Connect with us

શહેર

જામનગરને કોરોના મુકત કરવા 12 નવા ધંનવતરી રથ, 104 માટે ડેડીકેટેડ ટીમનું ગઠન થશે

દરેક વિસ્તારમાં મહિનામાં ૨ વાર હોમ ટુ હોમ સર્વેલન્સ થશે : શહેર વિસ્તારમાં વધુ ૫૦ આયુર્વેદ ડોક્ટરો સેવા આપશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અધિક મુખ્ય સચિવ પંકજકુમાર હાલ જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગરમાં વધતા કોરોના સંક્રમણની સામે લડત આપવા અધિક મુખ્ય સચિવએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજી આગામી દિવસોમાં કોરોના સામેની લડત માટેની કામગીરી અંગે વિગતવાર આયોજન કર્યું છે.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જામનગર ગ્રામીણ વિસ્તારના સાપેક્ષમાં ખૂબ વધુ કેસ જોવા મળ્યા છે ત્યારે અધિક મુખ્ય સચિવએ મહાનગરપાલિકા સાથેની બેઠકમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આઈ.ઇ.સી. એક્ટિવિટી, કોન્ટેક્ટ ટ્રેસિંગ, કન્ટેનમેન્ટ ઝોન, સર્વેલન્સ વગેરેની કામગીરી માટે ડિટેલ પ્લાનિંગ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, જામનગરમાં કોરોના સામેની લડાઈમાં દરેક યુ.એચ.સીમાં વર્ગ-૧ સમકક્ષ નાયબ કલેકટરની નિમણુંક કરવામાં આવી છે જેના દ્વારા તે વિસ્તાર અંતર્ગતની કોન્ટેક્ટ ટ્રેસિંગ, સર્વેલન્સ અને તે વિસ્તારના લોકોમાં ધનવંતરી રથ દ્વારા આરોગ્યની સેવાઓ બાબતો પર સીધી દેખરેખ રાખવામાં આવશે.

હાલમાં જામનગર શહેરમાં ૨૦ ધનવંતરી રથ કાર્યરત છે તેના સ્થાને વધુ ૧૨ નવા ધનવંતરી રથ કાર્યરત કરી શહેરમાં કુલ ૩૨ ધનવંતરી રથ લોકોની સેવા અર્થે સતત કાર્યરત રહેશે. શહેરની તમામ વસ્તીને તમામ પ્રકારનું હેલ્થ ચેકઅપ, સ્ક્રિનિંગની સુવિધાઓ પણ ધનવંતરી રથ દ્વારા કરવામાં આવશે, જેમાં સારી(સિવિયર અક્યુટ રેસ્પીરેટરી ઇલનેસ), શરદી-ખાંસી, તાવના સિમ્ટેમેટિક દર્દીઓ વગેરેના સ્ક્રિનિંગ પણ કરાશે.

આ સાથે જામનગરમાં સંજીવનીરથનો પ્રારંભ પણ કરવામાં આવશે, જેની સાથે ૧૦૪નંની આરોગ્યસેવા માટે મેડિકલ ઓફિસર સહિતની એક ડેડીકેટેડ ટીમ સતત કાર્યરત રાખવામાં આવશે, જેઓ રાજ્યના ૧૦૪ નંબરના કંટ્રોલરૂમ સાથે સીધા સંપર્કમાં રહી લોકોને તાવ, શરદી વગેરેની ફોન કોલ સેવાઓ પણ આપશે અને ૧૦૪ દ્વારા આ સેવા નાગરિકોને ઘરઆંગણે મળી શકશે.

કોર્પોરેશનના અધિકારીઓ સાથે અધિક મુખ્ય સચિવએ આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં ઉમેર્યું હતું કે, હાલમાં કોરોના સંક્રમણ માટે અટકાયતી તેમજ સારવારલક્ષી કામગીરીને સર્વે કામગીરીમાં સર્વોપરી-ટોચ અગ્રતા આપવામાં આવશે. રોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રોજબરોજની કોરોના અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આયુર્વેદ યુનિવર્સિટીમાંથી આઇ.પી.જી.ટી વિભાગના ૫૦ મેડીકલ ઓફિસરો કોર્પોરેશન માટે ફાળવવામાં આવ્યા છે જે કોરોના સંબંધિત વિશેષ સેવાઓ આપશે. મહાનગરપાલિકાને કોવિડ માટે આવશ્યક દવા અને અન્ય લોજિસ્ટિક પણ તાત્કાલિક મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્પોરેશન કક્ષાએ ખાસ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે તેમજ ત્રણ મામલતદારની નિમણૂક સાથે શહેરમાં કોરોના સામેની લડાઈ પૂરજોશમાં લડવામાં આવશે.

મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મહિનામાં ૨ વાર દરેક વિસ્તારમાં હોમ ટુ હોમ સર્વે કરવામાં આવશે, આ સર્વે સરળ અને અસરકારક બનાવવા માટે પ્રથમ સપ્તાહમાં વલ્નરેબલ એટલે કે કેન્સર, ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, હાઇપરટેંશન વગેરે જેવા રોગથી પીડાઇ રહેલા લોકોનું પ્રથમ અઠવાડિયામાં સ્ક્રીનીંગ કરવામાં આવશે, ત્યારબાદ બીજા અઠવાડિયામાં નોન વલ્નરેબલ-સામાન્ય લોકોનું પણ ચેકઅપ કરવામાં આવશે, આમ ૧૫ દિવસમાં દરેક વિસ્તારના સર્વેલન્સ સાથે જામનગર શહેરની તમામ જનતાની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. આ સાથે જ આયુષ મંત્રાલયના ગુજરાત રાજ્ય નિયામકશ્રીને પણ શહેરના લોકો માટે ઉકાળા વિતરણ, આર્સેનિક આલ્બમ દવા અને શમશમની વટીના વિતરણ તેમજ આયુષ મંત્રાલયના સૂચનોથી લોકોને વધુ જાગૃત કરવા માટે ખાસ ફરજ સોંપવામાં આવી છે.

કોરોના સામેની આ લડતમાં હવે માસ્ક, સોશિયલ ડિસ્ટંસની કડકાઈથી અમલવારી કરવામાં આવશે, આ વેશે ખૂબજ અસરકારક મોનીટરીંગ કરવામાં આવશે. લારી-ગલ્લા કે દુકાન ઉપર જો ભીડ દેખાશે તો પોલીસ અને એસ.ડી.એમના સંયુક્ત નિર્ણય દ્વારા આવા એકમોને સીલ પણ કરવામાં આવશે તેની લોકો ખાસ નોંધ લે. જામનગર શહેરમાં અનેક એસિમ્ટોમેટીક અને માઇલ્ડ સિમ્ટોમેટીક દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહ્યા છે ત્યારે હોમા આઇસોલેશનમાં રહેલ દરેક વ્યક્તિની ચોકસાઇપુર્વકની ચકાસણી થાય તે માટે દરેક યુ.એચ.સી. વિસ્તારમાં એક મેડિકલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવશે જેઓ હોમ આઇસોલેટ વ્યક્તિઓનું રેગ્યુલર ચેકઅપ કરશે.

આ સપ્ટેમ્બર માસ કોરોનાની બાબતમાં ખૂબ જ પ્રેક્ટિકલ છે, ત્યારે આ નિર્ણય સાથે લોકોની જાગૃતિ પણ અતિ આવશ્યક છે, કોમોર્બિડ કન્ડિશન એટલે કે નાના બાળકો, સગર્ભાઓ, સિનિયર સિટીઝન વ્યક્તિઓ કે ડાયાબિટીસ, હાયપરટેન્શન, હાઈ બ્લડપ્રેશર, કેન્સર જેવી ગંભીર બીમારીઓ ધરાવતા લોકોએ ખાસ ઘરમાં રહેવું, અતિઆવશ્યક સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળવું. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવું, હાથને થોડા-થોડા સમયાંતરે સાબુ અને પાણી દ્વારા ધોઈ સ્વચ્છ કરવા જેવા નિયમોનું લોકો ખાસ પાલન કરે. આ નિયમોના પાલન દ્વારા જ આ કોરોનાની લડાઈ જીતી શકાશે. દરેક નાગરિકો પોતાની જાત માટે જાગૃત થઈ પોતાના પરિવારની કાળજી રાખી અને કોરોના સામેની લડાઇ લડશે તો જ આ સંક્રમણની સાંકળને આપણે તોડી શકીશુ અને જામનગરને ફરીથી સલામત જામનગર બનાવી શકીશુ તેમ કમિશનર સતીષ પટેલે કહ્યું હતું.

શહેર

જામનગરમાં પતંગની દોરીએ યુવાનનો ભોગ લીધો

સમર્પણ ઓવરબ્રિજ પર ગળુ કપાઇ ગયુ : ઘટના સ્થળેજ મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

શહેર

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ મોકુફ રાખવા માગણી

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘે રાજ્ય ચુંટણીપંચને કરી રજૂઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી નવેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ મોકુફ રાખવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા માગણી કરવામાં આવી છે.

સંઘના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારએ રાજ્ય ચુંટણી પંચને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આગામી નવેમ્બર માસમાં રાજ્યની 6 મહાનગરપાલિકા, 55-નગરપાલિકાઓ, 231-તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની 6000 જેવા મતવિસ્તારોમાં લગભગ 8000ની આસપાસ જેટલા ઉમેદવારોની ચુંટણી યોજવાની છે. તાજેતરમાં માર્ચ મહિનાથી કોરોનાએ દેશમાં જે રીતે ફેલાવો કરેલ છે. જે હવે મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહી છે એવા સમય જો ઉપરોકત ચુંટણીઓ યોજવામાં આવે તો રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ સ્ટાફ અને અસંખ્ય અન્ય સ્ટાફની આ કામગીરી માટે સતત રાત-દિવસ કામ કરવાનું બનશે. ડબલ્યુ એચ.ઓ. અને આઇ.સી.એમ.આર.ની ગાઇડ લાઇન અનુસાર આટલા બધા કર્મચારીઓ અને તેને સંલગ્ન કામગીરી એક સાથે કરે તો રોગનું સંક્રમણ વધવાનું પુરી શકયતા છે.

આવા સમયે સમગ્ર માનવનું મહામુલ્ય જીવન દાવ ઉપર લગાડી કર્મચારીઓ અત્યારે કોરોના વોરીયસ તરીકે કામ કરી રહ્યા છે. એવા સમયે જો આ ચુંટણીઓ યોજવામાં આવે તો આ ચુંટણી સાથે જોડાયેલ તમામ કર્મચારીઓનું જીવનું જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિ ઉભી થશે અને તે પરિસ્થિતિ કાબુ બહાર જવાની પણ શક્યતાઓ છે અને આવી મહામારી જો એક વખત કાબુ બહાર જતી રહે તો તેને રોકવા માટે સૌ અસમર્થ થઇ જશે એવી પરિસ્થિતિમાં તમામ કેડરના કર્મચારીઓનું જો મોરલ તુટી જશે તો તેવી ગંભીર અસરો આગામી સમયમાં વહીવટ અને કાયદા વ્યવસ્થા ઉપર પડશે. જેથી જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના નેજા હેઠળ ફરજ બજાવતાં કુલ-5000 કર્મચારી પરિવારની લાગણીઓને ધ્યાનમાં રાખી આ ચુંટણી છ મહિના માટે ટાળવા અપીલ છે.

વધુ વાંચો

શહેર

લૈયારામાં બીમારીથી કંટાળી વૃદ્ધાનું અગ્નિસ્નાન

6 વર્ષ પૂર્વે પતિના મોત બાદ માનસિક બીમારી : જિંદગીથી કંટાળી કેરોસીન રેડી દિવાસળી ચાંપી : દરેડમાં લોખંડનો પાઈપ વાગતા શ્રમિક યુવકનું મોત: જામનગરમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા વૃદ્ધાએ તેના પતિના મૃત્યુ બાદ તબિયત સારી ન રહેતા માનસિક બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કર્યુ હતું. જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરીકામ કરતા સમયે લોખંડનો પાઈપ ખેંચતા પગ લપસી જતા માથામાં ઈજા પહોંચતા શ્રમિક યુવકનું મોત નિપજ્યું હતું. જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા શરીફાબેન કરીમશા શાહમદાર (ઉ.વ.65) નામના ફકીર વૃદ્ધાના પતિનું છ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદથી વૃદ્ધાની તબિયત સારી રહેતી ન હતી અને થોડાક સમયથી થયેલી માનસિક બિમારીથી કંટાળીને 17 તારીખે રાત્રિના સમયે તેના ઘરે શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા ગંભીર હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એન.એમ.ભીમાણી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા સી-1 પ્લોટ નં.302 માં મજૂરી કામ કરતો ઉવેશ મહેંદી હશનભાઈ (ઉ.વ.20) નામનો શ્રમિક યુવાન ગુરૂવારે બપોરના સમયે લોખંડનો પાઈપ ખેંચી ઉંચકતો હતો તે દરમિયાન પગ લપસી જતા પાઇપ લાગવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગેની વાહીદ અલી દ્વારા જાણ કરાતા હે.કો. એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસમાં બ્લોક નં.17/8 મા રહેતા અને કર્મકાંડ કરતા દિલીપભાઈ જયંતીભાઈ રાજયગુરૂ (ઉ.વ.52) નામના પ્રૌઢને શુક્રવારે સવારના સમયે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ