Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home રાજ્ય ગુજરાત મેયર-કમિશનર સાથે મળીને ભ્રષ્ટાચાર આચરે છે

મેયર-કમિશનર સાથે મળીને ભ્રષ્ટાચાર આચરે છે

મેયર અને કમિશનર ભેગા મળીને ગાંધીનગર મનપામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપોને વધુ ધારદાર બનાવતાં કોંગ્રેસે કોર્પોરેશનનું વિસર્જન કરવા માગણી કરી છે. વર્તમાન મેયર રીટાબેન પટેલની વરણીને બહાલી આપતી સામાન્ય સભાની બેઠક, સ્થાયી સમિતીના વિરોધ વચ્ચે બસ સ્ટેન્ડની કામગીરીનો પ્રારંભ અને મેયરની ભાગીદારીવાળા બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ સહિતના મુદ્દે આક્રમક વલણ યથાવત રાખતાં કોંગ્રેસે શહેરી વિકાસ વિભાગને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મનપામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાથી કોર્પોરેશનનું વિસર્જન કરવું જોઈએ.
કોંગ્રેસના કાઉન્સિલર પિન્કીબેન પટેલે શહેરી વિકાસ વિભાગના સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મનપામાં મેયર અને કમિશનર બંને પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. જીપીએમસી એક્ટનો ભંગ કરીને તેઓ કોઈપણ જાતના ડર વગર ભ્રષ્ટાચાર આચરે છે અને સ્થાયી સમિતીએ નામંજૂર કરેલા કામને મંજૂરી આપે છે. 5-11-2018ના રોજ સામાન્ય સભાનું રીઝલ્ટ ડીકલેર કર્યા વગર જ કમિશનરે હાઈકોર્ટના ઓર્ડરનું પાલન કરવાના નામે મેયરને ઘોષિત કર્યા હતા, જે ગેરકાયદે છે.
પિન્કીબેને બીજા મુદ્દા અંગે લખ્યું છે કે, મેયરનું પોતાનું બિલ્ડિંગ સે-11માં આવેલું છે, વારંવાર રજૂઆત કરવા છતાં તેની કોઈપણ પ્રકારની માહિતી અપાતી નથી. જો કે વિકાસ પરવાનગી રદ થવા છતાં કમિશનરની રહેમ નજર હેઠળ બિલ્ડિંગનું કામ પૂરું થયું છે. જી+7ની જગ્યાએ જી+11નું બાંધકમ ગેરકાયદે છે, પરંતુ તેને રોકવા કોઈપણ નોટિસ અપાઈ નથી. આ બાબત પણ જીપીએમસી એક્ટનો ભંગ કરે છે. સિટી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી સ્થાયી સમિતીએ રદ કરી છે. એટલું જ નહીં, ચેરમેન તથા 9 સભ્યોએ ત્રણથી વધુ વખત આ બાબતે લેખિતમાં જાણ કરી હોવા છતાં જીપીએમસી એક્ટનું મનસ્વી અર્થઘટન થાય છે. સ્થાયી સમિતીએ નામંજૂર કરેલા કામને મેયર મંજૂરી આપે છે અ કમિશનર તેનું ટેન્ડર કરી મંજૂરી આપે છે.આમ, કરવાના તેમના પાવર નથી. જેથી જીપીએમસી એક્ટની કલમ 452 મુજબ રાજ્ય સરકારે તેનું વિસર્જન કરવું જોઈએ. આ બાબતે ઝડપથી તપાસ કરી નિર્ણય લેવા બાબતે શહેરી વિકાસ વિભાગના સચિવને પુરાવા સાથે રજૂઆત કરાઈ છે.

Most Popular