Connect with us

સ્પોર્ટ્સ

કોરોનાની અસર/ IPL અનિશ્ચિત સમય સુધી સ્થગિત

કોરોનાની અસર/ IPL અનિશ્ચિત સમય સુધી સ્થગિત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વાઇરસની મહામારીના કારણે દેશવ્યાપી લોકડાઉનને ત્રીજી મે સુધી વધારવામાં આવ્યા બાદ બીસીસીઆઇએ આઇપીએલ ટી૨૦ લીગને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે.

બીસીસીઆઇએ જણાવ્યું હતું કે આગામી સૂચના સુધી આઇપીએલ ૨૦૨૦ને સ્થગિત કરવામાં આવી રહી છે. બોર્ડે આ બાબતે આઇપીએલના ફ્રેન્ચાઇઝી માલિકો, બ્રોડકાસ્ટર, સ્પોન્સર્સ તથા સ્ટોક હોલ્ડર્સને જાણકારી આપી છે. ભારતમાં લોકડાઉન વધવાના કારણે એપ્રિલ-મેમાં આ લીગને રમાડવાની કોઇ સંભાવના બચી નહોતી.

બીસીસીઆઇએ જણાવ્યું હતું કે આઇપીએલ લીગને રદ કરવામાં આવી નથી પરંતુ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સરકારના નિર્દેશોની રાહ જોઇ રહ્યા હતા. લોકડાઉન ત્રીજી મે સુધી વધારવાની જાહેરાત થયા બાદ હવે એપ્રિલ-મેમાં લીગને રમાડવાનો કોઇ પ્રશ્ન જ નહોતો.

દેશમાં લોકડાઉન 3 મે સુધી વધતા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફરીથી સ્થગિત થઈ છે. BCCIએ ગુુરુવારેે આ જાણકારી આપી હતી. બોર્ડ દ્વારા એ નથી કહેવામાં આવ્યું કે, હવે IPLનું શુ શેડ્યુલ હશે. જોકે હાલના પરિસ્થિતિ અને ઇન્ટરનેશનલ શેડ્યુલ જોતા ડિસેમ્બર પહેલા IPL રમાવવી અઘરી છે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદની સીઝન હોય છે. સપ્ટેમ્બરમાં એશિયા કપ પણ રમાવવાનો છે. તે પછી ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ રમાશે. તે પછી ઇન્ટરનેશનલ સીરિઝ કેલેન્ડર પ્રમાણે રમાશે. આ બધાની વચ્ચે BCCI માટે IPLનું આયોજન કરવું અઘરું છે. તેઓ ડિસેમ્બરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે.

પહેલા આ ટૂર્નામેન્ટ 29 માર્ચે શરૂ થવાની હતી, પરંતુ કોરોના અને વિઝા પ્રતિબંધના કારણે તેને 15 એપ્રિલ સુધી ટાળવામાં આવી હતી.

સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ જાહેર

ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે વર્ષના અંતે થનાર ટેસ્ટ, વનડે અને T-20 શ્રેણીનું શેડ્યૂલ નક્કી કર્યું છે. ટૂરની શરૂઆત ઓક્ટોબરમાં 3 T-20ની સીરિઝથી થશે. પહેલી મેચ બ્રિસબેનમાં 11 ઓક્ટોબરે, બીજી મેચ અને ત્રીજી મેચ 14 અને 17મી અનુક્રમે કેન્બેરા અને એડિલેડ ઓવલ ખાતે રમાશે. આ પછી બંને ટીમો T-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન રમાશે.

તેના પછી બંને દેશ વચ્ચે 4 ટેસ્ટની સીરિઝ રમાશે. પ્રથમ મેચ 3 ડિસેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. તે પછીની મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે, જે 11 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે. કોરોનાને કારણે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આ પ્રવાસ પર 14 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે, બીસીસીઆઈ દ્વારા આ માટે મંજૂરી આપવામાં આવી છે.

બંને દેશો વચ્ચે 26 ડિસેમ્બરે મેલબોર્નમાં બોક્સિંગ ડે રમવામાં આવશે. આ પછી 3 જાન્યુઆરીએ સિડનીમાં ન્યૂ યર ટેસ્ટ થશે. હકીકતમાં, ક્રિસમસ પછીના બીજા દિવસે 26 ડિસેમ્બરેની મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. જ્યારે વર્ષની પ્રથમ મેચને ન્યૂ યર ટેસ્ટ કહેવામાં આવે છે.

ભારતીય ટીમ એડિલેડમાં પોતાની બીજી અને વિદેશમાં પહેલી ડે-નાઈટ ટેસ્ટ રમશે. ભારતે પોતાની પહેલી ડે-નાઈટ ટેસ્ટ 22 નવેમ્બર 2019ના રોજ કોલકાતા ખાતે બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. ભારત આ મેચ એક ઇનિંગ્સ અને 46 રને જીત્યું હતું.

ભારત ઓસ્ટ્રેલિયા 3 વનડે સીરિઝની પહેલી મેચ 12 જાન્યુઆરીએ પર્થ, બીજી મેચ 15 જાન્યુઆરીએ સિડની અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ સિડની ખાતે રમશે.

રિપોર્ટ અનુસાર, ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ટેસ્ટ સીરિઝ માટે શેડયૂલ નક્કી કરવું જરૂરી હતું.
જોકે, આ શ્રેણી થશે કે નહીં તે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે. અગાઉ એવી અટકળો કરવામાં આવી રહી હતી કે આ તમામ ટેસ્ટ એક જ મેદાન પર થઈ શકે છે, પરંતુ અત્યારે એવું નથી. જ્યારે સંજોગો નિયંત્રણમાંથી બહાર આવે ત્યારે જ આ નિર્ણય લેવામાં આવશે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

2022 સુધી ટળી શકે છે T-20 વર્લ્ડકપ

વર્લ્ડકપના સ્થાને ભારતમાં યોજાશે IPL…?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર T -20 વર્લ્ડ કપ કોરોનાવાયરસને કારણે 2022 સુધી મુલતવી રાખી શકાય છે. આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાની છે. આવતીકાલે યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની બોર્ડ ટેલી-કોન્ફરન્સ-બેઠકમાં આ નિર્ણય લઈ શકાય છે.

ઓક્ટોબર-નવેમ્બરની આ ખાલી વિંડોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) યોજાવાની સંભાવના છે. IPL 29 માર્ચથી યોજાવાની હતી, જે કોરોનાને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

IPL રદ થશે તો 9 દેશના 188 ખેલાડીઓને 612 કરોડ રૂપિયાનું નુકસાન

IPL રદ થશે તો 9 દેશના 188 ખેલાડીઓને 612 કરોડ રૂપિયાનું નુકસાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને ટાળવામાં આવી છે. લીગ રદ થાય તો 9 દેશના 188 ખેલાડીઓને 612.65 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ભારત બાદ સૌથી વધુ નુકસાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને થશે.

IPL ક્રિકેટની સૌથી મોટી લીગ મનાય છે. કોરોનાના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત છે. જો સિઝન રદ થાય તો ભારત બાદ સૌથી વધુ નુકસાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને થશે. 124 ભારતીય ખેલાડીને 358 કરોડનું નુકસાન થશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના 17 ખેલાડીને 87 કરોડનું નુકસાન થશે. લીગમાં ઈંગ્લેન્ડના 13, વિન્ડીઝના 12, દ.આફ્રિકાના 10, ન્યૂઝીલેન્ડના 6, અફઘાનિસ્તાનના 3, શ્રીલંકાના 2, નેપાળના 1 ખેલાડી સહિત કુલ 188 ખેલાડી ઉતરશે.

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઈયાન ચેપલનું માનવું છે કે, આ વર્ષે ટી-20 વર્લ્ડ કપના આયોજનની આશા નથી દેખાઈ રહી. 16 ટીમો માટે વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. જો ભારત ઈચ્છશે તો IPL વર્લ્ડ કપનું સ્થાન લઈ લેશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ