Connect with us

રાષ્ટ્રીય

સ્થિતિ ગંભીર, વધારે રોકડની જરૂર : નિતિન ગડકરી

સ્થિતિ ગંભીર, વધારે રોકડની જરૂર : નિતિન ગડકરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું છે કે, કોરોના વાયરસથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે બજારમાં વધારે રોકડ નાંખવાની જરૂર છે અને રાજ્ય સરકારોને 20 લાખ કરોડ રૂપિયા ફાળવવા જોઈએ જ્યારે 10 લાખ કરોડ રૂપિયા જાહેર-ખાનગી ભાગદારી રોકાણથી આવી શકે છે.

નિતિન ગડકરીએ જણાવ્યું કે, આનાથી કેન્દ્ર સરકાર દ્વારા જાહેરા કરાયેલા 20 લાખ કરોડના પેકેજ સહિત 50 લાખ કરોડ રૂપિયાની તરલતા બજારમાં આવશે જેનાથી અર્થવ્યવસ્થા પર કોરોનાની નકારાત્મક અસરનો સામનો કરવામાં મદદ મળશે.

તેમણે જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. સમગ્ર દુનિયા મુશ્કેલીનો સામનો કરી રહી છે. અમેરિકાએ સંકટનો સામનો કરવા માટે અમેરિકાએ બે ટ્રિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે જ્યારે જાપાને તેમના જીડીપીના 12 ટકાની બરાબર પેકેજની જાહેરાત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર પેકેજ જીડીપીના 10 ટકાની બરાબર છે.

ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19થી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે હવે વધારે સંસાધન ભેગા કરી શકાય છે અને રાજ્યને  વધારે 20 લાખ કરોડ રૂપિયા ફાળવી શકાય છે અને લઘુત્તમ 10 લાખ કરોડ રૂપિયા જાહેર-ખાનગી રોકાણ દ્વારા એકત્ર કરી શકાય છે. આનાથી અર્થવ્યવસ્થાને 50 લાખ કરોડ રૂપિયા આવશે જેનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે.

રાષ્ટ્રીય

મધ્યપ્રદેશ મંત્રીમંડળનું વિસ્તરણ ૧૨ સિંધીયા સમર્થકોનો સમાવેશ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભોપાલ. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે વિસ્તરણ થયું છે. જેમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ સારંગ, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, પ્રધ્યુમન સિંહ તોમાર, ઓમ પ્રકાશ સકલેચા, ઉષા ઠાકુર,પ્રેમ સિંહ પટેલ, હરદીપ સિંહ ડંગ, અરવિંદ સિંહ ભદૌરિયા, ડો. મોહન યાદવ અને રાજ્યવર્ધન સિંહે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા.

ત્યાર પછી ભારત સિંહ કુશવાહ, ઈન્દર સિંહ પરમાન, રામખિલાવન પટેલ, રામકિશોર કાંવરે, બૃજેન્દ્ર સિંહ યાદવ અને ગિર્રાજ દંડોદિયાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. કાર્યક્રમ પહેલા શિવરાજે રાજ્યપાલ આનંદીબેન પટેલને 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રીની યાદી સોંપી હતી.જૂના ચહેરાઓમાં પારસ જૈન, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુક્લા, સંજય પાઠક, જાલમ સિંહ પટેલ અને સુરેન્દ્ર પટવા અંગે સહમતિ નથી બની.

વધુ વાંચો

રાષ્ટ્રીય

GST નાં ત્રણ વર્ષ બાદ પણ સરળીકરણ નો અભાવ

GST નાં ત્રણ વર્ષ બાદ પણ સરળીકરણ નો અભાવ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં 2017ની સાલમાં પહેલી જુલાઇથી જીએસટીનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ અમલને આજે ત્રણ વર્ષ પૂરા થાય છે. જુદા-જુદા પાંચ મકસદની પૂર્તિ માટે જીએસટી દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સરકાર માટે મંજિલ દૂર છે. જીએસટી દાખલ કરવા માટેના મકસદો હજુ પૂરા થયા નથી. આ દિશામાં ઘણું કામ કરવું પડશે. મોંઘવારી તથા કરચોરી પર લગામ અને જીએસટીની આવક વધારવા તેમજ જીડીપીનો દર વધારવા અંગે સરકારે વધુ કવાયત કરવી પડશે. પાછલાં 3 વર્ષ દરમ્યાન જીએસટી સંબંધી ટેકનિકલ ખામીઓને પરિણામે પણ લોકોને ખૂબજ મુશ્કેલીઓ અને નુકસાન સહન કરવા પડયા હતા જો કે, કરમાળખામાં સુધારાની દિશામાં જીએસટી એક મહત્વનું પગલું છે. પરંતુ તે માટે સરકારે આગામી સમયમાં વધુ ધ્યાન આપવું પડશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ONGC એ ઇતિહાસમાં પહેલીવાર ત્રિમાસિક ખોટ નોંધાવી

ONGC એ ઇતિહાસમાં પહેલીવાર ત્રિમાસિક ખોટ નોંધાવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જાહેર ક્ષેત્રની સૌથી મોટી ગેસ અને ઓઇલ એક્સપ્લોરેશન કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ કામગીરીના ઇતિહાસમાં પહેલીવાર ત્રિમાસિક ખોટ નોંધાવી હતી. વૈશ્વિક ક્રૂડ અને ગેસના ભાવમાં કડાકો બોલાતા તેની ગંભીર અસર કામગીરી પર થઈ હતી. ભારતની ઓઇલ અને ગેસ ઉત્પાદકે જાન્યુઆરી-માર્ચ 2020ના ત્રિમાસિક ગાળામાં 3,098 કરોડની જંગી ખોટ નોંધાવી હતી, જેની સામે આગલા વર્ષના સમાન ગાળામાં 4,240 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શશી શંકરે કહ્યું હતું કે, ઓએનજીસીએ નાણાં વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં 4,899 કરોડની ઇમપેરમેન્ટ ખોટ બુક કરી હતી જે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડાની સીધી અસર સૂચવે છે. ઇમપેરમેન્ટ ખોટ એટલે તેની મૂળ કિંમતમાં થયેલા ઘટાડાની એ એસેટની રકમને બાદ કરવી થાય છે. આજ કારણે કંપનીનનો નાણાં વર્ષ 2020 દરમિયાન ચોખ્ખો નફો અડધોઅડધ ઘટીને 13,445 કરોડ થયો હતો જે આગલા નાણાં વર્ષે 26,765 કરોડ રહ્યો હતો.

કંપનીની રેવેન્યૂ ચોથા ત્રિમાસિક ગાળામાં 21,456 કરોડની રહી હતી જે વર્ષ અગાઉ સમાન ગાળામાં 26,759 કરોડ હતી. ક્રૂડ ઉત્પાદન સાધારણ ઘટીને 58.2 લાખ ટન રહ્યું હતું જે આગલા વર્ષના સમાન ગાળામાં 59 લાખ ટન હતું. જ્યારે નેચરલ ગેસનું ઉત્પાદન ઘટીને 6.04 અબજ ક્યુબીક મીટર હતું જે આગલા વર્ષના સમાન ગાળામાં 6.56 બીસીએમ હતું. કોવિડ-19ને કારણે માગમાં ઘટાડો થતાં તેની અવળી અસર હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ