Connect with us

બિઝનેસ

નિફટી ફ્યુચર ૧૧૪૩૪ પોઇન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!! ઉછાળે વેચવાલી નોંધાશે…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૦૯.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૩૬૫.૩૫ સામે ૩૭૯૮૮.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૭૯૩૫.૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૧૭.૪૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૧.૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૧૯૩.૯૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૧૯.૮૫ સામે ૧૧૨૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૨૦૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૨.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૧૭.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કોરોના વાયરસની મહામારી વચ્ચે યુ.એસ.ની એસ્ટ્રાજેનેકાની કંપની ટૂંક સમયમાં કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરી લેશે પણ એસ્ટ્રાજેનેકાએ અંતિમ તબક્કા પર વેક્સિનની ટ્રાયલ પર રોક લગાવતા યુ.એસ. અને યુરોપિયન શેરબજારોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. તેમજ ચીનની સાથે બોર્ડર પર તણાવની ખબરોની વચ્ચે સ્થાનિક શેરબજાર સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે કડાકા સાથે ખુલ્યું હતું. ચાઈના સાથે ભારત અને અમેરિકા સહિતના વણસતા સંબંધો વચ્ચે આગામી દિવસોમાં ઔદ્યોગિક પ્રવૃતિ ફરી મંદ પડવાના અંદાજોએ ભારતીય શેરબજારમાં ફંડોનું વ્યાપક પ્રોફિટ બુકિંગ થવા સાથે મોટું ઓફલોડિંગ થતું જોવાયું હતું. કોરોના સંક્રમણ કાળમાં દેશભરમાં તાજેતરના મહિનાઓમાં લોકડાઉનની પડેલી ફરજના પરિણામે દેશનું અર્થતંત્ર અત્યંત સંકટની સ્થિતિમાં આવી ગયું હોઈ ૨૩%નો નેગેટીવ આર્થિક વિકાસ-જીડીપી નોંધાવાના અહેવાલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને અહેવાલને ચિંતાજનક ગણાવતાં અને સરકારને કરેલા સૂચનોને પગલે આગામી દિવસોમાં સરકારે વધુ સ્ટીમ્યુલસ જાહેર કરવું પડે એવી પૂરી શકયતા વચ્ચે આજે ફંડો દ્વારા શેરોમાં નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે મટિરિયલ્સ, એનર્જી, હેલ્થકેર, ટેલિકોમ, ઓટો, મેટલ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, યુટિલિટીઝ, બેન્કેક્સ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૭ અને વધનારની સંખ્યા ૮૨૩ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, આરોગ્ય સામે જોખમ સાથે આર્થિક રિકવરીમાં સમતુલા લાવવાના ભાગરૂપે જી-૨૦ના ૫૦% જેટલા દેશોએ તાજેતરમાં લોકડાઉન હળવા કરાઈ કર્યા છે. પરંતુ યુરોપ તથા એશિયાના દેશોમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં ઈન્ફેકશનના બીજા દોરનું જોખમ દર્શાવે છે જેને કારણે નવેસરાથી લોકડાઉન  કરવાની ફરજ પડી શકે છે અને તેની અસર ઉપભોગ પર જોવા મળશે તેવી મૂડી’સ ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા એક અહેવાલમાં જણાવાયું છે. મહામારીને કાબુમાં લેવા વૈશ્વિક સ્તરે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે રિકવરી સામેના જોખમો વધી રહ્યા છે. અમેરિકાની નાણાંકીય સ્થિતિ ફરી લાંબા ગાળાના ઐતિહાસિક સ્તરે પહોંચી છે. જ્યારે યુરો વિસ્તાર તથા ઊભરતી બજારો ધીમા દરે ગતિ પકડી રહી છે, જો વાઈરસનો ફેલાવો વધતો રહેશે નાણાંકીય બજારોમાં આવેલી ગતિમાં પીછેહઠ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર નજર સાથે ભારત-ચાઈના વચ્ચે સરહદે તણાવ સાથે અમેરિકા-ચાઈના ડિલ પર નજર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.

તા.૧૦.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૯.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૩૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૪૩૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૨૮૮ પોઈન્ટ થી ૧૧૨૩૩ પોઈન્ટ, ૧૧૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૩૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૯.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૩૭૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૨૨૬૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૨૭૨ પોઈન્ટ થી ૨૨૨૦૨ પોઈન્ટ, ૨૨૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૬૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • કોટક બેન્ક ( ૧૩૩૦ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • ગ્રાસીમ ઇન્ડ. ( ૬૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૬૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • બાયોકોન લિ. ( ૪૩૦ ) :- રૂ.૪૧૪ નો પ્રથમ તેમજ રૂ.૪૦૪ ના બીજા સપોર્ટથી બાયોટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૪૩ થી રૂ.૪૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • JSW સ્ટીલ ( ૨૮૮ ) :- આયર્ન & સ્ટીલ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૩ થી રૂ.૨૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૨૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • વિપ્રો લિ. ( ૨૮૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૭૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૯૩ થી રૂ.૨૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • ટોરેન્ટ ફાર્મા ( ૨૮૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૮૪૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૦૮ થી રૂ.૨૭૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • TCS લિ. ( ૨૩૩૨ ) :- રૂ.૨૩૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૩૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૨૩૧૬ થી રૂ.૨૩૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • એશિયન પેઈન્ટ ( ૧૯૯૦ ) : ફર્નિચર, ફર્નિશિંગ & પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૨૦૧૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૯૭૭ થી રૂ.૧૯૬૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ઈન્ડીગો ( ૧૨૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૨ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • મુથુત ફાઈનાન્સ ( ૧૧૦૩ ) :- રૂ.૧૧૨૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૧૦૯૦ થી રૂ.૧૦૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

દર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મુકેશ અંબાણી છેલ્લા 6 મહિનાથી દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એ પણ એવા સમયે કે જ્યારે કોરોનાને કારણે આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ રહી છે. આ માહિતી હુરુન ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડે તેમના અહેવાલમાં જણાવી છે. આજે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2020ની નવમી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. 31 ઓગસ્ટ 2020 સુધીમાં 1000 કરોડ રૂપિયા કે તેથી વધુની સંપત્તિ ધરાવતા ભારતના શ્રીમંત લોકો આ યાદીમાં સામેલ છે.

આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 9મા વર્ષે ટોપ પર છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કુલ આવક 6,58,400 કરોડ રૂપિયા છે. છેલ્લા 12 મહિનામાં તેમની કુલ સંપત્તિ 73% વધી છે. 2020 આવૃત્તિમાં 828 ભારતીયો સામેલ છે.

રિપોર્ટ અનુસાર, 63 વર્ષના અંબાણીએ માર્ચથી ઓગસ્ટ દરમિયાન લોકડાઉન દરમિયાન દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૭૯૮૧.૬૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૧૭૬.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૭૮૩૧.૩૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૪.૫૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮.૪૧ પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે ૩૭૯૭૩.૨૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૩૮.૦૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૭૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૧૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૨.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦.૫૦ પોઈન્ટના નજીવા ઉછાળા સાથે ૧૧૨૩૭.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના બીજા દિવસે દેશમાં સારા વરસાદ સાથે સરકાર દ્વારા નવા પેકેજની તૈયારીના અહેવાલે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત ગેપ અપ ઓપનીંગે થઈ હતી. સકારાત્મક વૈશ્વિક સંકેતો સામે કોરોના મહામારી વચ્ચે બેંકોના લોન મોરેટોરિયમને લંબાવવાની હિલચાલ સાથે લોન પરના વ્યાજ પર વ્યાજને માફ કરવા મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણીને ફરી ૫,ઓકટોબર ૨૦૨૦ સુધી મોકૂફ રાખવામાં આવતાં અને બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર ૨૦૨૦ની મળનારી મીટિંગને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતાં નેગેટીવ અસરે આજે બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો. કોમોડીટી સેક્ટર સંદર્ભે વૈશ્વિક સ્તરે કોરોના મહામારીનો બીજો તબક્કો શરૂ થયાની સંભાવના પાછળ વૈશ્વિક રોકાણકારો અને ફંડો કિંમતી ધાતુઓ સહિતની અન્ય એસેટ્સમાં કરેલું રોકાણ પુન: પાછું ખેંચી ડોલરમાં ખરીદી તરફ વળતા ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની દહેશત ઉભી થવા સહિતના નવા પડકારો ઉભા થવાની ભીતિએ ચાલુ સપ્તાહમાં વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે સોના – ચાંદીમાં બે તરફી અફડાતફડી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે આઇટી, ટેક, ઓટો, મેટલ અને બેન્કેક્સ શેરોમાં વ્યાપક વેચાવલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ભારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૪ અને વધનારની સંખ્યા ૫૮૩ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર દરમિયાન મોનીટરી પોલીસી કમિટીની મળનારી મીટિંગ મોકૂફ રહ્યાના અહેવાલે સોમવારે ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક લેવાલી રહી હતી જ્યારે મંગળવારે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. આરબીઆઈ ગવર્નરે અગાઉ પણ જણાવ્યું છે કે શેરબજારોમાં તેજી અર્થતંત્રની સ્થિતિ મુજબની નથી. જે સંકેતને ધ્યાનમાં લઈએ તો ગવર્નરના વિધાન મુજબ બજાર આગામી દિવસોમાં ઘટાડા શકયતા નકારી ન શકાય. બીજી ઓકટોબરે ગાંધી જયંતિ નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર તેથી આ ટૂંકા સપ્તાહમાં ઓગસ્ટ ૨૦૨૦ મહિના માટેના ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉત્પાદનના ૩૦,સપ્ટેમ્બર ૨૦૨૦ના જાહેર થનારા આંક અને સપ્ટેમ્બર ૨૦૨૦ મહિના માટેના માર્કિટ મેન્યુફેકચરીંગ પીએમઆઈના ૧,ઓકટોબર ૨૦૨૦ના જાહેર થનારા આંક અને સપ્ટેમ્બર મહિનાના ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના જાહેર થનારા આંકડા પર બજારની નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકામાં પ્રમુખ પદ માટેની આવી રહેલી ચૂંટણીઓના ડેવલપમેન્ટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૩૦.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૨૦૨ પોઈન્ટ થી ૧૧૧૮૮ પોઈન્ટ, ૧૧૧૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૪૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૪૦૪ પોઈન્ટ થી ૨૧૩૩૩ પોઈન્ટ, ૨૧૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • HDFC લિ. ( ૧૭૧૭ ) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • મુથુત ફાઈનાન્સ ( ૧૧૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • HCL ટેકનોલોજી ( ૮૧૮ ) :- રૂ.૮૦૩ નો પ્રથમ તેમજ રૂ.૭૮૮ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ડાબર ઈન્ડિયા ( ૫૦૦ ) :- પર્સનલ પ્રોડક્ટ્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૧૩ થી રૂ.૫૨૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૮૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • મધરસન સુમી ( ૧૧૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૨ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટ્સ એક્વિપમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૧ થી રૂ.૧૨૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • TCS લિ. ( ૨૪૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૬૬ થી રૂ.૨૪૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૨૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • લુપિન લિ. ( ૯૯૯ ) :- રૂ.૧૦૨૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૯૮૪ થી રૂ.૯૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૩૬ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૨૨ થી રૂ.૫૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • TVS મોટર ( ૪૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૮૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૬૦ થી રૂ.૪૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • હિન્દાલ્કો ઈન્ડ. ( ૧૭૭ ) :- રૂ.૧૮૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૯ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૧૭૦ થી રૂ.૧૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

બોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ

બેઠક નહી યોજાતા શેરબજારમાં બેંક શેર્સ ગગડ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રિઝર્વ બેન્કે કોરમના અભાવનું કારણ જણાવી મોનેટરી પોલિસી કમિટીની બેઠક મુલત્વી રાખી દીધી છે. આ બેઠકમાં વ્યાજ દર નીતિ અંગે ચર્ચા થવાની હતી. સરકાર દ્વારા  ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની નિયુક્તિમાં વિલંબ થયો હોવાથી કોરમ થઇ શકે તેમ નથી.
રિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તા. 29મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે મળનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠક પાછી ઠેલવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. સરકારે 2016નાં વર્ષથી વ્યાજ દર નક્કી કરવાની ભૂમિકા રિઝર્વ બેન્કના ગવર્નર પાસેથી લઇ છ સભ્યોની એમપીસીને આપી દીધી છે. આ પેનલના વડા તરીકે રિઝર્વ બેન્કના ગવર્નર જ હોય છે. તેમાં આરબીઆઇ સિવાયના બાહ્ય સ્વતંત્ર સભ્યોનો પણ સમાવેશ થાય છે.

એક્ટર્નલ સભ્યોની ચાર વર્ષની મુદ્દત ગયા મહિને પૂર્ણ થઇ ચૂકી છે અને સરકારે તેમના સ્થાને નવી નિયુક્તિ નહીં કરતાં એમપીસીની બેઠકનું કોરમ જળવાય તેમ નથી. નિયમ અનુસાર આ બેઠકમાં ઓછામાં ઓછા ચાર સભ્યો હાજર હોવા જોઇએ. તે પૈકીના એક ગવર્નર અથવા તો તેમના ડેપ્યુટી હોવા જોઇએ. બજાર વર્તુળની ધારણા અનુસાર હજુ ફૂગાવો અંકુશમાં નહીં આવ્યો હોવાથી એમપીસીમાં વ્યાજ દરો જાળવી રાખવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ