Connect with us

ગુજરાત

ધમધમતાં શહેરોમાં લગાવાયો કર્ફયૂ

કોરોના ના છેલ્લાં સપ્તાહના આંકડાઓ ચિંતાજનક નથી, તો પછી કર્ફયૂ શા માટે ?: લોકોમાં ચર્ચાતો મુદ્દો : કર્ફયૂના કારણે વડી અદાલતમાં 25 મીથી સુનાવણી રાબેતા મુજબ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાના સંક્રમણના વધી ગયેલા કેસનો અંકુશમાં લેવા માટે અમદાવાદમાં શુક્રવારના રાતના નવ વાગ્યાથી 57 કલાકના કર્ફયુનો અમલનો આરંભ થયો તે પછી ગુજરાત સરકારે આજે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ શનિવારે રાતના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રાત્રિ કર્ફયુ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. વડોદરા, સુરત અને રાજકોટમાં અત્યારે સંક્રમણના કેસો ન વધ્યા હોવા છતાંય અગમચેતીના પગલાં રૂપે રાત્રિ કર્ફયુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમવારે સવારે છ વાગ્યે અમદાવાદનો 57 કલાકનો કર્ફયુ પૂરો થાય તે પછી સોમવારથી રાતના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કર્ફયુ ચાલુ જ રાખવામાં આવશે. અમદાવાદની માફક જ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો કર્ફયુ ચાલુ જ રહેશે. અમદાવાદની માફક સુરત, વડોદરા અને રાજકોટમાં પણ સંક્રમણ ન વધે તે માટે અગમચેતીના પગલાંરૂપે કર્ફયુ નાખવાની સ્થાનિક સંસ્થાઓએ કરેલી માગણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શનિ-રવિના રજાના દિવસોમાં લોકો ઘરની બહાર ન નીકળે તો સંક્રમણને અંકુશમાં લઈ શકાશે તેવી ગણતરી સાથે 60 કલાકનો કર્ફયુ લાદવામાં આવ્યો છે. આ સાથે જ કોરોનાને કારણે બંધ રહેલી શાળાઓ અને કોલેજો ખોલી દેવાના સરકારે કરેલા નિર્ણયને ઉલટાવી દઈને શાળા-કોલેજો ન ચાલુ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આ અંગે મોડી રાત્રે જ જાહેરાત કરી દેવાઈ હતી. આરોગ્ય મંત્રી નીતિન પટેલે બોલાવેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે કોરોના સંક્રમણના કેસો વધી ગયા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીની રજાઓમાં કેટલાક લોકો બહાર ગામ અથવા ગામડે ગયા હોય અને તેઓ પરત ફરવાના હોવાથી તેમના થકી સંક્રમણના કેસો ન વધે તે માટે સરકારે ચર્ચા કરીને આ નિર્ણયો લીધા છે. તદુપરાંત તહેવારોમાં બજારમાં ખરીદી કરવા માટે ગયા હોવાથી તથા હોટેલ રેસ્ટોરાંની મુલાકાત લીધી હોવાથી કોરોના સંક્રમણના કેસો વધ્યા છે. સરકારે સીમિત છૂટછાટો આપી હોવા છતાંય કોરોના સંક્રમણના કેસો વધી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પરિણામે અત્યારે જે શહેરી વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે તેવી જ સુવિધા તાલુકા અને જિલ્લા સ્તરે પણ ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ટેસ્ટિંગ કરાવવા માટે સામેથી આવનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી ટેસ્ટિંગની વધારાની સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કર્ફયુગ્રસ્ત શહેરોને બાદ કરતાં બાય પાસ પરથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની અવરજવર ચાલુ રાખવામાં આવશે.પરિણામે કર્ફયુગ્રસ્ત શહેર સિવાયના વિસ્તારના લોકો આસાનીથી હેરફેર કરી શકશે. આ સાથે જ કર્ફયુ હેઠળ મૂકવામાં આવેલા શહેરોમાં પણ ધંધારોજગાર ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવસ દરમિયાન પૂર્વવત તેમના ધંધારોજગાર ચાલુ જ રહેશે.

અમદાવાદમાં ફરી ત્રણ દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં 6 દિવસમાં 1265 કેસ સામે 1233 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લાં 6 દિવસમાં નજીવા કેસ વધ્યા હોવા છતાં તંત્રના આ તઘલખી નિર્ણય સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકાર ડેટા ગેમ રમીને પ્રજાને ભ્રમમાં રાખવા માંગતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત

ગુજરાત

માસ્ક મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ ‘બેજવાબદાર લોકોને પકડીને કોવિડ સેન્ટરમાં કામ કરાવો’

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં માસ્ક પહેરવાને લઇને ભયંકર બેદરકારી દાખવી રહેલા લોકો સામે હાઇકોર્ટ આકરા પાણીએ આવી ગઇ હોય તેમ આવા બેદરકાર લોકોને પકડી પકડીને તેમની પાસેથી દંડ વસૂલવા ઉપરાંત આઠ દિવસ સુધી કોવિડ સેન્ટરમાં કામ કરાવવા સરકારને સુચન કર્યુ છે. એટલું જ નહીં આ મુદ્દે સરકારને ગંભીરતા વિચાર કરી આગામી મુદ્દતમાં જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો છે.

ગુજરાતમાં જાણે કોરોના મહામારીથી લોકોને ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે, કારણ કે લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. ત્યાં જ સોશિયલ ડિસ્ટન્સ પણ લોકો જાળવતા નથી. જેના કારણે રોજબરોજ રાજ્યમાં કોરોના કેસના સૌથી કેસો સામે આવી રહ્યા છે. ગઇ કાલે તો ગુજરાતમાં કોરોના વાયરસના 1560 પોઝિટિવ કેસ આવ્યા હતા અને સાથે જ 16 લોકો મોતને ભેટ્યા હતા. ત્યાં જ કેટલાક નમૂનાઓ તો કોરોનાનાં લક્ષણો હોવા છતા માસ્ક પહેરતા નથી. જે એક કડવી વાસ્તવિક્તા છે. કોરોના મહામારીમાં લોકો મોતને ભેટી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજામાં સરકારી ગાઇડલાઇન પ્રત્યે સહેજ પણ સજાગ્તા જોવા મળી રહી નથી. આ મામલે તંત્ર દ્વારા કડક નિયમો બનાવી ઉલ્લંઘન કરનાર સામે મસમોટો દંડ પણ વસૂલવામા આવે છે છતો લોકો સજાગ બની રહ્યા નથી.

હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ આકરી ટકોર કરી છે. ગુજરાત હાઇકોક્ટે આકરી ટકોર કરતા રાજ્ય સરકારને કહ્યું છે કે, જો કોઇ વ્યક્તિ જાહેરમાં માસ્ક પહેર્યા વગર જોવા મળે તો માસ્ક ન પહેરનારને કોરોના સેન્ટરમાં મોકલો. ત્યાં જ હાઇકોર્ટે તેવું પણ કહ્યું કે, માસ્ક પહેરવા મુદ્દે લોકોમાં હજુ પણ ઉદાસીનતા છે.

ત્યાં જ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલે કહ્યું કે, આગામી શનિવાર તથા રવિવાર માટે સરકાર મોટો નિર્ણય લેશે. અને કોરોનાની સ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી મેળાવડા નહીં યોજાય. સાથે જ કોરોના સંક્રમણ રોકવા સરકારને HCએ ટકોર કરી હતી. આ અંગે સરકાર પોતાના જવાબ રજૂ કરે તેવો હાઇકોર્ટે આદેશ કર્યો છે.

વધુ વાંચો

ગુજરાત

‘મોદીજી યુવા સંગઠન’ ના નામે અમદાવાદના શખ્સ દ્વારા ઠગાઈ

જામનગરના મહિલા સામાજિક કાર્યકર સહિત 293 મહિલાઓ સાથે છેતરપિંડી : બીજેપીનો બનાવટી લેટરપેડ બનાવી આચર્યુ કૌભાંડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમદાવાદમાં રહેતા શખ્સોએ ‘મોદીજી યુવા સંગઠન’ના નામે મહિલાઓને ફ્રી માં સિલાઈ મશીન વિતરણ કરવા માટે 293 મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમની સાથે છેતરપિંડી આચર્યાની જામનગરમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વિગત મુજબ, પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદમાં જામનગરમાં રહેતા અને સામાજિક કાર્યકર્તા હર્ષાબેન પ્રફુલ્લભાઈ રાવલ નામના મહિલાએ અમદાવાદમાં રહેતા યુવરાજસિંહ જુંજીયા નામના શખ્સે સપ્ટેમ્બર 2020 સુધીમાં હર્ષાબેન સહિતના મહિલાઓ સાથે ‘મોદીજી યુવા સંગઠન’ ના બીજેપીના લોગો વાળુ બનાવટી લેટરપેડ બનાવી ફ્રીમાં સિલાઈ મશીન સંગઠન મારફતે વિતરણ કરવા અંગેની લોભામણી સ્કીમ માટે વિશ્વાસમાં લઇ એક મહિલા લાભાર્થી દીઠ રૂા.250 ભરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ શખ્સ દ્વારા હર્ષાબેન સહિતના 293 મહિલાઓ પાસેથી 250 રૂપિયા લેખે રૂા.73,500 ની રકમ આંગડિયા મારફતે મેળવી લઇ આ લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીન ન આપતા હર્ષાબેન સાથે છેતરપિંડી થયા હોવાનું જણાતા તેને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે પોલીસે અમદાવાદના યુવરાજસિંહ વિરૂધ્ધ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. હર્ષાબેન ઉપરાંત 293 મહિલાઓ સાથે યુવરાજસિંહે ‘મોદીજી યુવા સંગઠન’ ના નામે છેતરપિંડી આચરતા પોલીસે અમદાવાદ સુધી તપાસનો દોર લંબાવ્યો છે અને આ કૌભાંડમાં વધુ મહિલાઓ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ ? તે અંગેની પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

ગુજરાત

ગુજરાતમાં લોકડાઉનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટુ નિવેદન

કોરોના વેક્સીનને લઇને પણ આપ્યા મહત્વના સમાચાર :  આ ચાર તબ્બકામાં અપાશે વેક્સીન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યું યથાવત છે. જયારે એવી અફવાઓ વહેતી થઇ છે કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવી રહ્યું છે. તેને પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું છે. ગુજરાતમાં લોકડાઉન અંગે સરકારની કોઈ પણ જાતની વિચારણા નથી.

ગુજરાતમાં ફરી લોકડાઉનને લઇને મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલ લોકડાઉન લાગુ કરવામાં આવશે નથી. રાજ્યની પરિસ્થતિ સારી છે. ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. વીકએન્ડમાં દિવસે કર્ફ્યું રાખવાને લઇને કોઈ વિચારણા કરવામાં આવી નથી. હાલ કોરોનાને લઇને પરિસ્થિતિ કાબુમાં છે. લોકોને અત્યારે સારવાર મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.આ ઉપરાંત રાજ્યમાં દિવસે કર્ફ્યું આવે તેવી પણ કોઈ વિચારણા કરવામાં આવી નથી. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે.

કોરોના વેક્સીન અંગે રૂપાણીએ જણાવ્યું છે કે વેક્સીન  ચાર તબ્બકામાં આપવામાં આવશે. પ્રથમ તબ્બકામાં ફ્રન્ટલાઈન હોસ્પિટલ સ્ટાફ અને તબીબોને વેક્સીન આપવામાં આવશે. બીજા તબ્બકામાં  મ્યુનીસીપલ સ્ટાફ, પોલીસ અને મહેસુલ સ્ટાફને વેક્સીન આપવામાં આવશે.ત્રીજા તબ્બકામાં 50 વર્ષથી ઉપરના અને ચોથા તબ્બકામાં 50 વર્ષની નીચેના લોકોને વેક્સીન આપવામાં આવશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ