Connect with us

સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ રમીને મેટરનીટી લીવ પર જશે કેપ્ટન કોહલી

રોહિત શર્માને ટીમમાં સામેલ કરાયો: બીસીસીઆઇએ ટીમમાં ઘણા ફેરફાર કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જાન્યુઆરી મહિનામાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બની જશે. અને પિતા બનવા જઈ રહેલો કોહલી આ સમય પોતાની પત્ની અનુષ્કા સાથે વિતાવવા માગી રહ્યો છે. અને તેથી કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ રમીને ભારત પરત ફરી જશે. આ મામલે કોહલીએ BCCIને જાણકારી આપી દીધી છે. તો બોર્ડની બેઠકમાં રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કરાયો છે. જાન્યુઆરીમાં કોહલી પિતા બનવાનો છે અને તેથી તે 3 ટેસ્ટ મેચ નહીં રમે.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થનાર છે. ટીમ પહેલાં 3 વન-ડે મેચ રમશે અને તે બાદ 3 T20 મેચોની સીરિઝ હશે. અને તે બાદ ચાર ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. રવિવારે સીનિયર ટીમની સિલેક્શન કમિટીની બેઠક થઈ હતી અને બોર્ડની મેડિકલ ટીમના રિપોર્ટ બાદ અમુક રિપ્લેસમેન્ટ પણ કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલીએ અગાઉથી જ જણાવી દીધું તું કે, પહેલી ટેસ્ટ મેચ બાદ ભારત પરત આવી જશે. 17 ડિસેમ્બરે એડિલેડમાં ટેસ્ટ મેચ રમાશે. આ ડે નાઈટ ટેસ્ટ મેચ હશે. પણ જાન્યુઆરીમાં પિતા બનવાને કારણે વિરાટ પત્ની અનુષ્કા શર્મા સાથે રહેવા માગે છે.

BCCI પ્રેસ રીલિઝ જાહેર કરીને જાણકારી આપી કે, રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો છે. પહેલાં ઓસ્ટ્રેલિયા ટૂર માટે રોહિતને આરામ આપવામાં આવ્યો હતો અને તેની પસંદગી કરવામાં આવી ન હતી. જે બાદ મોટો વિવાદ થયો હતો. બોર્ડની મેડિકલ ટીમ રોહિતની ફિટનેશ પર નજર રાખીને બેઠી છે. શર્મા અંગે સિલેક્શ કમિટીએ વન ડે અને ટી20 સીરિઝમાં આરામ આપ્યો છે. અને ટેસ્ટ સીરિઝ માટે તેને સામેલ કરાયો છે.

આ ઉપરાંત સંજુ સેમસનને વન-ડે મેચમાં વિકેટકીપર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત ઈશાંત શર્મા સાજો થયા બાદ તેની ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તો વરુણ ચક્રવર્તીને ખભામાં ઈજાને કારણે T20 સીરિઝમાંથી હટાવી દેવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત રિદ્ધિમાન સાહા વિશે પછીથી નિર્ણય કરવામાં આવશે. કમલેશ નાગરકોટી પણ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડી નહીં શકે.

ટીમ ઈન્ડિયાની ટી20 ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (ઉપ-કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચહર, ટી નટરાજન.

ટીમ ઈન્ડિયાની વનડે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (ઉપ-કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ. શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, સંજુ સેમસન (વિકેટકીપર).

ટીમ ઇન્ડિયા ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, મોહમ્મદ. સિરાજ.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત

સ્પોર્ટ્સ

પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 66 રને પરાજય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમનો 66 પરાજય થયો છે. ઑસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પહેલી વનડેમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલી બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ 50 ઑવરમાં 374 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. આ વિશાળ સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઑવરમાં 8 વિકેટે 308 રન જ બનાવી શકી હતી.

ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા કેપ્ટન એરોન ફિંચ 114, સ્ટીવ સ્મિથ 105, વૉર્નર 69 અને મેક્સવેલના 45 રનની મદદથી 50 ઑવરમાં 6 વિકેટે 374 રન બનાવી લીધા હતા. ઑસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 156 રને પડી હતી. ભારતીય બૉલરોની ઑસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ જબરદસ્ત ધોલાઈ હતી કરી. ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે 10 ઑવરમાં 59 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બુમરાહ, સૈની અને ચહલને 1-1 વિકેટ મળી હતી.

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ધમાકેદાર બેટિંગ કરતા 76 બૉલમાં 90 અને શિખર ધવને 86 બૉલમાં 74 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ 22, કોહલી 21 અને જાડેજાએ 25 રનનું યોગદાન આપ્યું હતુ. તો અંતિમ ઑવરમાં નવદીપ સૈની અને મોહમ્મદ શમીએ શાનદાર બેટિંગ કરતા ભારતનો સ્કોર 300ની પાર કરવામાં મદદ કરી હતી. જોકે ભારત ઑસ્ટ્રેલિયાને હરાવી શક્યું નહીં અને અંતે તેનો 66 રને પરાજય થયો. ઑસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 3 અને એડમ ઝમ્પાએ 4 વિકેટ ઝડપી હતી.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી પાકિસ્તાન ક્રિકેટટીમ ના 6 ખેલાડીઓને કોરોના

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પાકિસ્તાનની ટીમ T-20 અને ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. પાકિસ્તાનની ટીમ કીવીની ધરતી પર પહોંચ્યા બાદ પ્રોટોકોલ મુજબ કોરોના ટેસ્ટ કરાવ્યા અને આ વચ્ચે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડ પહોંચી પાકિસ્તાની ટીમના એક જ સાથે 6 સભ્યો કોરોના પોઝિટિવ આવતા સનસનાટી મચી જવા પામી છે. ખુદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ વાતની જાણકારી આપી હતી.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18મી ડિસેમ્બરથી સિરીઝનો પ્રારંભ થનારો છે પરંતુ હાલમાં પાકિસ્તાની ટીમ કોરોનાના પ્રોટોકોલ હેઠળ ક્રાઇસ્ટચર્ચમાં કોરેન્ટાઈન છે. આઇસોલેશન ના પહેલા જ દિવસે ખેલાડીઓએ નિયમોનો ભંગ કર્યો હતો. આ ખેલાડીઓમાં શાહિદ અસ્લમ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ તથા અન્ય બે ખેલાડીનો સમાવેશ થાય છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક યાદીમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના 6 ખેલાડીઓનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ખેલાડીને હવે આઇસોલેશનની સવલતમાંથી કોરોન્ટાઈન કરવાના રહેશે. આ સાથે જ પાકિસ્તાની ટીમ પર કેટલાક નિયંત્રણ આવી ગયા છે. અગાઉ આઇસોલેશન દરમિયાન પાકિસ્તાની ટીમને ટ્રેનિંગની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે તે સ્થગિત કરી દેવામાં આવી છે અને આ મામલે તપાસ હાથ ધરાશે. તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી પ્રવાસી ટીમને પ્રેક્ટિસ કરવા દેવામાં આવશે નહીં.

પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ માટે રવાના થઈ તે અગાઉ લાહોરમાં તમામ ખેલાડીના કુલ મળીને ચાર ટેસ્ટ કરાવાયા હતા અને એ તમામમાં નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડી ન્યૂઝીલેન્ડ માટે રવાના કરવામાં આવ્યા હતા. કોરોના લોકડાઉન બાદ પાકિસ્તાની ટીમ બીજો પ્રવાસ ખેડી રહી છે. અગાઉ તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા. હાલમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ન્યૂઝીલેન્ડમાં છે અને શુક્રવારથી તેની ઇન્ટરનેશનલ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

IPL દરમિયાન ગાંગુલીએ 22 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે ખુલાસો કર્યો છે કે તેઓએ 22 વખત કોરોના ટેસ્ટ કરાવ્યા છે. ગાંગુલીએ કહ્યું કે કોરોના મહામારી વચ્ચે છેલ્લા સાડા ચાર મહિનામાં, તેમણે પ્રતિબદ્ધતાઓને પરિપૂર્ણ કરવા માટે લગભગ 22 કોવિડ -19 ટેસ્ટ કરાવ્યા હતા.

આઈપીએલની 13 મી સીઝનને કારણે બીસીસીઆઈના પ્રમુખ ગાંગુલી 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઈમાં હતા. વર્ચ્યુઅલ મીડિયા કોન્ફરન્સ ‘લિવિંગાર્ડ એજી’ ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમણે કહ્યું કે 22 વાર કોરોના તપાસ કર્યા પછી પણ તેઓ પોઝિટીવ નથી આવ્યા.

જ્યારે તેની આસપાસના લોકો પોઝિટીવ જોવા મળ્યા હતા. આ કારણોસર, કદાચ તેમને કોવિડ -19 તપાસ પણ કરવી પડી હતી.બીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે તે તેમના વૃદ્ધ માતા-પિતા સાથે રહે છે. તે દુબઈ પણ ગયો હતો. શરૂઆતમાં, તે પોતાના માટે, પણ બાકીના લોકો માટે ખૂબ જ ચિંતિત હતો

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યુ હતુ કે મને સતત ચિંતા એ સતાવતી રહી કે ક્યાંક મારા કારણે તેમને ચેપ ન લાગે. હાલ સમય એવો આવી રહ્યો છે કે લોકોએ ખુબજ સંભાળીને રહેવુ જોઇએ.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ