Connect with us

બિઝનેસ

સાવધાન: ગમે ત્યારે ધ્વસ્ત થઇ શકે છે શેરબજાર

નિષ્ણાંતોનો મત: અર્થતંત્ર અને બજારની ચાલનો બિલકુલ મેળ ખાતો નથી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શેર બજારમાં આ સમયે તેજી તેની ચરમસીમા પર પહોચી છે, હાલ સેન્સેક્સ 44 હજારને પાર કરી  ગયો છે, બીજી તરફ અર્થતંત્રને લઇને તમામ રિપોર્ટ નેગેટિવ ાવી રહી છે, આ સ્થિતિમાં શું હાલની આ સ્થિતિ તેજીનો પરપોટો તો નથી ને? આ સવાલ રોકાણકારોને સતાવી રહ્યો છે, કેટલાક માર્કેટ નિષ્ણાતોનું પણ એવું કહેવું છે કે માર્કેટમાં બુલિશ ટ્રેંન્ડ હવે ખતમ થવાનો છે, અને શેરબજારમાં કરેક્સન આવીશે.

નવેમ્બર મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકામકારોએ મોટા પ્રમાણમાં ખરીદી કરી છે, જેનાં કારણે શેરબજારમાં તેજી આવી છે, લોકડાઉન દરમિયાન FPIએ આ પ્રકારની ખરીદી કરી ન હતી, નવેમ્બર મહિનામાં શરૂઆતનાં 20 દિવસોમાં 44 હજાર કરોડથી વધુંનો નેટ ઇન્ફલો આવ્યો છે, આ  દરમિયાન સેન્સેક્સમાં 4200 પોઇન્ટ એટલે કે લગભગ 11 ટકાની તેજી આવી છે.

ટ્રમ્પની ટીમે અમેરિકાની ટ્રેઝરી તરફથી ઇમર્જન્સી લેન્ડિંગ પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવી દિધો છે, તેની અસર સમગ્ર વિશ્વમાં થશે, જો બાઇડેન અને ટ્રમ્પ વચ્ચેની ટશલ સમગ્ર વિશ્વનાં અર્થતંત્ર પર થઇ રહી છે, ટ્રમ્પ પોતાની ગાદી છોડ઼વા તૈયાર નથી, એવી સ્થીતીમાં તેની અસર શેર બજાર પર સીધી થશે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસમાં ઝડપથી વૃધ્ધી થઇ રહી છે, અને ફરીથી લોકડાઉન લગાવવામાં આવી રહ્યા છે, મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસ વધતા ત્યાંની સરકાર ફરીથી ટ્રેન અને પ્લેન સેવા પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે, નિષ્ણાતો પહેલેથી જ જણાવી ચુક્યા છે,કે એક મહિનામાં કોરોનાની બીજી લહેર આવશે, જે ઘણી ખતરનાક હશે, આવી સ્થિતીમાં કોરોનાનાં કેસ વધવાની સંભાવના સ્પષ્ટ જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે રિઝર્વ બેન્કનાં ગવર્નર શક્તિકાંત દાસ પણ શેર બજારની હાલની તેજી અંગે રોકાણકારોને સાવધાન કરી ચુક્યા છે, કેમ કે દેશનું અર્થતંત્ર અને શેર બજારની ચાલ બિલકુલ અલગ દિશામાં છે.

બિઝનેસ

નિફ્ટી ફયુચર ૧૩૧૩૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૩૮૨૮.૧૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૩૯૬૭.૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૩૫૮૨.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૭૯.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૧.૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૪૨૫૯.૭૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૮૫૯.૧૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૨૯૨૦.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૭૮૫.૭૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૭.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૯૮૬.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને વિદેશી ભંડોળના સતત નાણાંપ્રવાહને કારણે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના મહામારીને નાથવા વિશ્વભરમાં કોરોના વેક્સિનના પ્રયોગમાં મળી રહેલી સફળતાં અને ભારતમાં પણ આ વેક્સિનના વિતરણ માટેની વ્યવસ્થા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજયો સાથે મળીને યુધ્ધના ધોરણે તૈયારી કરવા લાગતાં આગામી દિવસોમાં આ સંકટ દૂર થવાની શકયતાના પોઝિટીવ પરિબળ વચ્ચે ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંત પૂર્વે આજે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડી જોવા મળી હતી. કોરોનાને નાથવા માટે વધુ ને વધુ કંપનીઓ રસીની શોધમાં આગળ ધપી રહી છે અને પોઝિટિવ પરિણામો મળી રહ્યા છે, જેને બજાર આવકારી રહ્યું છે. વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. યુરોપના બજારો નેગેટિવ રહ્યા હતા, જ્યારે એશિયામાં ચીન, હોંગકોંગ અને કોરિયાના બજારોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં શરૂઆતી તેજી બાદ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને ઈન્ડેક્સ નેગેટિવ ઝોનમાં આવી ગયા હતા. પરંતુ, ત્યારબાદ મેટલ, બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ અને ટેલિકોમ શેરોમાં રિબાઉન્ડ જોવા મળ્યું હતું. જેને પગલે બજારમાં નોંધપાત્ર સુધારો આવ્યા સાથે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે મેટલ, બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ટેલિકોમ, હેલ્થકેર અને બેન્કેક્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. જ્યારે બાકી બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૧ અને વધનારની સંખ્યા ૧૭૬૪ રહી હતી, ૧૮૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોનાની મહામારી નબળી પડી જવા પછી પણ વિશ્વના મોટા ભાગના દેશોમાં ભારત સૌથી ખરાબ રીતે અસર પામેલો દેશ બની રહેશે. વર્ષ ૨૦૨૫ સુધી ભારતની સ્થિતિ ખરાબ રહેશે એમ ઓકસફોર્ડ ઈકોનોમિકસના એક અહેવાલમાં જણાવાયું છે. કંપનીઓની બેલેન્સશીટસ પરનું દબાણ જે કોરોના પહેલા જ ઊભું થઈ રહ્યું હતું, તે વધુ કથળશે એમ પણ રિપોર્ટમાં જણાવાયું છે. ભારતનો આર્થિક વિકાસદર આગામી પાંચ વર્ષમાં ૪.૫૦% જોવા મળશે, જે કોરોના મહામારીના ફેલાવા પહેલા ૬.૫૦% રહેવા ધારણાં રખાતી હતી. તાણ હેઠળની કોર્પોરેટ બેલેન્સ શીટસ, બેન્કોની એનપીએના ઊંચા આંક, કેટલીક એનબીએફસીની નિષ્ફળતા તથા લેબર માર્કેટની નબળાઈઓ, જેવા પડકારો જે ભારતના વિકાસ સામે આ અગાઉથી જ અવરોધરૂપ બની રહ્યા હતા. આની પડનારી લાંબાગાળાની પ્રતિકૂળ અસર ભારતના વિકાસ દરને કોરોના પહેલાના સ્તર કરતા પણ નીચે ઘસડી જશે. ભારતનું અર્થતંત્ર ૨.૮૦ ટ્રિલિયન ડોલર જેટલું છે, ત્યારે ભારતનો આર્થિક વિકાસ દર નકારાત્મક સ્તરે ગયો હોવા છતાં દેશને વર્ષ ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનાવવાના વિકાસને ગતિ આપવા સરકારે અનેક પગલાં જાહેર કર્યા છે, પણ માંગને વધારવા તે ટૂંકા પડી રહ્યા છે.

તા.૨૭.૧૧.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૦૪૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૧૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૩૧૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૩૦૦૩ પોઈન્ટ થી ૧૨૯૭૦ પોઈન્ટ, ૧૨૯૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૧૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૯૬૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૩૦૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૯૬૯૬ પોઈન્ટ થી ૨૯૪૭૪ પોઈન્ટ, ૨૯૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • HDFC લિ. ( ૨૨૫૧ ) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૬૬ થી રૂ.૨૨૭૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • કોટક બેન્ક ( ૧૮૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૬૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૪૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૦૩ થી રૂ.૧૯૧૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • ACC લિ. ( ૧૭૦૨ ) :- રૂ.૧૬૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૬૬ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ટાઈટન લિ. ( ૧૩૩૮ ) :- એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૪ થી રૂ.૧૩૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૫૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૩૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૭૮ થી રૂ.૮૮૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • ઈન્ડીગો ( ૧૫૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૩૦ થી રૂ.૧૫૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૧૨૬ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • ભારતી એરટેલ ( ૪૭૧ ) : ટેલિકોમ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૪૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૪૫૬ થી રૂ.૪૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ભારત પેટ્રો ( ૩૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઈનરી / પેટ્રો – પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૭૩ થી રૂ.૩૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • RBL બેન્ક ( ૨૨૩ ) :- રૂ.૨૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૨૧૬ થી રૂ.૨૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

જીએસટી નંબર ઉપર ઇ-વેબિલ બનવાના બંધ થશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જી.એસ.ટી. નિયમો 138E (a) અને (b) મુજબ ખરીદનાર ઉપર અથવા વેચનારના જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ બનવાના 01 ડિસેમ્બરથી થશે બંધ

જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક નિયમોને આધીન 50000 થી ઉપરનો માલ વહન થતો હોય તો ઇ વે બિલ બનાવવું ફરજિયાત હોય છે. ઇ વે બિલ બનાવવા જવાબદાર માલ માટે ઇ વે બિલ બનાવ્યા વગર માલ વહન થતો હોય તેના ઉપર માલ જપ્તી અથવા દંડકીયા કાર્યવાહી થઈ શકે છે. કોવિડ-19 ના સમયમાં અમુક રાહતો આપી હવે 01 ડિસેમ્બર 2020 થી કોઈ કરદાતાના બે કે તેથી વધુ 3B રિટર્ન/CMP-08 રિટર્ન બાકી હશે તો તેમના જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ જનરેટ થવાનું બંધ થઈ જશે.

આ સુધારાની ખાસ વેપારીઓએ નોંધ લેવી જરૂરી છે. રિટર્ન બાકી હોય ત્યારે માલની ખરીદી વેચાણ કરવા ઇ વે બિલ બનાવવું જરૂરી હશે ત્યારે માલની ખરીદી કે વેચાણ આ ઇ વે બિલ ના બની શકવાના કારણોસર અટકી શકે છે. જેનાથી ધંધાને નુકસાન જવાની સંભાવના છે. એક વાર ઇ વે બિલ બ્લોક થયા પછી સામાન્ય રીતે રિટર્ન ભરી દેવામાં આવે તે પછીના બીજા દિવસે ઇ વે બિલ ફરી અનબ્લોક થતાં હોય છે. જો કે રિટર્ન ભરી અને ઇ વે બિલ પોર્ટલ ઉપર “અપડેટ સ્ટેટ્સ” દ્વારા આ ઇ વે બિલ તુરંત અનબ્લોક કરી શકાય છે.

જી.એસ.ટી. પોર્ટલ ઉપર મૂકવામાં આવેલ માહિત પ્રમાણે જે જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલની સવલત બ્લોક કરવામાં આવશે તેના નોંધાયેલ નંબર ઉપર SMS વડે જાણ કરવામાં આવશે. કોઈ પણ જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ બ્લોક થવા બાદ જ્યારે બાકી રિટર્ન ભરી આપવામાં આવશે ત્યારે સિસ્ટમ દ્વારા સ્વયંભૂ અનબ્લોકિંગ કરી આપવામાં આવશે. રિટર્ન ભરવાં સિવાય ઇ વે બિલ અનબ્લોક કરવાની અરજી ઓનલાઇન કે મેન્યુલ અરજી જે તે ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને કરવાની રહેશે. રિટર્ન ના ભરી શકવાના કારણો તથા રિટર્ન ભર્યા સિવાય ઇ વે બિલ અનબ્લોક કરવા અંગેના કારણો જણાવવાના રહેશે. આ અરજી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવી છે કે નહીં તે જી.એસ.આઇટી. પોર્ટલ ઉપર યુઝર સર્વિસ “વ્યૂ એડીશનલ નોટિસ/ઓર્ડર” ઉપર જોવા મળશે. સામાન્ય રીતે અધિકારી આ પ્રકારની અરજી સ્વીકારશે નહીં તેમ માનવામાં આવી રહ્યું છે. કોઈ ખાસ કાબૂ બહારના સંજોગોમાંજ ઇ-વે બિલ રિટર્ન ભર્યા વગર અનબ્લોક કરવામાં આવશે તેમ પણ માનવમાં આવી રહ્યું છે.આ પ્રકારના નિયમો લાવી કરદાતાઓ જી.એસ.ટી. હેઠળ નિયમિત બને તેવો પ્રયાસ સરકાર કરવામાં આવી રહ્યો છે.

(ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે)

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફયુચર ૧૨૯૦૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૫.૧૧.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૪૫૨૩.૦૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૪૭૪૯.૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૩૭૫૭.૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૬૭.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯૪.૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૩૮૨૮.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૦૬૨.૪૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૧૩૦.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૨૮૪૪.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૩.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૫.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૮૫૬.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના ત્રીજા કારોબારના દિવસે ભારતીય શેરબજારની તેજીની દોટ નફારૂપી વેચવાલીના કારણે અટકીને લાલ નિશાન પર બંધ હતું. કોરોના મહામારીમાંથી વિશ્વના ઊગારવા માટે ફાઈઝર દ્વારા સફળ વેક્સિન રજૂ કરવામાં આવતાં વિશ્વને આ સંકટમાંથી બહાર લાવી શકાશે એવી અપેક્ષાએ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત લેવાલીએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ઐતિહાસિક તેજી નોંધાવ્યા બાદ આજે વિશ્વભરમાં કોરોનાના બીજા-ત્રીજા વેવમાં ફરી અનેક કેસોએ વિસ્ફોટની પરિસ્થિતિ સાથે ભારતમાં પણ કોરોનાનાં કેસમાં ઝડપી વૃધ્ધી થતાં ફરીથી લોકડાઉનના અહેવાલ વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેંકિંગ-ફાઇનાન્સ શેરોમાં ફંડો દ્વારા વિક્રમી તેજીની દોટમાં બ્રેક લગાવીને ઓફલોડિંગ કરતાં અને નબળાં ગ્લોબલ સંકેતોને પગલે ભારે વેચવાલીના કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર ઓઈલ એન્ડ ગેસ લેવાલી જોવા મળી હતી, જ્યારે ફાઈનાન્સ, હેલ્થકેર, ટેલિકોમ, બેન્કેક્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. જ્યારે બાકી બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૯ અને વધનારની સંખ્યા ૧૧૧૦ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, નવેમ્બર માસમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ મોટા પ્રમાણમાં ખરીદી કરી છે, જેનાં કારણે ભારતીય શેરબજાર સતત નવી ટોચ બનાવી રહ્યું છે. નવેમ્બર માસમાં તેમણે અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૫૫,૫૫૨.૬૪ કરોડની ખરીદી કરી છે. લિક્વિડિટીને કારણે એફઆઈઆઈ ભારત સહિતના ઈક્વિટી માર્કેટમાં જંગી નાણાં ઠાલવી રહ્યા છે, પરંતુ હવે કોરોનાના કેસ વધતા એફઆઈઆઈ આ લેવાલી ચાલુ રાખે છે કે કેમ તે જોવાનું રહેશે. બીજી તરફ ડીઆઈઆઈએ નવેમ્બર માસમાં અત્યાર સુધીમાં રૂ.૩૮,૧૦૯.૮૪ કરોડની નેટ વેચવાલી કરી છે, જે અત્યાર સુધીમાં કોઈ એક જ મહિનામાં સૌથી વધારે છે. આથી ડીઆઈઆઈની ચાલ પણ પર નજર રહેશે. ભારતીય શેરબજારમાં આજે નવેમ્બર માસની એફ એન્ડ ઓ સિરીઝની એક્સપાયરી હોવાથી બજારમાં વોલેટિલિટી વધવાની સંભાવના સાથે ભારતીય શેરબજારમાં તેજી તેની ચરમસીમા પર પહોચી છે, હાલ બીજી તરફ અર્થતંત્રને લઇને તમામ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે રિઝર્વ બેન્કનાં ગવર્નર શક્તિકાંત દાસ પણ શેરબજારની હાલની તેજી અંગે રોકાણકારોને સાવધાન કરી ચુક્યા છે, કેમ કે દેશનું અર્થતંત્ર અને શેરબજારની ચાલ બિલકુલ વિરુધ્ધ દિશામાં છે તેથી સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૨૮૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૨૯૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૨૮૩૩ પોઈન્ટ થી ૧૨૮૦૮ પોઈન્ટ, ૧૨૭૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૧૧.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૯૧૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૯૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૯૦૯૦ પોઈન્ટ થી ૨૮૮૮૮ પોઈન્ટ, ૨૮૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૯૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • એશિયન પેઈન્ટ ( ૨૧૫૨ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૧૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૭૩ થી રૂ.૨૧૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૬૬ થી રૂ.૧૯૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • કોટક બેન્ક ( ૧૮૬૭ ) :- રૂ.૧૮૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૮૧૮ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૮૩ થી રૂ.૧૮૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • એસ્કોર્ટ્સ લિ. ( ૧૩૮૬ ) :- કમર્શિયલ વિહિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ગ્રાસિમ ઈન્ડ. ( ૮૪૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૬૦ થી રૂ.૮૬૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • HDFC લિ. ( ૨૧૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૬૬ થી રૂ.૨૧૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ઈન્ફોસિસ લિ. ( ૧૧૧૮ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૧૮ ) : કાર & યુટિલિટી વિહિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૩૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • જિંદાલ સ્ટીલ & પાવર લિ. ( ૨૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૨૩ થી રૂ.૨૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટાટા મોટર્સ ( ૧૭૦ ) :- રૂ.૧૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૬૪ થી રૂ.૧૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ