Connect with us

જામનગર

હોટલમાંથી ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

રોકડ તથા મોબાઇલ ફોન મળી રૂા.30,600નો મુદ્દામાલ કબજે કરાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસ નજીક આવેલ જય માતાજી હોટલમાંથી ચોરી કરનાર બે શખ્સોને રોકડ તથા મોબાઇલ ફોન મળી રૂા.30,600ના મુદ્દામાલ પકડી પાડી જામનગર એલસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્ર્વરનગરમાં રહેતા અને ખીજડિયા બાયપાસ પાસે હોટલ ધરાવતા નિલેશ નવનિતભાઈ ધુમરા (ઉ.વ.48) નામના યુવાન ગત તા.1 ના રોજ રાત્રિના સમયે તેની હોટલના રેસ્ટરૂમમાં નિંદ્રાધિન હતાં તે દરમિયાન ઓસીકાની બાજુમાં રાખેલા પાકીટમાંથી રૂા.22,000 ની રોકડ રકમ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. એલસીબીના અજયસિંહ ઝાલા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે અર્જુનભાઇ ઓમપ્રકાશ રાવ (રહે.હાલ જયમાતાજી હોટલ, ખીજડિયા બાયપાસ, મુળ.રાજસ્થાન) તથા મનોજભાઇ ગીશુભાઇ રાવ (રહે.રહે.હાલ જયમાતાજી હોટલ, ખીજડિયા બાયપાસ, મુળ.રાજસ્થાન) ના કબજામાંથી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા 20,600 તથા રૂપિયા 10,000ની કિંમતના ફોન મળી કુલ રૂા.30,600નો મુદ્દામાલ પો.સ.ઇ.બી.એમ.દેવમુરારીએ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી પો.ઇન્સ.કે.જી.ચૌધરીની સુચનાથી એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ