Connect with us

રાજ્ય

ખંભાળિયામાં અપરિણીત યુવતી પર દુષ્કર્મની ફરિયાદ

ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિની અટકાયત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતી અનુ. જાતિની એક અપરણિત યુવતીને પોતાના ઘરે બોલાવી અને તેણી ઉપર દુષ્કર્મ ગુજારવાના સબબ અહીંની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ એવા એક શખ્સની પોલીસે અટકાયત કરી હતી.

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા શહેરની નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતી અનુસૂચિત જાતિની 19 વર્ષીય એક યુવતીને ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ એવા શક્તિનગર વિસ્તારના શીરુતળાવ ખાતે રહેતા જીતુભાઈ બારોટ નામના 42 વર્ષીય એક યુવાન દ્વારા આ યુવતીને મંગળવારે બપોરે સ્કૂલ સાફ કરવા જવું હોવાનું કહી અને પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં જીતુભાઈ દ્વારા આ યુવતી અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં પણ તેમણે આ યુવતીનો હાથ પકડી, તેમને ફડાકા મારી અને રૂમ બંધ કરી અને કપડાં કાઢી, દુષ્કર્મ ગુજાર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે ભોગ બનનાર અપરિણીત યુવતીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલિસે બે સંતાનોના પિતા અને ગ્રામ પંચાયતના મહિલા સદસ્યોના પતિ સામે આઈપીસી કલમ 323, 342, 376, તથા એટ્રોસીટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.

આ પ્રકરણમાં એસસીએસટી સેલના ડીવાયએસપી સમીર સારડાના તથા અહીંના પીઆઈ જી.આર. ગઢવીએ આરોપીના કોરોના ટેસ્ટ તથા ભોગ બનનાર યુવતીના મેડિકલ ચેકઅપ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્ય

જામવાડીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાને જિંદગી ટૂંકાવી

ગળેફાંસો ખાઈ આત્મહત્યા : જી.જી.હોસ્પિટલમાંથી વૃદ્ધનો મૃતદેહ સાંપડયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં આવેલી વણકર વાસમાં રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હતી. જામનગરની જી.જી.હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાસેથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા વૃદ્ધનું મૃત્યુ થયું હતું.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના જામવાડી ગામના વણકરવાસમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરત નાનજી ચાવડા (ઉ.વ.22) નામના યુવાનને દશેક વર્ષથી માનસિક બીમારી હોવાથી આ બીમારીની સારવાર ચાલુ હોવા છતાં તબિયતમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને સોમવારે બપોરના સમયે તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકની માતા જાનુબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસેથી અજાણ્યા વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વિક્રમસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા એએસઆઈ યુ.પી. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

ગુજરાત

નિર્ણયો લેવાની સત્તા, ચૂંટાયેલી મહિલાઓના પતિદેવો પાસે શા માટે ?!

હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થતાં, ચૂંટણીપંચને નોટિસ: સુનાવણી ફેબ્રુઆરીમાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સામાન્ય રીતે ગામડાંઓમાં સરપંચપદે ચૂંટાઇ આવતી મહિલાઓથી માંડીને કોર્પોરેશનોમાં ચુંટાતી નગરસેવિકાઓ સુધીના કિસ્સાઓમાં મોટે ભાગે આ પદ સંબંધી નિર્ણયો, આ મહિલાઓના પતિઓ લેતાં હોય છે. જેને પરિણામે ઘણાં પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે અને નિયમભંગ સહિતની અનિયમિતતાઓ અને ગેરરિતીઓ પણ થતી હોય છે. આ આખો મામલો રાજયની વડી અદાલતમાં પહોંચ્યા પછી, અદાલતે રાજય ચૂંટણીપંચને જવાબ મેળવવા નોટીસ મોકલાવી છે. અને આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં રાખવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજય સહિતની ચૂંટણીઓમાં મહિલાઓ ચૂંટાયા બાદ તેમના પરિવારના પુરુષો મહિલાઓને માત્ર નામની રાખીને સત્તા પર રાજ કરતા હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે ચૂંટણીપંચને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.વધુ સુનાવણી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે.

તાલુકા અને જીલ્લા સ્તરે સરપંચ, પાલિકા પ્રમુખ,કોર્પોરેટર કે અન્ય હોદ્દા માટે ચૂંટણી જીત્યા બાદ મહિલાઓને પતિ કે પુત્ર દ્વારા હાંસિયામાં ધકેલીને પોતે જ સત્તા ભોગવતા હોવાની અરજીમાં રજૂઆત કરાઇ છે. પરિવારના પુરુષ સભ્યો દ્વારા રબર સ્ટેમ્પની જેમ મહિલાઓને માત્ર ચૂંટણી લડવા સિવાય કોઇ નિર્ણય લેવા દેવામાં આવતા નથી. આ પ્રકારે વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતા પરિવારજનો સામે ચૂંટણી પંચે પગલા લેવા જોઇએ.

મહિલાઓને તેમની રીતે વહીવટી નિર્ણયો લેવા દેવાની સ્વતંત્રતા મળે તે જોવાની જવાબદારી ચૂંટણીપંચની છે. મહિલાને માત્ર ચૂંટણીમાં જીતી ગયા બાદ સાઇડ લાઇન કરીને તમામ નિર્ણયો તેમના પતિ કે પુત્ર કરે છે.

બસપાના મહામંત્રી નિરંજન ઘોષે કરેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, શીડયૂલ કાસ્ટ અને શીડયૂલ ટ્રાઇબની મહિલાઓ જનરલ કેટેગરીની મહીલાઓ કરતા અલગ જીવન જીવે છે. તે પોતાના પરિવારના ભોગે પોતાની કારકિર્દીને છોડી દે છે. જેનો ગેરલાભ તેના પતિ કે પુત્રો લેતા હોય છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ