Connect with us

સ્પોર્ટ્સ

દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો: ઋષભ પંત એક અઠવાડિયા માટે ટીમની બહાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આઈપીએલ 2020ની આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ડોક્ટર્સે એક અઠવાડિયું આરામ કરવાની સલાહ આપી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ ટીમનાં કેપ્ટન શ્રેયસ ઐય્યરે આ વાતની જાણકારી આપી છે.

ઋષભ પંતની ઈજા વિશે ઐય્યરે કહ્યું કે, અમને નથી ખબર કે ઋષભ પંત ક્યારે વાપસી કરશે. મેં ડોક્ટરો સાથે વાત કરી છે અને તેઓએ કહ્યું કે, એક અઠવાડિયા સુધી આરામ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સામેની ગત મેચમાં પંતને ચાલવામાં તકલીફ થતી હતી. કાગિસો રબાડાના બોલ પર એરોનનો કેચ લીધા બાદ તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. આ અગાઉ વિકેટ પર દોડવા દરમિયાન પણ તેને સમસ્યા થઈ રહી હતી.

આઈપીએલ મુકાબલામાં મુંબઈથી મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઐય્યરે કહ્યું કે, અમારે 10થી 15 રન ઓછા રહી ગયા. જો આ લક્ષ્ય 175 રનનું હોત તો તે કાંઈક અલગ હોત. માર્ક્સ સ્ટોઈનિસ જ્યારે રન આઉટ થયો, ત્યારે જ અમે ચૂકી ગયા હતા. અમારે તેના પર કામ કરવાની જરૂર છે. અમારે ફિલ્ડીંગ ઉપર પણ કામ કરવાની જરૂર છે.

ઐય્યરે કહ્યું કે, અમારે આગામી મેચ પહેલાં પોતાની માનસિકતા પર કામ કરવાની જરૂર છે. મને લાગે છે કે, અમારે માટે એ મહત્વનું છે કે, અમારે વસ્તુઓને હળવાશમાં લેવી જોઈએ નહીં. અમારે અમુક વસ્તુઓ પર કામ કરવાની પણ જરૂર છે.

સ્પોર્ટ્સ

જાન્યુઆરીમાં અમદાવાદનાં મોટેરામાં યોજાશે ડે-નાઇટ ટેસ્ટ મેચ

ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીની ટેસ્ટ રમાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઇંગ્લેન્ડની ટીમ આગામી વર્ષની શરૂઆતમાં 5 ટેસ્ટ અને વન-ડે મેચોની શ્રેણી માટે ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે અમદાવાદમાં ડે-નાઇટ (પિન્ક બૉલ) ટેસ્ટ રમાશે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી. અમદાવાદનું નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. કોલકાતા અને ધર્મશાલામાં પણ મેચો રમાઇ શકે છે. મોટેરા સ્ટેડિયમ નવું બન્યા બાદ ત્યાં હજુ સુધી કોઇ મેચ રમાઇ ન હોવાથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ અહીં રમાનારી પ્રથમ મેચ બની રહેશે.

કોરોનાના કારણે આ શ્રેણી બીજા કોઇ દેશમાં રમાડવાની વાત થઇ રહી હતી. જોકે, બીસીસીઆઇ શ્રેણી ભારતમાં જ રમાડવાના શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. ગાંગુલીએ કહ્યું કે અમે હાલ કેટલાક પ્લાન બનાવ્યા છે પણ કોઇ પ્લાન અંગે અંતિમ નિર્ણય નથી થયો. હાલ બોર્ડની પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે, જે માટે થોડા દિવસોમાં ટીમ જાહેર થશે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ડબલ સુપર ઓવરમાં પંજાબનો વિજય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

IPLની 13મી સીઝનની 36મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઈ ઇન્ડિયન્સને ડબલ સુપર ઓવરમાં હરાવ્યું. આ પહેલા બંને ટીમ વચ્ચે રમાયેલી પ્રથમ સુપર ઓવર પણ ટાઈ થઇ હતી. બીજી સુપર ઓવરમાં મુંબઈએ 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબે 4 બોલમાં ચેઝ કર્યો. પંજાબ માટે ક્રિસ જોર્ડન અને મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે સુપર ઓવર નાખી. IPLમાં પહેલીવાર એક દિવસમાં 3 સુપર ઓવર રમાઈ.

મુંબઈ ઈન્ડિયન્સે પહેલાં બેટિંગ કરતાં 6 વિકેટ પર 176 રન બનાવ્યા હતા. તે બાદ કિંગ્સ ઈલેવન પંજાબે પણ આ જ સ્કોર બનાવ્યો હતો. તે બાદ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રિત બુમરાહે સુપર ઓવરમાં ફક્ત 5 રન આપ્યા હતા. તે બાદ મોહમ્મદ શમીએ પણ ઘાતક બોલિંગે રોહિત અને ડી કોકને 5 રન પર રોકી દીધા હતા. તે બાદ શરૂ થઈ બીજી સુપર ઓવર જેમાં મુંબઈએ 11રન બનાવ્યા અને પંજાબે 15 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

પહેલી સુપર ઓવરમાં પંજાબે 5 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ પણ 5 રન જ કરી શક્યું હતું. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ અને પંજાબ માટે મોહમ્મદ શમીએ સુપર ઓવર નાખી હતી. નિયમ અનુસાર, પ્રથમ સુપર ઓવરમાં બેટિંગ અને બોલિંગ કરનાર ખેલાડીઓ બીજી સુપર ઓવરમાં માત્ર ફિલ્ડિંગ જ કરી શકે છે. આ કારણે મેચની બીજી સુપર ઓવરમાં અલગ-અલગ ખેલાડીઓએ બેટિંગ-બોલિંગ કરી.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

દિનેશ કાર્તિકનું કેકેઆર ટીમના કેપ્ટન પદેથી રાજીનામું

ઇગ્લેન્ડનો ઇયાન ર્મોગન કેકેઆરની કેપ્ટનશીપ સંભાળશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન હવે દિનેશ કાર્તિક નહીં હોય. IPLની 13મી સિઝનમાં બે વખતની ચેમ્પિયન આ ટીમનાં ખરાબ પ્રદર્શન બાદ ઉઠી રહેલાં સવાલો વચ્ચે દિેનેશ કાર્તિકે (Dinesh Karthik) સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડના લિમિટેડ ઓવર્સના કેપ્ટન અને KKRના મહત્વપુર્ણ પ્લેયર ઈયોન મોર્ગન (Eoin Morgan) હવે આ ટીમની કેપ્ટનશિપ સંભાળશે.

મોર્ગન પહેલીવાર KKRનું સુકાન સંભાળશે. પોઈન્ટ ટેબલમાં KKR ચોથા સ્થાને છે. અને તેને પોતાની પાંચમાંથી છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.  ટીમના CEO વેંકી મૈસૂરે કહ્યું કે, અમે નસીબદાર છીએ કે અમને દિનેશ કાર્તિક જેવું નેતૃત્વ કરનાર મળ્યો, જેણે હંમેશા ટીમને પહેલા રાખી છે. કોઈ પણ વ્યક્તિ માટે આ પ્રકારનો નિર્ણય કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. અમે પોતે પણ તેના આ નિર્ણયથી હેરાન છે. પણ તેની ઈચ્છાઓનું સન્માન કરીએ છીએ.

જો કે, ટુર્નામેન્ટની વચ્ચેથી જ દિનેશ કાર્તિકે કેમ અચાનક સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો તેનું સત્તાવાર કારણ તો સમે આવ્યું નથી. પણ ટીમ મેનેજમેન્ટનું માનીએ તો દિનેશ કાર્તિક હવે બેટિંદ પર જ ફોકસ કરવા માગે છે.

IPLની હાલની સિઝનમાં દિનેશ કાર્તિકનું પ્રદર્શન સારું રહ્યું નથી. RCBની સામે ગત મેચમાં કાર્તિક ફક્ત 1 રન જ બનાવી આઉટ થઈ ગયો હતો. જ્યારે તેણે આ સિઝનની 7 ઈનિંગમાં માત્ર 108 રન બનાવ્યા છે. તેમાં ફક્ત એક હાફ સેન્ચુરી સામેલ છે. અને આ જ કારણ છે કે તે હવે બેટિંગ પર ફોકસ કરવા માગી રહ્યો છે. IPLમાં KKRને અત્યાર સુધી 7માંથી 4 મેચોમાં જીત મળી છે. 8 અંકોની સાથે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ