Connect with us

રાષ્ટ્રીય

અસંતોષ ઠંડો પાડવા સમિતિઓ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોંગ્રેસની અધોગતિ વિશે કપિલ સિબલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પછી નવેસરથી કોંગ્રેસમાં આંતરવિગ્રહની ચર્ચા છેડાઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સાર્વજનિકરૂપે પક્ષનાં નેતૃત્વમાં બખેડો ન સર્જાય તે માટે ડેમેજ કંટ્રોલમાં સમાધાનકારી પગલું લેતાં અસંતુષ્ઠોને શાંત પાડવા અને તેમની સાથે તાલમેલ જાળવવા રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી બાબતો અને અર્થતંત્ર વિશે પોતાને માહિગાર કરવા માટે રચેલી ત્રણ સમિતિમાં અસંતુષ્ઠ જૂથના ચાર સદસ્યોને પણ સામેલ કર્યા છે.

દિલ્હીનાં પ્રદૂષણથી સલામત રહેવા માટે સોનિયા ગાંધી ગોવા જવા રવાના થાય તે પહેલા જ આ સીમતિઓની જાહેરાત કરવામાં આવી હતી. કપિલ સિબલના ઇન્ટરવ્યુ અને પક્ષ ઉપર ગાંધી પરિવારનાં નિયંત્રણને પડકારતા 23 નેતાઓનાં પત્ર જેવી જાહેર શર્મિંદગીનો સામનો કરવો ન પડે તે માટે આ નિમણૂંકો કરવામાં આવી હોવાનું કહેવાય છે.

આર્થિક બાબતોની સમિતિમાં પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે વિદેશી બાબતોની સમિતિમાં આનંદ શર્મા અને શશી થરુર બન્નેના નામ છે. ગુલામ નબી આઝાદ અને વિરપ્પા મોઇલીને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ત્રીજી સમિતિમાં રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાનાં સાંસદ પી. ચિદમ્બરમને શરુઆતમાં અસહમત નેતાઓની છાવણીમાં મૂકવામાં આવ્યા નહોતા પણ સિબલનું સમર્થન કર્યા બાદ તેમને પણ આમા જોડી દેવામાં આવશે. તેમણે બિહારની વિધાનસભા ચૂંટણી અને અન્ય પેટાચૂંટણીઓમાં પક્ષની જમીની ઉપસ્થિતિની આલોચના કરી હતી. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ ત્રણેય સમિતિમાં સદસ્ય છે.

રાષ્ટ્રીય

વિદ્યાર્થીઓને સ્કુલ બેગના વજનમાં મળશે રાહત

સ્કુલનું બેગ વજન પણ નક્કી કરાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

નવી શિક્ષણ નીતિના ભાગરુપે અંતિમ ડ્રાફ્ટ તમામ રાજ્યોની સરકારોને મોકલી આપ્યો છે.જેમાં સૌથી ધ્યાન ખેંચનારી વાત એ છે કે, દરેક ધોરણમાં ભણતા બાળકની સ્કૂલ બેગનુ વજન કેટલુ હશે તે નક્કી કરવામાં આવ્યુ છે.

આ નીતિમાં કરાયેલી જાહેરાત પ્રમાણે ધો.1 થી 12ના વિદ્યાર્થીઓ મહિનામાં દસ દિવસ સ્કૂલ બેગ લીધા વગર સ્કૂલે જશે.દરેક રાજ્યે આ નીતિનુ પાલન કરવુ પડશે અને દેશની દરેક સ્કૂલમાં તેને લાગુ કરાશે.નવી નીતિના ભાગરુપે ધો.6 થી 8ના વિદ્યાર્થીઓને વોકેશનલ કોર્સિસ પણ ભણાવાશે.જ્યારે ધો.6 થી 12ના વિદ્યાર્થીઓને વેકેશનમાં વ્યવસાયિક કામ કરવાની પણ છુટ અપાશે.

સ્કૂલ બેગનુ વજન કેટલુ હોવુ જોઈએ તેના પર નીતિમાં સ્પષ્ટતા કરાઈ છે.જે પ્રમાણે ધો.10ના વિદ્યાર્થીના સ્કૂલ બેગનુ વજન તેના શરીરના વજનના 10 ટકા કરતા વધારે હોવુ જોઈએ નહીં.જ્યારે પ્રી પ્રાઈમરીના બાળકો માટે કોઈ સ્કૂલ બેગ નહી હોય.સ્કૂલબેગનુ વજન માપવા માટે એક ડિજિટલ મશિન રાખવામાં આવશે.આ મશિન દરેક સ્કૂલમાં રાખવુ પડશે.સ્કૂલ બેગ ખભા પર સારી રીતે લટકાવી શકાય તેવી હોવી જરુરી હશે.બાળકોની સ્કૂલ બેગનુ વજન આ રીતે નક્કી કરાયુ છે.

પ્રી પ્રાઈમરીમાં કોઈ બેગ નહીં

ધો 1 અને 2માં વજન 1.6 થી 2.2 કિલો

ધો. 3 થી 5માં સ્કૂલ બેગનુ વજન 1.7 થી 2.5 કિલો

ધો.6 થી 7માં વજન 2 થી 3 કિલો

ધો.8 થી 10માં વજન 2.5 થી 4.5 કિલો

11 અને 12 ધોરણમાં વજન 3.5 થી 5 કિલો

વધુ વાંચો

રાષ્ટ્રીય

સીરમ ઇન્સ્ટીટ્યુટનું નિવેદન: 60 થી 70 ટકા અસરકારક વેકસીન વાયરસ સામે લડવા સક્ષમ

આંકડામાં ગરબડ જણાતા રસીનું વધુ એક ટેસ્ટીંગ કરવા એસ્ટ્રાજેનેકા તૈયાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાતના એક દિવસ પહેલા સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા કોરોના વેકસીનને લઇને મહત્વનુ નિવેદન આપ્યું છે. સીરમના જણાવ્યા અનુસાર કોઇપણ વેકસીનનો પ્રભાવ 60 થી 70 ટકા હોય તો તે વાયરસ સામે લડવા પૂરતો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પૂના સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યુટની મુલાકાતે જઇ રહ્યા છે. તે પહેલા જ બુધવારે એસ્ટ્રાજેનેકાએ સ્વીકાર્યુ હતુ કે તેમના ઉત્પાદનમાં ભૂલ જોવા મળી હતી. તેના વેકસીનના એક ડોઝમાં ભૂલ જોવા મળી હતી. જે અંગે કંપની દ્વારા હવે નવેસરથી ટેસ્ટીંગ કરવામાં આવશે. કંપનીના સીઇઓ પાસ્કલ સોરિયોટે કરેલી જાહેરાત મુજબ કંપનીએ તૈયાર કરેલી રસીની કાર્યક્ષમતા તપાસવા વધુ એક ટ્રાયલની કંપનીની તૈયારી હતી. આ અંગે વધુ એક લોઅરડોઝ આપીને તેની ક્ષમતા ચકાસવામાં આવશે.

સીરમના સીઇઓ અદાર ઉનાવાલાએ આ અગાઉ કહ્યું હતું કે, દેશમાં 17 જગ્યાઓ પર ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલુ રહી છે અને ભારતીય ટ્રાયલ્સના પરિણામ એક મહિનામાં આવી જશે. ત્યારે સાયન્ટીસ્ટસ અને એક્સપર્ટસનું કહેવું છે કે, જે રસી 60 ટકા કે તેનાથી વધુ અસરકારક હોય તેને સારી માનવામાં આવે છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

અભિનેત્રી કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદે  : બોમ્બે હાઇકોર્ટ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પાણીમાં રહીને મગર સાથે વેર બાંધવામાં આનંદ લેનારી હિન્દી સિનેમાની અભિનેત્રી કંગના રાણાવતનો મહત્વની કાનૂની લડાઇમાં મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ મહાનગર પાલિકા સામે વિજય થયો છે. કંગનાની ઓફિસમાં મહાનગરપાલિકાએ થોડા સમય પહેલાં કરેલી તોડફોડને બોમ્બે હાઇકોર્ટે ગેરકાયદેસર ઠરાવતાં હવે મહાનગરપાલિકાએ લોકોના નાણાંમાંથી આ અભિનેત્રીને વળતર ચૂકવવું પડશે.

બોમ્બે હાઇકોર્ટે આ પ્રકરણમાં એવું પણ અવલોકન કર્યુ છે કે, અભિનેત્રીને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવી હતી. મુંબઇની મહાનગરપાલિકાએ કંગનાના મુંબઇ સ્થિત બંગલા-કમ – ઓફિસમાં થોડા સમય પહેલાં તોડપાડ કરી હતી. જેની વિરૂધ્ધ અભિનેત્રીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેનો આજે શુક્રવારે ચૂકાદો આવ્યો છે અને કોર્પોરેશન વિરૂધ્ધની આ કાનૂની લડાઇમાં અભિનેત્રીનો વિજય થયો છે. અભિનેત્રીએ પોતાની આ અરજીમાં એવું જણાવ્યું હતું કે, કોર્પોરેશને કરેલી પાડતોડ ગેરકાયદેસર છે. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ સંબંધે અભિનેત્રીને નોટિસ પણ આપી હતી. બોમ્બે હાઇકોર્ટે પોતાના આજના આ ચૂકાદામાં કોર્પોરેશનની આ નોટિસ પણ રદ કરી નાખી છે.

ગત નવમી સપ્ટેમ્બરે મુંબઇના પાલી હિલ ખાતે આવેલા કંગનાની ઓફિસને ગેરકાયદેસર લેખાવી કોર્પોરેશને પાડતોડ કરી હતી. જે-તે સમયે કંગનાએ આ પાડતોડને ગેરકાયદેસર ગણાવી કોર્પોરેશન પાસેથી રૂા. 2 કરોડનું વળતર પણ માંગ્યું હતું. કંગનાના વકીલ એમ કહે છે કે, આ અગાઉ હાઇકોર્ટે આ કાર્યવાહી પર પ્રતિબંધ મૂકયો ત્યાં સુધીમાં કોર્પોરેશને કંગનાના બંગલાનો 40 ટકા હિસ્સો તોડી પાડયો હતો. જેમાં ઝુમ્મર, સોફા તથા દુર્લભ કલાકૃત્તિ સહિત અનેક કિંમતી સંપતિ સામેલ હતી.

આજે શુક્રવારે હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન કહયું કે, કેસને જોતાં એવું લાગી રહયું છે કે, અભિનેત્રીના નિવેદનો અને સોશિયલ મીડિયા પરની પોસ્ટને ધ્યાનમાં રાખી કોર્પોરેશને અભિનેત્રીને ટાર્ગેટ બનાવવાના ઇરાદાથી તોડફોડની આ કાર્યવાહી કરી હોય. આ તોડફોડ દરમ્યાન અભિનેત્રીના બંગલામાં કેટલું નુકસાન થયું છે ? તેની આકારણી માટે બોમ્બે હાઇકોર્ટે વેલ્યુઅરની પણ નિયુકિત્ત કરી છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ