Connect with us

જામનગર

જામનગર જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં વધુ 3 દર્દીઓના મોતથી અરેરાટી

શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધ્યું : 24 કલાક દરમિયાન શહેરમાં 18 અને ગ્રામ્ય વિસ્તારમાં 21 નવા દર્દી ઉમેરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં ફરીથી પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને મૃત્યુનું પ્રમાણમાં પણ ચિંતાજનક વધી રહ્યું છે. સરકાર ફરીથી વકરી રહેલા કોરોનાને અટકાવવા માટે વિવિધ પગલાંઓ લઇ રહી છે. ત્યારે જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી કોરોનાનું સંક્રમણ વધવાથી પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે તેમા પણ ખાસ કરીને શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જિલ્લામાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે તે પૈકીના શહેરી વિસ્તારમાં 18 અને ગ્રામ્ય વિસ્તારમાં 21 નવા દર્દી ઉમેરાયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જાય છે. ગઇકાલે મંગળવારે જામનગર શહેરના 18 અને ગ્રામ્યના 21 સહિત જિલ્લાના કુલ 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ યથાવત રહ્યો છે, અને સરકારી જી જી હોસ્પિટલમાં વધુ 3 દર્દીના મૃત્યુ થયા છે અને જામનગર જિલ્લામાં મૃત્યુનો આંક 900 ને પાર પહોંચ્યો છે. આજ દિવસ સુધીમાં કુલ 903 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડયો છે. ઉપરાંત એક્ટિવ કેસમાં પણ વધારો થતો જાય છે. આજે સરકારી જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 117 દર્દીઓ સારવાર હેઠળ છે.

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવાળી પછી વધારો થયો હતો, જેમા સોમવારે થોડો ઘટાડો નોંધાયા પછી ગઇકાલે ફરી ઉછાળો આવ્યો છે. જામનગર શહેરના 18 કેસ નોંધાયા હોવાથી શહેરનો કુલ આંકડો 6,905 નો થયો છે. જ્યારે ગ્રામ્યના 21 પોઝિટિવ કેસ નોંધાતાં ગ્રામ્યનો કુલ આંક 1,872 નો થયો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ 8,777 લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં જામનગર શહેરના 48 જ્યારે ગ્રામ્યના 69 મળી 117 પોઝિટિવ એક્ટિવ કેસ છે. જામનગર શહેરના 25 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. જ્યારે ગ્રામ્ય 19 દર્દીઓને રજા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જી.જી.હોસ્પિટલમાં ત્રણ દર્દીઓના મૃત્યુ નિપજતાં જામનગર જિલ્લામાં કુલ મૃત્યુનો આંકડો 903 નો થયો છે.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ