જામનગર
જામનગરમાં દિગ્વિજય પ્લોટ 58માં પાંચ મકાનોને કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા
જામનગરમાં દિગ્વિજય પ્લોટ 58માં પાંચ મકાનોને કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા

પ્રકાશિત
8 months agoon
By
ખબર ગુજરાત

જામનગરમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધુ એક વિસ્તારનો ઉમેરો થયો છે. કોરોના પોઝિટીવ કેસને પગલે જિલ્લા કલેકટરે આજે સાંજે જાહેરનામું પ્રસિધ્ધ કરી શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નં.58, ભાનુશાળીપરા, શેર નં.6 બાળસ્મશાન ગેઇટ નં.1 સામે આવેલ આશાપુરા કૃપા મકાનના પ્રથમ તથા બીજા માળ અને તેની પશ્ર્ચિમે આવેલ મકાનના પ્રથમ તથા બીજા માળ ઉપરાંત આ મકાનની સામે આવેલ ટાઇલ્સ રૂપવાળા મકાન મળી કુલ પાંચ મકાનના વિસ્તારને કવોરન્ટાઇન એરીયા જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું આજથી આગામી તારીખ 2 જુલાઇ સુધી અમલમાં રહેશે. આ વિસ્તારમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ પ્રવૃતિ પ્રતિબંધીત રહેશે.
તમને વાંચવા ગમશે
-
જામનગર કોંગ્રેસમાં રચનાબેન નંદાણિયાના પુનરાગમનને આવકારતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો
-
સ્ટોક માર્કેટ વિશેષ 17-01-2021
-
સાતમા પગારપંચની અમલવારી ન થતાં વીજ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન
-
દ્વારકા જિલ્લામાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી
-
પોરબંદરના કુછડી સ્થિત ખીમેશ્વર મહાદેવ મંદિરે 6 કિલો ચાંદીની જલધારી અર્પણ : મંદિર 1400 વર્ષ પુરાણું
-
જો બિડેને જાહેર કર્યું 1.9 ટ્રિલિયન ડોલરનું પેકેજ
જામનગર
ફાયર એનઓસી મુદ્દે જામ્યુકો દ્વારા હોસ્પિટલ સીલ કરાતાં આઇએમએમાં નારાજગી
ડોકટરોના પ્રશ્નોના નિરાકરણ ન આવે ત્યાં સુધી હોસ્પિટલ સીલ ન કરવા માંગણી





પ્રકાશિત
5 hours agoon
January 16, 2021By
ખબર ગુજરાત

જામનગરમાં ફાયર સેફટી અને એનઓસીના મુદ્દે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા કડક પગલાં શરૂ કરવામાં આવ્યા છે અને હોસ્પિટલો સિલ કરવામાં આવી છે. જેને લઇ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ખફા થયું છે અને જામનગર ઇન્ડિયન મેડિકલ એસો. (આઇએમએ) દ્વારા તાજેતરમાં મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ અંગે ચર્ચા કરી શહેર ભાજપા પ્રમુખ અને મંત્રીને રજૂઆત કરી જામનગરના ડોકટરોના તમામ પ્રશ્નોના નિવારણ ન આવે ત્યાં સુધી હોસ્પિટલને સીલ ન કરવા રજૂઆત કરવામાં આવી છે અને જો આ અંગે કાર્યવાહી નહીં થાય તો આઇએમએ દ્વારા આ મામલે કડક પગલાં લેવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.
આઇએમએ જામનગર દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે, હાલમાં સમગ્ર દેશમાં કોવિડ-19ની મહામારી ચાલી રહી છે અને તમામ ડોકટરો લોકસેવાના કાર્યો કરી રહ્યાં છે. આવા કપરાકાળમાં જામનગરના ડોકટરોને ખૂબ જ ટૂંકાગાળામાં ફાયર સેફટીના સાધનોની પૂર્તતા, બિલ્ડીંગમાં તોડફોડ કરી એનઓસી મેળવવા માટે તંત્ર દ્વારા નોટીસો ફટકારવામાં આવી રહી છે તથા હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી પણ ચાલુ કરેલ છે. આ ઉપરાંત ડોકટરો સમાજનો વિચારશીલ વર્ગ છે. દરેક ડોકટરો હરહંમેશ ફાયર સેફટીના મુદ્દે શકય તેટલો સાથ-સહકાર આપ્યો છે અને આપશે.
જામનગરના મોટાભાગના ડોકટરોએ એનઓસી માટે અરજી કરી દીધેલ છે અને અમુક ડોકટરો માટે તાત્કાલિક અસરથી બિલ્ડીંગના માળખામાં ફેરફાર કરવો તથા મોટા કોમ્પ્લેક્ષમાં માત્ર એક-વધારે હોસ્પિટલ હોય તો તેના માટેના ઉચિત પગલાં લેવા એ પ્રેક્ટિકલી ખૂબ જ અઘરુ છે. આ બાબતે આઇએમએ જામનગરે જામમનગરના બંને મંત્રીઓ, પદાધિકારીઓ, સાંસદ, મ્યુનિ. કમિશનર તમામને રજૂઆત કરી છે.
હાલમાં ડો. પાઢની હોસ્પિટલ ફાયર સેફટી તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. આ માટે જામનગર આઇએમએ દ્વારા ઇમરજન્સી મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં આઇએમએ, નેશનલ વા. પ્રેસિડેન્ટ ડો. વિજયભાઇ પોપટ, પૂર્વ પ્રેસિ., આઇએમએ જામનગર ડો. નિલેશ ગઢવી, ડો. અતુલ વેકરીયા, હાલના પ્રેસિ. આઇઅમેએ જામનગર ડો. પ્રશાંત તન્ના, સેક્રેટરી ડો. ધવલ તલસાણીયા, વા. પ્રેસિ. ડો. અલ્પેશ ચાવડા, ખજાનચી ડો. હિતાર્થ રાજા, જોઇન્ટ સેક્રેટરી ડો. જસ્મીન અજુડીયા આ ઉપરાંત ડો. પાઢ, ડો. વિરલ મહેતા, ડો. વસંત મુંગરા વગેરે હાજર રહ્યાં હતાં તથા આ બાબતની ચર્ચા જામનગર આઇએમએ દ્વારા શહેર ભાજપ પ્રમુખ અને મંત્રીઓને પણ કરેલ છે.
કોરોનાકાળમાં જામનગરના ડોકટરોના તમામ પ્રશ્નોના નિવારણ ન આવે ત્યાં સુધી હોસ્પિટલને સીલ ન કરવા રજૂઆત કરવામાં આવી છે. અન્યથા જામનગર આઇએમએ દ્વારા કડક પગલાં લેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
જામનગર
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનું લોન્ચીંગ





પ્રકાશિત
5 hours agoon
January 16, 2021By
ખબર ગુજરાત

“કૌશલ ભારત, કુશળ ભારત”ના સુત્રને સાર્થક કરતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાના લોંચીંગ વખતે જામનગર કેન્દ્ર ઉપર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્ર ખાતે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના યુવાનોમા રોજગાર માટેના કૌશલ્ય વિકાસના સ્વપ્નને પૂર્ણ રૂપ આપવાની મહત્વકાંક્ષી યોજનાના કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે અને રાજ્યકક્ષાના મંત્રી રાજકુમાર સિંઘની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા PMKVY 3.0ના લોકાર્પણ કાર્યક્રમમાં સંસદસભ્ય પૂનમબેન માડમ ખાસ હાજર રહ્યા હતા તેમજ યુવાઓને રોજગારલક્ષી કૌશલ્ય તાલીમથી સ્વનિર્ભરતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે આ યોજના ની મહત્વની માહિતી આપતા સંસદસભ્ય પૂનમબેન માડમ એ જણાવ્યુ હતુ કે, વર્ષ 2015 સુધી પીએમકેવીવાય 1.0 અમલમા હતી જે ટ્રાયલ બેઝ હતો બાદમાં 2015 થી 2020 પીએમકેવીવાય 2.0 અંતર્ગત સપ્લાય આધારીત પ્લેસમેન્ટ તાલીમનો તબક્કો હતો હવે 2020થી 2025 સુધીના પીએમકેવીવાય 3.0નુ તા. 15ને શુક્રવારે લોંચીગ થયુ છે જે ડીમાન્ડ આધારીત પ્લેસમેન્ટ તાલીમનો તબક્કો છે કેન્દ્ર સરકારએ તબક્કાવારના ફેઝમા ક્રાંતિકારી પરિવર્તનો કરી સુધારાઓ અમલમાં મુકી આ યોજના ખુબજ અસરકારક બનાવી છે અને વિનામુલ્યે દેશભરના બેરોજગારો જેમને ભલે ઓછો અભ્યાસ કર્યો હોય તેમને પણ રોજગાર માટે બેસ્ટ ટ્રેનીંગ થીયરી અને પ્રેક્ટીકલ બંને આપી ખરા અર્થમા યુવાનોને કૌશલ્યવાન બનાવવા દરેક જિલ્લામા કેન્દ્રો કાર્યરત કર્યા છે જેમા જામનગર જિલ્લામા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા પણ આ કેન્દ્રો કાર્યરત છે તેમજ જામનગરમા અત્યાર સુધી 4000 યુવા ભાઇઓ બહેનો એ તાલીમ લીધી છે અને 2800 થી વધુનુ પ્લેસમેન્ટ થયુ છે.
આ કેન્દ્ર પર ની કાર્યવાહીની તાલીમ પદ્વતિની તેમજ કૌશલ્ય મેળવતા યુવાનો સાતે સંવાદથી વિગતો મેળવી સંસદસભ્ય પૂનમબેન માડમએ સૌને પ્રોત્સાહિત કરી કેન્દ્ર સરકારની આ યોજના રોજગાર ક્ષેત્રે વધુ અસરકારક અને ઉપયોગી બને તેવુ માર્ગદર્શન અને પ્રેરણા પુરા પાડ્યા હતા.
જામનગર
જામનગર નજીક બિનવારસુ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો
1.96 લાખની કિંમતની 393 બોટલ દારૂ અને 4 લાખની કાર મળી કુલ રૂા.5.96 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે : બુટલેગરોની શોધખોળ





પ્રકાશિત
8 hours agoon
January 16, 2021By
ખબર ગુજરાત

જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીકથી પસાર થતી પોલીસે કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.1.95 લાખની કિંમતની ઈંગ્લીશ દારૂની 393 બોટલો મળી આવતા પોલીસે 5.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા બુટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં દારૂબંધી ડામવા માટે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના હેકો નિર્મળસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા તથા રણજીતસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હે.કો. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશ સુવા, ગીરીરાજસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ સહિતના જામનગરના ખીજડિયા બાયપાસ પાસે પડેલી આઈ20 કારની તલાસી લેતા આ કારમાંથી રૂા.1,96,500 ની કિંમતની 393 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે ચાર લાખની કિંમતની કાર મળી કુલ રૂા.5,96,500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા બુટલેગર અને ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.



જામનગર કોંગ્રેસમાં રચનાબેન નંદાણિયાના પુનરાગમનને આવકારતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો


સ્ટોક માર્કેટ વિશેષ 17-01-2021



સાતમા પગારપંચની અમલવારી ન થતાં વીજ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન


જામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા


જામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની


12 મા માળેથી મોતની છલાંગ લગાવી યુવકે પડતુ મૂક્યું



જામનગર કોંગ્રેસમાં રચનાબેન નંદાણિયાના પુનરાગમનને આવકારતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો



સાતમા પગારપંચની અમલવારી ન થતાં વીજ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન


પોરબંદરના કુછડી સ્થિત ખીમેશ્વર મહાદેવ મંદિરે 6 કિલો ચાંદીની જલધારી અર્પણ : મંદિર 1400 વર્ષ પુરાણું
ટ્રેન્ડીંગ
-
જામનગર3 weeks ago
ટૂંકા અને ઉતેજક વસ્ત્રો ધારણ કરેલી, જામનગરના પાદરે આવેલી એ યુવતીઓ કોણ છે?!
-
વિડિઓ3 weeks ago
જામનગરની જાણીતી હોટેલના હોલમાં ચાલતાં એકઝીબિશનમાં કોણે દરોડો પાડ્યો ? શા માટે ? શું દંડ કર્યો ?
-
જામનગર2 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર4 weeks ago
વિશ્વાસધાતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જામનગર એસઓજી