેશનને વિવિધ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ

સાંસદ પૂનમબેન માડમના હસ્તે જામનગર રેલવે સ્ટેશનને વિવિધ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ

જામનગર રેલવે સ્ટેશન ખાતે યાત્રી સુવિધાઓનું આવતીકાલે સવારે 11 વાગ્યે જામનગરના સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

જામનગર રેલવે સ્ટેશન ખાતે બે નવી યાત્રી લિફટની સાથે નવનિર્મિત ફૂટ ઓવરબ્રિજ, પ્લેટફોર્મ નં. 2 અને 3 ઉપર નવસ્થાપિત કોચ ઇન્ડીકેટર બોર્ડ તેમજ પ્લેટફોર્મ 1 ઉપર નવવિસ્તિરત કવરશેડ, પ્લેટફોર્મ નં. 3 ઉપર નવી વોટરીંગ સિસ્ટમ, સ્ટેશન પરીસરમાં રાષ્ટ્રીય ધ્વજ સ્મારક તથા પુન: નિર્મિત સરકયુલેટીંગ તથા પાર્કિંગ એરીયા અને ગાર્ડનનું લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવશે. જામનગર રેલવે સ્ટેશનના સરકર્યુલેટીંગ એરીયા ખાતે આવતીકાલે સવારે 11 વાગ્યે આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે.

Most Popular