Connect with us

રાષ્ટ્રીય

માતૃભાષામાં ઝડપથી શીખી શકાય છે: વડાપ્રધાન મોદી

નવી શિક્ષણ નીતિથી પુસ્તકોનો બોજ પણ ઘટશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) પર આયોજીત કોન્કલેવને સંબોધિત કરતાં સ્પષ્ટતા કરી કે આખરે બાળકોને પાંચમા ધોરણ સુધી તેમની માતૃભાષામાં જ શિક્ષણ આપવાની ભલામણ નવી શિક્ષણ નીતિમાં કેમ કરાઇ. તેમણે કહ્યું કે માતૃભાષામાં શીખવાની ગતિ ઝડપી હોય છે.

પીએમે કહ્યું કે બાળકોના ઘરે બોલાતી ભાષા અને સ્કૂલમાં અભ્યાસની ભાષા એક જ હોવાથી બાળકોના શીખવાની ગતિ શ્રેષ્ઠ હોય છે. આ એક બહુ મોટું કારણ છે, આથી જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી પાંચમા ધોરણ સુધી બાળકોને તેમની માતૃભાષામાં જ અભ્યાસ પર સહમતિ આપવામાં આવે. જેથી કરીને બાળકોનો પાયો તો પાકો થશે જ સાથો સાથ આગળના અભ્યાસ માટેનો પાયો વધુ મજબૂત થશે.

કોન્કલેવમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું માળખું તૈયાર કરનાર ડૉ.કસ્તૂરીરંગન અને તેમની ટીમ, વિભિન્ન યુનિવર્સિટીઓના કુલપતિ અને જાણીતા શિક્ષણવિદોએ ભાગ લીધો.

PMએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ દેશની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક વૈશ્વિક મૂલ્યો પર ખરા ઉતારવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે આપણી એજ્યુકેશન સિસ્ટમ વર્ષોથી જૂના ઢઆંચા પર ચાલતી રહી હતી તેના લીધે નવા વિચાર, નવી ઉર્જાને પ્રોત્સાહન મળી શકયું નથી. પીએમે કહ્યું કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં લાંબા સમયથી મોટા ફેરફાર થયા નહોતા. કયારેયક ડૉકટર, કયારેક વકીલ , કયારેક એન્જિનિયર બનવાની હોડ લાગી.

PM એ આગળ કહ્યું કે જમાનો શું વિચારે છે થી લઇ કેવી રીતે વિચારવાનું છે તરફ આગળ વધી ગયો છે. મોદીએ કહ્યું કે અત્યાર સુધી આપણી શિક્ષણ વ્યવસ્થામાં વોટ ટુ થિંક પર ફોકસ કરી રહ્યું છે જ્યારે આ શિક્ષણ નીતિમાં હાઉ ટુ થિંક પર બળ આપી રહ્યું છે. દરેક માહિતી મોબાઇલ પર ભરેલી પડી છે. એવામાં એ જરૂરી છે કે કંઇ માહિતી પ્રાપ્ત કરવી જોઇએ અને શું ભણવાનું છે.

તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ પુસ્તકોનો બોજ પણ ઓછો કરશે. પીએમે કહ્યું કે શિક્ષણ નીતિમાં પ્રયાસ કરાયો છે કે જે લાંબા સિલેબસ હોય છે, ઢગલાબંધ પુસ્તકો હોય છે તેની જરૂરિયાત ઘટાડવામાં આવે. હવે કોશિષ એ છે કે બાળકોને શીખવા માટે ડિસ્કવરી બેઝ્ડ, ઇન્કવાયરી બેઝડ, ડિસ્કશન બેઝડ અને એનાલિસિસ બેઝડ એજ્યુકેશન પર જોર આપવામાં આવે. જેથી કરીને બાળકોમાં શીખવાનો ઉત્સાહ વધશે.

રાષ્ટ્રીય

ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પેટીએમ એપ્લીકેશન રિમૂવ

ગ્રાહકોના પૈસા સુરક્ષિત : પેટીએમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી Paytm (પેટીએમ) ગૂગલ પ્લે સ્ટોર પરથી ગાયબ થઈ છે. જોકે પેટીએમની અન્ય એપ પેટીએમ બિઝનેસ, પેટીએમ મોલ્સ હજુ પણ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. તો એપ સ્ટોર પર પણ એપ અવેલેબેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરી છે.

ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમ રિમૂવ કરવા માટે હજુ ગૂગલ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ છે. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર)ની પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે, કારણ કે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ છે. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી છે. ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે.

કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી છે, સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી છે. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું છે.

કંપનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે હાલપૂરતી એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરાઈ છે, ટૂંક સમયમાં એપ રિસ્ટોર થશે. ગ્રાહકોના તમામ પૈસા સુરક્ષિત રહેશે.

One97 કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે. એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર કરે છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ભારતમાં સ્માર્ટ સીટીની વાતો ગુલબાંગો સાબિત થઇ

નિયમિત આફતોનો સામનો કરવા પણ આપણાં શહેરો સક્ષમ નથી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી સ્માર્ટ સિટીની ઝુંબેશ ચાલે છે. ભારતના શહેરો જોકે કોઈ નવા પડકારને પહોંચી વળવા સક્ષમ નથી. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ સિટી ઈન્ડેક્સમાં ભારતના શહેરો પાછળ ધકેલાયા છે. ઈન્ડેક્સમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે.

લિસ્ટમાં ભારતનું પ્રથમ શહેર હૈદરાબાદ છે, જે છેક 85મા ક્રમે આવ્યું છે. સ્વિત્ઝરલેન્ડની ઈન્સ્ટીટયૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને સિંગાપોર ટેકનોલોજી યુનિવર્સિટી ફોર ડિઝાઈન દ્વારા વૈશ્વિક રિપોર્ટ તૈયાર કરાયો હતો.

રિપોર્ટ પ્રમાણે હૈદરાબાદ 85મા ક્રમે, દિલ્હી 86મા ક્રમે, મુંબઈ 93મા ક્રમે અને બેંગાલુરૂ 95મા ક્રમે છે. આ બધા શહેરોની ખાસ્સી પડતી થઈ છે. 2019ના ઈન્ડેક્સ પ્રમાણે આ ચારેય શહેરો અનુક્રમે 67, 68, 78 અને 79મા ક્રમે હતા. કોરોના જેવી મહામારીને હેન્ડલ કરવાની ભારતના શહેરોની કોઈ સજ્જતા છે નહીં માટે ક્રમ ગબડયો છે.

આ વખતે જોકે ભારતના શહેરો પાછા પડયા તેનું મૂળ કારણ રોગચાળો જ છે. છતાં પણ રોગચાળો ન હતો ત્યારેય ભારતના શહેરો લિસ્ટમાં ખાસ્સા પાછળ નોંધાયા હતા.  આ ઈન્ડેક્સ વિવિધ પંદર માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પરિવહન, સલામતી, આરોગ્ય, સ્થાનિક સત્તાધિશોની ક્ષમતા, વિકાસની તકો, વગેરે મુદ્દા ધ્યાનમાં લેવાયા હતા.

જગતના કુલ 120 શહેરો પસંદ કરી ત્યાનાં રહેવાસીઓપાસે સર્વે કરાવવામાં આવ્યો હતો. તેના આધારે ઇન્ડેક્સ તૈયાર થયો હતો.રિપોર્ટમાં કહેવાયું છે કે સ્માર્ટ સિટી તેને કહેવાય જે અણધારી આફત આવે તો તેને પહોંચી વળવા તૈયાર હોય. એ હિસાબે જોઈએ તો ભારતના મહાનગરો તો દર વર્ષે આવનારી આફતોનો સામનો કરવા પણ સક્ષમ નથી.

વિશ્વના પ્રથમ 10 સ્માર્ટ શહેરો

1 સિંગાપોર, 2 હેલસિંકી (ફિનલેન્ડ), 3 ઝુરીચ (સ્વિત્ઝરલેન્ડ), 4 ઓકલેન્ડ (ન્યુઝિલેન્ડ), 5 ઓસ્લો (નોર્વે), 6 કોપનહેગન (નેધરલેન્ડ), 7 જીનીવા (સ્વિત્ઝરલેન્ડ), 8 તાઈપેઈ (તાઈવાન), 9 આર્મસ્ટડેમ (નેધરલેન્ડ), 10 ન્યૂયોર્ક (અમેરિકા)

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશનાં નેશનલ ઇન્ફોર્મેટિકસ સેન્ટરના 100 કોમ્પ્યુટર પર સાયબર એટેક

રાષ્ટ્રીય સુરક્ષા સબંધે સંવેદનશીલ માહિતી તફડાવ્યાની આશંકા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચીન દ્વારા થતી સાયબર જાસુસીના અહેવાલો પછી હવે વધુ ગંભીર ઘટસ્ફોટ સામે આવ્યો છે. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના 100 જેટલાં કમ્પ્યૂટર્સમાં હેકર્સે ઘુસણખોરી કરીને અતિ સંવેદનશીલ ડેટા તફડાવ્યો હોવાની આશંકા ઊભી થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આ ઘટનામાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે NICના ડેટાબેઝમાં વડાપ્રધાન સંબંધિત ગોપનિય વિગતો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતીઓ પણ સચવાતી હોય છે. આથી હેકિંગની આ ઘટનાને બેહદ ગંભીર ગણવામાં આવે છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ