Saturday, February 27, 2021
Saturday, February 27, 2021
Home રાષ્ટ્રીય લાખો ભારતીય ફેસબુક યુઝર્સના ડેટાચોરી અંગે સીબીઆઇની કાર્યવાહી

લાખો ભારતીય ફેસબુક યુઝર્સના ડેટાચોરી અંગે સીબીઆઇની કાર્યવાહી

કેન્દ્રીય તપાસ એજન્સીએ કેમ્બ્રિઝ એનાલિટિકા વિરુદ્ધ ભારતીય ફેસબુક યુઝર્સનો ડેટા ચોરી કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે. CBIએ આ કેસમાં UKની વધુ એક કંપની ગ્લોબલ સાયન્સ રિસર્ચ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી છે. આ ડેટા ચોરીમાં 5.62 લાખ ભારતીય યુઝર્સનો ડેટા સામેલ છે.આ અંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, ફેસબુક-કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા ચોરી કેસની તપાસ CBI કરશે. CBIને જવાબ સોશિયલ મીડિયા કંપની તરફથી જણાવાયું છે કે,ગ્લોબલ સાયન્સ રિસર્ચે ગેરકાયદે રીતે 5.62 લાખ ભારતીય ફેસબુર યુઝર્સનો ડેટા જમા કર્યો અને તેને કેમ્બ્રિજ એનાલિટિકા સાથે શેર કર્યો.કેમ્બ્રિજ એનાલિટિકા પર આ ડેટાનો ઉપયોગ ભારતમાં થઈ રહેલી ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, 3 એપ્રિલ, 2018ના રોજ કંપનીએ જણાવ્યું હતું કે, તેમની પાસે ભારતીયોનો કોઈ ફેસબુક ડેટા નથી. જેના વિપરીત ફેસબુકે ભારત સરકારને 5 એપ્રિલ, 2018ના રોજ જણાવ્યું હતું કે, કેમ્બ્રિજ એનાલિટિકાએ ઈન્સ્ટોલ કરાયેલી એપ દ્વારા લગભગ 5,62,455 ભારતીયોના ફેસબુક ડેટા સુધી પહોંચ બનાવી હતી. હવે આ કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે.

Most Popular