Connect with us

શહેર

શાળા સંચાલક સામેની લડાઈમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો સહયોગ

શેતલબેન શેઠ દ્વારા શાળાઓની દાદાગીરી સામે જન આંદોલન: પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી જન આંદોલન ચાલુ રહેશે : જામનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જન આંદોલનમાં સહયોગ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તાજેતરમાં જ જામનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળા સંચાલકોની દાદાગીરી સામે વાલીગીરી જન આંદોલનને ધ્યાને રાખી વાલીઓ પ્રત્યે સંવેદના દર્શાવતો એક પત્ર બહાર પડવામાં આવ્યો છે. ત્યારે આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ વાલીઓને પડખે છે. તે વાત જાણી હું આ તકે જામનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો હૃદયપૂર્વક અભાર માનું છું.
શાળા સંચાલકો એકી સાથે અથવા દરેક સ્કૂલ પોતાની રીતે જણાવી આપે કે અમો વાલીઓને આટલા ટકા ફી માં રાહત આપીશું, તો અમારો આ પ્રશ્ર્ન જ અહીં પૂરો થઈ જાય છે.
આમો એ જન આંદોલન સામન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને ચલાવ્યું હતું. મોટા ભાગના સ્કૂલ સંચાલકો ઘણા સમય થયા ધારા ધોરણ મુજબ સ્કૂલો નથી ચલાવતા, એ વાત મને નહી પણ ઘણા વાલીઓને પણ ખબર છે. છતાં કોઈ દિગસ એક પણ શબ્દ બોલ્યા વિના સ્કૂલ સંચાલકની મનમાની મુજબ ફી ચૂકવતા આવ્યા છે. કોઈ દિવસ એક અવાજ પણ નથી કર્યો અને આવો સમય ના હોત તો હજુ પણ અવાજ નહોતા કરવાના. ના છૂટકે સ્કૂલ સંચાલકોની દાદાગીરી એ વાલિગીરી જન આંદોલન કરવા મજબૂર કર્યા છે. સ્કૂલ સંચાલકો પણ વાલીઓને સાથે મળી નિર્ણય કરી શકતા હતા એ કોર્ટમાં જવાની કોઈ જરૂરિયાત ના હતી પણ કોર્ટમાંથી હુકમ આવ્યા બાદ અમુક સંચાલકો દાદાગીરી પર ઉતરી ગયા હતા, કાયદા અને નિયમોનો હવાલો દેવા લાગ્યા હતા, ત્યારે આ જન આંદોલનના માધ્યમથી જે સ્કૂલો નિયમોનું પાલન નથી કરતી તેને નેયમોનું પાલન કરાવવું રહ્યું છે. જે સ્કૂલો તમામ નિયમોનું પાલન કરે છે તેમને કોઈ મુશ્કેલી ઉભી થવાની જ નથી. હા જે સ્કૂલોએ નિયમોનો ઉલ્લાળીયો કર્યો હશે, તેમના પેટમાં જરૂર તેલ રેડાશે. જે સ્કૂલ નિયમોનું પાલન નથી કરતી તે ક્યાં મોઢે વાલીઓને નિયમોનું પાલન કરવા માટે મજબુર કરી શકે ?
એટલે જ વાલીઓ એ લાલ આંખ કરી જન આંદોલન કર્યું છે અને જ્યાં સુધી આ પ્રશ્ર્નોનું નિરાંકરણ નહીં આવે ત્યાંસુધી આ જન આંદોલન ચાલુ રહેશે. વાલીઓને વર્ષોથી સ્કૂલો સાથેનો પનારો છે માટે વાલીઓ સ્કૂલ સંચાલકોને બરાબર જાણી ગયા છે કે હાથીના દાંત બતાવવાના અલગ અને ચાવવાના અલગ છે. માટે આપના દ્વારા પત્ર માં ખોટી વાલીઓને ભરમાવાની વાત કરી છે તે વાતોમાં વાલીઓ આવશે નહીં. આપ જેવું ફી માફી અંગે સ્કૂલો ડીક્લેર કરી દેશો કે તુરંતજ સ્કૂલ સંચાલકો નો આભાર માની સ્કૂલો સામેનું અમારૂ જન આંદોલન પૂરું કરી દેશું.

શહેર

પતિના ઠપકાનું માઠુ લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

ખેતીકામ બાબતે ધ્યાન આપવા ઠપકો : સારવાર દરમિયાન મોત : મોડપરમાં દવાની વિપરીત અસરથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના નંદાણા ગામની સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતી મહિલાએ તેણીના પતિ દ્વારા ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી મણીબેન છપનીયા (ઉ.વ.27) નામની મહિલાને તેણીના પતિએ ખેતીકામમાં ધ્યાન નથી આપતી તેવો ઠપકો આપતા માઠું લાગી આવતા મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણના આધારે પીએસઆઈ એ.ડી.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતકના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હોય પોલીસે વધુ તપાસ આરંભી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોવા કરણા ડોડિયા (ઉ.વ.52) નામના પ્રૌઢને તેની વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઉલટી થવાથી તબિયત લથડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે માલદેભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

શહેર

જામનગરના SPની ‘ઓપરેશન’ પછી, ત્રણ મહિના બાદ બદલી થશે!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં ગુરૂવારે નવા એસપી તરીકે દિપન ભદ્રનએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે એમ પણ કહેવાય છે કે, આગામી દિવસોમાં તેઓ દરિયા કિનારાના વિસ્તારો પર પણ વિજિલન્સ કડક બનાવશે. અત્રે નોંધનિય છે કે, જામનગરનો દરિયા કિનારો પાકિસ્તાન અને મધ્યપૂર્વના દેશોથી નજીક છે અને ડ્રગ્સ તથા દાણચોરી મામલે દાયકાઓથી કુખ્યાત છે. દેશ વિરોધી તત્વો પણ ભૂતકાળમાં જામનગર-હાલારના દરિયા કિનારાનો ગેરલાભ લઇ ચૂકયા છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઇ સરકારે ચોકકસ પ્રકારના ઓપરેશનો માટે દિપન ભદ્રનને જામનગરનો હવાલો સોંપ્યો હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેની સાથે મહત્વનો મુદો એ પણ છે કે, એસપી દિપન ભદ્રન પાસે જામનગર જિલ્લામાં કામ કરી દેખાડવા ખૂબજ ઓછો સમય છે કારણ કે, આગામી ત્રણ મહિના પછી તેઓને પ્રમોશન મળવાનું હોય 90-100 દિવસ પછી તેઓની જામનગરથી ફરી બદલી થવાની સંભાવનાઓ મજબૂત હોવાને કારણે તેઓએ બહુ ટૂંકાગાળામાં જામનગરમાં પોતાના કાર્યકાળ દરમ્યાન ઝડપથી એક પછી એક ઓપરેશનો પાર પાડવા પડશે એવું પણ હાલ વ્યાપક રીતે ચર્ચાઇ રહ્યું છે. દરમિયાન એવું પણ જાહેર થયું છે કે, જામનગર પોલીસનો જેમાં સમાવેશ થાય છે તે રાજકોટ રેંજના આઈજી અને જાણીતી કોર્પોરેટ કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ વચ્ચે ઝરેલી ચકમક આગામી સમયમાં જામનગર ઉપરાંત રાજકોટ રેંજ પોલીસમાં નવા કડાકા-ભડાકા સર્જે તો પણ નવાઇ નહીં લેખાય.

સેવા, સુરક્ષા, શાંતિ મારી પ્રાથમિકતાઓ : SP બોલ્યા

જામનગરમાં ગઇકાલે ગુરૂવારે નવા એસપી તરીકે ચાર્જ સંભાળનાર દિપન ભદ્રનએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, તેઓ જામનગર શહેર જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમ્યાન સેવા, સુરક્ષા અને શાંતિનો લોકોને અનુભવ કરાવશે. ગુરૂવારે શહેર-જિલ્લાના તેઓના હાથ નીચેના અન્ય સિનીયર પોલીસ અધિકારીઓએ તેઓને આવકાર્યા પછી ચાર્જ સંભાળતા જ દિપન ભદ્રનએ મીડિયાના માધ્યમથી લોકોને સેવા, સુરક્ષા અને શાંતિનો કોલ આપ્યો છે. ટફ કોપ (સખત અધિકારી) ની છાપ ધરાવતા આ નવા એસપીને ચોકકસ હેતુ સાથે જામનગર મુકવામાં આવ્યા હોવાનું જાહેર થયું છે.

વધુ વાંચો

શહેર

જામનગરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતો શખ્સ ઝડપાયો

વધુ ચાર શખ્સોના નામો ખૂલ્યા : 14,400 ની રોકડ અને ટીવી સહિત કુલ 28,400 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના ખારવા ચકલા વિસ્તારમાં ટાંકફળીમાં રહેતો શખ્સ મોબાઇલમાં ક્રિકેટના લાઈન એપ્લીકેશનમાં રનફેરનો જૂગારનો રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન 14,400 ની રોકડ રકમ અને 10 હજારનું ટીવી મળી કુલ રૂા.28,400 ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. તેમજ પૂછપરછ દરમિયાન વધુ ચાર નામો ખુલ્યા હતાં.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખારવા ચકલા વિસ્તારમાં આવેલી ટાંકફળીમાં સાંકળી ગલીમાં રહેતા પ્રવિણ ભાણજી સોનેરી નામનો શખ્સ ક્રિકેટનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન પ્રવિણ સોનેરી તેના મકાનમાં ટીવી પર પ્રસારીત થતી મેચ નિહાળી મોબાઇલમાં ડાઉનલોડ કરેલી ક્રિકેટ લાઈન એપ્લીકેશનમાં આવતા ભાવ જોઇને મોબાઇલ ફોન પર ક્રિકેટનો રનફેરનો જૂગાર રમાડતો ઝડપી લઇ તેના કબ્જામાંથી રૂા.14,400 ની રોકડ રકમ અને રૂા.10 હજારની કિંમતનું એક ટીવી તથા રૂા.1500 ની કિંમતનું સેટઅપ બોકસ અને રૂા.2500 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.28,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ ઝડપાયેલા પ્રવિણની પૂછપરછ હાથ ધરતા ભૂરો મોબાઇલ નં.96626 53531, ધોળકિયાભાઈ મો.98241 26321, લખમણભાઈ મો.90237 70389 અને જયેશભાઈ ખારવા મો.92650 22929 નામના શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ