Connect with us

રાજ્ય

આરંભડામાં યુવાનને અપમાનિત કરી મારી નાખવાની ધમકી સબબ એક યુવાન સામે ફરિયાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હસમુખભાઈ દેવાભાઈ વાઘેલા નામના 39 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનને આ જ વિસ્તારમાં રહેતા હિંમતભાઈ ઉર્ફે હેતાભાઈ વિઠલાણીએ કાંઠલો પકડી, બેફામ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી અને અપમાનિત કર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
હિંમતભાઈએ નગરપાલિકાનું ટ્રેક્ટર વચ્ચે રાખીને રસ્તો બંધ કરી દેતા ફરિયાદી હસમુખભાઈએ પૂછતા આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 294 (ખ) તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રાજ્ય

કલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુર તાલુકાના ટાટોડી ગામે રહેતા મંગળદાસ ઉર્ફે મંગાભાઈ કરસનભાઈ ગોહિલ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, ચલાવતા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડ્યો હતો. જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ આહિર, બોઘાભાઈ કેસરિયા, તથા સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીટોડી ગામે પાડવામાં આવેલા આ જુગાર દરોડામાં પોલીસે ટીટોડી ગામના મંગળદાસ ઉર્ફે મંગાભાઈ કરસનભાઈ ગોહેલ, પરબત ઉર્ફે જયેશ ગોવિંદભાઈ આંબલીયા, અરશી ભાયાભાઈ છુછર, ધાના અરજણભાઈ છુછર, પાલા પાચાભાઈ લાબરિયા, મેરુ નારણભાઈ ચાવડા, ભીમશી કારાભાઈ આંબલીયા, અને માલદે સવદાસભાઇ છુછર નામના આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી 71,820 રોકડા તથા રૂપિયા બાવીસ હજારની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 93,820 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. વી.એમ. ઝાલા, એ.એસ.આઇ. અરવિંદભાઈ નકુમ, રામશીભાઈ ભોચિયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટીયા, દેવશીભાઇ ગોજીયા, વિપુલભાઈ ડાંગર, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહિર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, બોધાભાઇ કેસરિયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ, તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

વધુ વાંચો

રાજ્ય

ઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે

તહેવારોની સીઝનને કારણે રાજાઓની ભરમાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી મહિનાથી આખા દેશમાં ફેસ્ટિવ સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. કોરોના કાળમાં આવનારા ફેસ્ટિવ સીઝનમાં બેંકોની ભૂમિકા મહત્વની મનાઈ રહી છે. જોકે, આ વર્ષે ઓક્ટોબર મહિનામાં બેંકો માત્ર અડધા મહિના જ ખુલશે

મીડિયા રિપોર્ટ મુજબ આગામી મહિને ઓક્ટોબરમાં બેંકો માત્ર 15 દિવસ જ ખુલ્લી રહેશે. એવું એટલા માટે કારણ કે આ વખતે સ્થાનિક અને અન્ય બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળી બેંકોમાં લગભગ 15 દિવસ રજા રહેશે. માહિતી મુજબ આ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે બેંક એટીએમમાં પર્યાપ્ત રોકડ રહેશે. સાથે જ ઓનલાઇન અને મોબાઇલ બેકિંગ સેવાઓ પણ યોગ્ય રીતે ચાલુ રહેશે. તેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

 

રજાઓની વાત કરીએ તો શરૂઆત 2 ઓક્ટોબર ગાંધી જયંતીથી થશે જે શુક્રવારે છે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ મુજબ ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/લક્ષ્મી પૂજા, સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ/મહર્ષિ વાલ્મિકી જયંતી/કુમાર પૂર્ણિમા નિમિત્તે અલગ-અલગ રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આપને જણાવી દઈએ કે બેંકોની આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ તહેવારો પ્રમાણે રહેશે. જે રાજ્યોમાં સ્થાનિક રજાઓ હોય છે. એવા રાજ્યોને બાકાત કરી અન્ય રાજ્યોમાં બેંકિંગ કામકાજ યથાવત ચાલુ રહેશે.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં આવેલી જિલ્લાની જનરલ હોસ્‍પિટલ હાલ એકમાત્ર સૌથી મોટી આરોગ્‍યલક્ષી સેવાઓ પુરી પાડતી તેમજ સૌથી વધુ અધિકારી-કર્મચારીઓ ધરાવતી હોસ્‍પિટલ છે. હોસ્‍પિટલમાં વર્ગ-1ના 12, વર્ગ-2ના 11, વર્ગ-3ના 88, તથા વર્ગ-4ના 63 અને 30 અન્‍ય મળી, કુલ 205 જેટલા અધિકારીઓ-કર્મચારીઓનો સ્‍ટાફ પોતાની ફરજ બજાવે છે.
કોવીડ-19ની વૈશ્વીક મહામારીમાં જિલ્‍લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કોવીડ-19 માટે અલાયદી 150 બેડની સુવીધા ધરાવતી કોવીડ-19 હોસ્‍પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં દસ આઇ.સી.યુ. બેડ અને 51 ઓકિસજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ બેડ સેન્‍ટ્રલ ઓકિસજન લાઇન સાથે જોડાયેલા છે.
આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં આ હોસ્‍પિટલ ખાતે ઓકિસજન ટેન્‍ક પણ કાર્યરત થનાર છે. હોસ્‍પિટલ દ્વારા એપ્રીલ થી ઓગસ્‍ટ-2020 સુધીમાં આઉટડોર 44,020 દર્દીઓ, 19,249 ઇન ડોર દર્દીઓ, 630 પ્રસુતિ, 1142 બ્‍લડ ટ્રાન્‍ફયુશન, 8432 લેબોરેટરી પરીક્ષણ, 403 ગંભીર ઓપરેશન, 1335 સામાન્ય ઓપરેશન, 3305 તથા ડાયાલીસીસ જેવી આરોગ્‍યલક્ષી સેવાઓ જિલ્‍લાના જરૂરીયાતમંદ દર્દીઓને કરવામાં આવી હતી.
કોવીડ-19 હોસ્‍પિટલ દ્વારા 303 જેટલા પોઝીટીવ દર્દઓની જરૂરી સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇ જતા હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે.
આ સાથે આ હોસ્‍પિટલમાં જામનગરની જી.જી. હોસ્‍પિટલ ખાતેની ફિઝીશ્યન અને એનેસ્‍થેટીસ્‍ટ તજજ્ઞોની એક ટીમ નિયમિત પોતાની સેવાઓ આપી રહી છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ