Connect with us

રાષ્ટ્રીય

પ્રવાસનમાં ગુજરાત પાછળ !!

ભારતીય પ્રવાસીઓ જૂજ આવે છે, વિદેશીઓ તો આ બાજુ ફરકતાં જ નથી !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

‘કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં…’ ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ જેવા સ્લોગન હવે બિનઅસરકારક થવા માંડ્યા છે. આ કારણે જ દેશનું સૌથી સમૃદ્ધ પર્યટન સ્થળ હોવા છતાં ગુજરાત સતત પાંચમા વખતે ટોપ 10માં નવમાં સ્થાને રહ્યું. ભારત સરકારના પર્યટન મંત્રાલયના ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2020ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે 2019માં માત્ર અઢી ટકા લોકો જ ગુજરાત ફરવા આવ્યા હતા. જેમ કે ઉત્તર પ્રદેશ 23.1% પર્યટકોની સાથે દેશનું સૌથી પર્યટનનું રાજ્ય બની ગયું. છેલ્લા 10 વર્ષમાં યુપી સાતમીવાર બીજા ક્રમે અને એક વખતે ત્રીજા નંબરે રહ્યું. જ્યારે ગુજરાત પાંચ વર્ષથી સતત 9માં નંબરે છે. વિદેશી પર્યટકોની પસંદગી જગ્યામાં ગુજરાત ટોપ 10માં પણ સામેલ નથી. વિદેશી પર્યટકોની યાદીમાં રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, અને બંગાળ ટોપ 10માં છે. 2018ના રિપોર્ટ મુજબ, વર્ષ 2017ના વર્ષમાં ગુજરાતમાં 4.83 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા.

જે દેશના કુલ પ્રવાસીઓના 2.9 ટકા હતા. 2018ના વર્ષમાં 5.43 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા જે કુલ પ્રવાસીઓના 2.9 ટકા હતા. ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે પણ ગુજરાત સતત 9મા ક્રમે આવે છે. 2018માં ઉત્તરપ્રદેશમાં દેશના કુલ પ્રવાસીઓમાંથી 15.4 ટકા એ મુલાકાત લીધી હતી જે 2019માં કુંભના કારણે વધીને સીધી 23 ટકા સુધી પહોંચી ગઇ હતી. 2018માં તમિલનાડુ પહેલા ક્રમે હતું. રિપોર્ટના મુજબ દેશના 85% પર્યટક ટોપ 10 રાજ્યમાં જવાનું પસંદ કરે છે. પ્રવાસન વિભાગના સચિવ મમતા વર્માએ કહ્યું- આ જે આંકડા આવ્યા છે તેને અમારે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તરીકે ચકાસવા પડશે. જે રેંકિંગ આવ્યું છે તેમાં અલગ-અલગ કક્ષામાં રેટિંગ આપ્યું હોવું જોઇએ અને તે પૈકી કઇ કક્ષામાં ગુજરાતનો દેખાવ નબળો રહ્યો કે સારો રહ્યો તે અમારે ઝીણવટભરી ચકાસણી કરવી રહી. આ ચકાસણી કર્યા બાદ જ અમે આ અંગે પ્રત્યુત્તર આપી શકીએ કે ગુજરાત કેમ નવમા ક્રમે છે. તેથી હાલ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવી તે યોગ્ય નહી કહેવાય. પર્યટકોને આકર્ષે એવાં તમામ સ્થળો ગુજરાતમાં છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાથી લઇને સફેદ રણ, એશિયાઇ સિંહોના સૌથી મોટા જંગલથી લઇ બે-બે જ્યોતિર્લિંગ, શક્તિપીઠ, છતાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં જોઇએ એ પ્રમાણમાં સફળ રહ્યું નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા 2019માં 29 લાખ લોકો ગયા. જે અનુમાનથી ઓછા હતા. કચ્છનું રણ જોવા જતા સ્થાનિક લોકોની સંખ્યા 15 ટકા જ્યારે વિદેશી પર્યટકોની સંખ્યા 50 ટકા ઘટી. રાજ્ય સરકારે પોતે એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. અગાઉના આંકડાઓ સાથે તુલના કરીએ તો, મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2007માં ગુજરાતમાં પર્યટકોની સંખ્યા 1.23 કરોડ હતી. જે એક જ વર્ષમાં વધીને 1.41 કરોડ થઇ ગઇ હતી. વિકાસ દર 14.12 ટકા હતો. 2014માં જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે પર્યટકોની સંખ્યા 3.26 કરોડ હતી. એ પછી સંખ્યામાં સતત ઘટાડો થતો ગયો. 2015-16માં ગુજરાતમાં 2.81 કરોડ પર્યટક આવ્યા. જેમાં દેશના અન્ય રાજ્યોમાંથી 9.39 લાખ જ્યારે 7.33 લાખ વિદેશી પર્યટક હતા. 2016-17માં 3.24 કરોડ પર્યટક આવ્યા. જેમાં દેશના અન્ય રાજ્યોમાંથી પર્યટકોની સંખ્યા 1.14 કરોડ જ્યારે 9.24 લાખ વિદેશી પર્યટક હતા. કુલ મળીને 4.48 કરોડ પર્યટક ગુજરાત જોવા આવ્યા.

રાષ્ટ્રીય

રોજ 36 કિ.મી. જાતે હોડી ચલાવી, બાળકોને પહોંચાડયો નાસ્તો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના કાળ દરમ્યાન ઘણાં બધા લોકોએ રોજગારી ગુમાવી છે. તેની સામે કોરોના કાળ દરમ્યાન ઘણાં બધા લોકોએ વિશેષ કામગીરી કરી છે અને નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી અન્યોને મદદરૂપ પણ થયા છે. એક સુંદર ઉદાહરણ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બન્યું હોવાનું હવે જાહેર થયું છે.

નંદુરબાર જિલ્લાના ચીમલખેડી નામના ગામમાં રેલુ વસાવે નામની એક મહિલા કાર્યકર આંગણવાડીમાં સર્વિસ કરે છે. આ મહિલા કાર્યકર દરરોજ જાતે હોડી ચલાવીને પોતાના ઘરથી 18 કિલોમીટર દૂર આવેલા સ્થળે આંગણવાડીના બાળકોને નાસ્તો પહોંચાડવા જતી હતી. દરરોજ 36 કિલોમીટર હાથના હલેસાથી હોડી ચલાવવી આસાન કામ નથી. તાજેતરમાં નંદુરબાર જિલ્લાના પ્રશાસને આ મહિલાનું સન્માન કર્યુ છે. આ સન્માન કાર્યક્રમમાં જિલ્લાના કલેકટર ઉપરાંત ડીડીઓ પણ હાજર રહયા હતા. આ મહિલાને સન્માન પ્રમાણપત્રની સાથે સાડી અને મીઠાઇઓ આપવામાં આવી છે. તેણી નંદુરબાર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહે છે અને તેના રહેણાંકથી 18 કિલોમીટર દૂર આદિવાસી વિસ્તારના બાળકો માટે ચલાવવામાં આવતી આંગણવાડીનું સંચાલન કરે છે. બાળકો અને સગર્ભાઓને પોષક ખોરાક પહોંચાડવાની સરકારની યોજના અંતર્ગત તેણીએ આ પોતાની રૂટિન કામગીરી કોરોના કાળ દરમ્યાન પણ ચાલુ રાખી હતી.

તેણી દરરોજ આ કામગીરી માટે હોડીમાં જાય છે. પરંતુ લોકડાઉન દરમ્યાન હોડીના ચાલકોએ રજા રાખી તે સમયે તેણીએ જાતે દરરોજ 36 કિલોમીટર હોડી ચલાવી પોતાની ફરજો બજાવી હતી.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ઓખા-હાવડા, પોરબંદર-હાવડા અને ઓખા-ગોરખપુર ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનો જાન્યુઆરી સુધી લંબાવાઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેનોમાં મુસાફરોની ભીડને ધ્યાને લઇ ઓખા-હાવડા, પોરબંદર -હાવડા તથા ઓખા-ગોરખપુર વચ્ચે ફેસ્ટીવલ સ્પેશ્યલ સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જે હવે તા. 3 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. જે અંતર્ગત ટ્રેન નં.02905 ઓખા-હાવડા સુપરફાસ્ટ સાપ્તાહીક સ્પેશ્યલ તા. 6 થી 27 ડિસેમ્બર સુધી દર રવિવારે ઓખા થી સવારે 8:40 વાગ્યે ઉપડશે. અને રિર્ટનમાં ટ્રેન નં. 02906 હાવડા ઓખા 8 થી 29 ડિસેમ્બર સુધી હાવડાથી દર રવિવારે રાત્રે 9:15 વાગ્યે ઉપડી ત્રીજે દિવસે સાંજે 4:30 વાગ્યા ઓખા ઉપડશે.

ટ્રેન નં. 09205 પોરબંદર હાવડા તારીખ 2 થી 31 ડિસેમ્બર સુધી દર બુધવાર અને ગુરૂવારે સવારે 8:50 વાગ્યે પોરબંદર થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 3:15 વાગ્યે હાવડા પહોંચશે. રિર્ટનમાં ટ્રેન નં. 09206 હાવડા-પોરબંદર તારીખ 4 ડિસેમ્બર થી 2 જાન્યુઆરી સુધી દર શુક્રવાર અને શનિવારના રાત્રે 9:15 વાગ્યે હાવડા થી ઉપડી ત્રીજા દિવસે બપોરે 3:40 વાગ્યે પોરબંદર પહોંચશે.

ટ્રેન નં.05046 ઓખા-ગોરખપુર વિશેષ ટ્રેન 6 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી દર રવિવારે ઓખાથી રાત્રે 9 વાગ્યા ઉપડી મંગળવારે સાંજે 7:25 વાગ્યે ગોરખપુર પહોંચશે. રીર્ટનમાં ટ્રેન નં.05045 ગોરખપુર ઓખા વિશેષ ટે્રન 3 થી 31 ડિસેમ્બર સુધી ગોરખપુરથી દર ગુરૂવારે સવારે 4:45 વાગ્યે ઉપડી શનિવાર સવારે 3:55 વાગ્યે ઓખા પહોંચશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ડ્રાય સ્વેબ : કોરોના ટેસ્ટની નવી પ્રણાલી

CCMB ની આ પ્રણાલીને ICMRની મંજૂરી : RT-PCR ટેસ્ટની માફક RNA છૂટો પાડવાની જરૂર નહીં રહે : 4 કલાકમાં પ00 લોકોનાં ટેસ્ટ, ઓછાં ખર્ચે થઇ શકશે : સેમ્પલ્સનું ટ્રાન્સપોર્ટેશન નહીં કરવું પડે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના ટેસ્ટીંગમાં હાલમાં બે પધ્ધતિઓ પ્રચલિત છે. પ્રથમ પધ્ધતિને રેપિડ એન્ટીજન ટેસ્ટ કહેવામાં આવે છે. જે બહુ વિશ્ર્વાસપાત્ર નથી. બીજી પધ્ધતિ આરટીપીસીઆર ટેસ્ટ છે. જે પ્રમાણમાં વધુ વિશ્ર્વસનિય છે. પરંતુ આ પધ્ધતિમાં પણ નાક અથવા ગળામાંથી લેવામાં આવેલા સ્વેબના લિકવિડ સેમ્પલનું ટ્રાન્સપોર્ટેશન તથા જાળવણી અને પ્રક્રિયા પાછળ થતો ખર્ચ તેમજ પરિણામ આવતા લાગતો સમય વધુ હોય છે. તેની સરખામણીએ નવી શોધવામાં આવેલી ડ્રાય સ્વેબ પધ્ધતિ વધુ ઝડપી અને સસ્તી હોવાનું પ્રયોગોમાં પૂરવાર થયું છે.

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઇસીએમઆર દ્વારા આ નવી ડ્રાય સ્વેબ પધ્ધતિને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પધ્ધતિ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેકયુલર બાયોલોજી એટલે કે, સીસીએમબી દ્વારા શોધવામાં આવી છે. પધ્ધતિમાં આરએનએને છૂટા પાડવાની ઝંઝટ નહીં રહે, અને આરટીપીસીઆરમાં લેવામાં આવતાં પ્રવાહી સેમ્પલના ટ્રાન્સપોર્ટેશન સહિતની મુશ્કેલીઓ પણ બાદ થઇ જશે. આ નવી ડ્રાય સ્વેબ પધ્ધતિ પ્રમાણમાં સસ્તી અને ઝડપી હોવાને કારણે ઓછા ખર્ચમાં તથા 3-4 કલાક જેવા ઓછા સમયમાં એક સાથે પાંચસો લોકોનો કોરોના ટેસ્ટ થઇ શકશે. આ ટેસ્ટના પરિણામો પણ સ્ટાન્ડર્ડ હોવાનું પ્રયોગોમાં જણાયું છે.
હાલના તબકકે દેશભરમાં મોટા પ્રમાણમાં લોકોના કોરોના ટેસ્ટ કરવાની સ્થિતિનું નિર્માણ થયું હોય આ નવી ડ્રાય સ્વેબ પધ્ધતિ ખૂબજ ઉપયોગી નિવડશે એમ આઇસીએમઆર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ