Connect with us

આંતરરાષ્ટ્રીય

ચીનના 60 હજાર નાગરીકોને કોરોના વેકસીન આપવામાં આવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આખી દુનિયામાં જે-તે સમયે એવું જાહેર થયું હતું કે, કોરોનાની ઉત્પતિ ચીનમાં થઇ છે. આ મુદ્દે સમગ્ર વિશ્ર્વમાં ચીનના વુહાન પ્રાંતનું નામ ગાજયું હતું. હવે ચીનથી એવા સમાચાર પ્રકાશિત થયા છે કે ચીનના 60 હજાર નાગરિકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીન આપી દેવામાં આવી છે.

ચીનના સાયાન્સ અને ટેકનોલોજી મંત્રાલયના એક અધિકારીએ મંગળવારે આ વેકસીનના આંકડાની સતાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, જે 60 હજાર નાગરિકોને વેકસીન આપવામાં આવી છે તે પૈકી એક પણ કેસમાં વેકસીનની કોઇ આડ અસર જોવા મળી નથી. વેકસીનની છેલ્લાં તબકકાની ટ્રાયલના સારા પરિણામો પછી વેકસીન આપવાની આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચીનના સતાવાળાઓએ જણાવ્યું છે કે, હવે પછીના તબકકામાં ચીનનાં નાગરિકોને વેકસીન આપવાનો કાર્યક્રમ મોટા પાયા પર યોજવામાં આવશે.

જે નાગરિકોને વેકસીન આપવામાં આવી છે તેઓના પ્રાથમિક પરિક્ષણમાં જાણવા મળ્યું છે કે, આ તમામ નાગરિકો સલામત છે. કોઇપણ પ્રકારની આડ અસર જોવા મળી નથી. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ ચીનના સતાવાળાઓએ જુદી-જુદી ચાર પ્રકારની વેકસીનના ટ્રાયલના અંતીમ તબકકા અંગે ભારે ગુપ્તતા જાળવી હતી. અધિકારીઓ કહ્યું છે કે, વેકસીનના ટ્રાયલ ડેટા હજુ પણ ગુપ્ત રાખવામાં આવ્યા છે. પરંતુ જે લોકોને વેકસીન આપવામાં આવી છે તેઓની સલામતી માટે પુરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. બીજી બાજુ ચીનના કેટલાંક વૈજ્ઞાનિકો એમ કહે છે કે, ટ્રાયલના ત્રીજા તબકકાને પુર્ણ કર્યા વિના આપવામાં આવેલી આ વેકસીન અમુક લોકોના આરોગ્ય સામે જોખમ સર્જી શકે છે. સીનોફાર્મ નામની ચીનની વેકસીન બનાવતી સરકારી કંપનીએ એવું જાહેર કર્યુ છે કે, ત્રીજા તબકકાની ટ્રાયલ માટે બે વ્યકિતઓ પર પ્રયોગો ચાલી રહ્યા છે. પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું છે કે, ઘણાં બધા લોકોને આ વેકસીન આપવામાં આવી છે અને કોઇ આડઅસરો જોવા મળી નથી. આ સરકારી કંપનીના 3000 કર્મચારીઓને પણ આ વેકસીન આપવામાં આવી હોવાનું કંપનીના અધિકારીઓએે સતાવાર રીતે જાહેર કર્યું છે.

આંતરરાષ્ટ્રીય

એક અફવાના પગલે ગામ લોકોએ આખે આખો પહાડ ખોદી નાખ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

નાગાલેન્ડના એક ગામમાં કથિત રીતે હીરાથી ભરેલા પહાડની માહિતી મળતા રીતસરની દોડધામ મચી ગઇ. સોશિયલ મીડિયા પર હીરાના પહાડના ખોદકામનો વીડિયો વાયરલ થયા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે. ભૂવિજ્ઞાન અને ખોદકામ વિભાગની ટીમો સ્થળ પર પહોંચીને તપાસ કરશે.

નાગાલેન્ડના મોન જિલ્લાના વાનચિંગ ગામમાં ગ્રામીણોનો વીડિયો વાયરલ થયો છે. ગામના જ એક પહાડ પર હીરા મળ્યાની વાત જંગલમાં આગની જેમ ફેલાઇ અને મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચીને ખોદકામ કરવા લાગ્યા. વિભાગના નિર્દેશક એસ માનેન એ કહ્યું કે આ આખા કેસની તપાસ કરાશે. તેમણે કહ્યું કે તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જ રજૂ કરવાની કોશિષ રહેશે.

મોનના ડેપ્યુટી કમિશ્નર થવસેલનને આ સંબંધમાં માહિતી આપતા કહ્યું કે આ ઘટના સપ્તાહ પહેલાંની છે. જંગલમાં કામ કરતાં કેટલાંક ગ્રામીઓને ક્રિસ્ટલનુમા પથ્થર મળ્યો ત્યારબાદ ગામના બીજા લોકોને કહ્યું કે આ હીરો હતો. જો કે અધિકારીઓને ગ્રામીણોના આ દાવા પર શંકા છે.

હીરો હોવાના દાવા કરી રહેલા આ પથ્થર બિલકુલ ફર્શ પર મળ્યા હતા. આથી આ હીરા હોવા પર શંકા થઇ રહી છે. આ પથ્થરોના ક્વાર્ટઝ ક્રિસ્ટલ હોવાની આશા વ્યકત કરાય રહી છે. જો કે ક્વાર્ટઝના પણ કેટલાંય ગુણ દેખતા તેનાથી ફાયદો મળવાની આશા વ્યકત કરાય રહી છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

ઇસ્લામિક દેશોના સંગઠનોએ પાકિસ્તાનને આપ્યો મોટો આંચકો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પાકિસ્તાન પ્રત્યેની ભારતીય કૂટનીતિનો આડકતરો પરંતુ મોટો વિજય આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે. દૂનિયાભરના ઇસ્લામિક રાષ્ટ્રોના સંગઠને પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. ઓરગેનાઇઝેશન ફોર ઇસ્લામિક કો.ઓપરેશન એટલે કે, OIC એ પોતાના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના કાશ્મીરનો મુદ્દો એજન્ડામાં સામેલ ન કરીને પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. જો કે, આમ છતાં પાકિસ્તાન પોતાનો ચહેરો બચાવવા માટે આ મહત્વની ઘટના અંગે લિપાપોતી કરી રહ્યું છે.

ઇસ્લામિક રાષ્ટ્રોના આ સંગઠનોએ અંગ્રેજી અને અરજી ભાષામાં નિવેદન જાહેર કર્યુ છે. આજે શુક્રવારે નાઇઝરની રાજધાની નાયમી ખાતે આ સંગઠનના વિદેશ મંત્રીઓની કાઉન્સિલની બેઠક અંગે આ નિવેદન આવ્યું છે. જેમાં કોઇપણ એજન્ડામાં કાશ્મીરનો ઉલ્લેખ નથી. આજની આ બેઠકનું નેતૃત્વ સાઉદી અરેબિયા કરી રહ્યુું છે.

પાકિસ્તાનના સૌથી વધુ લોકપ્રિય અખબાર ડોનમાં એમ લખવામાં આવ્યું છે કે, આ ઇસ્લામિક રાષ્ટ્રોના સંગઠને કાશ્મીરને પોતાના એજન્ડા માંથી એવા સમયે બહાર કર્યુ છે. જયારે પાકિસ્તાનના સાઉદી અરેબિયા તથા સંયુકત આરબ અમિરાત સાથેના સંબંધો ખુબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ આ સમગ્ર ઘટનાક્રમ અંગે એમ જણાવ્યું છે કે, કાશ્મીર ઇસ્લામિક રાષ્ટ્રોના આ સંગઠનનો સ્થાઇ મુદ્દો છે. અત્રે એ પણ નોંધનીય છે કે, પાકિસ્તાન ને આ બેઠકમાં કાશ્મીર પર જોરદાર સમર્થન મળવાની અપેક્ષા હતી.

પાકિસ્તાન એક ઇસ્લામિક રાષ્ટ્ર છે અને કાશ્મીરને તે કાયમ માટે મુસ્લમાનો સાથે જોડતું રહ્યું છે. આ તર્કના આધાર પર આ સંગઠનમાં પણ પાકિસ્તાન કાયમ કાશ્મીરનો મુદ્દો જોર શોર થી ઉઠાવે છે. જોકે, અત્યાર સુધીમાં પાકિસ્તાનને સમર્થન મળ્યું નથી. ભારત અને સાઉદી વચ્ચેના સંબંધો મજબુત બની રહ્યા છે. આ ઉપરાંત સંયુકત આરબ અમિરાત દ્વારા પાકિસ્તાનના નાગરીકોને નવા વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજની આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કૂરેશી પણ હાજર છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

વિશ્વનો પહેલો દેશ જે મહિલાઓને મફત આપશે ‘પિરિયડ પ્રોડકટ્સ’

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સ્કોટલેન્ડ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં “પિરિયડ પ્રોડક્ટ્સ” ને નિશુલ્ક કરી દેવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણય ચાર વર્ષના અભિયાન બાદ લેવામાં આવ્યો છે. જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં હજી પણ ઘણી ભ્રાંતીઓ અને રૂઢિચુસ્ત પરંપરાઓ રહેલી છે, સ્કોટલેન્ડએ એક દ્રષ્ટાંત બેસાડ્યું છે. દેશમાં સર્વસંમતીથી પીરિયડ પ્રોડક્ટ (ફ્રી પ્રોવિઝન) (સ્કોટલેન્ડ) એક્ટ પસાર કરી દેવામાં આવ્યો.

આ દાયદા હેઠળ સ્થાનિક વહીવટી તંત્રએ પિરિયડ પ્રોડક્ટમને ફ્રિમાં ઉપલબ્ધ કરાવવી પડશે, આ નોર્થ આયરશાયર જેવી કાઉન્સિંલ પહેલાથી જ કરવામાં આવતા કામ પર આધારીત કરવું પડશે, આ પહેલાથી જ ફ્રી ટૈપોન અને સેનેટરી ટાલ જાહેર ઇમારતોમાં વર્ષ 2018થી આપવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ