Connect with us

રાજ્ય

કોકોનેટ મિડિયા બોકસનો નવતર પ્રયોગ : કોકોનટ થિયેટર, ચાઇ-વાઇ અને રંગમંચ – 2020 ના માધ્યમ થી વર્લ્ડ થિયેટરને કનેક્ટ કર્યુ

ભારત અને અન્ય દેશોના થિયેટરો સાથે ઓનલાઇન સેશન યોજાયા : અભિનેતા, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા, નાટયકાર, દિગ્દર્શક,મેકઅપ નિષ્ણાત, સંગીતકાર, ડિઝાઇનર, કો રિયોગ્રાફર અને ટેકનિશિયને તેના સુવર્ણ અનુભવા શેર કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોકોનટ થિયેટરે આ વિશ્ર્વવ્યાપી લોકડાઉન દરમિયાન એક મહત્વાકાંક્ષી અને પડકારરૂપ પ્રોજેક્ટ સ્વીકાયો છે. – ચાઇ-વાઇ અને રંગમંચ – 2020. ઓફિશ્યલ કોકોનટ થિયેટર કેસબુક પેજ પર સાંજે 6 વાગ્યે (ઈન્ડિયન સ્ટાર્ન્ડ ટાઈમ) ભારત અને અન્ય દેશોના થિયેટર નિષ્ણાતો સાથે ઓન લાઈન સેશન યોજાય છે. જેમ કે અનુભવી અભિનેતા, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નાટયકાર, દિગ્દર્શક, મેકઅપ નિષ્ણાત, સંગીતકાર, ડિઝાઇનર, કો રિયોગ્રાફર અને ટેકનિશિયન તેના સુવર્ણ અનુભવો શેર કરે છે, તેમજ તેની અંગત જીવન પ્રેરણા જે કોઈ પણ મહત્વાકાંક્ષી થીયેટર વિધાર્થી, કલાપ્રેમી થિયેટર કલાકાર, લેખક, દિગ્દર્શક, સંગીતકાર, કોરિઓગ્રાફર, મેકઅપ કલાકાર, ડિઝાઇનર, ટેકનિશિયન, થિયેટર જૂથ અને સમગ્ર થિયેટર બિરાદરી માટે ઉપયોગી થઈ શકે છે. આ સેશન્સ દરેક માટે ઉપલબ્ધ છે અને નોંધણી ની જરૂરી નથી.
કોવિડ -19 અને વર્લ્ડવાઇડ લોકડાઉનને કારણે, 2020 માં સમગ્ર વિશ્ર્વ માટે ખાસ કરીને થિયેટર ઉઘોગ માટે હાનિકારક વર્ષ રહ્યું છે, જે જીવંત પ્રદર્શન મા વિશ્ર્વાસ કરે છે.
ચા-વાઇ અને રંગમંચ – 2020 એ ઓન લાઈન સેશન દ્વારા એક ઉત્કૃષ્ટ બેંચમાર્ક બનાવ્યો છે. થિયેટરના પ્રેક્ષકોને મનોરંજન રાખતા દૈનિક માહિતીપ્રદ સેશન્સથી તેમનાઓન લાઈન અને ઓફ લાઇન દર્શકો માં ખૂબ વધારો થયો છે.
જુદા જુદા સમય ઝોન હોવા છતાં, તેમના દર્શકો આ સેશન લાઇવ જોવાનું પસંદ કરે છે. ઉદાહરણ તરીકે, કેલિફોર્નિયા, યુએસએનામ એક સજ્જન લાઇવ સેશન અટેન્ડ કરવા માટે દરરોજ સવારે 5:00 વાગ્યે ઉઠે છે.
ઘણા આંતરરાષ્ટ્રીય થિયેટર નિષ્ણાતોએ કોકોનટ થિયેટરનો સંપર્ક સાધ્યો હતો અને ચા-વાઇ અને રંગમંચ – 2020 પર તેમના સેશન યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પુરવાર કરે છે. બધા વક્તાઓ વિવિધ સંસ્કૃતિઓ અને વય જૂથો ઓન લાઇન પ્રક્રિયામાં કુશળ ન હોવા છતાં સાથે જોડાવા માટે સ્વેચ્છાએ આમંત્રણ સ્વીકાર્યું છે. અમુક વરિષ્ઠ થિયેટર નિષ્ણાતો તો 80 વર્ષથી પણ વધુ ઉમરના છે તેઓ એ પણ સ્વેચ્છાએ સેશન કરવા સ્વીકૃતિ આપી છે.
પદ્મ શ્રી અને સંગીત નાટક અકાદમી પુરસ્કાર વિજેતા રીટા ગાંગુલી, બંસી કૌલ, મનોજ જોશી, નીલમ માનસિંહ, સતિષ અલેકર, દાદી પુદુમજી અને સંગીત નાટક અકાદમી એવોર્ડ વિજેતા ડોલી આહલુવાલિયા, પ્રો. અશોક ભગત, સુરેશ શર્મા (ડિરેક્ટર – નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા), અમોદ ભટ્ટ, અંજના પુરી, સંજય ઉપાધ્યાય, રોહિણી હટ્ટંગ્ડી, નાદિરા બબ્બર, હિમાની શિવપુરીએતેમના સેશન કયાં હતાં.
નિષ્ણાત સહભાગીઓમાં મકરંદ દેશપાંડે, મહેશ દત્તાણી, કે.કે. રૈના, લિલેટ દુબે, રાકેશ બેદી, અનંત મહાદેવન, રધુબીર યાધ્વ, લુબના સલીમ, સિધ્ધાર્થ રાંદેરિયા, રાજુ બારોટ, દર્શન જરીવાલા, ઇલા અરૂણ, અંજન શ્રીવાસ્તવ, સંજય ગોરડિયા, ધર્મેશ મેહતા, આલોક ચેટરજી, સલીમ આરિફ, સૈફ હૈદર હસન, આસિફ અલી બેગ, ટીકુ તલસાનીયા, સંદિપ સોપારકર, વિજય કેનકરે, જયતી ભાટિયા, નીના કુલકર્ણી, સુચિત્રા પિલ્લઇ, વિપુલ મહેતા, જીમિત ત્રિવેદી, રમેશ તલવાર, ચંદ્રકાંત કુલકર્ણી, અન્ય ઘણા વરિષ્ઠ થિયેટર નિષ્ણાતો સહભાગી થયા હતાં.
હાલમાં, વૈશ્ર્વિક થિયેટરના નિષ્ણાતોને કોકોનટ થિયેટરની સૂચિ ઉમેરવામાં આવ્યા છે, ઓસ્ટ્રેલિયાના લેખક-ડિરેક્ટર ડેવિડવુડ્સ (22 મી જૂન), આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન ડિઝાઇનર નીલ પટેલ (મુગલ-એ-આઝમ ધ મ્યુઝિકલનાપ્રોડક્શન ડિઝાઇનર) (23 મી જૂન), મેગન ફર્નિસ – દક્ષિણ આફ્રિકા ના નાટ્ય લેખક (ર4 મી જૂન), અભિનેતા-દિગ્દર્શક ગ્લેન હેડન ઓસ્ટ્રેલિયા (25 મી જૂન), યુ.એસ.એ. ના લેખક-ડિરેક્ટર એના કેન્ડિડા કાર્નરો (27 મી જૂન), યુએસએથી થ્રી ટાઇમ્સ ટોની એવોર્ડ વિજેતા સ્કોટ પાસ્ક (28 મી જૂન) અને વિશ્વ વિખ્યાત લેખક-ડિરેક્ટર જેડ બેરોન યુ.એસ.એથી (30 મી જૂન) તેમના સેશનસ કર્યા હતાં.
આંતરરાષ્ટ્રીય સેશન પછી તરત જ ભારતીય થિયેટર નિષ્ણાતોની લાઇન-અપ પણ 1 લી જુલાઈ થી તૈયાર કરવામાં આવી હતી. જેમાં થિયેટરના નિષ્ણાત એમ.એસ. સથ્યુ અને પ્રસન્ના, થિયેટર અને બોલિવૂડ અભિનેત્રી સોનાલી કુલકર્ણી, થિયેટર અને બોલિવૂડ ના એક્ટર રાજપાલ યાદવ અને રજત કપૂર, સંગીત દિગ્દર્શક કુલદીપ સિંહ, જાણીતા લેખકો રણજિત કપૂર અને સૌમ્યા જોશી, એક્ટર સુમિત રાધવન, વામન કેન્દ્રે (ભૂતપૂર્વ નિંદશક – નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા), પરવેઝ અખ્તર જી, અપરા મેહતા અને ભારતી આચરેકર નો સમાવેશ થાય છે.
ભારતીય થિયેટર ઉધોગને બોલીવુડ, રમતગમત, સંગીત અને અન્ય ડિજિટલ મનોરંજન પ્લેટફોર્મની તુલનામાં પ્રેક્ષકો, કોર્પોરેટ્સ અને અન્ય સંસ્થાઓ નું સમર્થન ઓછું છે પરંતુ કોકોનટ થિયેટરના સતત પ્રયત્નો સાથે આ વધતા આ સેશન્સ જેણે આ લોકડાઉન દરમિયાન અસાધારણ પરિણામો દર્શાવ્યા છે. ચાય-વાઈ અને રંગમંચ – 2020 ની કલ્પનાને પ્રશંસા કરતા ભારતીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર બિરાદરી તરફથી અમને ઉત્સાહી પ્રતિસાદ મળી રહ્યો છે.
રશ્મિન મજીઠીયા, મેનેજિંગ ડિરેક્ટર (કોકોનટ મીડિયા બોક્સ એલએલપી) એ જણાવ્યું હતું કે “અમારો ઉદ્દેશ સમગ્ર થિયેટર બિરાદરી ને એક માધ્યમ થી રાષ્ટ્રીય અને વૈશ્ર્ચિકરૂપે જોડી રાખવાનો કરવાનો છે. જેથી નાટક ને શીખવા અને એમાં કારકિર્દી બનાવવા પર ભાર મૂકી શકાય. અમારું લક્ષ્ય 31 જુલાઈ 2020 પહેલાં 100 સેશનસ પૂર્ણ કરવાનું છે. આ સંગ્રહ ટૂંક સમયમાં કોકોનટ થિયેટર ની યુટ્યુબ ચેનલ પર વિના મૂલ્યે ઉપલબ્ધ થશે.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight − four =

જાહેરાત

રાજ્ય

ગુજરાત સરકારે જાહેર કરી નવી ઉદ્યોગ નીતિ: શું છે નવું જાણો…

ગુજરાત સરકારે જાહેર કરી નવી ઉદ્યોગ નીતિ: શું છે નવું જાણો…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરી છે. વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને માહિતી આપી હતી. રાજ્યમાં નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. કોઈ પણ જગ્યાએ જમીનની કિંમત ભારે હોય છે. જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે.

31 ડિસેમ્બર 2019 ના રોજ ઉદ્યોગ નીતિ પૂરી થઈ છે. જેને 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસ ને સમર્થન મળ્યું હતું. ભારત સરકારના જાહેર કરેલા આંકડા પ્રમાણે 49 મિલીયન ડોલર યુએસનું મૂડીરોકાણ દેશની સરખામણીમાં ગુજરાતમાં આવ્યું હતું. જેથી ગુજરાત નંબર વન બન્યું છે.

 

ગુજરાતમાં રોકાણમાં 333% પણ વધારો થયો છે. ભારતમાં વધારો 48 ટકા હતો જ્યારે ગુજરાતનો વધારો 333% હતો. ભારત સહિત ઈન્ટરનેશનલ આંકડાકીય મુખ્ય પ્રમાણે સમગ્ર દેશમાં બેરોજગારી દર સૌથી નીચો ૩.૪ ટકા છે. ગુજરાતના msme માં વધારો થયો છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાત ભારતના કુલ રાજ્યો ઉત્પાદનમાં 17 ટકા સાથે ગુજરાત નંબર વન છે. ગુજરાતે જીડીપી માં 13 ટકા વૃદ્ધિ મેળવી છે.

વધુ વાંચો

રાજ્ય

જાલિયાદેવાણી અને ધુનડામાં ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ

લાલપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે બે ઈંચ ખાબકયો : જોડિયા અને જામજોધપુરમાં એક-એક ઈંચ : જામનગર-કાલાવડમાં ધીમી ધારે અડધો ઈંચ પાણી વરસ્યું 

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન સામાન્ય ઝાપટાંથી સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. જેમાં લાલપુરમાં બે, જોડિયામાં તથા જામજોધપુરમાં એક-એક ઈંચ પાણી પડયું હતું. જ્યારે જામનગર-કાલાવડમાં વધુ અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણી અને જામજોધપુર તાલુકાના ધૂનડામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, જામનગર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. જેમાં જિલ્લાના મુખ્ય તાલુકા મથકો પૈકીના લાલપુરમાં વધુ બે ઈંચ પાણી  પડયું હતું. જ્યારે જોડિયાની જામજોધપુરમાં એક-એક ઈંચ તથા જામનગર અને કાલાવડમાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ધ્રોલમાં સામાન્ય ઝાપટું પડયું હતું. જામનગર જિલ્લામાં પડેલા વરસાદમાં ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં અને જામજોધપુરના ધૂનડા ગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો અને જામનગરના ધુતારપર, લાલપુરના મોટા ખડબા અને કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામજોધપુર તાલુકાના જામવાડી, પરડવા, ધ્રાફા, શેઠવડાળામાં સવા બે – સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ લાલપુરના ડબાસંગ, ભણગોર, કાલાવડના ખરેડી, જામનગરના અલિયાબાડામાં પોણા બે ઈંચ વરસાદ પડયો છે અને લાલપુર તાલુકાના પીપરટોડા, પડાણા અને મોડપર, જામજોધપુરના સમાણા, કાલાવડના નવાગામ, જામનગરના ફલ્લા, જામવણથલી, વસઈ, લાખાબાવળમાં એકથી સવા ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. ઉપરાંત જામનગરના મોટી બાણુંગર, કાલાવડના મોટા વડાળા અને પાંચદેવડા, નિકાવા, જામજોધપુરના વાંસજાળિયામાં એક-એક ઈંચ પાણી વરસ્યું છે તથા જામનગર તાલુકાના દરેડ, જોડિયાના હડિયાણા, બાલંભા, પીઠડ, ધ્રોલના લૈયારામાં અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે વરસાદ પડયો છે.

વધુ વાંચો

રાજ્ય

અમદાવાદ મંડળ ને મળ્યું ભારતીય રેલ્વે નું સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રીક એન્જિન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત સરકાર ની મેક ઇન ઈન્ડિયા યોજના અંતર્ગતપૂર્ણ રીતે દેશ માં બનેલું ભારતીય રેલ નું અત્યાર સુધીનું સર્વાધિક શક્તિશાળી રેલ એન્જિન WAG-12 ત્રણ દિવસ માટે અમદાવાદ મંડળ ને મળ્યું છે જ્યાં આને સફળતા પૂર્વક ચલાવવા માટે સબંધિત સ્ટાફ ને આવશ્યક પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે

અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક  દિપક કુમાર ઝા એ જણાવ્યુ કે માનનીય પ્રધાનમંત્રી ના આત્મનિર્ભર ભારત ના સપના ને સાકાર કરતાં આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રેલ એન્જિન છે જે 12000 હોર્સ પાવર નું છે તથા 6000 ટન ક્ષમતા ની માલગાડીને 100 KMPH ની ક્ષમતા થી ટ્રેક પર દોડી શકે છે અને આમાં હાઈરાઇજ પેંટોગ્રાફ છે. વર્તમાન માં આને અમદાવાદ મંડળ ના 100 લોકોપાયલોટ અને સહાયક લોકો પાયલોટ ને ટ્રેનીંગ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.અત્યાર માં આ4 રેલ એન્જિન ગેરતપુર-સુરેન્દ્રનગર તથા બોટાદ-ધોળા જં રેલ ખંડો માં કાર્ય કરશે તથા સબંધિત મંજૂરી મળ્યા પછી આને અમદાવાદ-પાલનપુર તથા અમદાવાદ-ગાંધીધામ રેલખંડો પર ચલાવવામાં આવશે.

શ્રી ઝા ના અનુસાર આ રેલ એન્જિન નું નિર્માણ મધેપુરા ઇલેક્ટ્રીક લોકોમોટિવ પ્રા.લિ માં કરવામાં આવી રહ્યું છે તથા આ 1GBT બેસ 3 ફેજ ડ્રાઈવ તથા 12000 HP ની વીજળી નું એન્જિન છે જેનાથી આવનારા સમય માં પૂર ઝડપે માલગાડીઓ દોડાવવામાં આવશે તથા ટ્રેક પર ટ્રેનો નું સંચાલન સુગમતા પૂર્વક કરી શકાશે તથા કાર્ગો સ્પીડ વધશે અને રોડ ટ્રાફિક ને પુન: રેલ્વે તરફ આકર્ષિત કરવામાં સહાયક થશે. આ અત્યાધુનિક રેલ એન્જિન ના પરિચાલન થી ડીઝલ અને વિદેશી મુદ્રા ની બચત થશે તથા એર પોલ્યુશન તથા કાર્બન ફૂટપ્રિંટ બને ઓછું થઈ શકશે.ભારતીય રેલ્વે માં જ્યાં ટ્રેક પર વળાંક અને ચઢાઈ થાય છે તથા લોડ પર બેકિંગ પાવર ની જરૂરત પડે છે આ એન્જિન થી તે નિર્ભરતા સમાપ્ત થઈ જશે તથા એકલું આ પોતાની જાતે 6000 ટન ક્ષમતા ની માલગાડી ને પૂરી સ્પીડ થી ચલાવવામાં સક્ષમ છે.

વરિષ્ઠ મંડળ વીજળી એન્જિનિયર એ.સુંદરેસન એ જણાવ્યુ કે ભારત દુનિયા નો છઠ્ઠો આવો દેશ જ્યાં આ શક્તિશાળી રેલ એન્જિન નું પરિચાલન કરવામાં આવી રહ્યું છે.આની નોર્મલ સ્પીડ 100 KMPH છે જેને 120 KMPH પર ચલાવી શકાય છે.આ લોકો ની લંબાઈ 35 મીટર છે તથા આમાં એક હજાર લીટર હાઇ કંપ્રેશર કેપેસિટી ના બે ટેંક છે.આ રેલ એન્જિન ના આવવાથી ઘાટ સેક્શન માં બે એન્જિન લગાવવા માથી પણ મુક્તિ મળશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ