જામનગર
ભારતીય નૌસેના દ્વારા સમુદ્રતટ સંરક્ષણ કવાયત
ભારતીય નૌસેના દ્વારા સમુદ્રતટ સંરક્ષણ કવાયત

પ્રકાશિત
2 weeks agoon
By
ખબર ગુજરાત

જામનગર સહિત સમગ્ર દેશમાં દરિયાઈ વિસ્તારમાં ભારતીય નૌસેના દ્વારા વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને તા.12 અને 13 જાન્યુઆરીના રોજ ‘સી વિજીલ 21’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સમુદ્રતટ સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં નૌસેનાની સાથે એસઓજી, મરીન પોલીસ આ અભિયાનમાં જોડાઈ હતી.
સમગ્ર ભારતમાં યોજાતી દ્વિવાર્ષિક સમુદ્રતટ સંરક્ષણ કવાયતના બીજા સંસ્કરણ ‘સી વિજીલ 21’નું આયોજન 12- 13 જાન્યુઆરી 2021ના રોજ કરવામાં આવશે. આ કવાયતનું પ્રથમ સંસ્કરણ જાન્યુઆરી 2019માં યોજવામાં આવ્યું હતું; આ કવાયત ભારતના સંપૂર્ણ 7516 કિમીના દરિયાકાંઠા વિસ્તારમાં યોજાશે અને વિશેષ ઇકોનોમિક ઝોન પણ તેમાં આવરી લેવામાં આવશે. તેમાં દરિયાકાંઠાના તમામ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ માછીમાર સમુદાય અને દરિયાકાંઠાના સમુદાયો સહિત અન્ય સમુદ્રી હિતધારકો સામેલ રહેશે. આ કવાયતમાં સંકલનનું કાર્ય ભારતીય નૌસેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમુદ્રી માર્ગનો ઉપયોગ કરીને મુંબઇમાં 26/11 આતંકી હુમલો કરવામાં આવ્યો તે પછી સમગ્ર સમુદ્રકાંઠાની સુરક્ષાનું સેટઅપ ફરીથી તૈયાર કરવામાં આવ્યું છે.
ભૌગોલિક વિસ્તાર, સામેલ હિતધારકોની સંખ્યા, ભાગ લઇ રહેલા એકમો અને પૂરા કરવાના હેતુઓના સંદર્ભમાં આ કવાયતની વ્યાપકતા અને પરિકલ્પનાનું વિસ્તરણ અભૂતપૂર્વ છે. આ કવાયત મુખ્ય થિયેટર સ્તરની કવાયત TROPEX થિયેટર સ્તર પૂર્વ તૈયારી પરિચાલન કવાયતની જેમ તૈયાર કરવામાં આવી છે, જે ભારતીય નૌસેના દ્વારા દર બે વર્ષે યોજવામાં આવે છે. સી વિજીલ અને TROPEX બંને સાથે મળીને સમુદ્રી સુરક્ષા સંબંધિત તમામ પ્રકારના પડકારો આવરી લેશે.
જેમાં શાંતિથી સંઘર્ષ સુધીના પરિવર્તન સહિતની તમામ બાબતો આવરી લેવામાં આવી છે. ભારતીય નૌસેના, તટરક્ષક દળ, કસ્ટમ્સ અને અન્ય સમુદ્રી એજન્સીઓની અસ્કયામતો સી વિજીલમાં ભાગ લેશે જેની સુવિધા સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, જહાજ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, કસ્મ્ટસ, રાજ્ય સરકારો અને કેન્દ્ર/રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે.
તમને વાંચવા ગમશે
-
જામનગરમાં ચૂંટણી આચારસંહિતાના અમલ સાથે હોર્ડીંગ્સ હટાવવાની કાર્યવાહીનો પ્રારંભ
-
છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ
-
દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
-
મદદનીશ ટીડીઓને વાહનની ઠોકર: ઇજાઓ
-
જામનગરના ગુરૂદ્વારા વ્યસ્ત જંકશન પર ધણીધોરી વિના ચાલતો ટ્રાફિક : વાહનચાલકો પરેશાન
-
કે.ડી.જવેલર્સ દ્વારા ‘THE TRUNK SHOW’ એકિઝબીશનનું આયોજન
જામનગર
છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ
સંતો-મહંતો અને શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મંદિર ખાતે કાર્યક્રમ





પ્રકાશિત
3 hours agoon
January 23, 2021By
ખબર ગુજરાત

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી ફેબ્રુઆરીથી રામમંદિર નિર્માણનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કામગીરી 3 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે. અને મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનનું સમગ્ર દેશનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ મહાનિર્માણના કામમાં કરોડો દેશવાસીઓને જોડવામાં આવ્યા છે. જામનગર સહિત સમગ્ર દેશમાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધિ(ફંડ) એકત્રીકરણ કાર્યક્રમ વ્યાપક સ્તરે ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ મહાનિર્માણ માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું એકત્રિકરણ થઇ ચૂકયું છે. ફેબ્રુઆરી માસ દરમ્યાન પણ સમગ્ર દેશમાં નિધિ એકત્રિકરણ કામગીરી કરવામાં આવશે.
છોટીકાશી જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણંદાબાવા સેવા સંસ્થા તથા મોટી હવેલી સંપ્રદાય દ્વારા આ નિધિ એકત્રિકરણમાં પ્રત્યેક સંપ્રદાય દ્વારા રૂા.5,55,555ના ચેક તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજે શનિવારે સાંજે જામનગરમાં તળાવની પાળે આવેલાં વિશ્વ પ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે નિધિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શાસ્ત્રી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ તથા ખિજડા મંદિરના શ્રી લક્ષ્મણદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડો.કિશોર દવે તથા સિનિયર ટ્રસ્ટી વિનુભાઇ તન્ના દ્વારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલીયાને બાલા હનુમાન મંદિર દ્વારા રૂા.5,55,555નો ચેક નિધિ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, અગ્રણી બિઝનેસમેન કનુભાઇ કોટક, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રેસિડેન્ટ લાખાભાઇ કેશવાલા તથા વેપારી અગ્રણી અરવિંદભાઇ પાબારી સહિતના શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોને વંદન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં.
જામનગર
જામનગરમાં યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યા





પ્રકાશિત
5 hours agoon
January 23, 2021By
ખબર ગુજરાત

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા યુવકે કોઇ અકળ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી યુવતી તેણીના ઘરે દૂધ ગરમ કરવા જતા સમયે અકસ્માતે દાઝી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જામનગર શહેરના સાધના કોલોની એમ-75 સામે આવેલા મયુર બંગલોમાં રહેતા પ્રશાંતભાઈ શુકલાનો પુત્ર ધ્રુવ શુકલા (ઉ.વ.18) નામના વિપ્ર યુવકે શુક્રવારે બપોરના સમયે તેના ઘરે કોઇ અકળ કારણોસર પંખામાં કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મેહુલભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો ડી.કે. ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા વાલીબેન જાલુભાઈ ધોડા નામની યુવતી ગત તા.16 ના રોજ સાંજના સમયે તેના ઘરે દૂધ ગરમ કરતી હતી તે દરમિયાન પવનના કારણે ચૂલાના ઝાળ કપડામાં અડી જતા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પાલરભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર. આર. કરંગીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર
1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ થશે જામ્યુકોનું બજેટ
કર દર દરખાસ્તોમાં કોઇ ફેરફાર કરી શકાશે નહીં





પ્રકાશિત
5 hours agoon
January 23, 2021By
ખબર ગુજરાત

આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ જામનગર મહાપાલિકાનું બજેટ રજૂ થશે. આ માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલ જામ્યુકોની સામાન્ય સભા અસ્તિત્વમાં ન હોય આ બજેટમાં કોઇપણ નીતિ વિષયક દરખાસ્ત કે નિર્ણયો કરવામાં આવશે નહીં. જામનગર મહાપાલિકાનું નાણાંકિય વર્ષ 2021-22નું બજેટ આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ચીફ એકાઉન્ટન્ટ દ્વારા બજેટને કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે અને કમિશનર જ તેને મંજૂરી આપશે. જો કે, આ બજેટને અંતિમ મંજૂરી કોણ આપશે તે હજુ નિશ્ર્ચિત નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, નિયમ મુજબ 20 ફેબ્રુઆરી પહેલાં બજેટને સામાન્ય સભામાં બહાલી આપી દેવાની હોય છે. પરંતુ 20 ફેબ્રુઆરી સુધીમાં નવી બોડી રચાઇ તેવી સંભાવના ઓછી હોય હાલ તૂર્ત કમિશનર જ આ બજેટને મંજૂરી આપશે અને આગળનો નિર્ણય રાજય સરકારની સૂચના મુજબ કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર બજેટની દરખાસ્તો રાબેતા મુજબની હશે. જેમાં હાલના કર દર જે છે તે પ્રમાણે જ રાખવામાં આવશે. જો કે, કાયદાકિય જોગવાઇ મુજબ નવી બોડી આવ્યા બાદ પુરક બજેટ રજૂ કરીને નવી કર દરની દરખાસ્તો કરી શકે છે. ઉપરાંત નીતિ વિષયક બાબતોનો પણ ઉમેરો કરી શકાય છે.



જામનગરમાં ચૂંટણી આચારસંહિતાના અમલ સાથે હોર્ડીંગ્સ હટાવવાની કાર્યવાહીનો પ્રારંભ


છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ


દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
ટ્રેન્ડીંગ
-
રાજ્ય1 week ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય5 days ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત