Connect with us

જામનગર

કોરોના વોરિયર્સનું યોગ કોચ દ્વારા સન્માન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોચ પ્રીતિબેન શુકલ દ્વારા કોરોનાની મહામારીમાં સેનેટાઇઝેશન તેમજ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના મહામારીમાં જામનગરમા રાત દિવસ જોયા વગર જાહેર જનતા માટે સેનેટાઇઝર, માસ્ક સોશિયલ ડિસ્ટન્સ જળવાય એમના પ્રશ્નોનું નિરાકરણ લાવી સાથ અને સહકારથી દરેક નાગરિકને મદદરૂપ થનાર જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલ, મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન સુભાષભાઈ જોશી, કોર્પોરેટર આનંદભાઈને કોરોના યોદ્ધાના મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત આ તકે લોકડાઉન દરમિયાન તપોવન ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત વાળા લોકોને બંને ટાઈમ 1100 લોકો સતત દરરોજનું ભોજન પહોંચાડી સતત લોકોની ચિંતા કરવા બદલ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મહસમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી, પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીને યોગ ટ્રેનર્સ શારદાબેન ભુવા, પાયલ બેન ભુવા દ્વારા સન્માનિત કર્યા હતા.

જામનગર

જામનગર જિલ્લા જેલમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા જેલમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા સરપ્રાઇઝ  ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ બેરેકની તપાસ કરવામાં હતી.

સીઆઇડી ક્રાઇમના પી.આઈ વી એન ગઢવીની આગેવાનીમાં સીઆઇડી ક્રાઇમના મેહુલભાઈ ભરવાડ અને પંકજભાઈ ઠાકર ઉપસ્થિત રહી ચેકિંગ કર્યું હતું. જામનગર જિલ્લા જેલમાં 500થી વધુ કેદીઓ રહેલા છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા તમામ બેરેકમાં તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન જેલમાંથી એક પણ વસ્તુ વાંધાજનક મળી આવી નથી. ઉલ્લેખનીય છે કે, દર વખતે જિલ્લા જેલમાં ઝડતી વખતે કેદીઓ પાસેથી કોઈ ને કોઈ વસ્તુ મળી આવતી હોય છે જોકે આ વખતે જિલ્લા જેલમાં કડક અનુશાસન હોવાના કારણે કોઈ પણ કેદી પાસેથી એક પણ વસ્તુ મળી આવી ન હતી. થોડા સમય પહેલાં રાજકોટની ટીમ દ્વારા પણ જિલ્લા જેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

જામનગર

જામનગર સહિત રાજ્યની 6 મહાપાલિકાઓમાં વહીવટદાર નીમવા હલચલ

પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય બની શકે છે જામ્યુકોના વહીવટદાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના સંક્રમણને કારણે રાજ્યની 6 મહાપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આગામી ડિસેમ્બરમાં આ સંસ્થાઓની મુદ્દત પુરી થાય તે પહેલા ત્યાં વહીવટદાર નીમવા માટેનો સળવળાટ શરૂ થયો છે. જે અંતર્ગત જામનગર મહાપાલિકાની મુદ્દત આગામી 13 ડિસેમ્બરે પૂર્ણ થતી હોય અહીં પણ વહીવટદાર આવે તેવી સંભાવના પ્રબળ બની છે. સુત્રોમાંથી પ્રાપ્ત જાણકારી અનુસાર હાલ જામનગરના પ્રભારી સચિવ અને અગાઉ કલેકટર રહી ચુકેલા નલિન ઉપાધ્યાયને જામ્યુકોના વહીવટદાર તરીકે નિમણૂંક મળી શકે છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ટર્મ પુરી થવાને હવે બે સપ્તાહ જેટલો સમય રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ સંસ્થાઓમાં વહીવટદાર નીમવા કે પછી હાલની બોડીની મુદ્દત વધારવી તે અંગેની સઘન પ્રક્રિયા અને વિચારણા શરૂ કરવામાં આવી છે. સુત્રો અનુસાર તમામ જગ્યાએ વહીવટદાર નીમવામાં આવે તેવી સંભાવનાઓ વધુ જણાય રહી છે કેમ કે 6 મહિના સુધી વહીવટદાર નીમવાની સતા રાજ્ય સરકાર પાસે પહેલેથી જ છે. જ્યારે પ્રવર્તમાન બોડીની મુદ્દતમાં વધારો કરવો હોય તો સરકારે આ અંગે અલગથી અધ્યાદેશ લાવવાની પ્રક્રિયા હાથ ધરવી પડે ત્યારબાદ વિધાનસભાનું સત્ર બોલાવીને તેમાં આ અધ્યાદેશની મંજૂરી પણ લેવી પડે. આ સમગ્ર પ્રક્રિયા થોડી જટીલ અને લાંબી હોવાથી સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદ્દત વધારવાને બદલે અહી વહીવટદાર નીમવા ગંભીર રીતે વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. સચિવાલયમાં આ અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જે અનુસાર જુદા-જુદા અધિકારીઓની યાદી તૈયાર કરવામાં પણ આવી રહી છે. સુત્રો અનુસાર જામનગરમાં પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયને વહીવટદાર બનાવી શકાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવ્યા બાદ મુદ્દત પુરી થયે બોડીની મુદ્દત લંબાવવી કે વહીવટદાર નીમવા તે અંગે સરકાર અને સંગઠન લેવલે જે તે સંસ્થાઓ અને જિલ્લાના આગેવાનોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર મહાપાલિકા વિસ્તારોમાં સતાપક્ષના મોટાભાગના આગેવાનો વહીવટદાર શાસન ઇચ્છતા ન હતા.

વધુ વાંચો

જામનગર

જામનગરના નાઘેડીમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

ધ્યાનથી બાઈક ચલાવવાની બાબતે માતા-પુત્ર સહિતના ત્રણ શખ્સોએ યુવતીને માર મારી ધમકી આપી: સામા પક્ષે દંપતી અને યુવતીએ મહિલા સહિત બે વ્યક્તિઓને માર મારી ધમકી આપી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં આવેલા આંબેડકર આવાસમાં બાઈક ધ્યાનથી ચલાવવાનું કહેતા માતા-પુત્ર સહિતના ત્રણ શખ્સોએ યુવતીને ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના આ બનાવમાં સામાપક્ષે પણ દંપતી અને તેની પુત્રીએ મહિલા ઉપર હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. સામ-સામી નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

સામ-સામી મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં આવેલા આંબેડકરવાસમાં રહેતી દક્ષા નારણભાઈ પરમાર નામની યુવતીના ઘર પાસેથી બાઈક પર નિકળેલા દિનેશ ઉર્ફે દીપો ચાવડા નામના શખ્સને બાઈક ધ્યાનથી ચલાવવાનું કહેતા દિનેશ તથા તેની માતા વિજયાબેન અને દિનેશનો મિત્ર ચિરાગ ગોજિયા નામના ત્રણ શખ્સોએ યુવતી સાથે ફડાકાવાળી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. યુવતી ઉપર થયેલા હુમલાની જાણ થતા તેણીના પિતા નારણભાઈ અને માતા પાર્વતીબેન દોડી આવ્યા હતાં ત્યારબાદ બન્ને પરિવાર વચ્ચે સામ-સામી મારામારી થઈ હતી. જેમાં દક્ષાબેને દિનેશ, તેની માતા અને ચિરાગ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે વિજયાબેન નારણ પરમાર, તેની પત્ની પાર્વતી પરમાર અને પુત્રી દક્ષા પરમાર નામના ત્રણેય શખ્સોએ એક સંપ કરી, અપશબ્દો બોલી, ઝપાઝપી કરી વિજયાબેનને ઝપાઝપી કરી તથા ચિરાગને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી, પતાવી દેવાની ધમકી આપી હતી. આ હુમલામાં વિજયાબેને પણ સામી ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની જાણ થતા હે.કો. પી.એ. ખાણધર તથા સ્ટાફે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ