Connect with us

આંતરરાષ્ટ્રીય

કોરોનાની વેકસીન શોધ્યાના દાવા માત્રથી કંપનીઓ કરી રહી છે કરોડોની કમાણી !

અમેરિકામાં આ રીતે 11 કંપનીઓ શેર મારફત અબજો રૂપિયા કમાઇ : ભારતમાં પણ આ પેટર્નથી ખેલ ચાલતાં જ હશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સમગ્ર વિશ્ર્વમાં કોવિડ -19 માટે રસી તૈયાર કરવાની રેસ ચાલી રહી છે. જે રેસમાં વિજેતા કોઇપણ હોય, અસલી જીત તો તેમની જેમણે ‘આપત્તિને અવસર’ માં ફેરવી અને લાખો ડોલરની કમાણી કરી. ઉદાહરણ તરીકે, 26 માર્ચે ફ્રાન્સિસ્કોની એક નાનકડી કંપની vaxart એં જાહેરાત કરી હતી કે તે જે રસી પર કામ કરી રહ્યું હતું તેને અમેરિકન સરકારે ‘ઓપરેશન વાર્પ સ્પીડ’માં સામેલ કરી લીધું છે.
આ ઓપરેશન કોરોના સામે લડવા માટે રસી અને દવાઓ વિકસાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ પછી vaxart ના શેર આકાશે આંબી ગયા. તેઓમાં છ ગણા સુધીનો વધારો જોવા મળ્યો. એક ફંડ કે જેમણે કંપનીમાં પૈસા લગાવ્યા હતા, તેને 200 મિલિયન ડોલરનો તરત જ નફો થયો અને તેઓ vaxart થી અલગ થઇ ગયા. કંપનીઓ અને રોકાણકારો એટલા માટે દાવ લગાવી રહ્યા છે કારણ કે આ રસી સફળ થશે, તેના અબજો ડોઝનું વેચાણ કરીને ભારે નફો મેળવી શકે છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ સેકટરના સીનિયર એકિઝકયુટિવ્સ અને બોર્ડ મેમ્બર્સ આ આપદાનો ફાયદો ઉઠાવામાં લાગ્યો છે. તેઓ માત્ર પોઝિટિવ જાહેરાતો કરીને જ કરોડો ડોલર બનાવી રહ્યા છે. ન્યુ યોર્ક ટાઇમ્સે 11 એવી નાનકડી કંપનીઓને ઓળખી કાઢી છે કે જેમણે માર્ચથી 1 અબજ ડોલરથી વધુના શેર વેચી દીધા છે. કેટલીક બાબતોમાં કંપનીની અંદરવાળા શેડ્યૂલ્ડ કંપનસેશન કે ઓટોમેટિક સ્ટોક ટ્રેડર્સથી પૈસા કમાઇ રહ્યા છે. પરંતુ કેટલાક અલગથી પણ રોકાણ કરાવી રહ્યા છે. કેટલીક કંપનીઓએ એકિઝકયુટિવ્સને વેકસીન પ્રોગ્રેસની જાહેરાત કરતાં પહેલાં સ્ટોકમાં વિકલ્પ આપી દીધા.

પોઝિટિવ હેડલાઇન્સ માટે કંપનીના અધિકારીઓએ આગળ વધી દાવો કર્યો છે જે કદાચ કયારે વિચાર્યો નહીં હોય. સરકાર કેટલીક કંપનીઓની તપાસ પણ કરી રહ્યું છે જેમણે ઓપરેશન વાર્પ સ્પીડની સાથે પોતાના જોડાણનો માર્કેટિંગ માટે ઉપયોગ કર્યો છે. vaxart એં પોતાની પ્રેસ રિલીઝમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમની રસીની પસંદગી ઓપરેશન વાર્પ સ્પીડ માટે કરવામાં આવી છે. જોકે વાસ્તવિકતા થોડી જુદી છે. શરૂઆતમાં વેકસાર્ટની રસીની પસંદગી ઓપરેશન વાર્પ સ્પીડની સાથે કામ કરી રહેલી એક એજન્સીએ કર્યું હતું. પરંતુ એ કંપનીઓમાં નથી જેને આ ઓપરેશનથી કોઇ મોટી આર્થિક મદદ મળશે. અમેરિકન સ્વાસ્થ્ય વિભાગે પણ સ્પષ્ટતા કરી કે vaxart ફંડિંગ એગ્રીમેન્ટસવાળી કંપનીઓમાં સામેલ નથી. કેટલાંક કર્મચારીઓએ માન્યું કે vaxart જેવી કંપનીઓ વાર્પ સ્પીડમાં પોતાની ભૂમિકાને વધારી-વધારીને બતાવીને સ્ટોકના ભાવ વધારવા માંગે છે. એવી કંપનીઓની લાંબી સૂચિ છે કે જેમના એકિઝકયુટિવ્સે છેલ્લા પાંચ-છ મહિનામાં સ્ટોકસમાંથી સારી એવી કમાણી કરી છે. ન્યૂયોર્કની એક બાયોટેક કંપની રેજેનેરોનના શેર ફેબ્રુઆરીથી 80 ટકા ઉપર ચઢી ચૂકયા છે. ત્યારે કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ સ્વાસ્થ્ય વિભાગની સાથે મળીને કોવિડ-19ની દવા બનાવી રહ્યા છે. ત્યારબાદ કંપનીના બોર્ડ મેમ્બર્સ અને એકિઝકયુટિવ્સ અંદાજે 700 મિલિયનના શેર વેચી ચૂકી છે. modernaની સ્ટોક પ્રાઇસ પણ ત્રણ ગણી વધી ગઇ છે. કંપનીના લોકોએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 248 મિલિયનના શેર વેચ્યા છે.

આંતરરાષ્ટ્રીય

વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90 ટકા લોકોનાં ફેફસાં ખરાબ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચીનના જે વુહાન શહેરમાંથી કોરોના વાઈરસનો ચેપ દુનિયાભરમાં ફેલાયો ત્યાંથી વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ત્યાં જે દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને જેઓ સારવાર બાદ સાજા થઇ ચૂક્યા હતા તેમાંથી 90% લોકોનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે તથા સાજા થઇ ચૂકેલા દર્દીઓમાંથી 5% ફરી સંક્રમિત થઇને હોસ્પિટલમાં દાખલ છે. ચીનના હુબેઇ પ્રાંતના વુહાનમાં અત્યાર સુધીમાં 68,138 લોકો કોરોના પોઝિટિવ મળી ચૂક્યા છે જ્યારે 4,512 દર્દીનાં મોત થઇ ચૂક્યાં છે. મંગળવારે અહીં નવા 27 કેસ નોંધાયા, જેમાંથી 22 શિનજિયાંગ પ્રાંતમાં નોંધાયા છે.

ઝોંગનાન હોસ્પિટલના આઇસીયુના ડાયરેક્ટર પેંગ ઝિયોંગના નેતૃત્ત્વમાં વુહાન યુનિ.ની એક ટીમ કામ કરી રહી છે. તેણે વુહાનમાં એપ્રિલ સુધીમાં સાજા થયેલા 100 દર્દી પર સરવે કર્યો. આ ટીમ સાજા થઇ ચૂકેલા 100 દર્દી પર એપ્રિલથી નજર રાખી રહી હતી. સમયાંતરે તેમના ઘરે જઇને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી રહી હતી. એક વર્ષ સુધી ચાલનારા આ સરવેનો પહેલો તબક્કો જુલાઇમાં પૂરો થયો. સરવેમાં આવરી લેવાયેલા દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. સરવેના પ્રથમ તબક્કાનાં પરિણામો મુજબ સાજા થયેલા 90% દર્દીઓનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે. તેઓ હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. ટીમે દર્દીઓ સાથે 6 મિનિટ સુધી ચાલીને તેમને તપાસ્યા. સાજા થયેલા દર્દી 6 મિનિટમાં 400 મીટર માંડ ચાલી શકે છે જ્યારે એક તંદુરસ્ત વ્યક્તિ 6 મિનિટમાં 500 મીટર સહેલાઇથી ચાલી શકે છે. કોરોનાથી સંપૂર્ણપણે સાજા થયેલા દર્દીઓમાંથી કેટલાકને 3 મહિના પછી પણ ઓક્સિજનની જરૂર પડી રહી છે. 100માંથી 10 દર્દીના શરીરમાં કોરોના સામે લડતા એન્ટિબૉડી પણ ખતમ થઇ ચૂક્યા છે. 5% દર્દી કોવિડ-19 ન્યૂક્લિક એસિડ ટેસ્ટમાં નેગેટિવ છે પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ ટેસ્ટમાં પોઝિટિવ છે. એટલે કે તેમણે ફરી ક્વોરન્ટીન થવું પડશે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

રક્ષા મંત્રાલયના દસ્તાવેજમાં ખુલાસો : ચાઇનીઝ સૈન્ય ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યું હતું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતના રક્ષા મંત્રાલય દ્વારા દસ્તાવેજમાં સ્વીકાર કરવામાં આવ્યો છે કે, મે મહિનામાં પૂર્વિય લડાખમાં ચાઇનીઝ સૈન્યએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. આ દસ્તાવેજની વિગતો એવા સમયે જાહેર થઇ છે. જયારે પેંગોગઝીલ અને ગોગરા સરહદી વિસ્તારોમાંથી ભારત અને ચીનના સૈનિકોને પોતપોતાના વિસ્તારોમાં પાછળ હટાવવા માટે પાંચ વખત કમાન્ડર સ્તરની વાતચીત થઇ ચૂકી છે જેમાં કોઇ પરિણામ હજુ સુધી આવ્યું નથી.

રક્ષા મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા નવા દસ્તાવેજો એમ કહે છે કે, ચાઇનીઝ સૈન્યએ કુગરાંગ નાલા એટલે કે, પેટ્રોલિંગ પોઇન્ટ 15 નજીક તેમજ ગોગરા વિસ્તાર એટલે કે, પેટ્રોલિંગ 17-એ નજીક તથા પેંગોગઝીલના ઉતરના કિનારા તરફ 17મી અને 18મી મે ના દિવસે ઘૂસણખોરી કરી હતી. જો કે, ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘૂસણખોરી માટે ભારત દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા અતિક્રમણ શબ્દનો કોઇપણ સતાવાર નિવેદન કે, દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

પાંચમી અને છ્ઠી મે ના દિવસે પ્રથમ વખત પેંગોગઝીલના ઉતર કિનારા વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પ્રથમ વખત ઘર્ષણ થયું હતું. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારનું ઘર્ષણ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે અને હાલની સ્થિતિમાં કાર્યવાહીની આવશ્કયતા પડી શકે છે. આ અગાઉ રક્ષામંત્રી રાજનાથસિંહે એક ચેનલને ઇન્ટરવ્યુમાં કહયું હતું કે, ચીનના સૈનિકોની એક મોટી ટુકડી અગાઉની સરખામણીએ ભારત તરફ થોડી આગળ વધી છે. જો કે, સતાવાર રીતે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ચીનના સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે તેવો આ નિવેદનનો અર્થ થતો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, 15મી જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહિદ થયા હતા.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

આ દેશ ઓકટોબરથી લોકોને કોરોના રસી આપવાનું શરૂ કરશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના સામેની વેક્સિન બનાવવાની હોડમાં રશિયા બીજા દેશો કરતા આગળ નીકળી ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. રશિયાએ જાહેરાત કરી છે કે, ઓક્ટોબર મહિનાથી દેશમાં મોટા પાયે લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન શરુ કરવામાં આવશે.રશિયાના આરોગ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોના મતે આરોગ્ય મંત્રાલય આ પ્રોગ્રામની તૈયારી કરવામાં વ્યસ્ત છે.રસીના સૌથી પહેલા ડોઝ ડોક્ટરો અને શિક્ષકોને આપવામાં આવશે.

રશિયાની સરકાર આ મહિનામાં દેશની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી આપી દેશે.જોકે કેટલાક નિષ્ણાતોને જે ઝડપથી આ રસી બનાવવામાં આવી છે તેને લઈને ચિંતા પણ છે. આ પહેલા અમેરિકાના વાયરોલોજી એક્સપર્ટ ડો.એન્થની ફાઉચીએ કહ્યુ હતુ કે, હું નથી માનતો કે બીજા દેશો અમેરિકા પહેલા વેકિસન બનાવવામાં સફળતા મેળવશે અને અમેરિકાએ તેમના પર નિર્ભર રહેવુ પડશે. હાલમાં દુનિયામાં 20 થી વધારે પ્રોજેક્ટ રસી બનાવવા માટે ચાલી રહ્યા છે.જોકે રશિયાના કહેવા પ્રમાણે મોસ્કોની ગમલેયા ઈન્સ્ટિટ્યુટે વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ પુરી કરી લીધી છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ