Connect with us

રાષ્ટ્રીય

ભારતમાં માત્ર 225 રૂપિયામાં મળશે કોરોનાની વેક્સિન

કઇ કંપની ક્યારે આપશે રસી જાણો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સીરમ ઇન્સ્ટીટ્યૂટ અત્યારે ઑક્સફર્ડ યૂનિવર્સિટી એસ્ટ્રાજેનેકા અને નોવાવેક્સના કેન્ડિડેટ્સ વેક્સિનનું નિર્માણ કરી રહી છે. જો આ વેક્સિન અંત સુધી સફળ થાય છે તો તેને બજારમાં ઉતારવામાં આવશે, ત્યારે વેક્સિન માટે લાયસન્સ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી પરવાનગી લેવામાં આવશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બનનારી કોરોના વેક્સિનનું નામ કોવિશીલ્ડ આપવામાં આવ્યું છે. કંપનીએ વેક્સિનના સપ્લાય માટે 30 જુલાઈના વેક્સિન વિકસિત કરનારી એક અમેરિકન કંપની નોવાવેક્સ ઇંક સાથે કરાર કર્યો છે.

સીરમે કોરોના વેક્સિન બનાવવા માટે ધ વેક્સિન અલાયન્સ અને ધ બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની સાથે મોટી ડીલ કરી છે. આ ડીલથી સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોરોનાની રસી બનાવવાની ક્ષમતા વધી જશે અને તે વધારે વેક્સિનનું ઝડપી ઉત્પાદન કરી શકશે. કંપની ભારતની સાથે સાથે કેટલાક ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં વેક્સિનના 10 કરોડ ડોઝ તરત ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી રહી છે. ડીલ બાદ ગેટ્સ ફાઉન્ડેશન GAVIને 15 કરોડ ડૉલર (લગભગ 1,125 કરોડ રૂપિયા)ની રિસ્ક ફંડિંગ કરશે. એટલે કે વેક્સિન જો અંતિમ તબક્કામાં નિષ્ફળ જાય છે તો ત્યાં સુધીનો ખર્ચ GAVI ઉઠાવશે. એટલે કે રસી બનીને બરબાદ થઈ ગઈ તો કંપનીએ તેનું નુકસાન નહીં ઉઠાવવું પડે, પરંતુ રિસ્ક ફંડિંગ અંતર્ગત ગાવી તેની ભરપાઈ કરશે.

લંડનની ઑક્સફર્ડ યૂનિવર્સિટી અને સીમર ઇન્સ્ટિટ્યૂટ તરફથી વિકસિત કરવામાં આવી રહેલી રસીની કિંમત નક્કી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે કંપનીની રસી મધ્યમ અને ઓછી આવકવાળા દેશોમાં ફક્ત 3 ડૉલર એટલે કે લગભગ 225 રૂપિયામાં મળશે.

રાષ્ટ્રીય

ભારતમાં સ્માર્ટ સીટીની વાતો ગુલબાંગો સાબિત થઇ

નિયમિત આફતોનો સામનો કરવા પણ આપણાં શહેરો સક્ષમ નથી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી સ્માર્ટ સિટીની ઝુંબેશ ચાલે છે. ભારતના શહેરો જોકે કોઈ નવા પડકારને પહોંચી વળવા સક્ષમ નથી. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ સિટી ઈન્ડેક્સમાં ભારતના શહેરો પાછળ ધકેલાયા છે. ઈન્ડેક્સમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે.

લિસ્ટમાં ભારતનું પ્રથમ શહેર હૈદરાબાદ છે, જે છેક 85મા ક્રમે આવ્યું છે. સ્વિત્ઝરલેન્ડની ઈન્સ્ટીટયૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને સિંગાપોર ટેકનોલોજી યુનિવર્સિટી ફોર ડિઝાઈન દ્વારા વૈશ્વિક રિપોર્ટ તૈયાર કરાયો હતો.

રિપોર્ટ પ્રમાણે હૈદરાબાદ 85મા ક્રમે, દિલ્હી 86મા ક્રમે, મુંબઈ 93મા ક્રમે અને બેંગાલુરૂ 95મા ક્રમે છે. આ બધા શહેરોની ખાસ્સી પડતી થઈ છે. 2019ના ઈન્ડેક્સ પ્રમાણે આ ચારેય શહેરો અનુક્રમે 67, 68, 78 અને 79મા ક્રમે હતા. કોરોના જેવી મહામારીને હેન્ડલ કરવાની ભારતના શહેરોની કોઈ સજ્જતા છે નહીં માટે ક્રમ ગબડયો છે.

આ વખતે જોકે ભારતના શહેરો પાછા પડયા તેનું મૂળ કારણ રોગચાળો જ છે. છતાં પણ રોગચાળો ન હતો ત્યારેય ભારતના શહેરો લિસ્ટમાં ખાસ્સા પાછળ નોંધાયા હતા.  આ ઈન્ડેક્સ વિવિધ પંદર માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પરિવહન, સલામતી, આરોગ્ય, સ્થાનિક સત્તાધિશોની ક્ષમતા, વિકાસની તકો, વગેરે મુદ્દા ધ્યાનમાં લેવાયા હતા.

જગતના કુલ 120 શહેરો પસંદ કરી ત્યાનાં રહેવાસીઓપાસે સર્વે કરાવવામાં આવ્યો હતો. તેના આધારે ઇન્ડેક્સ તૈયાર થયો હતો.રિપોર્ટમાં કહેવાયું છે કે સ્માર્ટ સિટી તેને કહેવાય જે અણધારી આફત આવે તો તેને પહોંચી વળવા તૈયાર હોય. એ હિસાબે જોઈએ તો ભારતના મહાનગરો તો દર વર્ષે આવનારી આફતોનો સામનો કરવા પણ સક્ષમ નથી.

વિશ્વના પ્રથમ 10 સ્માર્ટ શહેરો

1 સિંગાપોર, 2 હેલસિંકી (ફિનલેન્ડ), 3 ઝુરીચ (સ્વિત્ઝરલેન્ડ), 4 ઓકલેન્ડ (ન્યુઝિલેન્ડ), 5 ઓસ્લો (નોર્વે), 6 કોપનહેગન (નેધરલેન્ડ), 7 જીનીવા (સ્વિત્ઝરલેન્ડ), 8 તાઈપેઈ (તાઈવાન), 9 આર્મસ્ટડેમ (નેધરલેન્ડ), 10 ન્યૂયોર્ક (અમેરિકા)

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશનાં નેશનલ ઇન્ફોર્મેટિકસ સેન્ટરના 100 કોમ્પ્યુટર પર સાયબર એટેક

રાષ્ટ્રીય સુરક્ષા સબંધે સંવેદનશીલ માહિતી તફડાવ્યાની આશંકા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચીન દ્વારા થતી સાયબર જાસુસીના અહેવાલો પછી હવે વધુ ગંભીર ઘટસ્ફોટ સામે આવ્યો છે. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના 100 જેટલાં કમ્પ્યૂટર્સમાં હેકર્સે ઘુસણખોરી કરીને અતિ સંવેદનશીલ ડેટા તફડાવ્યો હોવાની આશંકા ઊભી થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આ ઘટનામાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે NICના ડેટાબેઝમાં વડાપ્રધાન સંબંધિત ગોપનિય વિગતો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતીઓ પણ સચવાતી હોય છે. આથી હેકિંગની આ ઘટનાને બેહદ ગંભીર ગણવામાં આવે છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

હેલ્થકેર અને એજ્યુકેશન બાબતે ભારત 116માં ક્રમે

વર્લ્ડ બેંકે આપ્યા રેન્કિંગ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વર્લ્ડ બેંકે હ્યુમન કેપિટલ ઇંડેક્સમાં ભારતનો 116મો રેન્કિંગ કર્યો છે. ભારતને 174 દેશોનો રેન્કિંગમાં આ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે ભારતના સ્કોરમાં 2018ની સરખામણીમાં થોડી વૃદ્ધિ જોવા મળી છે. વર્લ્ડ બેંકે હ્યૂમન કેપિટલ ઇંડેક્સ મુજબ ભારતનો સ્કોર 0.49 છે જ્યારે 2018માં આ સ્કોર 0.44 હતો.

વિશ્વ બેંકે 2020 હ્યૂમન કેપિટલ ઇંડેક્સમાં 174 દેશની શિક્ષા અને આરોગ્યનો ડેટા લીધો છે. આ 174 દેશની કુલ 98 ટકા વસ્તી છે. કોરોના પહેલા એટલે કે માર્ચ 2020 સુધી આ હ્યૂમન કેપિટલ ઇંડેક્સમાં બાળકોને આપવામાં આવતી શિક્ષા અને આરોગ્યની સુવિધા પર મહત્વ આપવામાં આવ્યું છે. હ્યૂમન કેપિટલ ઇંડેક્સ મુજબ સૌથી વધારે દેશએ સ્થિર ઉન્નતિ કરી છે, જ્યારે લો-ઇનકમ દેશોએ મોટી છલાંગ મારી છે.

આ પહેલા 2019માં વર્લ્ડ બેંક તરફથી જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારતનો 157 દેશોમાં 115મો રેન્ક હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે વર્લ્ડ બેંકના ઇંડેકસ પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વર્લ્ડ બેંકે દેશમાં ગરીબોને સંકટમાંથી બહાર નીકાળવાની નીતિની અવગણના કરી છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ