Connect with us

સ્પોર્ટ્સ

ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2020ની પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું

આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વરચે મુકાબલો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2020ની પહેલી મેચમાં અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું છે. 163 રનનો પીછો કરતા ચેન્નઈએ 4 બોલ બાકી રાખીને મેચ જીતી હતી. તેમના માટે અંબાતી રાયુડુએ IPL કરિયરની 19મી ફિફટી ફટકારતાં સર્વાધિક 71 રન કર્યા. જયારે ફાફ ડુ પ્લેસીસે પણ ફિફટી મારી હતી. તેણે અણનમ 58 રન કર્યા હતા તેમજ છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા સેમ કરને 6 બોલમાં 18 રન કરીને અંતે મેચમાં માત્ર ઔપચારિકતા બાકી રાખી હતી.આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વરચે મુકાબલો છે. આર. અશ્વિન, અમિત મિશ્રા અને અક્ષર પટેલ જેવા અનુભવી સ્પિનર્સની હાજરીના કારણે દિલ્હી કેપિટલ્સનું રવિવારે આઇપીએલ ટી૨૦ ક્રિકેટ લીગમાં રમાનારા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે પલડુ ભારે રહેશે. બંને ટીમોનો ૧૩મી સિઝનમાં પ્રથમ મુકાબલો રહેશે જેનો સાંજે ૭:૩૦ કલાકથી પ્રારંભ થશે. દિલ્હી અને પંજાબની ટીમોમાં લોંગ શોટ્સ રમે તેવા મેચવિનર ખેલાડીઓ છે પરંતુ યુએઇની ધીમી પિચ ઉપર અશ્વિન, મિશ્રા અને અક્ષરની ત્રિપુટી પંજાબની ટીમને ભારે પડી શકે છે. આ મુકાબલો દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બેટિંગમાં દિલ્હી પાસે ભારતીય અને વિદેશી ખેલાડીઓનું સારું મિશ્રણ છે. જેમાં પૃથ્વી શો, રિષભ પંત, શ્રેયસ ઐય્યર, શિખર ધવન તથા વેસ્ટ ઇન્ડિઝનો શિમરોન હેતમાયર છે. કિંગ્સ ઇલેવનનું મજબૂત પાસું તેના વિદેશી બેટ્સમેનોનું છે. પંજાબ પાસે ગેઇલ, મેક્સવેલ તથા સુકાની રાહુલ જેવા લોંગ શોટ્સ રમી શકે તેવા બેટ્સેમનો છે.

સ્પોર્ટ્સ

ટુર્નામેન્ટમાં અમારા અંતિમ દર્દનાક 12 કલાક બચ્યાઃ ધોની

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હાલમાં UAEમાં રમાઈ રહેલી IPL 2020 સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અત્યાર સુધીની સૌથી ખરાબ સિઝન સાબિત થઈ છે. પ્રથમ સુરેશ રૈના અને હરભજન જેવાં દિગ્ગજ ખેલાડીઓએ રમવાનો ઈન્કાર કર્યો. અને બાદમાં માહીની આગેવાનીવાળી CSK આ સિઝનમાં સતત ખરાબ પર્ફોર્મન્સ આપતી રહી. જેના કારણે હવે નોબત એ આવી છે કે, IPLના પ્લેઓફમાંથી CSK બહાર ફેંકાઈ ગયું છે. જે બાદ ધોની નું દર્દ પણ છલકાઈ આવ્યું છે, તો સાક્ષી એ પણ ભાવુક થઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

ધોનીએ મેચ બાદ કહ્યું હતું કે, સારું પ્રદર્શન ન કરવા પર દુઃખ થાય છે. ટુર્નામેન્ટમાં અમારા અંતિમ દર્દનાક 12 કલાક બચ્યા છે. અમને તેની પૂરી મજા લેવાની છે. તેનાથી કોઈ ફરક પડતો નથી કે પોઈન્ટ ટેબલમાં અમે ક્યાં છીએ. જો તમે ક્રિકેટની મજા લઈ રહ્યા નથી તો તે ક્રૂર અને દર્દનાક થઈ શકે છે. હું મારા યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છું. આ પરફેક્ટ પ્રદર્શનમાંથી એક હતું. તમામે રણનીતિ પર અમલ કર્યો. અમે વિકેટ લીધી અને તેઓને ઓછા સ્કોર પર રોક્યા.

તો ધોનીની પત્નીએ સાક્ષીએ પણ ટ્વીટ કરીને એક કવિતા લખી છે. જેમાં લખ્યું છે કે, આ ફક્ત એક ગેમ છે. કોઈ પણ હારવા નથી માગતું. પણ બધા જીતી શકતા નથી. અમુક જીતે છે અને અમુક હારે છે. અમુક થોડું ગુમાવી છે પણ તે ફક્ત એક ખેલ છે. જ્યાં એક દિલ જીતનો જશ્ન મનાવી રહ્યું છે, તો બીજું તૂટી રહ્યું છે. આટલાં વર્ષો વીતિ ગયા, અમે મોટી જીત પણ જોઈ અને હાર પણ. પોતાની ભાવનાઓને ખેલભાવના પર હાવી થવા દેજો નહીં. તમે ત્યારે પણ વિજેતા હતા, તમે આજે પણ વિજેતા છો. અસલી યોદ્ધા લડવા માટે જ જન્મે છે. તે અમારા દિમાગ અને દિલમાં હંમેશા સુપરકિંગ્સ બનીને રહેશે.

IPL 2020માં રાજસ્થાન રોયલ્સ (RR)ની મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે જીતની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની પ્લેઓફમાં જવાની સંભાવના પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. CSKએ 12 મેચ રમી છે અને તેમાં 8માં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈના હાલ 8 અંક છે અને તેની 2 મેચ હજુ બાકી છે. જો તે બંને મેચ જીતી પણ જાય છે તો તેના પોઈન્ટ 12 જ રહેશે. રાજસ્થાનની ટીમ મુંબઈ સામે જો પોતાનો મુકાબલો હારી જાય છે. તે તેના પણ 8 જ અંક થતા, પણ તેવામાં ચેન્નાઈની પાસે પ્લેઓફ માટે અન્ય ટીમો પર નિર્ભરતા રહેતી, પણ તેવું થઈ શક્યું નહીં.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

કિંગ્સ ઇલેવન પંજાબની જીત બાદ પ્રીટિ ઝિન્ટા નો ખુશીવ્યક્ત કરતો વીડિઓ વાયરલ

કિંગ્સ ઇલેવન પંજાબની જીત બાદ પ્રીટિ ઝિન્ટા નો ખુશીવ્યક્ત કરતો વીડિઓ વાયરલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આઈપીએલ 2020 ની શરૂઆતમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને વધારે સફળતા મળી ન હતી, પરંતુ આ ટીમે જે રીતે સતત 4 જીત મેળવી છે, તે વખાણ કરવા લાયક છે. શનિવારે પંજાબની ટીમે રોમાંચક હરીફાઈમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ને 12 રને હરાવીને પોઇન્ટ ટેબલમાં 5 મો ક્રમ મેળવ્યો હતો.

આ જીત બાદ પંજાબના ખેલાડીઓ ખૂબ ઉત્સાહિત છે, જ્યારે ટીમની માલિક પ્રીટિ ઝિન્ટાની ખુશીમાં ચાર ચાંદ લાગી ગયા છે. જીત બાદ પ્રીટિએ મેદાન તરફ ફ્લાઇંગ કિસ આપી. જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

પ્રિટિએ ટ્વિટર પર લખ્યું, ‘હું એટલી ઉત્સાહિત છું કે આજે હું સૂઈ શકીશ નહીં, પણ વાંધો નહીં, મારું પંજાબ જીત્યું છે. હું આશા રાખું છું કે અમે અમારા ફેન્સને ઝટકો આપીશું નહીં. આજે અમને સબક મળ્યો છે કે આપણે અંત સુધી હાર ન માનવી જોઇએ અને છેલ્લે સુધી લડાઇ ચાલું રાખવી જોઇએ.

પ્રીટિએ તેની જીતનો શ્રેય પોતાની ટીમના બોલરોને આપ્યો છે, જેમાં ક્રિસ જોર્ડન, મોહમ્મદ શમી, અર્શદિપ સિંઘ, રવિ બિશ્નોઇ, અશ્વિન મુરુગન અને મનદીપ સિંહ શામેલ છે. તેમજ પ્રીટિએ કેએલ રાહુલની કેપ્ટનશીપની પણ પ્રશંસા કરી છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપીલ દેવને હાર્ટએટેક આવ્યો

દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ-અટેક આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજને કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.

ડોકટર્સે આપેલી માહિતી મુજબ, કપિલ દેવની સ્થિતિ હાલ સ્થિર છે. તેઓ ખતરાથી બહાર છે. હાર્ટ-અટેકના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હર્ષા ભોગલે અને આકાશ ચોપડા સહિત અનેક ફેન્સે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ