રાષ્ટ્રીય
કોરોના અંગે કેન્દ્રની નવી ગાઈડલાઈન જાહેર

પ્રકાશિત
2 months agoon
By
ખબર ગુજરાત

કેન્દ્ર સરકારે બુધવારે કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રએ કહ્યું છે કે રાજ્યોને સાવચેતી રાખવી જોઈએ. દેખરેખ, કન્ટેનમેન્ટ તથા સાવધાનીની દ્રષ્ટિએ કડક વલણ અપનાવવું પડશે. રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે તેઓ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગૂ કરી શકે છે. કેન્દ્રની આ ગાઈડલાઈન 1લી ડિસેમ્બરથી લાગૂ થશે. કેન્દ્રએ કહ્યું છે કે અત્યાર સુધીમાં કોરોના સામેની લડાઈમાં આપણે સફળ રહ્યા છીએ, તેને આગળ પણ જાળવી રાખવાની છે. દેશમાં એક્ટિવ કેસોની ઘટી રહેલી સંખ્યાને જોતા આ બાબત સ્પષ્ટ થાય છે. અલબત, તહેવારની સિઝન તથા કેટલાક રાજ્યોમાં કેસોની સંખ્યા વધવાની સ્થિતિ જોવા મળી છે. આ રાજ્યોએ સાવચેતી રાખવી પડશે તથા કન્ટેનમેન્ટ, સર્વિલન્સ ઉપાયોને કડક રીતે લાગૂ કરવા પડશે.
ગાઈડલાઈન અનુસાર રાજ્યોએ કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. સર્વિલન્સ સિસ્ટમને મજબૂત કરવી પડશે. રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે તેઓ પોતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગૂ કરી શકે છે. કન્ટેનમેન્ટ ઝોનમાં કડક અમલીકરણ માટે લોકોની અવર-જવરને અટકાવાની રહેશે. ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ તથા મેડિકલ સામગ્રી માટે જ છૂટ મળશે. સર્વિલન્સ ટીમ ઘરે ઘરે જઈ કોરોનાના લક્ષણ ધરાવતા લોકોની ઓળખ કરશે. પ્રોટોકોલ પ્રમાણે ટેસ્ટિંગ હાથ ધરવાના રહેશે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોની યાદી બનાવવી. તેમની ઓળખ કરી ટ્રેક કરવામાં આવે તથા ક્વોરેન્ટિન કરવામાં આવે. સંક્રમિત વ્યક્તિની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે. તેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે. જરૂર પડવાના સંજોગોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. ILI અને SARI કેસને સર્વિલન્સ કરવામાં આવે અને મોબાઈલ યુનિટ તેના સંપર્કમાં રહે. નિયંત્રણો લાગૂ કરવા તથા નિયમોનું પાલન કરાવવા માટે સ્થાનિક પ્રશાસન તથા પોલીસની જવાબદારી રહેશે.
તમને વાંચવા ગમશે
-
સ્ટોક માર્કેટ વિશેષ 24-01-2021
-
મોંઘવારી મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી
-
લગ્ન પહેલાં વરુણ ધવન ની કારને અકસ્માત નડ્યો
-
CM રૂપાણી એ મોઢેરામાં ઉત્તરાર્ધ મહોત્સવ ખુલ્લો મુક્યો
-
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અન્વયે ભાજપા નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
-
ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો નો પ્રારંભ
રાષ્ટ્રીય
મોંઘવારી મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી





પ્રકાશિત
2 hours agoon
January 24, 2021By
ખબર ગુજરાત

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને મોંઘવારી મુદ્દે ઘેરી છે. તેમણે ટ્વીટર દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રસોઈ ગેસ અને ડીઝલ-પેટ્રોલના વધતા ભાવોને લઈને તેમણે ટ્વીટ કરી છે અને પીએમ મોદી ના નેતૃત્વ વાળી એનડીએ સરકાર પર નિશાન સાધ્યુ છે.
રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યુ છે મોદીજીએ GDP એટલે કે ગેસ-ડીઝલ-પેટ્રોલના ભાવોમાં જોરદાર વિકાસ કરી બતાવ્યો છે. જનતા મોંઘવારીથી ત્રસ્ત, મોદી સરકાર ટેક્સ વસૂલીમાં મસ્ત, રાહુલ ગાંધીએ ટ્વીટર પર એક અખબારનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે જેમાં તેલ અને ગેસની વધતી કિંમતોની તુલના કરવામાં આવી છે.
સ્ક્રીનશૉટમાં જણાવવામાં આવ્યુ છે કે 1 જુલાઈ, 2020એ જયપુરમાં રસોઈ ગેસના પ્રતિ સિલિન્ડર કિંમત 594.5 રૂપિયા હતી જ્યારે સાત જાન્યુઆરી 2021એ આ રકમ 698 રૂપિયા થઈ ગઈ. જયપુરમાં 1 જુલાઈ 2020એ ડીઝલના ભાવ 81.32 રૂપિયા લિટર હતુ જ્યારે હવે જાન્યુઆરી 2021માં આ 83.64 રૂપિયા થઈ ગયો છે. પેટ્રોલના ભાવોને લઈને લખ્યુ છે કે વર્ષ 1 જુલાઈ 2020એ પેટ્રોલની કિંમત 87.57 રૂપિયા હતી જે સાત જાન્યુઆરી 2021એ 91.63 રૂપિયા થઈ ગઈ.
રાષ્ટ્રીય
ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો નો પ્રારંભ





પ્રકાશિત
4 hours agoon
January 24, 2021By
ખબર ગુજરાત

લદ્દાખમાં ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે આજે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો થઈ રહી છે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બેઠક પૂર્વી લદ્દાખમાં ચૂશુલ સેક્ટરની સામેના મોલ્ડમાં મળી છે.
આ વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. તે માટેના ઉપાય કરવા માટે આઠ વખત વાટાઘાટો કરવામાં આવી ચૂકી છે. આ છતાં, કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. છેલ્લી વાર 6 નવેમ્બરના રોજ બંને સૈન્ય અધિકારીઓ વાતચીત માટે ચૂશુલમાં મળ્યા હતા. અઢી મહિના પછી મળેલી આ બેઠકમાં કોઈ સમાધાન થવાના આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગલવાનમાં થયેલી હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો સતત બગડતા રહ્યા છે. બંને દેશનું સૈન્ય ભારે શસ્ત્રો અને હજારો સૈનિકો સાથેઆમને-સામને છે. ભારતે આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેયના ખતરનાક કમાન્ડો આ વિસ્તારમાં તૈનાત કરી રાખ્યા છે. લડાકુ વિમાનો સતત ઉડાન ભઋ રહ્યા છે. કેટલાક મહિનાની સૈન્યની તૈનાતીથી તણાવ ઘટી રહ્યો નથી. ચીન તરફથી પણ આવી જ તૈયારીઓ છે.
રાષ્ટ્રીય
ઉત્તરાખંડમાં કાલે થશે ફિલ્મ ‘નાયક’વાળી, વિદ્યાર્થીની બનશે એક દિવસની સીએમ





પ્રકાશિત
1 day agoon
January 23, 2021By
ખબર ગુજરાત

ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રિય બાલિકા દિવસ 24મી જાન્યુઆરીએ એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન વિધાનસભાના રૂમ નં. 120માં બેઠક આયોજીત કરવામાં આવશે. આ સ્વીકૃતિ અને નિર્દેશ મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવત તરફથી દેવામાં આવી છે.
ઉત્તરાખંડના બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ બુધવારે મુખ્ય સચિવ ઓમપ્રકાશને એક પત્ર મોકલ્યો. તેમણે જણાવ્યું કે, 24 જાન્યુઆરીએ બાલિકાઓના સશક્તિકરણ માટે એક હોશિયાર વિદ્યાર્થિનીને મુખ્યમંત્રી પદની જવાબદારી સૌંપવામાં આવી છે. સૃષ્ટિ ગોસ્વામી ઉત્તરાખંડની એક દિવસની મુખ્યમંત્રી બનશે. એક દિવસના કાર્યકાળ દરમિયાન સૃષ્ટિ રાજ્યના વિકાસ કામોની સમિક્ષા કરશે. તે માટે નિયુક્ત વિભાગના અધિકારી વિધાનસભામાં પાંચ-પાંચ મીનિટ પોતાનું પ્રેઝેન્ટેશન આપશે. વિધાનસભા બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી આયોજીત થશે.ક્ષ સૃષ્ટિના માતા-પિતાનું કહેવું છે કે, આજે અમને ઘણો ગર્વ છે. દરેક દિકરી એક મુકામ હાંસલ કરી શકે છે બસ તેમનો સાથ આપવાની જરૂર છે. જ્યારે સૃષ્ટિ ગોસ્વામીનું કહેવું છે કે તે માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. હરિદ્વારના બહાદરાબાદમાં દૌલતપુર ગામમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી BSM PG કોલેજ, રૂડકીથી BSc એગ્રિકલ્ચરનો અભ્યાસ કરી રહી છે. મે 2018માં બાળ વિધાનસભામાં બાળ ધારાસભ્ય તરફથી તેમની પસંદગી મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી હતી. બાળ વિધાનસભામાં દર ત્રણ વર્ષમાં એક બાળ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે છે.


સ્ટોક માર્કેટ વિશેષ 24-01-2021


મોંઘવારી મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી


લગ્ન પહેલાં વરુણ ધવન ની કારને અકસ્માત નડ્યો
ટ્રેન્ડીંગ
-
રાજ્ય1 week ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય6 days ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત