Connect with us

રાષ્ટ્રીય

કોંગ્રેસમાં ઘમ્મરવલોણું : માખણ નિકળશે કે કાદવ?!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

2014 અને 2019 દેશના સૌથી મોટા અને જુના રાજકીય પક્ષ કોંગ્રેસ માટે મોટો આઘાત પુરવાર થયા છે. સતત 10 વર્ષ સુધી કેન્દ્રમાં શાસન કર્યા પછી કોંગ્રેસે 2014માં મોટો પરાજય જોવો પડયો. 2014માં મોટી નિષ્ફળતા મળ્યા પછી પણ 2019 સુધીમાં કોંગ્રેસને કળ વળી નહીં. પક્ષમાં કોઇ મોટુ પરિવર્તન પાંચ વર્ષમાં દેખાયું નહીં અને 2019માં વધુ કારમો ઘા સહન કરવો પડયો. ઉપરા-ઉપરી આ બે મોટા પરાજય પછી હવે કોંગ્રેસમાં ઘમ્મરવલોણું શરૂ થયું છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ પૈકી અમુક નેતાઓ દ્વારા આત્મમંથન જરૂરી છે. એ વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ઉપરાંત કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ નામના ગઠબંધનની નિષ્ફળતા પણ હવે ચર્ચામાં આવી છે. આ ચર્ચા શરૂ થઇ છે. ત્યારે દેશ આખાની નજર એ વાત પર છે કે, આ ઘમ્મરવલોણા પછી માખણ ઉતરશે કે, કોઠીમાંથી કાદવ નિકળશે?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનિષ તિવારીએ 2014માં કોંગ્રેસની હાર બદલ યુપીએ ગઠબંધનની ભૂમિકા પર સવાલ કર્યો છે. તેમણે ટ્વિટમાં પૂછયું છે કે, કોંગ્રેસની 2014માં થયેલી હાર પાછળ યુપીએની ભૂમિકા છે? આ ઉપરાંત તિવારીએ એમ પણ ટ્વિટમાં જણાવ્યું છે કે, 2019ના પરાજય પર પણ મંથન થવું જોઇએ. તિવારીએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે, કોંગ્રેસ અને યુપીએ છ વર્ષથી સરકારની બહાર છે. આમ છતાં યુપીએ પર ક્યાંય પ્રશ્ર્નો ઉઠતાં નથી. યુપીએ પર પ્રશ્ર્ન ઉઠવો જોઇએ.

ગુરૂવારે કોંગ્રેસની વર્ચ્યુઅલ બેઠક હતી. આ બેઠકમાં કોંગ્રેસના એક સાંસદે પક્ષને ઘણાં બધા સવાલો કર્યા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં કપિલ સિબ્બલે પણ પરાજયના સંદર્ભમાં આત્મનિરિક્ષણ કરવાની વાત કરી હતી. બીજીબાજુ પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ્ દ્વારા જણાવાયું છે કે, લોકોનો કોંગ્રેસ પ્રત્યે શા માટે મોહભંગ થયો છે તેના કારણોની વિગતો મેળવવા માટે પક્ષે લોકો સુધી પહોંચવુ જોઇએ.

આ બેઠકમાં યુવા રાજ્યસભા સાંસદ રાજીવ સાત્વે જણાવ્યું કે, તમામ મુદ્ાઓ પર આત્મનિરિક્ષણ થવું જોઇએ. આપણે 44 બેઠક સુધી કેવી રીતે પહોંચી ગયા? તે પ્રશ્ર્નનો જવાબ પણ મેળવવો જોઇએ. તેઓએ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન મંત્રીપદ શોભાવતા નેતાઓની આવડત પર પણ શંકા વ્યક્ત કરી હતી અને એમ કહ્યું હતું કે, સાચી વાત એ છે કે, મંત્રીપદ દરમિયાન ઘણાં લોકો અસફળ રહ્યાં હતાં. અત્રે નોંધનિય છે કે, રાજીવ સાત્વ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસની વર્કિંગ કમિટીના કાયમી આમંત્રિત સભ્ય છે.

હાલમાં યુપીએમાં કોંગ્રેસ ઉપરાંત ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ સામેલ છે. 2012 સુધી તૃણમુલ કોંગ્રેસ પણ યુપીએનો હિસ્સો હતી.

રાષ્ટ્રીય

બાંગ્લાદેશ માટે પહેલી પાર્સલ ટ્રેન ગુજરાતથી જશે

આ ટ્રેનથી રેલવેને 31 લાખ રૂપિયાની આવક થશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ર્ચિમ રેલ્વેએ ગુજરાતના અમદાવાદ મંડળથી બાંગ્લાદેશ માટેની પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરીને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ટ્રેનનું લોડિંગ 8 ઓગસ્ટ 2020 ના રોજ પશ્ર્ચિમ રેલ્વે અંતર્ગત અમદાવાદ મંડળના કાંકરિયા યાર્ડ ખાતે શરૂ થયું છે અને લોડિંગ પૂર્ણ થયા પછી રવાના થવાની સંભાવના છે. પશ્ર્ચિમ રેલ્વેના મહાપ્રબંધક આલોક કંસલ અને પ્રમુખ મુખ્ય પરિચાલન પ્રબંધક શૈલેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મંડળની નવગઠિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની આ અનોખી ઉપલબ્ધી ભારતીય રેલ્વે પર પાર્સલ કારોબારના ક્ષેત્રમાં એક સીમા ચિહનરૂપ સાબિત થશે.

બાંગ્લાદેશના બેનોપોલ સ્ટેશન માટે અમદાવાદ પાર્સલ કાર્યાલયમાં વીપીયુ રેક માટે 20 વીપીયુ અને 1 એસએલઆરનું ઇન્ડેન્ટ હાલમાં જ જારી કરવામાં આવ્યું છે. આ રેકમાં ભરવામાં આવનાર આવશ્યક સામગ્રી એકત્રિત કરવાની મંજૂરી 8 ઓગસ્ટ, 2020 સુધી આપવામાં આવી છે.આ રેકમાં ભરવાની વસ્તુઓમાં 15 વીપીયુમાં ડેનિમ કાપડ અને 5 વીપીયુમાં રંગવા માટે ઉપયોગમાં આવતી સામગ્રી લોડ કરવામાં આવશે.આવો ટ્રાફિક અમદાવાદ મંડળમાં પહેલીવાર સુનિશ્ર્ચિત કરવામાં આવ્યો છે અને તેનાથી લગભગ 31 લાખ રૂપિયાનું રાજસ્વ પ્રાપ્ત થશે. બાંગ્લાદેશ માટે અમદાવાદ મંડળની આ પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન છે, જે બાંગ્લાદેશના બેનાપોલ સુધી પહોંચવા માટે 2110 કિલોમીટરનું અંતર કાપશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

બાબા રામદેવની પતંજલિને મદ્રાસ હાઇકોર્ટે ફટકાર્યો રૂા.10 લાખનો દંડ

કોરોનીલ દવાના ટ્રેડમાર્કના ઉપયોગ ઉપર પણ રોક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મદ્રાસ હાઈકોર્ટે બાબા રામદેવની પતંજલિ આર્યુવેદ અને દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે આ દંડ patanjiali ayurvedના એ દાવા પર લગાવ્યો છે કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે એનું આર્યુવેદિક સુત્રીકરણ coronilકોરોના વાયરસને ઠીક કરી શકે છે. આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે કોરોનાની સારવાર માટે બહાર પાડવામાં આવેલી coronil દવાના ટ્રેડમાર્કના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી.

દંડ ફટકારવાની સાથે સાથે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, તે રોગચાળાથી ડરી ગયેલા લોકોનો ફાયદો લઇને કોરોના ઉપચારના નામે શરદી, ખાંસી અને તાવ માટે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર વેચીને પૈસા કમાવવાનો ધંધો કરવા માગતા હતા. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ આપદા સમયે આવી ઘણી સંસ્થાઓ છે જે લોકોને નિસ્વાર્થ મદદ કરી રહી છે.

આવા કિસ્સામાં પ્રતિવાદીએ તે સંસ્થાઓને દંડની રકમ આપવી જોઈએ. રામદેવે બુધવારે દાવો કર્યો હતો કે, પતંજલિ આયુર્વેદ કોરોનિલની માંગને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. હમણાં સુધી તે દરરોજ માત્ર 1 લાખ પેકેટો સપ્લાય કરી શકે છે. તેમણે કહ્યું કે આજે કોરોનિલના 10 લાખ પેકેટની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ અમે ફક્ત એક જ લાખ પેકેટો પહોંચાડી શકીએ છીએ. બાબએ એવું પણ કહ્યું હતું કે અમે કોરોનિલના એક પેકેટની કિંમત માત્ર 500 રૂપિયા જ રાખી હતી, જો 5000 રાખતા તો અત્યારે 5 હજાર કરોડ કમાઈ શકતા હતા. પરંતુ અમે એવું ન કર્યું.

વધુ વાંચો

રાષ્ટ્રીય

CA એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ વિદ્યાર્થીઓ ઘરે બેઠાં આપી શકશે

સ્માર્ટફોન કે ટેબલેટ માં પરિક્ષ નહી આપી શકાય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં હાલની પરિસ્થિતિ જોઈને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા(ICSI)એ નવી રીતે પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ICSI CA એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ 29 ઓગસ્ટે લેવાની હતી, પરંતુ કોરોના મહામારીને લીધે હવે વિદ્યાર્થીઓ ઘરે બેસીને પણ પરીક્ષા આપી શકશે. ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે.

આ વર્ષે પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાની હતી, પરંતુ કોરોનાને લીધે પરીક્ષા મોકૂફ રાખી હતી. ઓનલાઈન પરીક્ષા માટે ICSI એ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. આ નોટિફિકેશન પ્રમાણે વિદ્યાર્થીઓ ઘરે કે અન્ય કોઈ સુવિધાવાળી જગ્યા પર લેપટોપ કે ડેસ્કટોપમાં પરીક્ષા આપી શકશે. જો કે, આ પરીક્ષા સ્માર્ટફોન કે ટેબલેટથી નહિ આપી શકાય.

CSEET ઓનલાઈન ટેસ્ટમાં મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન(MCQ)પૂછવામાં આવશે. પરીક્ષામાં 50-50 માર્ક્સના કુલ 4 પેપર હશે. તેમાં કરંટ અફેર્સ, પ્રેઝન્ટેશન, રિઝનિંગ અને કમ્યુનિકેશન સ્કિલ્સના સેક્શન સામેલ હશે. દરેક 4 પેપરમાં સવાલોની સંખ્યા 140 હશે. તેમાં બિઝનેસ કમ્યુનિકેશનના 35 પ્રશ્નો, લીગલ એપ્ટીટ્યૂડ એન્ડ લોજિકલ રિઝનિંગના 35 પ્રશ્નો, ઇકોનોમિક એન્ડ બિઝનેસ એન્વાયરમેન્ટમાંથી 35 પ્રશ્નો અને કરંટ અફેર્સના 15 પ્રશ્નો તથા પ્રેઝન્ટેશન એન્ડ કમ્યુનિકેશન સ્કિલમાંથી 20 પ્રશ્નો હશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ