Connect with us

ગુજરાત

ખંભાળિયામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : કલેકટરને અપાયું આવેદન

ખંભાળિયામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : કલેકટરને અપાયું આવેદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે આજરોજ બપોરે ઈંધણના ભાવ વધારાના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાના કારણે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખંભાળિયા કોંગ્રેસના કાર્યકરો પણ સામેલ થયા છે. આના અનુસંધાને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ખંભાળિયાના કાર્યકરોએ પણ જોડાઈને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા આ અંગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ખંભાળિયાના કાર્યકરોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મળેલી સૂચના મુજબ પેટ્રોલ-ડીઝલના કમરતોડ વધારા અને મોંઘવારીના મુદ્દે કાર્યક્રમ યોજવા આદેશ પછી જાગૃત થયેલી અહીંની કોંગ્રેસે આશ્ચર્યજનક કહેવાતા કાર્યક્રમમાં મોટર સાયકલ ચલાવીને ઈંધણના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.

આટલું જ નહીં, અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યકરોએ પોતાના વાહનો હંકારીને લઈ જઈને વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપ્રત કર્યું હતું.

નવાઈની બાબત તો એ છે કે આ કાર્યક્રમમાં માજી મંત્રી સહિતના નેતાઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું.

ગુજરાત

67 વર્ષે, ધોળામાં ધૂળ પડી !!

વૃધ્ધે 10-10 વર્ષની બે દીકરીઓને અડપલાં કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભરૂચ શહેરના ગાયત્રી નગર ખાતે અનાજ દળવાની ઘંટી ચલાવતાં એક વૃદ્ધે નજીકના વિસ્તારમાં રહેતી અને તેમના ઘર પાસે સંતાકુકડી રમતી 10 વર્ષની બે બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે બાળકીઓના પરિવારજનોએ વૃદ્ધને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી પોક્સો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

ભરૂચ શહેરમાં આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં રહેતાં 67 વર્ષીય ભોપનારાયણદાસ પ્રેમદાસ મહંત તેમના ઘરની બહાર જ અનાજ દળવાની ઘંટી ધરાવે છે. રાત્રીના સમયે તેમની સોસાયટીની આસપાસમાં રહેતી 10 વર્ષની બે બાળકીઓ સંતાકુકડી રમતાં રમતાં તેમની ઘંટી પાસે આવી પહોંચી હતી. દરમિયાનમાં ભોપનાયરણદાસે વારાફરતી બન્ને બાળકીઓને તેની ઘંટીમાં બોલાવી અનાજ-લોટની ગુણોની પાછળ લઇ જઇ તેમના વસ્ત્રોમાં હાથ નાંખી શારીરિક અડપલાં કર્યાં હતાં.

ઘટનાથી હેબતાઇ ગયેલી બન્ને બાળકીઓએ ઘરે જઇને તેમના પરિવારજનોને ઘટનાથી વાકેફ કરતાં તેેઓ રોષે ભરાયાં હતાં. બન્નેના પરિવારો તેમજ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. લોકોએ તેને મેથીપાક ચખાડી ભરૂચ એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. તેમજ બાળકીના પરિવારે તેની સામે શારીરિક અડપલાં તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાવી હતી. જેના પગલે પોલીસે તેની અટકાયત કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડની કવાયત હાથ ધરી છે.

ગાયત્રી નગર ખાતે રહેતાં ભોપનારાયણદાસ પ્રેમદાસ મહંત અને તેમની પત્નીને સંતાન થતાં ન હોઇ તેમણે એક પુત્રને દત્તક લીધો હતો. હાલમાં તેમનો પુત્ર 15 વર્ષનો છે.આ વૃધ્ધે બન્ને બાળકીઓને શારીરિક અડપલાં કરતાં લોકો તેમના પર ફિટકાર વરસાવી રહ્યાં છે.

વધુ વાંચો

ગુજરાત

અશાંતધારો: સરકારને હાઇકોર્ટની નોટિસ

રાજયમાં લોકો વચ્ચે સુમેળ સર્જવામાં અવરોધરૂપ કાયદો: અરજદાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અશાંત ધારાના કાયદા ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમુવેબલ પ્રોપર્ટીઝ એન્ડ પ્રોવિઝન ઓફ ટેનન્ટસ-1991 ના એકટ 12ની કાયદેસરતાને હાઇકોર્ટમાં પડકારાઇ છે. સરકાર દ્વારા આ કાયદામાં થનારા એમેન્ડમેન્ટને જાહેર કરવા પર સ્ટે માગવામાં આવ્યો હતો.ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે સરકારને આ પરિપત્ર બહાર પાડવા પર સ્ટે આપ્યો છે અને સરકારને આ અંગે જવાબ રજૂ કરવા નોટિસ ફટકારી છે.

જમિયત ઉલમા -એ હિંદે હાઇકોર્ટમાં અશાંત ધારાના કાયદામાં સુધારા એમેન્ડમેન્ટની કાયદેસરતાને હાઇકોર્ટમાં પડકારી છે. તેમાં એવી રજૂઆત કરાઇ હતી કે, સરકાર ગેરવાજબી પ્રતિબંધો મુકવા જઇ રહી છે.1985ના કોમી રમખાણો પછી અંશાત વિસ્તારોમાં પ્રોપર્ટીની ટ્રાન્સફર કરવા પર કામચલાઉ રોક લગાવવામાં આવી હતી. પરતું ત્યારબાદ સરકારે લઘુુમતી કોમ અને અન્ય બહુમતી સમાજને રહેવા માટેના વિસ્તારો જ અલગ રાખ્યા છે. ખાવાની, રહેવાની, રીત-રિવાજો અને ધર્મ જુદા હોય તે સાથે રહી ન શકે તેવી સ્થિતિ ઉભી કરી દીધી. સરકાર અશાંત વિસ્તારો માટે જે સુધારા કરવા જઇ રહી છે તેના પરથી તેવું સાબિત થાય છે કે જુદા ધર્મ, રિવાજો, ખાવાની ટેવવાળા લોકો સાથે રહે તો શાંતિનો ભંગ થાય છે. સમુદાયોમાં ભાગ પાડવાની ઇચ્છા તે ધર્મનિરપેક્ષતાનો વિરોધ છે.

ધર્મને આધારે ભૌગોલિક ભાગલા કરવા તે કાયદા અનુસાર પણ સમાનતાનો ભંગ કરે છે. બે ધર્મના લોકો વચ્ચે આ રીતે ભાગલા કરવા તે સમાનતાના અને મૂળભૂત અધિકારનો ભંગ કરે છે.

ત્રણ દાયકા વીતી ગયા બાદ પણ અશાંત વિસ્તારો જાહેર કરાય છે 1985માં કામચલાઉ પ્રતિબંધ હતો તેને 3 દાયકા વીતી ગયા તેને કાયમી બનાવવામાં આવી રહ્યો છે જે ગેરબંધારણીય છે. આજની તારીખ સુધી નોટિફિકેશનની મુદતોને લંબાવવામાં જ આવતી હતી અને તેમા નવા વિસ્તારો ઉમેરાતા ગયા.પરતું વર્ષ-2020ના કાયદામાં થઇ રહેલો સુધારો કાયમી પ્રતિબંધ મુકે છે તે અયોગ્ય છે. નવા અશાંત વિસ્તારો જાહેર કરીને તેને કાયમી બનાવી શકાય નહી.
સરકારના આડેધડ અધિનિયમોને કારણે મોટાભાગના મુસ્લિમોની સ્થિતિ બદતર થઇ રહી છે.લોકોની મૂળભૂત ધારણા પર કાયદો ઘડવામાં આવ્યો છે. જેના કારણે જુદા જુદા સમુદાયના લોકો સુમેળપુર્વક જીવી શકતા નથી. ભારતીય વિચારધારાની તદ્દન વિરુધ્ધ અધિનિયમ બનાવવામાં આવી રહ્યો છે. બે ધર્મના લોકો વચ્ચે આ રીતે ભાગલા કરવા સમાનતા અને મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે.

ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે સરકાર એવી વિચારધારાને સમર્થન આપી રહી છે જેના કારણે ભારતના ભાગલા પડયા હતા. 15 વર્ષ અગાઉ બની ગયેલી ઘટનાઓને આધારે સરકાર અધિનિયમ બનાવી રહી છે જે અપ્રસ્તુત છે. સરકારના ખોટા માપદંડોના કારણે કલેકટર સ્થળાંતરણ પણ અમાન્ય બનાવે છે.

અશાંત વિસ્તારોને જાહેર કરીને સરકાર સમાજમાં અયોગ્ય ભાગલા પાડી રહી છે, જાતિઓનું ધ્રુવીકરણ કરી રહી છે. સરકાર આ કાયદાનો દુરપયોગ કરી રહી છે. ધર્મો વચ્ચે અલગતાનો ઉપયોગ કરીને વિપરિત ઉદ્દેશ માટે કાયમી બનાવવા જઇ રહી છે તેના પર રોક લાગવી જોઇએ. હાઇકોર્ટે પરિપત્ર બહાર પાડવા પર સ્ટે આપ્યો છે અને સરકારને આ અંગે જવાબ રજૂ કરવા નોટિસ ફટકારી છે.

વધુ વાંચો

ગુજરાત

મેયર-કમિશનર સાથે મળીને ભ્રષ્ટાચાર આચરે છે

ગાંધીનગર કોંગ્રેસ દ્વારા શહેરી વિકાસ મંત્રાલયને રજૂઆત થઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મેયર અને કમિશનર ભેગા મળીને ગાંધીનગર મનપામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપોને વધુ ધારદાર બનાવતાં કોંગ્રેસે કોર્પોરેશનનું વિસર્જન કરવા માગણી કરી છે. વર્તમાન મેયર રીટાબેન પટેલની વરણીને બહાલી આપતી સામાન્ય સભાની બેઠક, સ્થાયી સમિતીના વિરોધ વચ્ચે બસ સ્ટેન્ડની કામગીરીનો પ્રારંભ અને મેયરની ભાગીદારીવાળા બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ સહિતના મુદ્દે આક્રમક વલણ યથાવત રાખતાં કોંગ્રેસે શહેરી વિકાસ વિભાગને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મનપામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાથી કોર્પોરેશનનું વિસર્જન કરવું જોઈએ.
કોંગ્રેસના કાઉન્સિલર પિન્કીબેન પટેલે શહેરી વિકાસ વિભાગના સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મનપામાં મેયર અને કમિશનર બંને પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. જીપીએમસી એક્ટનો ભંગ કરીને તેઓ કોઈપણ જાતના ડર વગર ભ્રષ્ટાચાર આચરે છે અને સ્થાયી સમિતીએ નામંજૂર કરેલા કામને મંજૂરી આપે છે. 5-11-2018ના રોજ સામાન્ય સભાનું રીઝલ્ટ ડીકલેર કર્યા વગર જ કમિશનરે હાઈકોર્ટના ઓર્ડરનું પાલન કરવાના નામે મેયરને ઘોષિત કર્યા હતા, જે ગેરકાયદે છે.
પિન્કીબેને બીજા મુદ્દા અંગે લખ્યું છે કે, મેયરનું પોતાનું બિલ્ડિંગ સે-11માં આવેલું છે, વારંવાર રજૂઆત કરવા છતાં તેની કોઈપણ પ્રકારની માહિતી અપાતી નથી. જો કે વિકાસ પરવાનગી રદ થવા છતાં કમિશનરની રહેમ નજર હેઠળ બિલ્ડિંગનું કામ પૂરું થયું છે. જી+7ની જગ્યાએ જી+11નું બાંધકમ ગેરકાયદે છે, પરંતુ તેને રોકવા કોઈપણ નોટિસ અપાઈ નથી. આ બાબત પણ જીપીએમસી એક્ટનો ભંગ કરે છે. સિટી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી સ્થાયી સમિતીએ રદ કરી છે. એટલું જ નહીં, ચેરમેન તથા 9 સભ્યોએ ત્રણથી વધુ વખત આ બાબતે લેખિતમાં જાણ કરી હોવા છતાં જીપીએમસી એક્ટનું મનસ્વી અર્થઘટન થાય છે. સ્થાયી સમિતીએ નામંજૂર કરેલા કામને મેયર મંજૂરી આપે છે અ કમિશનર તેનું ટેન્ડર કરી મંજૂરી આપે છે.આમ, કરવાના તેમના પાવર નથી. જેથી જીપીએમસી એક્ટની કલમ 452 મુજબ રાજ્ય સરકારે તેનું વિસર્જન કરવું જોઈએ. આ બાબતે ઝડપથી તપાસ કરી નિર્ણય લેવા બાબતે શહેરી વિકાસ વિભાગના સચિવને પુરાવા સાથે રજૂઆત કરાઈ છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ