Connect with us

જામનગરમાં ગ્રેઇન માર્કેટના વેપારીઓનો કરાયો સામુહિક કોરોના ટેસ્ટ

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જઇ ધનવંતરી રથ દ્વારા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે, આજરોજ ગ્રેઇન માર્કેટ જામનગર ખાતે ધનવંતરી રથ દ્વારા ટેસ્ટ કરવાનું આયોજન કરાયું હતું. જેમાં કામગીરીની સમીક્ષા અને એક પણ વ્યક્તિ ટેસ્ટમાં બાકી ન રહી જાય તે હેતુથી જિલ્લા સમાહર્તા રવિશંકર અને મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલએ કાર્યરત ધન્વંતરી રથોની મુલાકાત લીધી હતી.
આ રથ દ્વારા દર્દીઓને મળતી સેવાઓ જેવી કે, દર્દીઓને કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે, દર્દીઓના વિવિધ ટેસ્ટ જેવા કે બ્લડ શુગર, એન્ટીજન ટેસ્ટ, ઓક્સિજન લેવલની તપાસ વગેરે વિશે સ્થળ પર જઇ ચકાસણી કરી હતી. આ તકે, ગ્રેઇન માર્કેટના અગ્રણી જીતુભાઇ લાલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ

નેશનલ હેલ્થ મિશન ના કરાર આધારીત કર્મચારીઓને કાયમી કરવા માંગ

કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 

વધુ વાંચો

વિડિઓ

સાંસદ પૂનમબેન માડમ દ્વારા સોનાપુરી આદર્શ સ્મશાનમાં ગેસ આધારિત ફરનેશનું ઈ-લોકાર્પણ

સાંસદ પૂનમબેન માડમ દ્વારા સોનાપુરી આદર્શ સ્મશાનમાં ગેસ આધારિત ફરનેશનું ઈ-લોકાર્પણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

રાહુલગાંધી સાથે યુ.પી પોલીસના અપમાન જનક વર્તનનો જામનગર કોંગ્રેસ દ્વારા વિરોધ

યુ.પીનાં મુખ્યમંત્રીનાં પુતળા દહન કરાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ