Connect with us

Daily Horoscope

29/05/2020

તમારા મનમાં દરેકને મદદરૂપ થવાની ભાવના જાગૃત થશે, દુ:ખના સમયમાં તમારૂં સંચિત ધન તમને ખૂબજ કામમાં આવશે. ગરીબોને ભોજન આપવું લાભદાયી રહેશે.

તમારા પ્રયાસો અને વિવેક બુધ્ધિ તમને સફળતાના પંથે આગળ વધવામાં મદદરૂપ સાબિત થશે. દરેક પરિસ્થિતિ તમારા માટે ખૂબજ લાભદાયી રહેશે. સફેદ રંગના કપડાં પહેરવા લાભદાયી રહે.

તમારા જ વિચારો તમારા મન ઉપર હાવી બને છે અને એનાથી તમારા આનંદને ખલેલ પહોંચે છે. મનમાંથી બીક દુર કરો, શિવ ઉપાસના ખૂબજ લાભદાયી રહેશે.

લાંબા સમયથી જેના સંપર્કોમાંના હો એવા સંબંધો ફરી તાજા થવાની શકયતાઓ દેખાય રહી છે. જીવનસાથી મદદરૂપ બનશે. ગણપતિ દાદાને અથર્વશિર્ષ બોલી દુર્વા અર્પણ કરવી.

પૈસા ઉધાર લેવા આપના માટે યોગ્ય નથી. તમારૂં વર્તન તમારા સાથીદાર અને ઘરના સભ્યો તરફ નરમ રાખવાની જરૂર છે, ગાયને-ગોળ-ઘી-રોટલી આપવા.

ખાણી-પીણીમાં ખુબજ ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે આજનો દિવસ મધ્યમ રહેશે. મિત્રોથી સાથ સહકાર પ્રાપ્ત થશે. શ્રી સૂકતમ પાઠનો કરવો લાભદાયી રહેશે.

સંતાન તરફથી આર્થિક લાભની શકયતાઓ દેખાય રહી છે. વિદ્યાર્થી વર્ગ માટે સારો દિવસ જશે. નવા કાર્યની શરૂઆત થશે. કપૂરનો દિવો ઘરના મંદિરે કરવો.

આરોગ્ય સારૂં રહેશે. પારિવારિક માહોલ આનંદમય રહેશે. ધંધાકીય લાભો થવા શ્રેષ્ઠ સમયનું નિર્માણ થઇ રહ્યું છે, અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો.

માનસિક ચિંતાથી દૂર રહેવું લાભદાયી રહેશે. આરોગ્ય સારૂં રહેશે. કાર્ય સ્થળેથી માન-સન્માન પ્રાપ્ત થશે. દરેક કાર્યમાં તે સતર્ક રહેવું. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.

જીવન સાથીની આરોગ્ય બાબતે કાળજી લેવી જરૂરી છે, પ્રતિ સ્પર્ધીઓથી રક્ષા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બને તેવી શકયતાઓ છે. લાલ વસ્તુનો ઉપયોગ વધારે કરવો.

ઉદાશીથી દુર રહો. નવા આત્મવિશ્ર્વાસ સાથે કાર્યની શરૂઆત કરો. સફળતા અવશ્ય મળશે. નોકરિયાત વર્ગ માટે સારો સમય છે. હનુમાનજીને સિંદૂર અર્પણ કરો.

આજના દિવસે આર્થિક નિવેશ જો વિચારીને કરશો તો લાભ થવાની શકયતાઓ દેખાય રહે છે, ઘર અને પારિવારિક માહોલ આનંદમય રહેશે. ત્રામ્બાનો કટકો વહેતા પાણીમાં પધરાવવો.

horoscope_banner