Connect with us

આંતરરાષ્ટ્રીય

કોરોના વાઇરસ માનવસર્જિત જ છે: ચીની વૈજ્ઞાનિક લી મેંગ યાન

કોરોના વાઇરસ માનવસર્જિત જ છે: ચીની વૈજ્ઞાનિક લી મેંગ યાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના દુનિયાભરમાં કેવી રીતે ફેલાયો અને એને માટે કોણ જવાબદાર છે એવી ચર્ચા વચ્ચે એક ચીની મહિલા વૈજ્ઞાનિકે એવી ચોંકાવનારી જાહેરાત કરી હતી કે કોરોનાવાઇરસ માટે ચીન જવાબદાર છે અને મારી પાસે એના પુરાવા છે.

ચીનની વાઇરોલોજિસ્ટ (વાઇરોલોજી એટલે વિષાણુ વિજ્ઞાન કે વાઇરસ વિજ્ઞાન) લી મેંગ યાને એવો દાવો કર્યો હતો જરૂર પડ્યે હું એવા પુરાવા રજૂ કરી શકું છું કે કોરોના વાઇરસ ચીને જ ફેલાવ્યા હતા. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચીનની સરકાર કોરોના વાઇરસ અંગે ઘણી માહિતી છૂપાવી રહી હતી. આ વાઇરસ માનવ સર્જિત છે અને એમાં ચીનનો જ સૌથી મોટો ફાળો છે. ચીન ઘણી માહિતી છૂપાવીને બેઠું છે પરંતુ મારી પાસે એ વાતના પુરાવા છે કે કોરોના વાઇરસ ચીને પેદા કર્યો અને એનો પ્રસાર કર્યો.

લી મેંગ યાને કહ્યું કે કોરોના વુહાનની મીટ માર્કેટ (માંસ બજાર)થી નથી આવ્યા કારણ કે આ મીટ માર્કેટ એક સ્મોક સ્ક્રીન છે. આ વાઇરસ પ્રકૃતિની દેન નથી. આ વાઇરસ વુહાનની મીટ માર્કેટથી નથી આવ્યા તો ક્યાંથી આવ્યા એેવા સવાલના જવાબમાં લીએે કહ્યું કે આ વાઇરસ વુહાનની એક લેબોરેટરીમાંથી આવ્યા છે અને માનવ સર્જિત છે એવા મારી પાસે પુરાવા છે.

આ વાઇરસનો જીનોમ અનુક્રમ માણસના ફિંગર પ્રીન્ટ જેવો છે. એ મુદ્દાના આધાર પરજ હું પુરવાર કરી આપીશ કે આ વાઇરસ માનવ સર્જિત છે અને એની પાછળ ચીન જવાબદાર છે.

લી મેંગ યાનને ચીનની સરકારે મોઢું બંધ રાખવાની અથવા ગંભીર પરિણામો સહન કરવાની ધમકી આપી ત્યારબાદ લાગ મળતાં લી ચીનથી નાસી છૂટ્યાં હતાં અને હાલ અમેરિકામાં રાજ્યાશ્રય લીધો હતો. તેમણે કહ્યું કે વાઇરસમાં માણસના ફિંગર પ્રિન્ટ એ સાબિત કરવા પૂરતા છે કે આ વાઇરસ માનવ સર્જિત છે, એને કુદરત સાથે કશી લેવા દેવા નથી.

 

આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે

અમેરિકાના આઠ શહેરોમાં એલર્ટ અપાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વાયરસસથી ઝઝૂમી રહેલા અમેરિકામાં પીવાના પાણીના સપ્લાયની અંદર મગજને ખાનાર ઘાતક અમીબા મળતા 8 શહેરોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ અમીબા દક્ષિણ પૂર્વ ટેક્સાસમાં પેયજળની અંદર મળ્યા છે. તેના લીધે એક કસબામાં ઇમરજન્સી જાહેર કરી દેવાઇ છે. ટેક્સાસના પર્યાવરણ કમિશનની તરફથી રજૂ કરવામાં આવેલી ચેતવણીમાં નાગરિકોને કહ્યું કે તેઓ પાણીનો ઉપયોગ કરે નહીં.

આ અમીબાનું નામ નેગલેરિયા ફાઉલરાલી કહેવાય છે. આ વ્યક્તિના મગજને ખાઇ જાય છે. શુક્રવારના રોજ તેણે પાણીની અંદર જોવા મળ્યા. કમિશને કહ્યું હતું કે તેઓ આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાના રોગ નિવારણ કેન્દ્રના મતે આ મગજને ખાનારા બેક્ટેરિયા માટી, ગરમ તળાવ, નદીઓ અને ગરમ પ્રવાહોમાં જોવા મળે છે.

કેન્દ્ર એ જણાવ્યું હતું કે આ બેક્ટેરિયા સ્વીમીંગ પુલ અને ફેક્ટરીઓમાંથી છોડવામાં આવતા ગરમ પાણીમાં હોય છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે જેકસન, ફ્રીપોર્ટ, એંગ્લેટન, બ્રાજોરિયા, રિચવુડ, ઓયસ્ટર ક્રિક, ક્લૂટ, રોજેનબર્ગના લોકોને કહ્યું છે કે તેઓ પાણીનો ઉપયોગ ના કરે. લેક જેકસન વિસ્તારમાં આપત્તિ જાહેર કરવામાં આવી છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

UN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ

વડાપ્રધાને પોતાના ભાષણ માં એવુતે શું કહ્યું કે UN ની બોલતી થઇ બંધ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘની 75મી જનરલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રની વર્ચુઅલ બેઠકમાં પીએમ મોદીએ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિના કાયમી સભ્યપદને લઈને બિલકુલ શબ્દો ચોર્યા વગર ખુલીને ચોખે ચોખુ પુછી લીધું હતું. પીએમ મોદીએ કોરોના વાયરસની વેક્સીન મામલે દુનિયા આખીને મોટું આશ્વાસન બંધાવ્યું હતું. પોતાની સરકારની સફળતાઓ ગણાવતા આતંકવાદ મામલે પાકિસ્તાનને પણ સંભળાવી દીધું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UN મહાસભાના સંબોધનમાં આક્રમક અંદાજમાં નજરે પડ્યાં હતાં. પીએમ મોદીએ છેલ્લા કેટલાક સમયથી ચીનનું ખુલ્લેઆમ સમર્થન કરી રહેલા સંયુક્ત રાષ્ટ્રને પણ બરાબરનું ઝાટકતા કહ્યું હતું કે, ગત 8-9 મહિનાથી દુનિયા આખી કોરોના મહામારી સામે ઝઝુમી રહી છે. આ વૈશ્વિક મહામારીનો સામનો કરવાના પ્રયાસોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી રિસ્પોંસ ક્યાં છે?

 

પોતાના 22 મીનીટના આ ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પર ગંભીર સવાલ ખડા કર્યા હતાં. સાથો સાથ UN પાસે સુચનો પણ માંગ્યા હતાં. તેમણે વેધક સવાલ કરતા કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયાઓમાં ફેરફાર, વ્યવસ્થાઓમાં બદલાવ અને સ્વરૂપમાં પણ પરિવર્તન કરવુ એ આજના સમયની માંગણી છે. ભારતના લોકો સંયુક્ત્ત રાષ્ટ્રમાં સુધારને લઈને જે પ્રક્રિયા ચાલી રહી છે તેને પુરી થવાની ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. ભારતના લોકોને ચિંતા છે કે, શું આ પ્રક્રિયાઓ ક્યારેય યોગ્ય અંજામ સુધી પહોંચશે પણ શકશે કે કેમ?

 

દુનિયાની એક મોટી મહાશક્તિ તરીકે ભારતનું  અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ના હોવું હેરાન કરનારું છે. વડાપ્રધાને પણ પોતાના ભાષણમાં આ ‘ઉપેક્ષા’ પ્રત્યે સ્પષ્ટ રીતે વિરોધ જાહેર કરી દીધો હતો. તેમણે UN પર જ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આખરે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર (નિર્ણય કરતા માળખા)થી વંચિત રાખવામાં આવશે?

પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રને ચોખા શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, એક એવો દેશ કે જે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, એક એવો દેશ જ્યાં દુનિયાની 18 ટકાથી પણ વધારે જનસંખ્યા રહે છે, એક એવો દેશ જ્યાં સેંકડો ભાષાઓ બોલાય છે અને અનેક પંથ છે, અનેક વિચારધારાઓ છે. જે દેશે વર્ષો સુધી વૈશ્વિક અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરવા અને વર્ષોની ગુલામીના દિવસો જોયા છે. જે દેશમાં થઈ રહેલા પરિવર્તનોનો પ્રભાવ દુનિયાના વિશાળ ભૂભાગ પર પડે છે, એ દેશે આખરે ક્યાં સુધી રાહ જોવી પડશે?

 

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

યુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

યૂક્રેનમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર 28 લોકોને લઈને જઈ રહેલું વાયુસેનાનું એક વિમાન શુક્રવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 22 લોકોના ઘટના સ્થળે મોત થયા છે તો 6 લોકોના કોઈ સમાચાર નથી.ઘટનાની જાણકારી યૂક્રેન મંત્રીએ આપી હતી.

તેઓએ કહ્યું હતું કે વિમાનમાં મોટાભાગે સવારી કરનારામાં વિદ્યાર્થીઓ હતા. આ સાથે 7 ક્રૂ મેમ્બર્સ પણ હતા. ઘટના કયા કારણે બની છે તેનું કારણ જાણવાની તપાસ થઈ રહી છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે તેઓ જલ્દી જ ઘટનાસ્થળે જશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ