Connect with us

રાષ્ટ્રીય

વિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’

જાણો ભાજપનાં કયા નેતા ભૂલ્યા ભાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા બોલવામાં ભાન ભૂલ્યા હોય તેમ લાગે છે. પક્ષમાં નેશનલ સેક્રેટરી તરીકે હવાલો સંભાળ્યાના એક દિવસ બાદ અનુપમ હઝારાએ કહ્યું છે કે જો હું કોરોનાગ્રસ્ત થવું તો મુખ્યમંત્રી મમતા બેનરજીને ભેટીશ. તેમના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે.

સાઉથ ૨૪ પરગણા જિલ્લાના બરુઇપુરમાં મીડિયા સાથેની ચર્ચામાં તેમણે આવી ટિપ્પણી કરી હતી. આ મીટિંગમાં હઝારા અને ભાજપના સંખ્યાબંધ કાર્યકરોએ માસ્ક પહેર્યા નહતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કર્યું ન હતું. હઝારા અને કાર્યકરોએ માસ્ક કેમ પહેર્યું નથી તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘અમારા કાર્યકરો કોરોનાથી મોટા દુશ્મન સામે લડી રહ્યા છે. તેઓ મમતા બેનરજી સામે લડી રહ્યા છે. આથી તેમને કોરોનાની અસર થતી નથી. તેઓ કોઇનાથી ડરતા નથી. જો હું ચેપગ્રસ્ત બનું તો હું મમતા બેનરજીને ભેટીશ. તેઓ આ બીમારીના પીડિત સાથે બેરહમીથી વર્તે છે. કેરોસીનથી તેમના શરીરને બાળી નાખવામાં આવે છે. અમે મરેલા શ્વાનો કે બિલાડીઓ સાથે પણ આવું નથી કરતા.’

હાઝરાની આવી ટિપ્પણીના જવાબમાં તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે ‘માત્ર પાગલ અને અપરિપક્વ લોકો જ આવું નિવેદન કરતા હોય છે.

રાષ્ટ્રીય

ચંદ્ર પર 4-જી નેટવર્ક બાદ હવે મંગળ પર વસવાટની તૈયારી

અમેરિકી સ્પેસ કંપનીએ બનાવી યોજના, મંગળગ્રહ માટે રોજ ત્રણ ફ્લાઇટ ઉડશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમેરિકાની કંપની સ્પેસએક્સે મંગળ ગ્રહ પર માનવીના વસવાટ માટેની યોજના અંગેની માહિતી રજૂ કરી છે. સ્પેસએક્સ કંપનીના ઈઊઘ ગિની શોટવેલે ટાઈમ મેગેઝીનને માહિતી આપી છે કે મંગળ ગ્રહ પર માનવીને વસવાટ કરવામાં સ્ટારલિંક સેટેલાઈટ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

સ્ટારલિંક સેટેલાઈટ મારફતે કંપની પૃથ્વીની સાથે મંગળ પર ઈન્ટરનેટ એક્સેસ પ્રોવાઈડ કરવા ઈચ્છે છે. સ્પેસએક્સનું કહેવું છે કે આ સેટેલાઈટ બન્ને ગ્રહના લોકોને જોડવાનું કામ કરશે.

ઈઊઘ ગિની શોટવેલે કહ્યું છે કે એક વખત જ્યારે લોકો મગળ પર પહોંચી જશે તો પૃથ્વીના લોકો સાથે વાતચીત કરવાની જરૂર પડશે. આ કામમાં સ્ટારલિંક સેટેલાઈટની ભૂમિકા હશે.

સ્પેસએક્સ કંપનીની યોજના છે કે વર્ષ 2050 સુધીમાં મંગળ ગ્રહ પર 10 લાખ લોકો પહોંચી જાય. કંપનીની યોજના પ્રમાણે મંગળ ગ્રહ માટે દરરોજ ત્રણ ફ્લાઈટ ઉડશે. એટલે કે વર્ષમાં આશરે 1 હજાર ફ્લાઈટ્સ, દરેક ફ્લાઈટમાં આશરે 100 લોકો એક સાથે નવા ગ્રહ પર જવા માટે યાત્રા કરશે.

અગાઉ વર્ષ 2017માં એલન મસ્કે કહ્યું હતું કે તેઓ વર્ષ 2022 સુધીમાં મંગળ પર બે કાર્ગો વિમાન મોકલવા ઈચ્છે છે અને વર્ષ 2024 સુધીમાં ચાર અન્ય ફ્લાઈટ્સ મોકલવા માંગે છે. આ ચાર ફ્લાઈટ પૈકી 2 ફ્લાઈટમાં માનવી યાત્રા કરશે.

સ્પેસએક્સ સ્ટારશિપ રોકેટ મારફતે માનવીને મંગળ પર મોકલવા ઈચ્છે છે. ગયા મહિને એલન મસ્કે કહ્યું હતું કે રોકેટ તૈયાર કરવાની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. જોકે, તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે મંગળ પર શહેર વસાવવું ખૂબ જ મુશ્કેલ હશે અને તે સમયે અનેક જોખમ પણ રહેશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

નેતાઓ આપવા લાગ્યા કોરોના વેકસીનનાં રાજકિય ડોઝ

હવે કેન્દ્રીય મંત્રીએ કહ્યું આખા દેશને મફત મળશે વેકસીન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાજપે બિહાર ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે ચૂંટણી જીત્યા તો રાજ્યના તમામ લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. વિપક્ષ આની પર હોબાળો કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે ચૂંટણીવાળા રાજ્યમાં ફ્રી વેક્સિનનો વાયદો બાકીનાં રાજ્યો સાથે ભેદભાવ કરે છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ દાવો કર્યો કે દેશના તમામ લોકોને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે.

જોકે સારંગીએ પણ આ દાવો એક ચૂંટણી મીટિંગ પછી જ કર્યો છે. ઓડિશાના બાલાસોરમાં 3 નવેમ્બરે પેટાચૂંટણી છે. સારંગી રવિવારે આ જ સિલસિલામાં મીટિંગ કરવા માટે ત્યાં ગયા હતા. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ લોકોને વેક્સિન ફ્રી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. દરેક માણસના વેક્સિનેશન પર લગભગ 500 રૂપિયા ખર્ચ થશે.

ઓડિશાના ફૂડ સપ્લાઈ એન્ડ કન્ઝ્યુમર વેલફેર મંત્રી આરપી સ્વૈનના સવાલના જવાબમાં સારંગીએ દેશભરમાં ફ્રી વેક્સિનની વાત કહી હતી. સ્વૈને કેન્દ્રમાં ઓડિશાના બન્ને મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ સારંગી પાસે એ વાત અંગે સ્પષ્ટતા માગી હતી કે બિહારમાં ફ્રી વેક્સિનના વાયદા પછી ઓડિશા અંગે ભાજપનું શું સ્ટેન્ડ છે?

વધુ વાંચો

રાષ્ટ્રીય

તમે રોકી નહી શકો આ સુંદર અંગૂઠી પહેરવાની ઇચ્છા

જાણો શું છે આ અંગૂઠીની વિશેષતા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હૈદરાબાદના એક જ્વેલરે 7801 હીરાજડિત એક એવી રિંગ બનાવી છે કે જે જોને જોઈને તમારું મન મોહી જશે. એટલું જ નહીં, આ રિંગ દ્વારા ભારતીય જ્વેલરે સમગ્ર દુનિયામાં એક નવી જ મિશાલ કાયમ કરી દીધી છે. આ રિંગનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાઈ ચૂક્યું છે. એક રિંગમાં સૌથી વધારે ડાયમંડ લગાડવાને કારણે આ રિંગનું નામ ગિનીસ રેકોર્ડમાં નોંધાયું છે.

આ અંગુઠી હૈદરાબાદના પ્રખ્યાત જ્વેલર અને હોલમાર્ક જ્વેલર્સના માલિક કોટ્ટિ શ્રીકાંતે બનાવી છે. આ અંગુઠી એક ફૂલના આકારની છે અને તેમાં 7801 હીરા લગાવવામાં આવ્યા છે. આ રિંગનું નામ – ‘ધ ડિવાઈન-7801 બ્રહ્મ વજ્ર કમલમ’ રાખવામાં આવ્યું છે. કોટ્ટિએ આ અંગુઠી હિમાલયમાં ઉગતાં દુર્લભ ફૂલ બ્રહ્મકમલમથી પ્રેરિત થઈને બનાવી છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા આ અંગુઠીનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2018માં આ રિંગની ડિઝાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અને માર્ચ 2019 સુધીમાં આ રિંગનો બેઝ બનાવી દેવામાં આવ્યો હતો. અને મે 2019માં તેઓને રિંગ માટે જરૂરી એવાં તમામ ડાયમંડ મળી ગયા હતા. અને ઓગસ્ટ 2019 સુધીમાં ફાયનલ રિંગ બનીને તૈયાર થઈ હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ