Connect with us

મનોરંજન

બૉલીવુડ પર કોરોનાનું મોટું સંકટ, આ ફિલ્મોને માઠી અસર

મોટી ફિલ્મોને 30 કરોડ રૂપિયા સુધીનું નુકસાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વાયરસને કારણે માત્ર શેરમાર્કેટ જ નહિ પણ ફિલ્મઉદ્યોગને પણ માઠી અસર થઇ રહી છે. ખાસ કરીને નવી રિલીઝ થનારી ફિલ્મો કરોડો રૂપિયાનું આંધણ કરીને બેઠી છે. પણ થીયેટર્સ બંધ હોવાને કારણે ફિલ્મોને ખોટ ખાવાનો વારો આવ્યો છે. દિલ્હી બાદ હરિયાણા અને રાજસ્થાનમાં પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ગત ગુરુવારે ફિલ્મ ‘સુર્યવંશી’ના મેકર્સે ફિલ્મની રિલીઝડેટ પોસ્ટપોન કરી હતી. આ ફિલ્મની નવી તારીખનું એલાન કરવામાં આવ્યું નથી.

તા.31 માર્ચ સુધી સરકારે મોટાભાગના થિએટર્સ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેથી ફિલ્મનિર્માતાઓએ ફિલ્મની રિલીઝડેટ પછી ઠેલવી પડી છે. ફિલ્મો માટે દિલ્હી એક મોટું માર્કેટ છે. એ બંધ થાય તો ફિલ્મઉદ્યોગને મોટો ફટકો પડે એમ છે. એના વગર ફિલ્મની રીકરવરી શક્ય નથી. આ સિવાય જમ્મુ અને કેરળના સિનેમાઘર પણ બંધ થઇ ગયા છે. ફિલ્મ ‘સૂર્યવંશી’ સિવાય ફિલ્મ ’83’ના નિર્માતા પણ ફિલ્મની રિલીઝડેટ અંગે જાહેરાત કરશે। દિલ્હી, નોઈડા અને હરિયાણામાં પણ સિનેમા બંધ છે. કારણ કે તે કોરોનાની અસર હેઠળ છે. જયારે મુંબઈમાં આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફિલ્મ ‘બાગી 3’ રિલીઝ થઇ ચુકી છે પણ તેને પણ જોઈએ એવી પબ્લિક મળી નથી. આ પછી ફિલ્મ ‘હિન્દી મીડીયમ’ પણ રિલીઝ થઇ છે પણ એ પણ કોઈ ખાસ વકરો કરી શકી નથી. ફિલ્મના કુલ કલેક્શનમાં પણ 15થી 20 ટકાનો ઘટાડો જોવા માંડ્યો છે.

આ ટકાવારી 20થી 25 ટકા સુધી પોહચી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ કહે છે કે મોટી ફિલ્મોને 30 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઇ શકે છે. વિદેશની માર્કેટમાંથી તો આટલું નુકસાન નક્કી છે. હાલમાં મોટા ભાગના લોકોની નજર ફિલ્મ ‘સૂર્યવંશી’ અને ’83’ પર છે. ફિલ્મ ‘બાગી 3’ 4 હાજરથી પણ વધારે સ્ક્રીન પર રિલીઝ થઇ હતી. એ જોતા આ ફિલ્મ 100 કરોડ કમાતી થઇ જવી જોઈએ પણ એવું બન્યું નથી. હાલ આ ફિલ્મ માત્ર 80 કરોડ જ કમાઈ રહી છે.

મનોરંજન

એશ્વર્યા-આરાધ્યા કોરોના નેગેટીવ થયા

એશ્વર્યા-આરાધ્યા કોરોના નેગેટીવ થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બચ્ચન પરિવારની વહુ અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યા બચ્ચનનો કોરોના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યા બાદ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અભિષેક બચ્ચન એ આ ખુશીના સમાચાર ટ્વીટ કરી શેર કર્યા છે. એશ્વર્યાને કોરોના પોસીટીવ આવ્યા બાદ 5 દિવસ બાદ નાણાવટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ એશ્વર્યા તથા આરાધ્યાનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. અભિષેક બચ્ચન એ ટ્વીટ કરી ને જણાવ્યું હતું કે તમારા બધાનિ સતત પ્રાર્થના અને શુભકામનાઓનો આભાર. હું હંમેશા તેનો આભારી રહીશ. એશ્વર્યા અને આરાધ્યા કોરોના નેગેટીવ થઇ ચુક્યા છે અને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરી દેવાયા છે. તેઓ હવે ઘરમાં જ રહેશે. મારા પિતા અને હું મેડીકલ સ્ટાફની નજર હેઠળ હોસ્પીટલમાં રહેશું.

વધુ વાંચો

મનોરંજન

તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના ચાહકો માટે ખુશીના સમાચાર

આ તારીખથી શરૂ થશે નવા એપિસોડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વમાં કોહરામ મચાવનાર કોરોનાએ દરેક ઈન્ડસ્ટ્રીઝને ઠપ્પ કરી દીધી છે. ત્યારે ભારતમાં પણ બોલીવુડ અને ટેલિવુડમાં બ્રેક લગાવી દીધી હતી. ત્યારે 13 જુલાઈએ વિવિધ ટીવીમાં શોમાં નવા એપિસોડ જોવા મળ્યા હતા. પરંતું આ બધાની વચ્ચે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલમા ચાહકોએ આ શોને ખુબ જ મિસ કર્યો છે. જો કે હવે ચાહકોએ વધુ રાહ જોવી પડશે નહીં.

કારણ કે આ સિરિયલના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે કે શોના નવા એપિસોડ ટૂંક સમયમાં જ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શોના નવા એપિસોડ 22 જુલાઈથી રિલીઝ થશે. આ શોનો પ્રોમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ શો ભારતભરમાં ખુબ જ લોકપ્રિય અને મનોરંજન પૂરૂં પાડતો શો છે. આ શો બાળકોથી લઈને દરેક વ્યક્તિના માનસપટલ પર સારી રીતે બેસી ગયો છે.

22 જુલાઈથી આવશે આ શોના નવા એપિસોડ સોની ટીવીની યુટ્યુબ ચેનલ પર શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે શોના નવા એપિસોડ 22 જુલાઈથી પ્રસારિત થશે. ખુશી અને મનોરંજન માણવા માટે તૈયાર રહો. તો સાથે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું છે કે – ભારતને મળશે એક હસતુ ભારત, કારણ કે ગોકુલધામ માત્ર નામ જ નહીં પરંતુ આખું ભારત છે.

શોના મુખ્ય દિગ્દર્શક માલવ રાજાદાએ થોડા સમય પહેલા જ શૂટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. માલાવે લખ્યું હતું કે – રોલ … રોલિંગ … એક્શન… 115 દિવસ પછી આખરે શૂટિંગ શરૂ થઈ ગયું છે. કામ પર પરત આવતા બહુ સારું લાગી રહ્યું છે. ફરીથી હસવા માટે તૈયાર રહો. શોના શૂટિંગ પહેલાં મોક શૂટ કરવામાં આવ્યું હતું. માલાવે સોશ્યલ મીડિયા પર મોક શૂટની તસવીરો પણ શેર કરી હતી.

આ શોનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હોવાથી ચાહકો શોને ખૂબ જ મિસ કરતા હતા. જ્યારે શોનું શૂટિંગ બંધ કરાયું હતું, ત્યારે કોરોના વાયરસનું કાવતરું બતાવવામાં આવી રહ્યું હતું. હવે શોમાં કઇ પ્લોટ બતાવવામાં આવશે તે અંગે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

વધુ વાંચો

મનોરંજન

સોમવારથી ફરી હસાવશે જેઠાલાલ, ચંપકલાલ, પોપટલાલ…

તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરીયલનું શુટિંગ ફરી શરૂ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લોકપ્રિય ગુજરાતી ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માનું શુટિંગ ફરીથી શરૂ થયું છે. આગામી સોમવારથી આ સિરીયલના નવા એપિસોડ દર્શકોને પોતાના ટીવી સેટ પર નિહાળ મળશે તેવી જાણકારી શોના પ્રોડ્યુશર અસિત કુમાર મોદીએ આપી છે.

છેલ્લા કેટલાંક વર્ષોથી સમગ્ર દેશમાં આ સિરીયલ ભારે લોકપ્રિય બની છે. ખાસ કરીને ગુજરાતીઓને આ સિરીયલ અને તેના પાત્રો ખુબ જ પસંદ આવી રહ્યા છે. ત્યારે છેલ્લા સાડા ત્રણ મહિનાથી લોકડાઉન અને કોરોનાને કારણે આ સિરિયલનું શુટિંગ ઠપ્પ હતું. જેને કારણે દર્શકો સિરીયલના નવા હપ્તાહ નિહાળવાથી વંચિત હતા. જો કે ચેનલ દ્વારા જુના હપપ્પ્તાહનું દરરોજ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. ગુજરાતી લેખક સ્વર્ગીય તારક મહેતાના લોકપ્રિય હાસ્ય લેખન શ્રેણી દુનિયાને ઉંધા ચશ્મા આધારિત આ સિરીયલ સતત કોઇપણ જાતના કંટાળા વગર લોકોનું મનોરંજન કરી રહી છે. જે ગુજરાતી લેખન માટે ગૌરવની વાત છે.

હવે જ્યારે ફરીથી આ સિરીયલના નવા હપ્તાહનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે સિરીયલના પ્રોડ્યુશર અસિત મોદીએ કહ્યું હતું કે, શુટિંગ દરમિયાન અમે તમામ પ્રકારના નિયમોનું પાલન કરી રહ્યા છીએ. તેમણે શોના તમામ કલાકારો અને સ્ટાફ માટે પ્રાર્થના કરવા દર્શકોને અપીલ કરી છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ