Connect with us

રાજ્ય

રાજ્યના ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો કાપ મૂકવા નિર્ણય

વિધાનસભામાં વિધેયક લવાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના મહમારી સંદર્ભે રાજ્ય સરકારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં વધુ એક નિર્ણય લીધો છે. ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો જે કાપ મુક્યો છે તે અંગેનું વિધાનસભા સત્રમાં વિધેયક લાવવામાં આવશે. આ અંગે સંસદીય રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિશ્વૈક મહામારી કોરોના સંદર્ભે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પ્રવર્તમાન મૂળ પગારમાં 1 એપ્રિલ થી 31 માર્ચ 2021 સુધી એક વર્ષના સમયગાળા માટે 30 ટકા કાપ મુકવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. જે અંગે એપ્રિલ, 2020માં વટ હુકમ બહાર પાડી તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવશે. આ નિર્ણયથી પદાધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ઘટાડો થતા એક વર્ષના ગાળામાં અંદાજે રૂા. 6 કરોડ 27 લાખની બચત થશે. જે રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે કોરોના મહામારીના સંદર્ભમાં નાણાકીય ખર્ચમાં બચત થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકારે અનેકવિધ પગલા લીધા છે. ત્યારે કેટલાક ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા વ્યક્તિગત રીતે રાજ્ય સરકારને નાણાકીય મદદ કરવા માટે તત્પરતા દર્શાવાયેલી હતી. આ અંગે એક સમાન નીતિ અખત્યાર કરવાના હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ધારાસભ્યો અને પદાધિકારીઓના મુળ પગારમાં 30 ટકાનો કાપ એપ્રિલ, 2020થી એક વર્ષના સમયગાળા માટે અમલી રહે તે રીતની જોગવાઇ કરતો વટહુકમ બહાર પાડી સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાનો નિર્ણય કરી તેની અમલવારી શરૂ કરી છે.

મંત્રીએ આગળ કહ્યું કે આ વટહુકમની જોગવાઇઓ વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક સ્વરૂપે લાવવી જરૂરી હોઇ, રાજ્ય મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં આ વિધેયક લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી વિધાસસભા સત્રમાં આ વિધેયક દાખલ કરી ગૃહની મંજૂરી મેળવી કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે.

પ્રદિપસિંહે વધુમાં ઉમેર્યું કે, ધારાસભ્યો અને અન્ય પદાધિકારીઓના પગારમાં જે રીતે એક વર્ષ માટે 30 ટકાનો પગાર કાપ મુકવામાં આવ્યો છે તે જ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે નિવૃત્ત કર્મચારીઓ/અધિકારીઓને કરાર આધારિત નિમણૂંક આપવામાં આવી છે તેમને મળતા પગારમાં પણ 30 ટકા કાપ એક વર્ષના સમયગાળા માટે મુકવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

રાજ્ય

ઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે

તહેવારોની સીઝનને કારણે રાજાઓની ભરમાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી મહિનાથી આખા દેશમાં ફેસ્ટિવ સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. કોરોના કાળમાં આવનારા ફેસ્ટિવ સીઝનમાં બેંકોની ભૂમિકા મહત્વની મનાઈ રહી છે. જોકે, આ વર્ષે ઓક્ટોબર મહિનામાં બેંકો માત્ર અડધા મહિના જ ખુલશે

મીડિયા રિપોર્ટ મુજબ આગામી મહિને ઓક્ટોબરમાં બેંકો માત્ર 15 દિવસ જ ખુલ્લી રહેશે. એવું એટલા માટે કારણ કે આ વખતે સ્થાનિક અને અન્ય બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળી બેંકોમાં લગભગ 15 દિવસ રજા રહેશે. માહિતી મુજબ આ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે બેંક એટીએમમાં પર્યાપ્ત રોકડ રહેશે. સાથે જ ઓનલાઇન અને મોબાઇલ બેકિંગ સેવાઓ પણ યોગ્ય રીતે ચાલુ રહેશે. તેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

 

રજાઓની વાત કરીએ તો શરૂઆત 2 ઓક્ટોબર ગાંધી જયંતીથી થશે જે શુક્રવારે છે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ મુજબ ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/લક્ષ્મી પૂજા, સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ/મહર્ષિ વાલ્મિકી જયંતી/કુમાર પૂર્ણિમા નિમિત્તે અલગ-અલગ રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આપને જણાવી દઈએ કે બેંકોની આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ તહેવારો પ્રમાણે રહેશે. જે રાજ્યોમાં સ્થાનિક રજાઓ હોય છે. એવા રાજ્યોને બાકાત કરી અન્ય રાજ્યોમાં બેંકિંગ કામકાજ યથાવત ચાલુ રહેશે.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં આવેલી જિલ્લાની જનરલ હોસ્‍પિટલ હાલ એકમાત્ર સૌથી મોટી આરોગ્‍યલક્ષી સેવાઓ પુરી પાડતી તેમજ સૌથી વધુ અધિકારી-કર્મચારીઓ ધરાવતી હોસ્‍પિટલ છે. હોસ્‍પિટલમાં વર્ગ-1ના 12, વર્ગ-2ના 11, વર્ગ-3ના 88, તથા વર્ગ-4ના 63 અને 30 અન્‍ય મળી, કુલ 205 જેટલા અધિકારીઓ-કર્મચારીઓનો સ્‍ટાફ પોતાની ફરજ બજાવે છે.
કોવીડ-19ની વૈશ્વીક મહામારીમાં જિલ્‍લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કોવીડ-19 માટે અલાયદી 150 બેડની સુવીધા ધરાવતી કોવીડ-19 હોસ્‍પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં દસ આઇ.સી.યુ. બેડ અને 51 ઓકિસજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ બેડ સેન્‍ટ્રલ ઓકિસજન લાઇન સાથે જોડાયેલા છે.
આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં આ હોસ્‍પિટલ ખાતે ઓકિસજન ટેન્‍ક પણ કાર્યરત થનાર છે. હોસ્‍પિટલ દ્વારા એપ્રીલ થી ઓગસ્‍ટ-2020 સુધીમાં આઉટડોર 44,020 દર્દીઓ, 19,249 ઇન ડોર દર્દીઓ, 630 પ્રસુતિ, 1142 બ્‍લડ ટ્રાન્‍ફયુશન, 8432 લેબોરેટરી પરીક્ષણ, 403 ગંભીર ઓપરેશન, 1335 સામાન્ય ઓપરેશન, 3305 તથા ડાયાલીસીસ જેવી આરોગ્‍યલક્ષી સેવાઓ જિલ્‍લાના જરૂરીયાતમંદ દર્દીઓને કરવામાં આવી હતી.
કોવીડ-19 હોસ્‍પિટલ દ્વારા 303 જેટલા પોઝીટીવ દર્દઓની જરૂરી સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇ જતા હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે.
આ સાથે આ હોસ્‍પિટલમાં જામનગરની જી.જી. હોસ્‍પિટલ ખાતેની ફિઝીશ્યન અને એનેસ્‍થેટીસ્‍ટ તજજ્ઞોની એક ટીમ નિયમિત પોતાની સેવાઓ આપી રહી છે.

વધુ વાંચો

રાજ્ય

ધ્રોલના સોયલ ટોલનાકા નજીક કારે ઠોકરે ચડાવતા યુવાનનું મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર ટોલનાકા પાસેથી પૂરઝડપે પસાર થતી કારના ચાલકે રસ્તો ક્રોસ કરતા યુવાનને ઠોકરે ચડાવી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં કાર ચાલક સહિત બે વ્યકિતઓને નાની મોટી ઈજા પહોંચી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકા પરથી આગળ હોટલ સામેના માર્ગ પરથી રસ્તો ક્રોસ કરતા મહમદ આફાક ફારૂકી અબ્દુલ સતારભાઈ નામનો યુવાન રવિવારે રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-સીજી-7682 નંબરની કારના ચાલકે મહમદને ઠોકરે ચડાવી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું તેમજ અકસ્માતમાં કાર ચાલક સહિત બે વ્યકિતઓને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા મૃતક મહમદનો મિત્ર દિનદયાલ યાદવે આ બનાવ અંગે પોલીસમાં જાણ કરતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ